________________
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૫-૯૮
કરીએ, તો જે પણ આગા૨ના દોષ સંબંધી છૂટની વાત થઇ છે તે બધાંય દેહ સંબંધી છે-યોગ સંબંધી છે, કારણ કે યોગ-દેહસંબંધે આપણે પરાધીન છીએ, જ્યારે ઉપયોગ સંબંધે આપણે સ્વાધીન છીએ. તેથી તો અન્નત્થ સૂત્રમાં અંતે પરાકાષ્ટામાં ‘અપ્પાણં વોસિરામિ' કહેવા દ્વારા આત્માને પણ વોસિરાવવાની ટોચની વાત કરી કે હું આત્મા છું-અહં બ્રહ્મસ્મિનો વિકલ્પ પણ ન રહે એવો નિર્વિકલ્પ હું રહું.
પુદ્ગલદ્રવ્યમાં છે. કાળો કોલસો બળીને લાલ દેવતા થાય છે અને અંતે રાખ થતાં સફેદ વર્ણનો થાય છે. અહીં કોલસા બાબતમાં કાં રાખનો શ્વેત વર્ણ દેવતાના રક્ત રંગ વડે આચ્છાદિત હતો કે રક્તવર્ણ શ્યામવર્ણથી આચ્છાદિત-આવરિત હતો તેવું નથી. વર્ણ એ પુદ્ગલનો ગુણ છે અને શ્વેત, રક્ત, શ્યામ આદિ પુદ્ગલદ્રવ્યના વર્ણગુણના પર્યાય છે. સિદ્ધાંત એ છે કે...
‘પોતાને પોતાનો ધર્મ કદિ આવી શકે નહિ'.
આ આખીય સાવરણમાંથી નિરાવરણ થવાની, શેષ ત્રણ ઘાતિકર્મના ક્ષયની પ્રક્રિયા તેરમા ગુણસ્થાનકે થતાં, ઉપયોગ (સંકલ્પ વિકલ્પ) મુક્ત થવાય છે-ઉપયોગવંત બનાય છે. અંતે ચૌદમા ગુણસ્થાનકે સ્વયંસંચાલિત આપોઆપ સહજ સ્વાભાવિક થતી પ્રક્રિયા વડે આયુષ્ય પૂર્ણતા સમયે શેષ ચાર અઘાતિકર્મો નિર્જરી જઇ ક્ષય પામે છે. અઘાતિકર્મોના નાશની કોઇ પ્રક્રિયા નથી, જેવી ઘાતિકર્મોનો નાશ કરવાની પ્રક્રિયા છે- સાધના છે. એટલે જ આપણે જો કાયોત્સર્ગ પૂર્વેના ‘અન્નત્થ સૂત્ર' અર્થાત્ આગારસૂત્રનો સૂક્ષ્મતાએ વિચાર
ભાવના અને સંભાવના — પૂ. આચાર્ય વિજયપૂર્ણચન્દ્ર સૂરિજી
વિભાવના અને સંભાવના : આ બે જુદી જુદી ચીજ છે. ભાવનાનું ક્ષેત્ર આકાશ કરતાં ય વધુ અસીમ છે, સંભાવનાની સીમાઓ ખૂબ જ સાંકડી છે. ભાવના આપણાં હૈયાની પાત્રતા-વિશાળતામાંથી પેદા થતી સૃષ્ટિ છે, જ્યારે સંભાવનાની જન્મભૂમિ સામા પાત્રની યોગ્યાયોગ્યતા છે. ભાવના નરી અશક્યતાઓના સહરાના રણમાં પણ પોતાનું ઉદ્યાન ઊભું કરી શકે છે, જ્યારે સંભાવના તો શક્યતાનું મોં જોઇ જોઇને આગળ વધનારી ચીજ છે. આમ ભાવના – સંભાવના આ બન્નેના પ્રભાવ-સ્વભાવ સાવ જ જુદા જુદા છે.
.
એક સંસ્કૃત સુભાષિતમાંથી ભાવનાનું ઉથન કરવાની પ્રેરણા પામવા જેવી છે માટે હજુ જરા વધુ વિસ્તારથી ભાવના-સંભાવનાનું સ્વરૂપ વિચારી લઇએ ઃ ભાવના અશક્યની પણ થઇ શકે છે, જ્યારે સંભાવના તો શક્યની જ થાય. ભાવના તો તરણું ય ઉગી શકે એમ ન હોય, એવી ઉજ્જડ ધરતી પર નંદનવનનું કલ્પનાશિલ્પ સર્જી શકતી હોય છે, જ્યારે સંભાવના માટે આવું શિલ્પ સર્જવા હર્યુંભર્યું ઉપવન અપેક્ષિત હોય છે.
ભાવના એટલે શક્યતા-સત્યતાનો વિચાર કર્યા વગર થતું પાવન
ઉડ્ડયન ! સંભાવના એટલે શક્યતા-સત્યતા તપાસીને થતો પા-પા પગલીનો પ્રવાસ ! એક દ્રષ્ટાંતથી આ વાત સમજીએ. કેન્સરના કોઇ દર્દીની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હોય, ત્યારે એના દીર્ઘ જીવનની
કોઇ જ શક્યતા ન હોવા છતાં દીર્ઘ જીવનની ભાવના ભાવી શકાય છે. જ્યારે આવી સંભાવના સેવી શકાતી નથી. સંભાવનામાં તો એના આયુષ્યની ઘડી બે ઘડી જ ગણાવી શકાય. કારણ કે શક્યતા આટલી જ છે. કેન્સરના મૃત્યુમુખી દર્દી માટે ભાવના દીર્ઘ-જીવનની થઇ શકે, સંભાવના તો ઘડી-બે ઘડી કરતાં વધારે ન કરી શકાય. આ એક જ દાખલા ૫૨થી ભાવના-સંભાવના વચ્ચેની ભેદરેખા બરાબર સમજાઇ જાય એવી છે.
હવે મુળ મુદ્દા પર આવીએ. સંભાવનાનું પાસું વિચાર્યા વિના જો ભાવનાની પાંખે આપણે આખા આકાશમાં છવાઇ જવું હોય અને એમાં સૌના હિતને સમાવી લેવું હોય, તો કઇ વિચારસૃષ્ટિનું નિર્માણ કરવું જોઇએ ? આનું માર્ગદર્શન આપતાં એ સુભાષિત આપણને કહે છે કે,
આમ પ્રથમ સમીિ બનાય પછી વિરક્ત-વૈરાગી-ઉદાસીન થવાય, ત્યારબાદ વીતરાગી બની સર્વજ્ઞ થવાય અને અંતે નિરંજન (અંજન=આવરણ રહિત), નિરાકાર ( મૂર્ત મૂર્તીતર રહિત એકાકાર પ્રદેશપિંડાકૃતિ) બનાય છે. માટે જ પરમાત્માને વીતરાગ, સર્વજ્ઞ, નિરંજન, નિરાકાર તરીકે ઓળખાવાય છે.
(ક્રમશઃ)
[સંકલન : સૂર્યવદન ઠાકોરલાલ ઝવેરી
ભાવના જો ભાવવી જ હોય, તો એવી ભાવવી જોઇએ કે, ધર્મનો વિજય થાવ, અધર્મનો પરાજય થાવ, સદ્ભાવ સૌના જીવનમાં પ્રાણભૂત બનો અને સમસ્ત વિશ્વનું મંગલ થાવ !
܀ ܀ ܀
ધર્મનો સંપૂર્ણ વિજય અને અધર્મનો સંપૂર્ણ પરાજય; સૌના જીવનમાં સદ્ભાવનાની પ્રાણ-પ્રતિષ્ઠા અને વિશ્વ-સમસ્તનું મંગલ : આ ચારે ચીજો કોઇ એક કાળે વ્યાપક સ્તર ૫૨ અને પૂર્ણ રીતે સંભવિત જ નથી. એવી સંભાવનાનો આ વિષય ન હોવા છતાં ભાવનાનો વિષય તો જરૂર બની શકે છે. અને આ જાતની ભાવના ગુણના પક્ષપાતને તેમજ ગુણપ્રિયતાને મજબૂત બનાવનારી હોવાથી જીવનમાં જરૂર આવકારવા જેવી છે, કેમકે અંતે તો ભાવના જ ભવનાશિની બની શકવાની છે ને ?
ધર્મનો વિજય ઇચ્છીને અધર્મનો પરાજય ઇચ્છવો. આ આપણી ભાવનાનું પ્રાથમિક ઉડ્યન છે. આ ઉડ્યન પછી સર થતાં શિખરો : સદ્ભાવનાની પ્રાણ પ્રતિષ્ઠા અને વિશ્વનું મંગલ ! મંગલનો અર્થ થાય છે ઃ ભવનો ભૂક્કો બોલાવી દઇને જીવનું શિવસ્વરૂપ પામવું ! સાચું. માંગલ્ય તો જીવને ભવમાંથી બહાર કાઢીને શિવમાં પ્રતિષ્ઠિત કરવામાં જ સમાયું છે.
છે
જોઇએ. સદ્ભાવનાઓ પ્રાણભૂત ત્યારે જ થાય, કે જ્યારે અધર્મનો આ જાતનું માંગલ્ય પામવા સદ્ભાવનાઓ પ્રાણભૂત બનવી પરાજય થાય. આ પરાજય માટે ધર્મનો વિજય અપેક્ષિત છે. આમ, આ ભાવના શિલ્પમાં જીવને શિવ બનાવતો સાધના-માર્ગ પણ આબેહૂબ કંડારાયો છે.
આવી ભાવના ભાવવાથી આપણા હૈયામાં ધર્મની પાત્રતા વિશાળ બનતી જાય છે. આ ભાવનાઓના બળે જ ધર્મરાગ, અધર્મત્યાગ, સદ્ભાવના-સ્નેહ અને વિશ્વમાંગલ્યના મનોરથ આપણામાં વિકાસ સાધી શકે છે અને આ રીતે ભાવના આપણા માટે ભવનાશિની બની શકે છે. આ ભાવના સંભાવનામાં તો સામા પાત્રોની યોગ્યતા મુજબ જ પલટાતી હોય છે, છતાં આપણે જો ઘારીએ તો આ ભાવનાઓને આપણામાં તો સંપૂર્ણ સંભાવનામાં અવશ્ય પલટાવી ન શકીએ શું ? સંસ્કૃતનું એ સુભાષિત નીચે મુજબ છે :
धर्मस्य विजयो भूयाद् अधर्मस्य पराजयः । सद्भावना प्राणभूता भूयाद् विश्वस्य मंगलम् ॥`
મા