SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૯૮ વીતરાગ જિનેશ્વર ભગવંતે જે જે કહ્યું છે તે નિઃશંક સત્ય છે. ગમે તેટલા કાળાંતરે જીવને કેવળજ્ઞાન થાય પણ ઉપયોગ અને વેદનમાં કોઇ ફરક નહિ : કેવળજ્ઞાન બાબતમાં એવું નથી કે જેને પહેલું કેવળજ્ઞાન થયેલ હોય તેનો ઉપયોગ અને વેદન, પછીથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારના ઉપયોગ અને વેદનથી ચઢિયાતી કક્ષાના હોય. કેવળજ્ઞાનના વિષયમાં વહેલો તે પહેલો કે સરકારી નોકરીમાં સીનીયોરીટી Seniorityનો હોય છે તેવો કાયદો નથી હોતો. પ્રથમ તીર્થંકર ભગવંત આદિનાથના કેવળજ્ઞાનનો જેવો ઉપયોગ અને જેવું વેદન છે તેવો જ કેવળજ્ઞાનનો ઉપયોગ અને વેદન વર્તમાન ચોવીસીના ચરમ તીર્થપતિ શાસનપતિ ભગવાન મહાવીર સ્વામિજીનો હોય છે, તેમ સામાન્ય અજિન કેવળી ભગવંતનો છે. પહેલાં થયાં હોય, પછી થયાં હોય, હવે પછી ભાવિકાળમાં થનારા હોય કે પછી વર્તમાનકાળમાં મહાંવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિહરમાન-વિદ્યમાન તીર્થંકર ભગવંતો કે સામાન્ય કેવળી ભગવંતો હોય એ સર્વ કેવળજ્ઞાની ભગવંતોનું કેવળજ્ઞાન, કેવળજ્ઞાનનો ઉપયોગ, અને કેવળજ્ઞાનનું વેદન એક સરખાં જ સમ હોય છે. એમાં કોઇ જ તરતમતા નથી હોતી. કેવળજ્ઞાન વિષયમાં કાયદો તો એ છે કે પૂર્ણ ચૂકવીએ તો પૂર્ણ મળે. અર્થાત્ પૂર્ણપણે કર્મ ખપાવીએ તો પૂર્ણ જ્ઞાની થઇએ-કેવળજ્ઞાન પામીએ-સર્વજ્ઞ બનીએ ! ૩૫% માર્ક મેળવીએ એટલે પાસ થઇ જઇએ અથવા ફાયનાન્સીયલ સ્કીમમાં હપ્તે હપ્તે Installmentથી પૈસા ચૂકવવાનું નક્કી કરી વસ્તુ વહોરી લઇ આવીએ એવી વ્યવસ્થા કેવળજ્ઞાનની પ્રાપ્તિના વિષયમાં નથી. ચારેય ઘન ઘાતી.કર્મોનો પૂર્ણપણે ચૂરો કરીએ-ચારેય ઘાતીકર્મનો સર્વથા ક્ષય કરીએ-જડમૂળથી નાશ કરીએ ત્યારે જ કેવળજ્ઞાન અનાવૃત થઇ તેનું પ્રગટીકરણ થાય. કર્મને દબાવીએ-ઉપશાવીએ તો પણ કેવળજ્ઞાનનું પ્રગટીકરણ નહિ થાય. એટલે જ તો ઉપશમ શ્રેણિએ ચઢીને અગિયારમા ગુણસ્થાનક ઉપશાન્ત કષાય (વીતરાગ છદ્મસ્થ)ને સ્પર્શનારા વીતરાગ ભગવંત કહેવાય. એવા સાધકને પણ પૂર્ણ ચૂકવતા નથી તો કેવળજ્ઞાન થતું નથી. અને અગીયારમા ગુણસ્થાનકેથી તેઓ પાછા ફરે છે-હેઠે ઊતરે છે–નીચે પડે છે. શેઠને ત્યાં કામ ક૨ના૨ વાણોતર શેઠની મહેરબાની મેળવીને પોતાની આવડત હોંશિયારીથી શેઠનો બરોબરીઓ થઇ જઇ શેઠની હરોળમાં બેસે એવું નથી. પરંતુ કેવળજ્ઞાન વિષયમાં તો ઉપાસ્ય વીતરાગ ભગવંત જેવાં છે એવાં જ વીતરાગ કેવળીભગવંત, એ ઉપાસ્ય વીતરાગ ભગવંતની ઉપાસના-સેવા-ચાકરી કરીને બનવાની વાત છે. બાકી પંદર ભેદે જે સિદ્ધ કહ્યા છે તે તો કેવળજ્ઞાનની પૂર્વાવસ્થાના ભેદ છે. પ્રબુદ્ધજીવન કાળ, છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય હોવા છતાં તે અસ્તિકાય નથી એટલે મૌલિક પદાર્થ નથી, પરંતુ ઉપચરિત દ્રવ્ય છે. કાળનું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ છે નહિ. કાળ તો કેવળ કલ્પના છે-ભ્રમણા છે. એ તો કાળાધ્યાસ છે અર્થાત્ કાળનો ભ્રમ-આભાસ છે. જીવે પોતે * પોતાના જ્ઞાનમાં ભ્રમ અને ભ્રાંતિથી ઉત્પન્ન કરેલ વસ્તુ છે. તેનું કોઇ સત્ય માપ કે પ્રમાણ નથી. ઉદાહરણ તરીકે જાગ્રતાવસ્થામાં સુખવેદનમાં-શાતાકાળમાં કાળની કોઇ ખબર પડતી નથી. સુખના લાખો વર્ષ ક્ષણ જોવા લાગે છે. જ્યારે દુઃખવેદનમાં હોઇએ તો કલ્પેલો કાળ મહાકાળ લાગે છે. દુઃખમાં દુઃખની એક ક્ષણ પણ લાખ વર્ષ જેવી લાગે છે. એજ પ્રમાણે નિદ્રામાં પણ વ્યવહારિક અપેક્ષાએ કેટલું ઊંઘીએ છીએ તેનું ભાન હોતું નથી. તેજ પ્રમાણે સ્વપ્નાવસ્થામાં આપણા જીવનનો વિભાગ પચાસ વર્ષનો હોય તે પાંચ મિનિટનો થઇ જાય છે. આ તો બધાંના જીવનના અનુભવની વાત છે. કેવળજ્ઞાન-કેવળદર્શનના સમયાંતર ઉપયોગ સંબંધી વાદવિવાદ નિરસનઃ ૭ આચાર્ય ભગવંતો વાદિ માદેવસૂરિજી, જિનભદ્ર શ્રમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકર સૂરિજી વચ્ચે કેવળજ્ઞાની ભગવંતોને કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ સમયાંતરે હોય છે કે એક જ સમયે યુગપદ-સમકાલ હોય છે કે પછી દર્શન સામાન્ય હોઇ, જ્ઞાનમાં સમાઈ જાય છે તે સંબંધી મતભેદ હતો, ‘જુગવં નથ્થિ દો ઉવઓગા' બંને ઉપયોગ એક સાથે ન હોય પણ સમયાંતરે હોય એવો આગમનો પાઠ છે. કર્મગ્રંથની રૂએ બારમા ગુણસ્થાનકના અંતે વીતરાગ અવસ્થામાં પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાયકર્મની એમ ચૌદ પ્રકૃતિનો એક સાથે નાશ થાય છે. જો આ ચૌદ કર્મપ્રકૃતિઓનો નાશ એકી સાથે થાય, તો જ્ઞાનદર્શન ઉપયોગ પણ એક સાથે સમકાળ વર્તે. પરંતુ જો સમયાંતર માનીએ તો એકેક ઉપયોગ ઉપર સમયાંતરે આવરણ સિદ્ધ થાય. અને જો આવરણની સિદ્ધિ થાય તો ક્ષાયિકભાવમાં ક્ષતિ પહોંચે. હવે અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આગમમાંથી કર્મસાહિત્ય નીકળ્યું કે પછી કર્મસાહિત્ય-કર્મગ્રંથમાંથી આગમ નીકળ્યાં ? આગમ વિરુદ્ધની કલમ કર્મગ્રંથમાં આવે એ સંભવિત નથી. આ દષ્ટિકોણથી વિચારતાં કેવળજ્ઞાન ઉપયોગ અને કેવળદર્શન ઉપયોગ બંને એક જ સમયે હોય એ સિદ્ધાંત સ્વીકૃત ઠરે છે. જો જ્ઞાન અને દર્શન શબ્દના અર્થ કરીશું તો જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે જોવું એવો અર્થ થશે. જ્ઞાન એ વિશેષ ઉપયોગ છે અને દર્શન સામાન્ય ઉપયોગ છે. દશ્ય પદાર્થ હંમેશા અસ્તિકાય હોય અને એનું કદ અને હદ (ક્ષેત્ર) હોય. વળી એની આકૃતિ-સંસ્થાન હોય અર્થાત્ સાકાર-મૂર્ત-રૂપી હોય. એ અસ્તિકાયમાં રહેલ ગુણ પર્યાયને જાણવાનું કામ જ્ઞાનનું છે. જ્ઞાન અસ્તિકાય એટલે કે દ્રવ્યમાં ૨હેલાં ભાવોને-ગુણપર્યાયને જાણે. ઉદાહરણ તરીકે સાકરનો ટૂકડો દેખીએ-જોઇએ છીએ. પરંતુ સાકરમાં રહેલી મીઠાશને જોતાં નથી પણ જાણીએ છીએ. આ જોવાં અને જાણવાની ક્રિયા બંને એક જ સમયે હોય. જોવું અને જાણવું ભેગું થાય ત્યારે જ્ઞાન પૂર્ણ બને છે. જે કેવળજ્ઞાન છે. જ્ઞાન, દષ્ટિ ક્યારે બને છે ? પદાર્થને જ્યારે Attention- ધ્યાન દઇને ઉપયોગથી જોવામાં આવે છે ત્યારે જ્ઞાન, દષ્ટિ બને છે. ઓછું-વત્તું જણાય છે તે ક્ષોપક્ષમ છે. દૃષ્ટિ એકદેશીય હોય છે કારણકે દૃષ્ટિ, દશ્ય સાથે સંબંધ કરવા જાય છે. સામાન્ય-વિશેષ દર્શન એ ઓછી-વી જાણ છે. આ આત્મહિતની દૃષ્ટિથી થતું સમ્યગ્દર્શન છે. કરવામાં આવે છે ત્યારે જ્ઞાન દર્શન બને છે. જે સર્વદેશીય છે. એ જ્ઞાન, દર્શન ક્યારે બને છે ? જ્યારે જોવા અને જાણવાનું બંને વાસ્તવિક દર્શન છે અને તે કેવળદર્શન છે. કેવળદર્શનમાં જોવાનું હોતું નથી. એ તો પૂર્ણ છે અને અક્રિય, અક્રમિક છે. એટલે અસ્તિકાયો-પદાર્થો-દ્રવ્યો જેવાં છે એવાં જ અને જેવડાં છે એવડાં જ તેના અસલરૂપે સમકાળ પ્રતિબિંબ થાય છે. અહીં શાન-દર્શન અભેદ છે અર્થાત્ દષ્ટિ-દર્શન અભેદ છે. આ તો આત્મા વડે થતું દિવ્ય દર્શન-કેવળ દર્શન છે. ટૂંકમાં– આત્મા માટે જુઓ તો સમ્યગ્દર્શન ! આત્મા વડે જુઓ તો દિવ્યદર્શન-કેવળદર્શન !
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy