________________
*
પ્રબુદ્ધ જીવન
રાખી આગળ એના નાકામાં હાથ ભરાવી બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા. રોજ સવારે નાહીને પહેરેલાં કપડાં હોય તે બીજે દિવસે સવારે ઊતરતાં. શાળામાં ભણવા તળાવના કિનારે થઇને, ટૂંકા નિર્જન રસ્તે અને જતા. ઇરાનીઓની વાત આવી એટલે બાએ કડક સૂચના આપી દીધી કે તળાવ બાજુથી નહિ પણ ગામમાં થઇને ઝંડા બજા૨ના રસ્તે ઘરે આવવું. કોઈ ઇરાની દેખાય તો દોડી જવું. બાની સુચના દિવસો સુધી અર્થ પાળી હતી.
બે
શાળામાં ભણતા થયા પછી બા દર વર્ષે ઉનાળાની રજામાં અમને છોકરાંઓને લઇને પોતાના પિયરમાં ઓઠ ગામે જતી. ત્યાં એમની બહેનો રહેતી. વળી ત્યાંથી નજીકના ગામ કણભાઈપરામાં એમના માતાપિતા ઇચ્છાબા અને ચુનીલાલ બાપા રહેતા. એ દિવસોમાં પદ્મ ચાલીને જ પાદરા સ્ટેશને જવાનો રિવાજ હતો. સામાનમાં લોઢાનો ટૂંક વજનદાર હોય એટલે બા માથે મૂકીને ચાલતી. એમાં કોઈ લજ્જા ગણાતી નહિ. અમે પાદરાથી વિશ્વામિત્રી જઈ ત્યાંથી મોટી ગાડીમાં એસી આણંદ ઉતાં અને ત્યાંથી ગાડી બદલી ગોધાવાડી ગાડીમાં બેસી ઓડ ઊતરતાં અથવા સીધા કાભાઈપુરા જવાનું હોય તો ભાલેજ સ્ટેશને ઊતરતાં. ભાલેજથી ચાલતાં જ અમારું મોસાળના ધરે જવાનું હેતું. તે માટે અગાઉથી જણાવવાનો રિવાજ નહોતો. રેલવેમાં પણ ડબ્બા અડધા ખાલી હોય. જ્યાં સારા માણસો હોય અને બારી પાસેની બેઠક મળે એ ડબ્બો પસંદ કરાતો કે જેથી મહી નદીનાં દર્શન થાય. બા મહીસાગરમાં પૈસી નાખવાનું અમને અચૂક કહેતાં. ટ્રેનમાંથી નીચે નદીના પટમાં ચાલતા માણસો કેટલા નાના લાગે તે બા અમને બતાવતાં. એ દૃશ્ય હજુ પણ યાદ છે. મોસાળમાં જઇએ ત્યારે ખેતરોમાં જઇને આંબલી, રામણાં, જાંબુ, જામફળ, કાચી કેરી વગેરે પથ્થરથી પાડીને અમે ખાતાં. ઘર માટે તુવરની સીંગો તોડી લાવતા. કોઈ વાર મહીના કોતરોમાં થઇને નદીએ નાહવા જતો. ત્યાં નદીના પટમાં વાવેલાં વેલા પરથી ઉતારેલાં ચીભડાં ખરીદીને ખાતા.
_
બાનીસમયસૂચકતાનો એક પ્રસંગ યાદ આવે છે. એક વખત બા સાથે અને પાદાથી બીડ જતાં હતાં. એમાં અમુક અંતર બસમાં કાપવાનું હતું, અને પછી ટ્રેન પકડવાની હતી. રસ્તામાં એક ઠેકાર્થો બસ ઊભી આ એટલે અમે ઊતર્યા. પા ત્યાં કોઈ વસતિ નહોતી. પરંતુ બાની નજર ગઈ મી દૂર ઇરાનીઓનું ટોળું હતું. બાને એ જોયું. એટલામાં કેટલાક ઈરાની · સ્ત્રીપુરુષો માથે ટોપલા લઈ અમારી બાજુ આવવા લાગ્યા. અમને છોડીને બસ ચાલવા લાગી હતી ત્યાં તો બાએ જોરથી બસવાળાને બૂમ પાડી, ‘બસવાળાભાઈ, બસ ઊભી રાખી, ઊભી રાખો, બસ તરત ઊભી રહી ગઈ. બાએ અમને કહ્યું, ‘અલ્યા દોડો, બસમાં પાછા બેસી જઇએ.' અમે દોડતાંકને બસમાં બેસી ગયા. અમને પાછા બસમાં બેસતા જોઈ ઈરાનીઓ ત્યાં જ ઊભા રહી ગયા.
બસવાળી બોર્યા, 'મા ! મને થયું કે તમે કેમ ઊતરો છો ?' ‘ઓછું ચાળવું પડે એટલે ઊતર્યા, પણ પછી ખબર પડી કે અહીં તો ઇરાનીઓ છે. સારું થયું તમે મારી હાંક સાંભળી અને ઊભી રાખી નહિ તો આજે ઇરાનીઓએ મારી સોનાની બંગડીઓ પડાવી લીધી હોત.
હું આઠેક વર્ષનો હતો ત્યારે પાદરામાં આસપાસના ફળિયાના છોકરાઓ ‘કંટિયારા’ તળાવ પાસે રમવા જતા. ઉનાળાની રજાના દિવસોમાં પાણી
૧૬ ડિસેમ્બર, ૨૦૦૪
આજુબાજુની આંગળીઓને ચેપ લાગતો, પણ મટી જતું. એક વખત મને એ રીતે દસે આંગળીએ ચેપ લાગ્યો. હવે હાથથી ખવાય નહિ. બા ખવડાવે અથવા ચમચાથી ખાઉં. આ વખતે જાડી મઢ્યું નહિ એટલે બા ચિંતાતુર થઈ. એવામાં પાસેના પડોશી જેઠાલાલના ઘરે એમના કોઈ સગા આવ્યા હતા. તેઓ વૈદું કરતા. બાએ એમને મારી આંગળીઓ બતાવી. વૈદે કહ્યું ચેપ કો વધી ગયો છે એટલે હવે બરાબર ઉપચાર નહિ કરો તો આંગળીઓ કપાવવી પડશે. હવે ચાલુ મલમપીથી નહિ મટે. એ વખતે એશ્વરો ઉપગાર બતાવ્યો. લોઢાના ચેલિયામાં ગંધક, પારો અને કણજીનું તેલ ભેળવીને બરાબર લોટવું. એવી રીતે જે મલમ થાય તે બધી આંગળીએ લગાડી પાટો બાંધી લેવો, વેદે બતાવેલા આ ઉપચારથી થોડા દિવસમાં આંગળીઓમાં રૂઝ આવી ગઈ અને એમ કરતાં સદંતર મટી ગયું. આટલું વર્ષે પણ એ ઘટના અને ઉપચાર મને યાદ છે.
ઓછું થાય અને કિનારાની માટી સૂકવા લાગે ત્યારે એવી પોચી ચીકણી માટી કાઢી અને એનાં રમકડાં બનાવી તડકામાં સૂકાવા મૂકતાં. સૂકાયેલાં રમકડાં ઘરે લાવતા. કોઈ વા૨ માટીમાંથી કાણાંવાળો પોલો પાવો બનાવતા અને એ સૂકાય ત્યારે વગાડતા. કોઇવાર માટીની પેન બનાથી, ઘરે લાવી ચૂલામાં શેકતા અને લાલ થયેલી પેનથી પાટીમાં લખતા. આવાં રમકડાં બનાવતાં એક વખત કેટલાક છોકરાઓને આંગળીએ ગુમડાં થવા લાગ્યાં. મને પરા થયાં. એ પાર્ક એટલે એમાંથી રસી નીકળતી. એ બપી થી
બાને રોજ સવારે નાહીને દેરાસર દર્શન-પૂજાનો નિયમ હતો. શ્રીમંત હતા ત્યારે વસાવેલી ચાંદીની ડબ્બીમાં ચોખા વગેરે ભારીને લઈ જાય. પાછા ફરતાં તેઓ શેજ પાસેની શેરી નવઘરમાં આવેલા માળિભદ્રના સાાનકમાં જઈ દીવો કરી પગે લાગતાં. તેમને માણિભદ્ર દેવમાં ઘણી શ્રદ્ધા હતી. હું શાળામાં ભળતો થયો ત્યારે એમણે મને રોજ ભાભાના સ્થાનક હું જઈ દીવો કરવાની ટેવ પાડી હતી. (નવગરીમાં આ જૂનું સ્થાનક હવે રહ્યું આ નથી. દેરાસરમાં નવું સ્થાનક થયું છે.)
। પિતાશ્રી માટે પાદરામાં ગુજરાન ચલાવવાનું પછી વધુ કઠિન બન્યું હતું. તેઓ નામું લખવામાં બહુ હોંશિયાર હતા અને એમના અક્ષર પા મરોડદાર હતા. એવામાં વડોદરામાં ‘આર્યનૈતિક નાટક સમાજ' નામની નાટક કંપનીમાં એક મિત્રની ભલામણથી નામું લખવાની નોકરી મળી ગઈ. એક ીના પછી તે નાટક કંપની મુંબઈ ગઈ એટલે પિતાજીને મુંબઈ જવું પડ્યું. નાટક કંપની ત્યાં બે વર્ષ રોકાવાની હતી એટકો પિતાજી મુંબઇમાં વ્યવસ્થા કરી અમને તેડવા આવ્યા. અમારું કુટુંબ ૧૯૩૭માં મુંબઈમાં આવીને વસ્યું. ખેતવાડી વિસ્તારમાં એક ચાલીમાં એક રૂમ પિતાશ્રીએ ભાડે રાખી હતી.
હું મુંબઇમાં આવતાં બાપુજીએ અમને એક ખાસ સૂચના આપી. અમારા પ્રદેશમાં માને નામથી બીલાવવાનો રિવાજ હતો, એટલે અને બધાં રવા કહેતા. મુંબઇમાં બાપુએ કહ્યું કે હવે 'રેવા' ની કહેવાનું, "બા" કહેવાનું, રસ્તામાં તર્ભ રેવા કહીને વાત કરતાં હીં ફાલતુ માણસો પણ નામ જાણી જાય: પછી તેઓ નામની બૂમ પાડી સંતાઈ જાય. અહીં મવાલીઓ પણ ઘણા ય છે, એટલે અમે બધાંએ 'બા' કહેવાનું ચાલુ કર્યું.
મુંબઈ આવીને બા બહુ રાજી થયાં. તેમણે કહ્યું, પાદરા કરતાં અહીં ઓછી મહેનત. પાદરામાં તો બપોરે તડકામાં તળાવે કપડાં ધોવા જતી. અહીં મુંબઇમાં તો ઘરમાં નળમાં પાણી આવે એટલે વાર ન લાગે. નાની હતી અને ઓડમાં ઊંડા કૂવામાંથી પાણી ખેંચતાં દમ નીકળી જતો. સૂર્યથી પાણી ભરી લાવવાનું કામ ઓડ અને પાદરામાં બહુ વર્ષો કર્યું છે, એટલે મુંબઇમાં ઘરમાં નળ એ તો અમારે મને સાદી કહેવાય. વળી પાદામાં શાકમાં મૂકી, ફુંક મારી ચૂલો સળગાવવી પડતી, અહીં સગડી અને પ્રાયમસ સળગાવવામાં કેટલી રાહત છે !(પછીથી ઘરમાં ગેસ આવ્યો ત્યારે તો બા બહુ રાજી થઈ હતી.)
એ દિવસોમાં પાર્ટી મહિને એક રૂપિયામાં વાસરા માંજો અને એક રૂપિયામાં કપડાં ધોતો. પણ એટલા પૈસા બચાવવા બા હાથે વાસણ માંજતા અને કપડાં ધોતા. બામાં ખડતલપણું હતું એટલે સવારથી રાત સુધી દસ માણસની રસોઈ કરવી, બધાંને જમાડવા, વાસણ માંજવા, કપડાં ધોવાં વગેરેમાં જરા પણ થાક લાગતો નહિ. ખાટલાં કામ વચ્ચે પણ દેવદર્શન, સામાયિક વગેરે ચૂકતાં નહિ.
બા હાથે કામ કરતાં છતાં આખા મકાનમાં બા માટે સૌને માન હતું. મકાનની સર્વે સ્ત્રીઓ બાને માસીબા' કહીને ભોળવી. નાન