________________
.
무
Regd. With Registrar of Newspapers for India No. R. N. 1. 6067/57 ૭ વર્ષ : (૫૦) + ૧૫ ૭ અંક : ૨
૭ ફેબ્રુઆરી, ૨૦૦૪
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર છે
પ્રબુદ્ધ જીવન
♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭.૭ વાર્ષિક લવાજમ રૂ।.૧૦૦/- ૭ ૦ છૂટક નકલ રૂા. ૧૦/તંત્રી : રમણલાલ ચી. શાહ
સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ
Llcence to post without prepayment No:271
♦ Regd. No. TECH / 47 - 890 / MBI / 2003-2005
સાધુચરિત પ્રોફેસર, શેક્સપિયરનાં નાટકો અને આંગ્લ સાહિત્યના પ્રખર અભ્યાસી અને મર્મજ્ઞ વિવેચક, ગાંધીસાહિત્યના પણ ઊંડા અભ્યાસી, તેજસ્વી લેખક, સંપાદક પ્રો. ચીમનભાઈ નારાદાસ પટેલ (ચી. ના. પટેલ)નું ૮૬ વર્ષની વયે અમદાવાદમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ અવસાન થયું. તેઓ જીવનનાં પાછલાં વર્ષોમાં એટલા બધા ગાંધીજીમય થઈ ગયા હતા કે જાણે કે પોતાના અવસાન માટે ગાંધીજીના સ્વર્ગારોહણની તારીખની રાહ જોતા ન હોય ! અને ૩૦મી જાન્યુઆરી આવતાં એમણે સંકલ્પપૂર્વક દેહ છોડ્યો હોય એમ લાગે છે. .
સ્વ. ચી. ના. પટેલ (ત્યારે સી. એન. પટેલ)નું નામ મેં વર્ષો પહેલાં સાંભળ્યું હતું. ઈ. સ. ૧૯૫૫-૫૬ના વર્ષમાં હું મુંબઈની ઝેવિયર્સ કૉલેજ તરફથી અમદાવાદમાં નવી થતી ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એક વર્ષ માટે સેવા આપવા ગયો હતો ત્યારે મારું રહેવાનું અમારા એક વડીલના ઘરે ગોઠવાયું હતું. એમનાં દીકરી વસુબહેન (હાલ એડવોકેટ) ત્યારે ગુજરાત કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ. કરી રહ્યાં હતાં. એમના સહાધ્યાયી મિત્ર શ્રી વિનોદભાઈ ત્રિવેદી પણ અમને મળવા આવતા. તે વખતે પટેલ સાહેબ એમને ઇંગ્લિશ ભાષા-સાહિત્ય વિશે ભણાવતા. વસુબહેન અને વિનોદભાઈ હંમેશાં પ્રો. ફિરોઝ દાવરસાહેબનાં વ્યાખ્યાનો ઉપરાંત પટેલ સાહેબનાંવાર વ્યાખ્યાનોની પણ ભારોભાર પ્રશંસા કરતા. ત્યારે પટેલ સાહેબ પ્રો. સી. એન. પટેલ તરીકે વધુ જાણીતા હતા. પટેલ સાહેબનું નામ ત્યારે મેં પહેલી વાર સાંભળેલું અને મળવાનું નહોતું થયું તો પણ એમના પ્રત્યે ઘણો આદરભાવ થયો હતો.
જ્યારે તેઓ ગુજરાત કૉલેજમાં ઇંગ્લિશ ભાષા-સાહિત્યનો વિષય ભણાવતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓ સાથે કે અન્ય અધ્યાપકો સાથે અંગ્રેજીમાં જ વાતચીત કરતા. તેઓ ઇંગ્લિશ ભાષા પોતાની માતૃભાષાની જેમ બોલતા. એમના ઉચ્ચારો સ્પષ્ટ અને શુદ્ધ રહેતા. કોઈ સુશિક્ષિત અંગ્રેજ શિષ્ટ ઇંગ્લિશ ભાષા બોલે તેવી રીતે તેઓ બોલતા. ઈંગ્લિશ ઉપર એમનું પ્રભુત્વ ઘણું સારું હતું. વળી આરંભના દિવસોમાં તો તેઓ ગુજરાતી બોલવામાં ૨ખે ને ભૂલ થશે એવા ભયથી ગુજરાતી બોલવાનું ટાળતા. પરંતુ ગુજરાત કૉલેજ છોડી તેઓ અમદાવાદની એક કૉલેજમાં આચાર્ય તરીકે જોડાયા ત્યારથી એમણે ગુજરાતીમાં બોલવાનું, ગુજરાતીમાં વ્યાખ્યાનો આપવાનું અને પછીથી તો ગુજરાતીમાં લખવાનું પણ ચાલુ કર્યું.
પ્રો. ચી. ના. પટેલનો જન્મ અસારવા–અમદાવાદમાં ૨૩મી ડિસેમ્બર ૧૯૧૮માં થયો હતો. ત્યારે અસારવા અમદાવાદનું પરું, એક જુદું નાનું ગામ હતું. એમની કડવા પાટીદારની જ્ઞાતિના રિવાજ પ્રમાણે ચાર વર્ષની બાળવયે એમનું લગ્ન થયું હતું. પટેલ સાહેબ ભણવામાં હોંશિયાર
અને ઘણા આગળ વધ્યા હતા. એમણે પોતે લખ્યું છે કે ‘દુનિયાની દષ્ટિએ મારું લગ્ન કજોડું ગઠ્ઠાય એવું હતું. મારી અને પત્નીની વચ્ચે શરીર, સ્વભાવ અને શિક્ષણ એ ત્રણે બાબતો અંગે મોટું અંતર હતું.' આવા સંજોગોમાં એમનાં સ્વજનો અને મિત્રોનો આગ્રહ હતો કે એમણે બીજાં લગ્ન કરી લેવાં જોઇએ. એ જમાનામાં એક પત્નીનો કાયદો નહોતો અને એક ઉપર બીજી પત્ની કરવાની બાબત ટીકાપાત્ર ગણાતી નહિ. એમ છતાં પટેલ સાહેબે ગાંધીજી, વિવેકાનંદ વગેરેના કે વિચારોના પ્રભાવના બળે બીજાં લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેમણે પોતાના લગ્નજીવનમાં સ્થિરતા અનુભવી હતી. એમણે લખ્યું છે કે ‘અમારું લગ્ન કજોડું કહેવાય, પણ શરૂઆતથી જ અમારા હૃદયમાં એકબીજા માટે પ્રેમનાં ઝરણાં ફૂટ્યાં હતાં.
નાનપણથી જ પટેલ સાહેબને જાતજાતની વસ્તુઓ જોવાજાણવાનો અને શીખવાનો રસ હતો. નાની વયમાં તેઓ તરતાં અને સાઇકલ ચલાવતાં શીખ્યા હતા. વળી તેમને ટેનિસ રમવાનું ગમતું, શાસ્ત્રીય સંગીતનો એમણે શોખ કેળવ્યો હતો અને એ જમાનામાં રોજ રાત્રે રેડિયો પર એક કલાક શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ આવતો તે તેઓ નિયમિત સાંભળતા. તેમણે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી એવાં અનેક ચલચિત્રો જોયાં હતાં. ‘શંકરાભરણ’ નામનું તેલુગુ ચલચિત્ર એમણે છ જોયું હતું.
પટેલ સાહેબની વિદ્યાર્થી અને અધ્યાપક તરીકે કારકિર્દી ઘણી
તેજસ્વી હતી. ૧૯૪૦માં બી.એ.માં તેઓ ઈંગ્લિશ અને સંસ્કૃતનો વિષય લઈ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. એમ.એ.માં પણ તેઓ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. પરંતુ આર્થિક સંકડામણને લીધે તેમને પુરુષાર્થ ઘણો કરવો પડ્યો હતો. અધ્યાપક તરીકે કામ કરવા સાથે તેઓ ટ્યૂશનો કરતા અને બીજાં પ્રકીર્ણ કામો પણ કરતા. કરકસરથી ઘર ચલાવવામાં એમનાં પત્નીનો પણ સારો સહકાર મળતો રહ્યો હતો. આર્થિક તકલીફ રહ્યા કરતી હતી છતાં એમણે ક્યારેય લાચારી અનુભવી નથી. તેમણે એમ.એ. થયા પછી પ્રારંભમાં ગુજરાત કૉલેજમાં ઇંગ્લિશ વિષયના અધ્યાપક તરીકે ઘણાં વર્ષ સુધી કાર્ય કર્યું હતું. ત્યાર પછી એક કૉલેજમાં આચાર્ય તરીકે, ત્યાર પછી સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે અને ત્યાર પછી દિલ્હીમાં ‘કલેક્ટેડ વર્કસ ઓર્ફ મહાત્મા ગાંધી'માં અનુવાદક અને સંપાદક તરીકે કાર્ય કર્યું હતું. નિવૃત્ત થયા પછી તેમણે અમદાવાદમાં આવીને શેષ જીવન સ્વાધ્યાય-લેખન વગેરેમાં પસાર કર્યું હતું.
ઠેઠ બાલ્યકાળથી પટેલ સાહેબની તબિયત સારી રહેતી નહોતી.
વારંવાર તાવ, હરસ, આંતરડાનો ક્ષય વગેરે બીમારીઓને કારણે તેઓ કેટલીયે વાર હોસ્પિટલમાં જઈ આવ્યા હતા, પરંતુ તેમનું મનોબળ અદ્ભુત હતું અને જીવન જીવવામાં તેમનો રસ સક્રિય હતો. તેઓ