________________
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૪-૯૮
નથી. છ કાન એટલે ત્રણ વ્યક્તિ. જ્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે - અર્થાત્ ચાર કાન વચ્ચે વાત થાય છે ત્યાં સુધી તે ગુપ્ત રહેવાના સંજોગો સબળ હોય છે. બેમાંથી એકની મતિ બગડે ત્યારે તે વાતને ફોડી નાખે છે. ફોડનાર ત્યારે જાહેર થઈ જાય છે. ત્રણ વ્યક્તિ વચ્ચે વાત થઈ હોય ત્યારે બાકીના બેમાંથી કોણે વાત પ્રગટ કરી દીધી હશે તેની ખબર ન પડે. વાત ફોડનાર પણ બીજાના ઉપર આરોપ મૂકીને કહે કે પોતે વાત ફોડી નથી પણ બીજાએ ફોડી છે. માટે ડાહ્યા માણસે પોતાની ગુપ્ત વાત એક સાથે બે કે વધારે વ્યક્તિ ઉપસ્થિત હોય ત્યારે ન કરવી જોઇએ. બે વ્યક્તિને કહેવા જેવી હોય તો પણ તે દરેકને અંગત રીતે એકાંતમાં જુદા જુદા બોલાવીને કહેવી જોઇએ કે જેથી એ વાતનો બીજો કોઇ જાણકાર છે એવો
વહેમ સાંભળનારને ન પડે.
કેટલાંયે કુટુંબો વર્ષો સુધી પોતાની કૌટુંબિક સ્વભાવની કે સુખ-દુઃખની નાનીમોટી વાતને ગુપ્ત રાખી શકે છે, પરંતુ એકાદ બે દીકરા-દીકરીનાં લગ્ન થતાં એ કુટુંબનો ગઢ ભેદાઇ જાય છે. ઘર પોલું થઇ જાય છે. વાતો બહાર જવા લાગે છે. નવી અણસમજુ પુત્રવધૂ પોતાની માને વાત કર્યા વગર રહે નહિ અને મા પોતાનાં સગાંસંબંધીને વાત કર્યા વગર રહે નહિ. કેટલાંક શ્રીમંત કુટુંબોની વાત ઘરનોકર, રસોઇયો, ડ્રાઈવર વગેરે દ્વારા છતી થઇ જાય છે. કેટલાક દુશ્મનો વાત મેળવવા પોતાના માણસોને બીજાને ત્યાં ગુપ્ત રીતે નોકરીએ રખાવી દે છે, અને એની મારફત બાતમી મેળવતા રહે છે. કેટલાક ડ્રાઇવરોને ખબર હોય છે કે પોતાના શેઠ ક્યાં ક્યાં, કોને કોને ઘરે કે ઓફિસે જાય છે, શેઠ કોને વારંવાર ‘લિફ્ટ’ આપે છે, કોને તેડવા માટે ખાનગીમાં ગાડી મોકલાવે છે. પોતાના શેઠ કોની સાથે પૈસાની હેરાફેરી કરે છે, દાણચોરીનો માલ સંતાડે છે, આડો વ્યવહાર રાખે છે, શસ્ત્રો પૂરાં પાડે છે વગેરે વિશેની બાતમી ડ્રાઇવરો જાણતા હોય છે. એવા ડ્રાઇવરોને મોટી બક્ષિસની, મોટી નોકરીની કે બીજી કોઈ લાલચ બતાવીને કે ધમકી આપીને એમની પાસેથી સહજ રીતે વાતવાતમાં વાત કઢાવી લેવાની ચતુર માણસોને માનસશાસ્ત્રીય પદ્ધતિ આવડતી હોય છે. જાસૂસોને જાસૂસી કરવા માટે દરેક દેશમાં વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમ અપાય છે.
૩ .
માહિતી સોગંદવિધિ પછી જ અપાય છે. આવી કાળબદ્ધ મર્યાદાની ગુપ્ત વાત અગાઉથી જો કોઇ જાહેર કરી દે તો યોજના બગડી જાય છે, પરિણામ ધાર્યું આવતું નથી અથવા ઊલટું આવે છે. ઘણી ગરબડ મચી જાય છે અને દુશ્મનો ગેરલાભ ઉઠાવી જાય છે. આવી ગુપ્ત વાતો જો જાણતા હોઇએ તો પણ તે પ્રગટ ન કરી દેવી જોઇએ.
કેટલાક માણસોની પ્રકૃતિ જ વાત કઢાવવાની અને ચગાવવાની હોય છે. ‘પ્રેમ, શી નવાજૂની છે ?’ અથવા ‘તમે સાંભળ્યું ?' જેવાં વાક્યો વારંવાર ઉચ્ચારનારા બીજાના મોંઢામાં આંગળા નાખીને વાત કઢાવવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્નોની ઝડી તેઓ શરમ રાખ્યા વગર વરસાવે છે. થોડો વખત તેઓ સમાજમાં લોકપ્રિય કદાચ થાય છે, પરંતુ સરવાળે વગોવાય છે અને સૌ એમનાથી અંતર રાખે છે.
કેટલીક વાર ઘટના જ એવી રીતે બને છે કે બીજી ત્રીજી વ્યક્તિને અજાણતાં ખાનગી વાતની ખબર પડી જાય છે. તો કેટલીક વાર ડૉક્ટર, વકીલ, પોલીસ કે એવો વ્યવસાય કરનાર આગળ ગરજે પોતાની ખાનગી વાત કરવી પડે છે. કેટલીક વાર જેની સહાય વિના ઉકેલ આવે એમ ન હોય એવા માણસ આગળ સામે ચાલીને જવું પડે છે અને પોતાની વાત કહેવી પડે છે. આવા અનપેક્ષિત સંજોગોમાં બીજી ત્રીજી વ્યક્તિ જ્યારે એક વાત જાણી જાય છે ત્યારે એને ચૂપ ૬ રાખવા માટે કિંમત ચૂકવવી પડે છે. ક્યારેક એના ‘બ્લેકમેઇલ'ના - ધાકધમકીના ભોગ થવું પડે છે.
કેટલીક ગુપ્ત બાબતો સમયબદ્ધ હોય છે. અમુક નિશ્ચિત સમય સુધી જ તે ગુપ્ત રાખવાની હોય છે. પછીથી એ ગુપ્ત રાખનારાઓ તરફથી જ એની જાહેરાત થાય છે અથવા આપોઆપ તે પ્રગટ થઇ જાય છે . કોઇકની સગાઇ કે લગ્નની વાત, કોઇક ધંધાની લેવડદેવડની વાત, ઘર, ગાડી કે બીજી કોઈ ખરીદીની વાત, કોઈકના ઓપરેશનની, કોઇક દીક્ષાની, સંન્યાસની, ગૃહત્યાગની વાત, કોઇકના અદાલતના ખટલાની વાત, પરીક્ષાનાં પરિણામોની વાત, રાજકીય દાવપેચની વાત નિર્ધારિત કાળ સુધી ગુપ્ત રાખવી પડે છે. સંરક્ષણના વિષયમાં શસ્ત્રોની, સૈનિકોની ટુકડીઓની હેરફેરની, આક્રમણની વાત અત્યંત ગુપ્ત રખાય છે. સરકારી પ્રધાનોને કેટલીક
કેટલાક માણસો એટલા જૂઠા અને એટલા હોંશિયાર હોય છે કે ન હોય એવી વાત ઉપજાવીને અંગત વર્તુળોમાં એનો પ્રચાર કરે છે અને પછી એવી ન બનેલી વાતો પણ લોકો માનવા લાગે છે. એટલા માટે માણસે પોતાનું જીવન જ એવું સ્વચ્છ અને સ્વસ્થ રાખવું જોઇએ કે ક્યારેક કોઈ ખોટું આળ મૂકીને પ્રચાર કરવા જાય તો તે ભોંઠો પડે. લોકો એ માનવા ક્યારેય તૈયાર ન થાય. સાધુસંતોનું જીવન ખુલ્લી કિતાબ જેવું, સ્વચ્છ અને પારદર્શક હોય છે. મન, વચન અને કાયાની એકરૂપતા એમના જીવનમાં હોય છે. આત્મકલ્યાણ અને લોકકલ્યાણની એમની ભાવના બહુ પ્રબળ હોય છે.
એમને પોતાનું કશું છુપાવવાનું હોતું નથી. એટલે એમને માટે કરાયેલા ખોટા આક્ષેપો કે એમના જીવનરૂપી સૂર્યના પ્રકાશને મેલો કરવાના પ્રયત્નો વૃથા નીવડે છે.
કેટલાક માણસો પોતાનાથી થયેલી ભૂલને પોતાના હૃદયમાં ઝાઝો વખત રાખી શકતા નથી. એનો એમને એવો પસ્તાવો થાય છે કે જ્યાં સુધી એ વિશે તેઓ હૃદય ખોલીને કોઇને કંઇ વાત ન કરે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. પાપનો એકરાર અને પ્રાયશ્ચિત્ત એ મનુષ્ય જીવનનું સ્વાભાવિક લક્ષણ છે.
માણસે પોતાની પેટછૂટી વાત કોઈને કરવી જ હોય તો યોગ્ય પાત્રને, યોગ્ય સમયે જ કહેવી જોઇએ. જગતમાં બધા જ માણસો ખરાબ નથી હોતા. કેટલાયે બીજાની વાતોને જીવનભર સાચવી રાખે છે. પરંતુ અધકચરા, અણસમજવાળા, ઉતાવળિયા સ્વભાવના, વાતડાહ્યા, અતિ ઉત્સાહી, જશ ખાટવાની વૃત્તિવાળા, નિંદક સ્વભાવનાં, વૈરવૃત્તિવાળા, બીજાની ચડતી જોઇ ખેદ અનુભવનારા, બે જણને લડાવે નહિ ત્યાં સુધી સંતોષ ન અનુભવનારા, સ્વાર્થઘેલા, સંકુચિત મનોવૃત્તિ ધરાવનારા-એવા કોઇકને જો કોઇક ખાનગી નબળી વાતની ખબર પડે તો તેનો ગેરલાભ ઉઠાવ્યા વગર તેઓ રહી શકતા નથી. એવા માણસ આગળ પોતાની અંગત વાત કરતાં પહેલાં માણસે સો વખત વિચાર કરવો જોઇએ.
સમાજમાં કેટલીયે એવી સંનિષ્ઠ, પ્રામાણિક, નીતિમાન, આદરપાત્ર વ્યક્તિ હોય છે કે જે બધાંનો વિશ્વાસ ધરાવે છે. એની આગળથી કોઇની વાત બીજા પાસે જતી નથી. એવી વ્યક્તિ ખાનગી રાહે સાચી સલાહ પણ આપે છે. હૃદય ખોલીને પોતાની અંગત ગુપ્ત વાત કરવા માટે સાધુસંતો જેવું અન્ય કોઇ સ્થાન નથી. સાધુસંતો કોઇની ગુપ્ત વાત છતી કરતા નથી એટલું જ નહિ, કોઇની અંગત વાત જાણવામાં એમને રસ પણ નથી હોતો. પ્રશ્નો પૂછીને વાત કઢાવવાનો કે બીજાને શરમાવવાનો તેમનો સ્વભાવ હોતો નથી.. એટલે જ સમાજમાં તેઓ સૌથી વધુ વિશ્વસનીય મનાય છે.
ભારતીય સંત પરંપરામાં હિંદુ, જૈન, બૌદ્ધ એ ત્રણે ધર્મમાં પાપના એકરારની પ્રથા છે. ગુરુ સમક્ષ એકાંતમાં માણસ પોતાનાં પાપોની ‘આલોચના' કરે છે અને ગુરુ મહારાજ કહે એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાય છે. પોતાના દોષોની કબૂલાત ગુરુ સમક્ષ ક્યારે અને કેવી રીતે કરવી એના નિયમો બહુ ઝીણવટપૂર્વક આપણાં શાસ્ત્રોમાં આપેલાં છે. ‘આલોયણા’નો વિષય એક સ્વતંત્ર વિષય
છે.
ખ્રિસ્તી ધર્મમાં એકરાર (Confessions)ની પ્રથા હોય છે. માણસે કોઇ પાપ કર્યું હોય તો દેવળમાં જઈ પાદરી પાસે તેનો એકરાર કરે છે અને પાદરી કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત લે છે. એક કેબિન જેવી રચનામાં પાદરી બેસે છે. પાદરીના કાન પાસે કેબિનના લાકડામાં એક કાણું કરેલું હોય છે. એકરાર કરનારી વ્યક્તિ ઘૂંટણીએ પડી બહારથી એ કાણામાં બોલે છે જે પાદરી સાંભળે છે. પાપનો એકરાર કરનારી વ્યક્તિને પાદરીએ જોઇ નથી હોતી કે એકરાર