________________
ર
પ્રબુદ્ધજીવન
વેપાર-ઉદ્યોગમાં એને જેટલો રસ પડે છે તેટલો વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પડતો નથી. આથી જ જૈન વિદ્યા સંસ્થાઓનું તેજ જેટલું વધવું જોઇએ તેટલું વધતું નથી.
પાર્શ્વનાથ વિદ્યાપીઠને DEEM UNIVERSITYની માન્યતા મળી શકે એટલી સજ્જતા એની પાસે છે. પરંતુ એ માટે યુ.જી.સી.ની એક શરત છે કે ચાર કરોડ રૂપિયા એની પાસે કાયમી ભંડોળમાં હોવા જોઇએ. પરંતુ વિદ્યાપીઠ પાસે એટલી મોટી રકમ નથી, એટલી રકમ મેળવવાનું અને કાયમી ભંડોળ તરીકે રાખવાનું કામ ધારીએ એટલું સરળ નથી. પાર્શ્વનાથ વિદ્યાપીઠના વહીવટકર્તાઓ સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે દર વર્ષે રૂપિયા પંદર લાખથી વધુ ખર્ચ થાય છે. અનુસ્નાતક વિદ્યાપીઠો એટલે આવક નહિ જેવી અને ખર્ચ ગંજાવર, દાતાઓના દાન પર જ તે નભી શકે.
અનુસ્નાતક કક્ષાએ અધ્યાપકોના પગાર અસંતોષકારક હોય તોજો પણ તે ઊંચી શ્રેણીના પગારો હોય છે. બીજી બાજુ વિદ્યર્થીઓની ફી દ્વારા થતી આવક નહિ જેવી જ હોય છે. વહીવટી ખર્ચ પણ ઘણું બધું રહે છે. આથી અનુસ્નાતક વિદ્યાસંસ્થાઓનું બજેટ ઘણું મોટું રહે છે. એટલે સંસ્થાઓનું કાયમી ભંડોળ સરખું મોટું હોય તો જ આ બધા ખર્ચને તે પહોંચી વળે. વર્ષને અંતે થયેલા ખર્ચની સરખામણીમાં થયેલા વિદ્યાકાર્યથી, વહીવટકર્તાઓને જાહેરમાં ન બોલે તો પણ મનમાં તો અસંતોષ જ રહે કે ખર્ચેલા નાણાંનું પૂરું વળતર મળ્યું નથી. હાલે જે હોય એના એ કાયમી ભંડોળ સાથે સંસ્થા ચલાવવાની જવાબદારી અધ્યાપકો પોતે ઉપાડી લે તો પણ તેઓ બે-ચાર વર્ષમાં જ થાકી જાય. વર્તમાન સમયમાં અનુસ્નાતક વિદ્યાસંસ્થાઓ ચલાવવાનું કાર્ય ઘણું કપરું છે. યુનિવર્સિટીઓ પોતાના અનુસ્નાતક વિભાગો ચલાવી શકે છે કારણ કે તેઓને અધ્યાપકોનો પગાર યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન અને સરકાર તરફથી મળતો રહે છે. એ ન મળે તો યુનિવર્સિટીઓના વિભાગો બંધ થાય. એવી સહાય વગર વિદ્યાસંસ્થાઓ ચલાવવી એ ટ્રસ્ટીઓ માટે માથાનો દુઃખાવો પુરવાર થાય તેમ છે. આપણો દેશ વિકાસશીલ છે. પાંચેક વર્ષમાં ચીજવસ્તુઓના ભાવ બમણા થઇ જાય છે. જીવન-નિર્વાહનું ધોરણ ઊંચું ચડતું જાય છે. એટલે આજની દૃષ્ટિએ કરેલું આર્થિક આયોજન દસ વર્ષમાં ખોટું પડે છે. સંસ્થા ચલાવનારાઓએ દીર્ઘ દષ્ટિથી આયોજન કરવું જોઇએ. ટ્રસ્ટીઓની એક પેઢી વિદાય લે પછી નવી પેઢીના ટ્રસ્ટીઓને હાથમાં આવેલી માંદી સંસ્થાઓ
ચલાવવામાં રસ કે ઉત્સાહ એટલા રહેતાં નથી.
તા. ૧૬-૫-૯૮
ભારતમાં યુનિવર્સિટીઓમાં અધ્યાપકોના પગાર સંતોષકારક રહ્યા નથી. પરિણામે વધારે તેજસ્વી વ્યક્તિઓ આવા વ્યયસાય તરફ ન આકર્ષાય એ દેખીતું છે. હાલના તબક્કે ઘણી યુનિવર્સિટીઓમાંકૉલેજોમાં અને અનુસ્નાતક કક્ષાએ નબળા પ્રાધ્યાપકો જોવા મળે છે કે જેઓ પોતાના વિષયમાં પારંગત તો નહિ, પણ સુસજ્જ પણ નથી હોતા. એટલું જ નહિ કેટલાયનું એ તરફ લક્ષ પણ નથી હોતું. વધારે કઠે એવી વાત તો એ છે કે કેટલાયે અધ્યાપકોમાં પોતાના વિષય માટેની નિષ્ઠા પણ નથી હોતી, એક સારી સરસ નોકરીમાં ગોઠવાઇ ગયા પછી અને સુરક્ષિત તથા નિશ્ચિત થઇ ગયા પછી અંગત વિકાસ માટે તેઓ કશું કરતા નથી. કેટલાક તો માત્ર સમય પસાર કર્યા કરતા હોય છે.
જ
અન્ય પક્ષે કોઇ એક દૃષ્ટિહીન વેપારીના હાથમાં સંસ્થાનું સુકાન આવી જાય છે તો તે અધ્યાપકો પ્રત્યે પોતાના ગુમાસ્તા જેવું વલણ ધરાવતા અને વ્યવહાર કરતા થઇ જાય છે અને પછી લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિ વચ્ચે સંઘર્ષ ચાલે છે. પરિણામે ભોગવવું પડે છે સંસ્થાને
જૈન વિદ્યાસંસ્થાઓની એક મોટી વાસ્તવિક કસોટી એ છે કે
એના સ્થાપક દાતા પોતે કોઈ એક ફિરકાના હોય અને જો પોતાના ફિકા માટે ચુસ્ત હોય તો એના વિઘાકાર્યોમાં અને પ્રકાશનોમાં પોતાના ફિરકાની જ મહત્તા દર્શાવાય. એના સંશોધનકાર્યોમાં, પરિસંવાદોમાં, એજ સૂર રહ્યા કરે. પરંતુ સંનિષ્ઠ વિદ્યાસંસ્થાઓએ એના ટ્રસ્ટીગણે અને એના અધય્યકગણે આવી સંકુચિત મનોવૃત્તિમાંથી બહાર આવી, સર્વ પક્ષને પોતપોતાનો મત મુક્તપણે રજૂ કરવાની સ્વતંત્રતા આપવી જોઇએ.
કોઇકને કદાચ એમ લાગે કે પોતાના ફિરકામાં જ એટલું બધું કાર્ય કરવાનું છે ત્યાં બીજાની વાતને શા માટે છેડવી ? વળી એમ કરવા જતાં વિવાદ ઊભો થવાનો સંભવ રહે. પોતે તો ઉદાર દિલ રાખી શકે, પણ સમાજમાં કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એને મોટો મુદ્દો બનાવી ચકચાર ઊભી કરે. જો એમ થાય તો સરવાળે સંસ્થાને જ હાનિ પહોંચે અને વખત જતાં સંસ્થા બંધ કરવાની વેળા પણ આવે. કેટલાકને આર્થિક કે સામાજિક સહકાર મળતો હોય તો તે જો આવાં કારણે બંધ થાય તો સંસ્થા જ નબળી પડી જવાનો સંભવ રહે.
આવી પરિસ્થિતિમાં પણ બે પક્ષ જોવા મળે છે. કેટલાક ટ્રસ્ટીઓ કહે છે કે અમે અંગત રીતે ઉદાર દષ્ટિવાળા છીએ. અન્ય ફિરકા સાથે અમારે કોઇ વૈમનસ્ય નથી. પૂરો સદ્ભાવ છે, પણ સંસ્થાએ તો પોતાનાં નિર્ધારિત નીતિનિયમો પ્રમાણે ચાલવું જોઇએ, તો જ એનું માળખું સચવાઇ રહે, કારણ કે સંસ્થામાં તો જુદી જુદી મતિવાળા જુદું જુદું કહે. પણ સંસ્થાના નીતિનિયમ પ્રમાણે ચાલવાનું હોય તો
દુનિયામાં સર્વત્ર વિદ્યાસંસ્થાઓ એટલે (થોડીક અપવાદરૂપ સંસ્થાઓ બાદ કરતાં) ખોટ ખાતી સંસ્થાઓ જ હોય છે. ઘણાખરા દેશોમાં લશ્કરના બજેટ પછી બીજે નંબરે મોટું બજેટ શિક્ષણ ક્ષેત્રનું હોય છે. શિક્ષણનો આ વ્યવસાય એવો છે કે જેમાં સરકારી ગ્રાન્ટ વગર યુનિવર્સિટીઓ કે કેટલીયે કૉલેજો નભી ન શકે. વળી શિક્ષણમાં પ્રાથમિક, માધ્યમિક, સ્નાતક કે અનુસ્નાતક કેળવણીમાં કોને પ્રાધાન્યમાંહોમાંહે સંઘર્ષ થતા અટકે છે. આ એક દૃષ્ટિબિંદુ થયું. બીજી બાજુ આપવું જોઇએ એ પણ દેશકાળની પરિસ્થિતિ અનુસાર ભિન્ન ભિન્ન કેટલાક એમ પણ કહે છે કે અમે અમારા ફિરકા પ્રમાણેની માન્યતામાં મતનો વિષય છે. આપણે ત્યાં અનુસ્નાતક કક્ષાની વિચારણા છેલ્લી બહુ ચુસ્ત છીએ. પણ એ અમારી અંગત વાત છે. સંસ્થા થાય એટલે થાય એ સ્વાભાવિક છે, કારણ કે જ્યાં પ્રાથમિક અને માધ્યમિક સંસ્થાની દષ્ટિએ જ વિચારવાનું રહે. એમાં સંકુચિત દૃષ્ટિ ન ચાલે. શિક્ષણ માટે પણ જો પૂરતા નાણાં ન ફાળવવામાં આવતાં હોય ત્યાં અમને ગમતું ન હોય, માન્ય ન હોય તો પણ સંસ્થાનું એ કાર્ય છે. અનુસ્નાતક શિક્ષણ માટે ક્યાંથી વધુ રકમ ફાળવી શકાય ? વળી માટે મોટું મન રાખી નભાવી લેવું જોઇએ. શિક્ષણના ઉચ્ચ સ્તર પ્રમાણે શિક્ષણ મોંઘું હોય છે અને બીજી બાજુ લાભ લેનારની સંખ્યા ઘણી અલ્પ હોય છે.
પાર્શ્વનાથ વિદ્યાપીઠની એક મહત્તા એ છે કે એણે પોતાના વહીવટી કાર્યમાં, વિદ્યાકીય કાર્યમાં કે એનાં પ્રકાશનોમાં કોઇપણ
એક સંપ્રદાયની સંકુચિત દષ્ટિ રાખી નથી. સંશોધનના ક્ષેત્રે જે સત્ય હોય તે જ સ્વીકારવું રહ્યું. જે કોઇ અભિપ્રાય દર્શાવવામાં આવે એને માટે શાસ્ત્રીય આધાર હોવો જ જોઇએ.
અનુસ્નાતક કક્ષાએ પણ વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનના વિષયોમાં વિનયનને ઓછું પ્રાધાન્ય અપાય એ દેખીતું છે અને તેમાં પણ જૈન ધર્મનો વિસ્તૃત અભ્યાસક્રમ દાખલવ કરવાનું તો કેટલી યુનિવર્સિટીઓને પરવડે ? અમેરિકા કે યુરોપની યુનિવર્સિટીઓને અનુસ્નાતક કક્ષાએ જૈન ધર્મ અને સાહિત્યનો વિષય વિસ્તૃત ધોરણે દાખલ કરવાનું પરવડે છે, કારણ કે એ યુનિવર્સિટીઓ સદ્ધર છે. ભારતમાં યુનિવર્સિટીઓને એવી સદ્ધરતા પ્રાપ્ત કરતાં હજું અડધા સૈકાથી વધુ સમય લાગશે.
પાર્શ્વનાથ વિદ્યાપીઠ આપણે ગૌરવ લઇ શકીએ એવી આપણી
એક વિદ્યાસંસ્થા છે. એના પોષણ-સંવર્ધનની જવાબદારી જૈન સમાજે
ઉપાડી લેવા જેવી છે.
D રમણલાલ ચી. શાહ