SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨ પ્રબુદ્ધ જીવન હીરાલાલભાઇએ ઇ. સ. ૭૮માં પ્રકાશિત કરેલ પોતાના પુસ્તક ‘પતંગપુરાણ યાને કનકવાની કથની' વાંચતાં આશ્ચર્યથી મુગ્ધ થઈ જવાય છે. જૈન શાસ્ત્રોના અભ્યાસી લેખક પતંગ જેવા ક્ષુલ્લક વિષય પર લખવા બેસે તો તેમાં પણ રસ લઈ કેટલા બધા ઓતપ્રોત થઈ શકે છે તે આ ગ્રંથ વાંચતાં જોવા મળે છે. એક નાનો નિબંધ કે લેખ લખી શકાય એવા વિષય પર એક સમર્થ સંશોધક લખવા પ્રવૃત્ત થાય તો કેટલી બધી નાની નાની વિગતોમાં કેટલા ઊંડા ઊતરી શકાય છે તે આ ગ્રંથમાં સાક્ષાત્ જોવા મળે છે. આ ગ્રંથના દોઢસોથી વધુ પેટાશીર્ષકો પરથી જ ખ્યાલ આવી શકે કે કેટકેટલી માહિતી આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. અનેક પાદનોંધો અને પરિશિષ્ટો સહિત લખાએલો આ ગ્રંથ એ વિષયનો એક શોધપ્રબંધ બની રહે છે. પતંગ વિષે પોતાને લખવાનું કેમ મન થયું તે વિશે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમકો નોંધ્યું છે : “હું આજથી ૨૫ વર્ષ ઉપર એસ્ટિન કૉલેજમાં ગાન શીખનો હતો ત્યારે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોનો ગતિશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરવાનું મને મન થયું.* લેખકે જાતઅનુભવ પરથી તથા અન્યને પૂછીને પુષ્કળ માહિતી આ ગ્રંથમાં આપી છે. એ માહિતી મેળવવા માટે એમણે એ વિષયમાં ઠીક ઠીક વાંચી લીધું હતું અને અનેક લોકોને પૂછીને પણ માહિતી એકત્ર કરી હતી. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે ‘મારા જૂના મહોલ્લામાં નાણાવટમાં નવલશાના કોઠા આગળ જવાનું થયું અને મારા સદ્ગત પિતાના એક બાલનહીં અને કોંકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ. એમની પાસેથી પતંગ-માંજો વગેરેની નવીન બાબતોની માહિતી મળી હતી. ! આ ગ્રંથ સાચવવા જેવો અને પુનર્મુદ્રિત કરવા જેવો છે. હીરાલાલભાઇએ આગમો અને આગમસાહિત્ય વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં વિવિધ પ્રકારના લેખો લખ્યા છે. એમાં ૧૯૮૪માં છપાએલો એમનો ‘આગમોનું દિગ્દર્શન' નામનો ગ્રંથ મહત્ત્વનો છે. એમાં પિસ્તાલીસ આગમસૂત્રોનો સવિગત પરિચય આપવામાં આવ્યો છે તથા આગમો વિશે લખાયેલા વિવરણાત્મક સાહિત્યનો પણ પરિચય આપવામાં આવ્યો છે. આગમ સાહિત્યના વિવિધ વિષયો પર એમી અંગ્રેજીમાં જરા લેખો લખ્યા છે. અનુવાદરૂપે કે ોખરૂપે અંગ્રેજી ભાષામાં એમનું યોગદાન ઘણું મોટું છે. એમના જમાનામાં કોઈએ અંગ્રેજીમાં આટલું બધું લેખનકાર્ય કર્યું નથી. એ ફરીથી ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત કરવા જેવું છે. હીરાલાલભાઈએ વર્ષોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંગીત વિભાગના ઉપક્રમે ૧૯૫૫માં ‘સંગીત, નૃત્ય અને નાસંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો' એ વિષય પર વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન પૂ. શ્રી પોવિજયજી (હાલ પૂ, યશોદેવસૂરિ)ની પ્રેરણાથી ગ્રંથરૂપે ૧૯૭૩માં પ્રકાશિત થયું છે. એમાં એમણે સાત સ્વરો, એનાં કુળ, એના દેવતા, નાટ્ય, ગેય અને અભિનેય અલંકારો, મૂર્ચ્છનાઓ, રાસ, વાઘો, રાગ, ગીત, નૃત્ય, નાટક ઇત્યાદિ વિશે ઝાવટભરી પારિભાષિક માહિતી આધાર સાથે આપી છે. આ વિષયમાં પણ હીરાલાલભાઇની સજ્જતા કેટલી બધી હતી તેની ખાતરી આ પુસ્તક વાંચતાં થાય છે. હીરાલાલભાઇએ ‘શ્રી હરિભદ્રસૂરિ', 'દોહન' અને 'વિનસોર નામના ત્રણ ગ્રંથો આપ્યા છે, જેમાં એમણે અનુક્રમે સૂરિપુરંદર શ્રી ઇરિભદ્રસૂરિ, ઉપાધ્યાય શ્રી યશોવિજય અને શ્રી વિનયવિજયા મહારાજના જીવન અને કવનનો સવિસ્તર પરિચય કરાવ્યો છે. ‘શ્રી. હરિદ્રસૂરિ' લગભગ ચારસો પાનાનો ગ્રંથ છે. ૧૯૬૪માં તે પ્રા તા. ૧૬-૭-૨૦૦૧ વિદ્યામંદિર, વડોદરા તરફથી પ્રકાર્પિત થયો છે. એમાં શ્રી હરિભદ્રસૂરિના જીવન વિશે તથા એમની કૃતિઓ વિશે લગભગ ત્રાસોથી વધુ પેટાશીર્ષક હેઠળ માહિતી આપવામાં આવી છે. શ્રી હરિભદ્રસૂરિ વિશે આટલી બધી માહિતી અન્ય કોઈ એક જ ગ્રંથમાં હજુ સુધી જોવા નથી મળી. ‘યશોદોહન’ ગ્રંથ એમણે વર્તમાનકાળના પૂ. શ્રી યશોદેવસૂરિની પ્રેરણાથી લખ્યો હતો. એમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને કવન વિશે પુષ્કળ માહિતી આપવામાં આવી છે. ‘વિનય-સૌરભ’ પ્રમાણમાં નાનો ગ્રંથ છે. એમાં રાંદેરના શ્રી વિનયવિજયજી મહારાજના જીવનકવનનો પરિચય આપવામાં આવ્યો છે. હીરાલાલભાઇએ ભગવાન મહાવીર સ્વામી વિશે જુદે જુદે શમી કેટલાક લેખો લખ્યા હતા. આવા કેટલાક લેખો, વાર્તાલાપો, સ્તુતિઓ ઇત્યાદિનો એક સંમત પૂ. શ્રી વિષ્યકસ્તૂરસૂરિના શિષ્ય પૂ. શ્રી વિજયચંદ્રોદયસૂરિની પ્રેરકાથી જ્ઞાતપુત્ર થયા ભગવાન મહાવીર’ના નામથી ૧૯૬૯માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ગ્રંથમાં તીર્થંકરોનાં લાંછનો અને લક્ષણો, આઠ પ્રાતિહાર્ય, મહાવીર સ્વામીના વિવિધ ભવોનાં સગાં, મહાવીર સ્વામીના પૂર્વ ભવના બે વૈરીઓ, મહાવીરસ્વામીનો સાંસારિક પક્ષ, વીર વર્ધમાનસ્વામીના વર્ષાવાસ, મહાવીર સ્વામીની સાધનાની પરાકાષ્ઠા, મહાવીર સ્વામીના જીવનની વિશિષ્ટ ઘટનાઓ ઇત્યાદિ પચીસેક લેખો તથા ‘વીરથુ’નો ગુજરાતી ભાવાનુવાદ ઈત્યાદિ આપવામાં આવ્યાં છે. આ બધામાંથી ઘણી બધી પારિભાષિક માહિતી આપરાને સાંપડે છે અને લેખકનું વાંચન કેટલું બધું વિશાળ હશે એની પ્રતીતિ કરાવે છે. હીંરાલાલભાઈ જેમ સમર્થ સંશોધક છે તેમ મર્મજ્ઞ કવિ પરા છે. એમની સાહિત્યિક કારકિર્દી સંસ્કૃતમાં કાળચનાથી થઈ હતી. એમણે જુદે જુદે વખતે ભિન્ન ભિન્ન પ્રકારની કાવ્યરચના કરી હતી. એમની આગમોનાં પદ્યોનો અનુવાદ ગુજરાતી પદ્યોમાં કર્યો છે. આ ઉપરાંત એમ વિવિધ પ્રકારનાં કાવ્યો લખ્યા છે, જેનો વિષય મુખ્યત્વે ધાર્મિક રહ્યો છે. એમણે સવાસોથી વધુ જે કાવ્યો લખ્યાં છે તેમાં ૩૬ કાવ્યો તો હરિયાળીના પ્રકારનાં છે. આ પ્રકારની કૃતિઓમાં એમનું યોગદાન મહત્ત્વનું ચ્યું છે. ‘હરિયાળી-સંચય' નામનો એમનો સંગ્રહ ૧૯૬૯માં પ્રકાશિત થયો છે. હરિયાળીનો પ્રકાર ઉખાવા જેવી છે. એટલે કવિતાનું વિવરણ સામાન્ય વાચક માટે આવશ્યક છે. અમો આ હરિયાળીઓના વિવરણ પા સાથે આપેલી છે. જૈન સાહિત્ય અત્યંત વિશાળ છે. જૈનોનું મુખ્ય સાહિત્ય અર્ધમાગધીમાં છે, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલું જૈન સાહિત્ય પણ અત્યંત વિપુલ છે. જ્યાં સુધી એની વ્યવસ્થિત પ્રકાશિત માહિતી ન સાંપડે ત્યાં સુધી જૈન-જૈન ચર્ચમાં એવો ભ્રમ રહે કે જૈનોએ સંસ્કૃત ભાષામાં બહુ ખેડાણ કર્યું નથી. આથી કેટલાંક વર્ષ, પૂર્વે પૂ. શ્રી યશોદેવસૂરિએ હીરાલાલભાઇને ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' લખી આપવાનું સૂચન કર્યું હતું અને તે મુજબ હીરાલાલભાઇએ તે લખી આપ્યો હતો. એ ત્રણ ભાગમાં છપાયો છે. એમાં વ્યાકરણ, કોશ, નામમાલા, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સ્થાપત્ય, ગણિત, નિમિત્ત, વૈદક, પાક, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ન્યાય, યોગ, અધ્યાત્મ, મંત્રશાસ્ત્ર, અનુષ્ઠાનવિધિ, ધ્યાન, કાળ, સ્તોત્ર, મહાકાળ, ચંપ્રકાવ્ય, ગાકૃતિની ઇત્યાદિ વિષયના અનેક ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ દળદાર ઇતિહાસનો પ્રથમ ભાગ ૧૯૫૬માં અને છેલ્લો ભાગ ૧૯૭૦માં છપાયો હતો, કારણ કે જેમ જેમ નાણાંની વ્યવસ્થા થતી ગઈ તેમ તેમ પ્રકાશન કાર્ય આગળ ચાલતું થયું હતું.
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy