SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ છે. આરોગ્ય જાળવવાનો એ નિયમ છે એમ તેઓ કહે છે અને એક જોડકણામાં આરોગ્ય જાળવવાનો નિયમ આ રીતે સમજાવે છે : આંખે ત્રિફલા, દાંતે લૂણ પેટ ન ભરીએ ચારે ખૂણ.' તેમણે જીવનમાં કોઇપણ જાતનું વ્યસન રાખ્યું નથી. છોકરાઓ પણ વ્યસન મુક્ત રહ્યા છે. પરિવારમાં નાનાથી માંડી મોટાં સૌને તેઓ બહુવચન વાપરી માનથી બોલાવે છે. પૌત્ર-પૌત્રી, દોહિત્ર-દોહિત્રી વર્ગ મળી સો જેટલા સભ્યોના વિશાળ પરિવારમાં સારો સંપ છે. શ્રી ચીમનલાલભાઇ રાત્રે ૧૧ વાગે સૂઇને સવારે છ, સાડા છ વાગે ઊઠી જાય છે. દિવસે ક્યારેય સૂતા નથી કે આડા પણ પડતા નથી. કુદરતી હાજત પર સંપૂર્ણ અંકુશ છે. તેમાં પણ નિયમિતતા છે. રાતના ઊઠવું પડતું નથી. એક ઊંઘે સવાર થાય છે. સવારમાં ઊઠતાં જ પથારીમાં બેઠાં બેઠાં એક કલાક સુધીમાં ૧૨ નવકાર ગણીને સ્તોત્ર, છંદ તથા ભગવાનનાં સ્તવનો ગાવાનો નિયમ છે. શ્રી આનંદધનજી, શ્રી દેવચન્દ્રજી, શ્રી યશોવિજયજી, શ્રી મોહનવિજયજી વગેરેનાં સ્તવનોમાંથી દોઢસો જેટલાં સ્તવનો તો એમણે કિશોરાવસ્થામાં કંઠસ્થ કર્યા હતાં, જે હજુ પણ યાદ છે. રોજ અનુક્રમે તીર્થંકરનાં સ્તવનો બોલવાનો નિયમ નાનપણથી છે. મારી સામે તેમણે નીચેનાં સ્તવનો ગાઇ સંભળાવ્યાં. ‘અર જિનેશ્વર, મનમોહન સ્વામી' ‘ધાર તલવારની સોહલી, દોહ્યલી ચૌદમા જિન તણી ચરણ સેવા' મલ્લિ જિનેશ્વર રાખ્યો રંગ' ‘તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી' દિવસમાં લગભગ આખો વખત શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ગૌતમસ્વામીજીનું સ્મરણ, તેમનાં નામનો મંત્રજાપ કરે છે. શ્રી લોગસ્સ સૂત્ર તથા શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો લગભગ બસો વાર પાઠ કરે છે. તેમના જીવનમાં ભક્તિયોગ જોવા મળે છે. સતત તીર્થંકર પરમાત્માનું સ્મરણ રહેવું એ સહેલું નથી. સમગ્ર જીવન પરમાત્માનું સ્મરણ કર્યું હોય ત્યારે છેલ્લી અવસ્થામાં તે સાહજિક બને. ગૃહસ્થ રહીને સમતાયોગની સાધનામાં ખૂબ જ આગળ રહેલા શ્રી ચીમનલાલભાઈ નિકટભવી છે, થોડા ભવ પછી મોક્ષગામી બનશે-તેમાં મને જરા પણ શંકા નથી. તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું સ્થાન તેમણે ધર્મને આપેલું છે. ન્યાય-નીતિથી વ્યવહાર કરવો, ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. ધર્મે જ મારી લાજ હંમેશા રાખી છે, એમ તેઓ કહે છે. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય રામચંદ્રજીસૂરિજી મહારાજ સાહેબ સંસારી અવસ્થામાં ધાર્મિક વર્ગમાં તેમના સહાધ્યાયી હતા. શ્રી ચીમનલાલભાઈ પંચ પ્રતિક્રમણ, જીવ-વિચાર, નવતત્ત્વ, દંડક વગેરે મૂળ તથા અર્થ સાથે ભણ્યા છે. અત્યારે રોજ નવ સ્મરણનો પાઠ કરે છે. કોઇ કોઇ શ્લોક ભુલાઇજવાથી તેમને પુસ્તકની મદદ લેવી પડે છે. વર્ષો સુધી તેમણે જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે નિયમિત કરવાનું રાખ્યું હતું. હવે શરીરની મર્યાદાને કારણે તેમાં નિયમિતતા રહી નથી. પ્રબુદ્ધજીવન તા. ૧૬-૪-૯૮ ભાગ્યશાળી જ કહેવાય.) રાત્રે બે કલાક છાપાં વાંચવાની ટેવ ખરી. ટાઇમ્સ ઓફ ઈંડિયા' પણ વાંચે. તેમના જમાનાની અંગ્રેજી ચાર ચોપડીનું જ્ઞાન એવું છે કે અંગ્રેજી સારી રીતે સમજી શકે છે. તેમન સ્મૃતિ સતેજ છે. એમના પિતાશ્રી અમૃતલાલભાઇના વેપા૨ને કારણે ગુજરાત, રાજસ્થાન, યુ.પી., મધ્યપ્રદેશના આડતિયાઓનાં નામ હજુ પણ તેમને યાદ છે. મેં નમૂનારૂપ ભાવનગર, સિહોર, ગોધરા વગેરે ગામોના આડતિયાઓનાં નામો પૂછ્યાં તો તરત તેમણે તે કહી સંભળાવ્યાં. .કોઇ સાધુ કે આચાર્યને તમે ગુરુ પદે સ્થાપ્યા છે ? એવો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું, મેં કોઈ એકને જ ગુરુ બનાવ્યા નથી. પરંતુ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી પાદરામાં ઘણીવાર પધારતા તેથી તેમનો સંપર્ક વધુ રહ્યો હતો.' સાદું જીવન જીવતા શ્રી ચીમનલાલભાઈને ભોજન માટે કોઇ ખાસ આગ્રહ હોતો નથી. થાળીમાં જે પીરસાય તે જ જમી લેવાનું. ત્રણ જોડી કપડાંથી વધુ કપડાં તેઓ રાખતા નથી. ગાંધીજીની અસરથી નાનપણથી પાડેલી ટેવ પ્રમાણે પોતાનાં કપડાં હાથે જ ધોવાનો આગ્રહ હજુ પણ રાખે છે. (જેના ઘરમાં આવા વડીલ હોય તે પણ તેમની પાસે અનુભવોનો ભંડાર છે તેવી જ રીતે જૂની કહેવતો અને જોડકણાંનો પણ ભંડાર છે. તેમણે નીચે પ્રમાણે કેટલાંક જોડકણાં સંભળાવ્યાં. ‘દૂધ ને રોટલો, દહીં ને ભાત, લાડવા ને વાલ, ખાઓ મારા લાલ,’ પાવલાની પાડી, અધેલો ચરાઇ, ખાડામાં પડે તો રૂપિયો કઢાઇ.' સરતે (દીઠ) કરડે કૂતરો બિન સરતે (પીઠે) કરડે વાઘ, વિશ્વાસે કરડે વાણિયો ચંપાયો કરડે નાગ.' તેમના નાના કાકા ડાહ્યાભાઈ આવાં અનેક જોડકણાંઓ જાણત અને જાતે બનાવતા પણ ખરા. શ્રી ચીમનલાલભાઈ પાસેથી આવવું. જોડકણાંનો સંગ્રહ કરી લેવાય તો ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો વધુ પરિચય આપણી નવી પેઢીને થાય એમ મને લાગે છે. મેં તેમને છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ‘તમારા જીવનમાં કોઇ આશા અધૂરી રહી ગઇ છે એવું તમને લાગે છે ?’ તેમણે કહ્યું, ‘નાનપણથી ૩૦ વર્ષ સુધી ખૂબ સુખ ભોગવ્યું હતું. પિતાજીની જાહોજલાલી જોયેલી છે. છેલ્લે પણ પુત્રોન જાહોજલાલી જોઇ રહ્યો છું. કોઈ આશા અધૂરી રહી નથી. ધર્મમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે.' અંતે, મારી વિનંતિથી તેમણે માંગલિક પાઠ સંભળાવ્યો. મેં તેમનો ચરણસ્પર્શ કર્યો. આ સરળ, નિરભિમાની, નિઃસ્પૃહ અને ધર્મપરાયણ સદનના સાથે આંતરિક ગુણવૈભવ આગળ બાહ્ય વૈભવ ઝાંખો લાગતો હતો. ધન્યતા વિદાય લેતાં ‘જીવ્યું ધન્ય તેહનું !’ એ પંક્તિખંડનું ગુંજન મારા મનમાં વારંવાર થઇ રહ્યું હતું. ચાલો મારા સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક ‘પ્રબુદ્ધ જીવન'માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક અપાય છે. અમને જણાવતાં આનંદ થાય છે કે ૧૯૯૭ના વર્ષ માટેનું પારિતોષિક પંડિત પનાલાલ જ. ગાંધીના લેખો માટે આપવાનું નિર્ણાયક સમિતિએ નક્કી કરેલું છે. (એ દુઃખની વાત છે કે આ જાહેરાત થાય તે પહેલાં પંડિત પનાલાલ જ. ગાંધીનો સ્વર્ગવાસ થયો છે. ગયા અંકમાં એમને વિશે શ્રદ્ધાંજલિ લેખ પ્રગટ થયો હતો.) આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડૉ. રમણાલાલ ચી. શાહ, શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ તથા શ્રી દીપકભાઇ દોશીએ સેવા આપી છે, જે બદલ અમે તેમના આભારી છીએ. નિરુબહેન એસ. શાહ ડૉ. ધનવંત ટી. શાહ મંત્રીઓ
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy