________________
૭ વર્ષ : (૫૦) + ૯ ૨ અંક : ૪ ૭
૭ તા. ૧૬-૪-૯૮ ૭
♦ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
Licence to post without prepayment No. 37 @ Regd. No. MH / MBl-South / 54 / 98
પ્રભુઃ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ
વાર્ષિક લવાજમ રૂ. ૮૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
. जं छन्नं तं न वत्तव्वं ।
ભગવાન મહાવીર
(જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું)
મહાવીર જયંતીના ઉપલક્ષમાં ભગવાન મહાવીરનાં વચનોમાંથી કે વર્તન પણ એની ચાડી ખાય છે. ક્યારેક પોતાની અંગત ખાનગી ઉપરના વચન વિશે થોડો વિચાર કરીશું. વાત મદદ મેળવવા માટે ગરજે બીજાને જણાવવાની જરૂર ઊભી થાય છે.
ભગવાન મહાવીરે સાધુઓને શિખામણ આપતાં કેટલીક વ્યવહારુ ભલામણો કરી છે, જે તેઓને આધ્યાત્મિક સાધનામાં પણ ઉપયોગી થાય એવી છે. કોઇની ગુપ્ત માહિતી પ્રગટ ન કરી દેવા વિશે ભગવાને મુનિઓને માટે કહેલી વાણીના સંયમની આ વાત ગૃહસ્થોએ પણ એટલી જ લક્ષમાં રાખવા જેવી છે.
.
વ્યવહારુ જીવનમાં મનુષ્યને અનેક પ્રસંગે કેટલીયે વાતો બીજા આગળ જતી અટકાવવી પડે છે. સમાજમાં રહેતા માણસને ટીકાનિંદા કે અપકીર્તિનો ભય રહે છે. એનાથી બચવા માણસ પોતાની અંગત વાત છાની રાખવા પ્રયત્ન કરે છે. અંગત વાત દરેક વખતે દુરાચારની મોટી ઘટનાની નથી હોતી. કેટલીક વાર તો ખાવાપીવાની, સૂવાઊઠવાની કે હરવાફરવાની કોઈક વિચિત્ર ટેવ જેવી નાની બાબત પણ હોઈ શકે છે. પણ માણસને બીજા આગળ પોતાની છાપ બગાડવી ગમતી નથી. એથી જ તે પોતાની કે પોતાનાં સ્વજનોની કે કુટુંબની કેટલીક વાત ખાનગી રાખવા ઇચ્છે છે. બીજી બાજુ પ્રત્યેક સમાજમાં વિઘ્નસંતોષીઓનો તોટો નથી હોતો. તેઓ ગુપ્ત માહિતી મેળવીને બીજાનાં સારાં કાર્યોને ધૂળમાં મેળવી દે છે. એમ ન થાય એ માટે પણ વાતને અપ્રગટ રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. કુટુંબમાં માલ-મિલકતની વહેંચણીની વાત કે સગાઈસંબંધીની કે ધંધાની લેવડદેવડની વાત પણ વહેલી બહાર પડી જવાથી બંને પક્ષને ઉશ્કેરનારા ઇર્ષાળુ માણસો પ્રવૃત્ત થઇ જાય છે.
મનુષ્ય જ્યા૨થી વસ્ત્ર પહેરતો થયો ત્યારથી કે એની પણ પહેલાંથી એને કશુંક છુપાવતાં આવડવા લાગ્યું છે. મનુષ્યમાં રહેલી આ વૃત્તિ આમ જોઇએ તો જન્મજાત છે. નાના બાળકને પોતાનું રમકડું બીજા બાળકને ન આપવું પડે માટે સંતાડી દેવાનું શીખવવું પડતું નથી. એ એનું કુદરતી લક્ષણ છે. ગામના પાદરે કે વગડામાં કૂતરાઓ પણ ખાડો ખોદીને પોતાનું વધેલું ખાવાનું છૂપાવી દે છે. ધન કે કીમતી વસ્તુ જમીનમાં દાટવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. શરીરની ચેષ્ટાઓ કે વચનના ઉદ્ગારોને સંતાડવા કરતાં પણ મનના વિચારોને સંતાડવાનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. કોઇ સમાજ એવો ક્યારેય હોઇ ન શકે કે જ્યારે એ સમાજની કોઇ ને કોઇ વ્યક્તિને કશુંક છુપાવવાનું ન હોય. પ્રત્યેક પ્રસંગે છુપાવવાનો આશય દુષ્ટ જ હોય એવું નથી.
એકનું છુપાવેલું બીજા ન જાણી જાય એવું નથી. અજાણતાં બીજાની નજર પડે છે અને વાત પકડાઈ જાય છે. માણસના હાવભાવ
સમાજમાં બીજાની ખાનગી વાતો જાણનારા વર્ગમાં પત્રકારો અવશ્ય આવે. પરંતુ સાધુસંતો પાસે પણ ઘણી ગુપ્ત વાતોની જાણકારી હોય છે. ફરક એટલો છે કે પત્રકારો પોતાની ફરજ રૂપે, વ્યાવસાયિક ધો૨ણે વાતો શોધી લાવે છે. સાચા સાધુસંતો કોઇને સામેથી પૂછતા ન હોવા છતાં કેટલાયે લોકો જાતે આવીને પોતાની કે બીજાની અંગત વાતો તેમને કહી જાય છે. પત્રકારોને બીજાની વાત પ્રગટ કરી દેવાનો ઉત્સાહ અને આનંદ હોય છે. સાધુસંતોને બીજાની વાત ગોપવ્યાનો સંતોષ હોય છે. માટે જ સાધુસંતોનું કર્તવ્ય ચડિયાતું ગણાય છે. એટલે જ સાચા સાધુઓએ કોઇની ખાનગી વાત બીજાને ન કહી દેવી જોઇએ એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
બીજાની વાત કહી દેવી એને ભાષાના-વચનના દોષમાં ગણાવવામાં આવે છે. સાધુઓએ ભાષાસમિતિનો અર્થાત્ વાણી પરના સંયમનો બરાબર ઉપયોગ કરવો જોઇએ.
ભાષાસમિતિ વિશે ‘સૂત્રકૃતાંગ'માં કહ્યું છે :
तत्थिमा तइया भासा, जं विदित्ताऽणुतापति । जं छन्नं तं न वत्तव्वं
एसा आणा णियंठिया ||
(૧-૯-૨૬)
[ સાધુએ ત્રીજી ભાષા ન બોલવી જોઇએ, જે બોલ્યા પછી અનુતાપ (પશ્ચાત્તાપ) થાય તેવી ભાષા ન બોલવી જોઇએ તથા જે વાત ગુપ્ત રાખવાની હોય તે ન કહી દેવી જોઇએ. આ નિગ્રંથની - (ભગવાન મહાવીરની) આજ્ઞા છે. ]
અહીં ‘ત્રીજી ભાષા’ ન બોલવાનું કહ્યું છે એનો શો અર્થ થાય? એક અપેક્ષાએ ભાષાના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવે છે : (૧) સત્ય, (૨) અસત્ય, (૩) મિશ્ર અને (૪) વ્યવહાર. આમાં અસત્ય ન બોલવું એ તો સ્પષ્ટ જ છે. સત્ય જ બોલવાનું હોય. પણ ક્યારેક અસત્ય મિશ્રિત સત્ય અથવા સત્ય મિશ્રિત અસત્ય બોલવા માટે માણસનું મન લલચાઇ જાય છે. ક્યારેક ‘નરો વા કુંજરો વા' જેવી વાણી ઉચ્ચરાઇ જાય છે. એવી વાણીને ત્રીજી ભાષા તરીકે અહીં ઓળખાવવામાં આવી છે. સાધુઓએ એવી સંદીગ્ધ વાણી ન બોલવી જોઇએ.
વળી ભાષાની બાબતમાં ‘સૂત્રકૃતાંગ'માં કહ્યું છે :