SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૯૮ સમયમાં, વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં વસંતોત્સવ વિશે કાવ્યો લખાતાં હશે, પણ ‘ફાગુ' નામનો વિશિષ્ટ કાવ્યપ્રકાર ત્યારે પ્રચલિત થયો નહિ હોય. 'ફલ્ગુ' શબ્દનો એક અર્થ થાય છે ‘હલકું'. કેટલાંક અશ્લીલતામાં સરી પડેલાં ફાગુ હલકાં પ્રકારનાં ગણાય છે. એટલે ફાગુ એટલે હલકું એવો અર્થ કરીને એ શબ્દ ‘ફલ્ગુ' ૫૨થી આવ્યો હશે .એવું અનુમાન કરાય છે, પણ એવા અનુમાનમાં તર્કસંગતતા નથી. એમાં દુરાષ્કૃષ્ટતા જણાય છે. કે ‘ફાગુ'નો એક અર્થ ‘વસંત' થાય છે અને એક અર્થ જેમાં વસંતોત્સવ વર્ણવાયો છે એવું કાવ્ય' પણ થાય છે. ફાગુ અથવા ફાગ શબ્દ હોળીનાં શૃંગારી, અશ્લીલ ગીતો માટે અને બીભત્સ અપશબ્દો માટે પણ વપરાય છે. ‘ફાગુ’ ઉપરથી ‘ફગવો’ એટલે હોળીનો ઘેરૈયો એવો અર્થ આવ્યો છે, અને હોળી માટે રકમ ચીજવસ્તુ ઉઘરાવાય તે માટે પણ વપરાયો છે. ‘ફાગુ' ઉપરથી રાજસ્થાની-હિંદીમાં ‘ફગુઆ' (હોળીના ઉત્સવમાં અપાતી ચીજવસ્તુ કે સંભળાવવામાં આવતું અશ્વીલ ગીત), ‘ફગુઆના’ (રંગ છાંટવો અથવા અશ્લીલ ગીત ગાવું), ફગુહારા (હોળી ખેલનાર કે ગીત ગાનાર પુરુષ) વગેરે જુદા જુદા શબ્દો પ્રચલિત થયેલા છે. કે આમ ‘ફાગુ' શબ્દ કાવ્યના એક પ્રકારના અર્થમાં રૂઢ થયો તે પૂર્વે વસંતઋતુ, હોળી, અશ્લીલ ગીત વગેરેના અર્થમાં તે પ્રચલિત રહ્યો હશે. વર્તમાન કાળમાં પણ તે પ્રચલિત જણાય છે. ‘ફાગુ'નો કાવ્યપ્રકાર ગેયત્વથી સભર છે. આમ જોઇએ તો મધ્યકાલીન કવિતા મુખ્યત્વે ગેય પ્રકારની રહી છે. જે જમાનામાં મુદ્રણકલા નહોતી અને મોંઘી હસ્તપ્રતો સર્વસુલભ નહોતી તે જમાનામાં કોઈક વાંચે અને બીજાઓને તે સંભળાવે એવી પ્રથા અનિવાર્ય હતી. એવે વખતે લંબાવીને દીર્ઘ સ્વરે ગવાતી કવિતા સાંભળનારને જો સહેલાઇથી સમજાય તો એને એમાં રસ પડે અને એને યાદ રાખવાનું, કંઠસ્થ કરવાનું મન થાય અને તે સરળ બને. ગાવાથી કવિતાના સંક્રમણનું પ્રમાણ વધારે રહે છે. પ્રબુદ્ધજીવન ફાગુનો કાવ્યપ્રકાર ઊર્મિપ્રધાન છે. એટલે એમાં ગેયત્વ નૈસર્ગિક રીતે આવે જ. ફાગુકાવ્યો મધ્યકાલીન યુગમાં ગવાતાં એ સ્પષ્ટ છે. માણસ એકલો પણ ગાય અને સમૂહમાં પણ ગાય. ફાગુકાવ્યો ગવાતાં, ગાવા માટે જ લખાતાં, ગાવા સાથે ખેલવા-રમવાની પ્રવૃત્તિ પણ થતી અને એવી પ્રવૃત્તિ વાજિંત્રો સાથે સામૂહિક ઉત્સવરૂપે પણ થતી-એવા વિવિધ ઉલ્લેખો મધ્યકાલીન સાહિત્યમાં જોવા મળે છે. એકનું એક ફાગુકાવ્ય માણસ એકલો પણ ગાઇ શકે અને સમૂહમાં પણ ગાઈ શકે; નૃત્ય વગર ગાઇ શકે અને નૃત્ય કરતાં કરતાં, રમતાં રમતાં પણ ગાઇ શકે; નૃત્ય સમયે વાજિંત્રો પણ વગાડી શકે અને વાજિંત્ર વગર પણ નૃત્ય કરી શકે. નૃત્ય વર્તુળાકારે તાળીઓ સાથે ગરબાની જેમ ઘૂમીને કરાય, દાંડિયા સાથે કરાય અને જુદાં જુદાં જૂથ કે જોડીમાં પણ જુદી જુદી રીતે કરી શકાય. જે ગવાય તે ૨માય નહિ અથવા જે રમાય તે ફક્ત ગાઇ ન શકાય એવી કોઇ ભેદરેખા “ નહોતી. ગાવું, રમવું અને વર્તુળાકારે દાંડિયા સાથે રમવું-એમાં ત્રીજામાં પહેલા બેનો સમાવેશ થઇ જાય છે. આમ છતાં કવિઓએ પોતે પોતાના ફાગુકાવ્યમાં કરેલા નિર્દેશોના વર્ગીકરણની દૃષ્ટિએ માત્ર થોડાક જ નમૂના જોઇશું. ફાગુકાવ્ય એકલા કે વૃંદમાં બેસીને ફક્ત ગાવાની પ્રણાલિકાના જે ઉલ્લેખો થયા છે તેમાંથી નીચેના કેટલાક જુઓ : દેવ સુમંગલપુત્તફાગુ, ગાયઉ ભો ભવિયા. (અજ્ઞાત કવિકૃત ભરતેશ્વર ચક્રવર્તી ફાગ) X X X ગાઇ અભિનવ ફાગ, સાચવઇ શ્રી૨ાગ. X X X (નારાયણ ફાગુ) ફાગ ફાગુણિ ગાઉં કૃષ્ણ કેરા, ફલ જોઉં ફોકટ ટલઇ ફેરા (ચતુર્ભુજકૃત ભ્રમરગીત) X X X એહ ફાગ જે ગાઇસઈ, તે ઘરે મંગલ ચ્યાર. (અજ્ઞાતકૃત વાહનનું ફાગ) X X X ફાગ ગાઇ વિ ગોરડી, જબ આવઇ મધુમાસ. (જયવંતસૂક્િત સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ) X X ગાઈ જે નવરંગ ફાગ એ, લાગએ નવિ પાપ લેવ.. (આગમમાણિક્યકૃત જિનહંસગુરુ નવરંગ ફાગ) ફાગુ જેમ ગવાતા હતા તેમ ગાતાં ગાતાં ૨માતા હતા એવા ઉલ્લેખો ફાગુઓમાં એના આરંભકાળથી જ જોવા મળે છે. એવાં સંખ્યાબંધ ઉદાહરણોમાંથી થોડાંક જુઓ : ખેલા નાચઇ ચૈત્ર માસિ, રંગિહિ ગાવેવઉ. (જિનપદ્મસૂરિષ્કૃત સ્થૂલિભદ્ર ફાગુ) X X X મલહારિહિં રાયસિહરસૂરિકિઉ ફાગુ રમીજઇ. (રાજશેખરસૂરિકૃત નેમિનાથ ફાગુ) X X ભંભલભોલિય બાલ રંગ, નવ ફાગુ રમંતે. (જયસિંહસૂરિષ્કૃત પ્રથમ નેમિનાથ ફાગુ) X X X ફાગુ વસંતિ ખેલઇ, વેલઇ સુગુન નિધાન (અજ્ઞાત કવિકૃત જંબુસ્વામી ફાગ) X * X ફાગુ રમઈ તે ફરિ રિ, નેમિ જિજ્ઞેસર બારિ. (પદ્મકૃત નેમિનાથ ફાગ) X એ ફાગુ ઉછરંગ રમઇ જે માસ વસંતે. (કીર્તિરત્નસૂરિ ફાગ) ફાગુ જે રમાતા અને ખેલાતા તેમાં વિવિધ પ્રકારનાં સમૂહનૃત્યો હશે. આવા કેટલાંક ફાગુઓ ફક્ત રમનારા પૂરતા જ મર્યાદિત ૨હેતાં, અથવા એમાં કોઇક માત્ર પ્રેક્ષક તરીકે પણ રહેતા. પરંતુ સમય જતાં આ કાવ્યસ્વરૂપે એક જાહેર મનોરંજક કાર્યક્રમનું રૂપ ધારણ કર્યું હશે. વિવિધ રાગરાગિણીમાં, વાજિંત્રો સાથે ફાગુ પ્રેક્ષક સમુદાય સમક્ષ ગવાતાં-ખેલાતાં હશે, એટલું જ નહિ, એવા કાર્યક્રમો એક કરતાં વધુ દિવસ સુધી ચાલતા રહેતા હશે ! નીચેના કેટલાક ઉલ્લેખો પરથી એ જોઇ શકાશે : વેણા વંસ વજાવઇ એ, ભાવઇ પંચમ રાગ, રંગ ભરિ ઇક ખેલઈ ગેલિઈ જિણવર ફાગ, (રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ) X X વેણા યંત્ર કરઇ આલિ વિણિ, કરઇ ગાનિ તે સવિ સુરમણી; મૃદંગ સરમંડલ વાજંત, ભરહ ભાવ કરી રમઇ વસંત. (અજ્ઞાત કવિકૃત ચુપઇ ફાગુ) X X X વાજે ઝાંઝ પખાજ ને, સાહેલી રમે ફાગ. તાલી દૈઇ તારુણી, ગાય નવલા રે રાગ. (પ્રેમાનંદ કૃત ‘ભાસ') X X X કિવિ નાચઇ મનરંગિ, કેવિ ખેલઇ તિહિ ફાગો; કિવિ વાયંતિ વસંત, નામિ, પયડિય વર રાગો. (પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ) આ ગામમાં ના કર
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy