________________
૧૦
જ આવતી હોય છે અને ઓટ પણ દરિયામાં જ લય પામતી હોય છે. સાગરમાંથી ઊઠતાં તરંગ-મોજા સાગરમાં જ વિલીન થાય છે. દરિયાવ કી લહર દરિયાવ હૈ જી, દરિયાવ ઔર લહર મેં ભિન્ન કોય ન
-કબીરજી
માત્ર આત્માની એક ઓઘશક્તિ એવી છે કે એકવાર વ્યક્ત થયા બાદ સદા એવી ને એવી નિત્ય રહે છે અને ક્યારેય વિકૃત થતી નથી, બગડતી નથી, નાશ પામતી નથી. વ્યય થતો નથી. આત્માની એ અનુપમ ઓધશક્તિ છે કેવળજ્ઞાન! તેના સિવાયની ઓઘશક્તિ આત્મામાંથી વ્યક્ત થાય છે અને આત્મામાં જ વિલીન થાય છે, જેમ ઉપર જણાવ્યા મુજબ સાગરના તરંગ સાગરમાં લય પામે છે.
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગાયું છે કે.... જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણો રે, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે સપરાણો રે.. મન મોહન સ્વામિ. -અરનાથ પ્રભુનું સ્તવન,
શુદ્ધતા ધ્યાન એમ નિશ્ચયે આપનું, તુજ સમાપત્તિ ઔષધ સકલ પાપનું, દ્રવ્ય અનુરોગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયે સહી,
પ્રબુદ્ધજીવન
-ઢાળ-૧૬ સાડા ત્રણસો ગાથા. (સમાપત્તિ-સર્વરોગ નાશક રસાયણ)
ગુણકાર્યને પણ પર્યાય કહેવાય છે અને ગુણભેદને પણ પર્યાય કહેવાય છે. જે જે દ્રવ્યો છે તેના જેટલા જેટલા ગુણો છે તેને દ્રવ્યાંશ પર્યાય કહેવાય. શરીરના એક એક ભાગને જેમ શરી૨નું અંગ કે શરીરનો અવયવ કહીએ છીએ તે પ્રમાણેની આ વાત છે. પર્યાય
એટલે સ્થિતિ-હાલત-અવસ્થા. એ બે ભેદે છે. નિત્ય અને અનિત્ય.
દ્રવ્યાંશ એ દ્રવ્યનો એક ગુણ રૂપાંતરગમન છે. મહામહોપાધ્યાયજીએ
ફરમાવ્યું છે કે
અંશ પણ નવિ ઘટે પૂર્ણ દ્રવ્યના,
દ્રવ્ય પણ કેમ કહું દ્રવ્યના ગુણ વિના, અકલ અને અલખ એમ જીવ અતિ તંતથી,
પ્રથમ અંગે વધુ અપદને પદ નથી.
આમ આત્માના જ્ઞાનગુણનો કેવળજ્ઞાન પર્યાય નિત્ય છે જ્યારે મતિજ્ઞાનાદિ પર્યાય અનિત્ય છે. આપણું છદ્મસ્થનું જ્ઞાન પણ નિત્ય છે. પરંતુ અસ્થિર છે, કારણ કે સાવરણ છે, કર્મ સાપેક્ષ છે. તેથી જ છદ્મસ્થનું જ્ઞાન ક્રમિક છે, ખંડિત છે. માટે તેની અસ્થિરતા, ક્રમિકત્તા, ખંડિતતાને કારણે અનિત્ય છે. એટલા માટે જ ઉપર જણાવ્યા મુજબ પ્રથમ અનિત્યજ્ઞાન નિત્ય કઇ રીતે છે એ સમજીશું તો સ્વરૂપમાં સ્થિર થવાશે.
જીવનું લક્ષણ જે જ્ઞાન છે, એ જ્ઞાન નિત્ય ત્યારે જ બને જ્યારે તે ક્રમ અભાવ એટલે કે અક્રમિક, કાળ અભાવ એટલે અકાલ અને નિત્ય કાર્યરૂપ બને. એજ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન અનાદિ અનંતતાએ છે. એ આવતું નથી. જતું નથી. બનતું નથી. કે એનો ઉત્પાદ-વ્યય નથી. એ તો આવૃત છે જેને અનાવૃત કરવાનું છે. કેવળજ્ઞાન તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. કેવળજ્ઞાન સત્તાએ પ્રાપ્ત છે. પણ વેદન નથી એ અપેક્ષાએ અપ્રાપ્ત છે. રસવેદન અને જ્ઞાનપ્રકાશ એ અપેક્ષાએ કેવળજ્ઞાન અપ્રાપ્ત છે. માટે જ પ્રાપ્તની પ્રાપ્તિ કહેવાય છે. જેટલું જેટલું કર્મજનિત છે તે અપ્રાપ્તની પ્રાપ્તિ છે અને વળી અંતે અપ્રાપ્ત જ રહે છે. જ્યારે જે જે સત્તાગત છે તે નિરાવ૨ણ થયે પ્રાપ્તની પ્રાપ્તિ છે એ સ્વરૂપગુણો હોય છે. અને તે રસવેદનરૂપ અનુભવગમ્ય હોય છે તે પ્રાપ્તની પ્રાપ્તિ સાદિ-અનંત નિત્ય હોય છે.
તા. ૧૬-૨-૯૮
કેવળજ્ઞાન જે પ્રાપ્ત છે તે સાવરણ છે. પડદા પાછળ છે. એનો પડદો હઠાવી-આવરણ હઠાવી નિરાવરણ કરવાનું છે, અર્થાત્ અનાવરણ ક૨વાનું છે. જ્યારે મતિજ્ઞાન તો તેમાં ઉત્પાદ-વ્યય હોવાથી સાદિ-સાન્ત પૂર્વક અનાદિ-સાન્ત છે, કે જે મતિજ્ઞાનમાં સંસ્કૃતિ-વિકૃતિ અને હાનિ-વૃદ્ધિ છે.
કેવળજ્ઞાન અનાદિ-સાન્ન સાવરણ ઉપચરિત છે. કેવળજ્ઞાન સાદિ-અનંત નિરાવરણ અનુપચરિત છે. કેવળજ્ઞાનની સત્તા અનાદિ-અનંત છે. કેવળજ્ઞાનની વિષયશક્તિ અનંત છે.
કેવળજ્ઞાન સંબંધી નિત્યાનિત્ય વિષયમાં આટલી વિચારણા કર્યા બાદ કેવળજ્ઞાન સંબંધી પૂર્ણ-અપૂર્ણ વિષયે વિચારીશું.
પૂર્ણ જ્યારે અપૂર્ણાવસ્થામાં-અપૂર્ણદશામાં હોય છે ત્યારે પૂર્ણના ગુણો વિરુદ્ધતાને પામતા જાય છે, જેમકે... પૂર્ણ-અપૂર્ણ
અવિકારી-વિકારી
અખંડ–ખંડ
અવિનાશી-વિનાશી
અભેદ-ભેદ
અદ્વૈત-શ્વેત
(૧)
(૨)
(૩)
(૪)
અક્રિયસક્રિય
અક્રમિક-ક્રમિક
અગુરુલઘુ-ગુરુલઘુ.
અસ્યાદ્-સ્યાદ્
અકાલ-કાલગ્રસ્ત
નિરપેક્ષ-સાપેક્ષ
નિરાવરણ-સાવરણ
નિરાકાર-સાકાર
નિર્વિકલ્પક-સવિકલ્પક
નિરંજન-સાંજન
નિરાલંબન-સાલંબન
નિર્મળ-સમળ
અમૂર્ત-મૂર્ત
અરૂપી રૂપી
અતિન્દ્રિય-ઇન્દ્રિયસહિત અયોગી–સયોગી
અનુપચરિત-ઉપચરિત સ્વાધીન-પરાધીન....ઇત્યાદિ.
પૂર્ણ જ્યારે વિકારી બને ત્યારે અભાવ અને અપૂર્તિ ઉત્પન્ન થાય
અને તેથી અંતરાયકર્મ યુક્ત બને.
પૂર્ણ જ્યારે વિકારી બને
ત્યારે મોહનીય કર્મયુક્ત બને.
પૂર્ણ જ્યારે અપૂર્ણ બને ત્યારે વિશેષની સામે સામાન્ય બને એટલે કે દર્શનાવરણીયકર્મ યુક્ત બને, સર્વદર્શી અલ્પદર્શી બને.
પૂર્ણ જ્યારે અપૂર્ણ બને ત્યારે સર્વજ્ઞ, અલ્પજ્ઞ બને, એટલે કે સર્વને અક્રમથી જાણનાર ક્રમથી અલ્પ જાણનાર બને. જ્ઞાનાવરણીયકર્મ યુક્ત બને. પૂર્ણને સર્વ શેય એના જ્ઞાનમાં દેખાય, જણાય. જ્યારે અપૂર્ણ અનંતમાં ભાગનું દેખે અને જાણે. અપૂર્ણને જોવા, જાણવા જવું પડે અને જે જુએ અને જે જાણે તે ક્રમથી જુએ જાણે. શ્રુતકેવળી પણ અનંતમાં ભાગનું જાણે. અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની પણ દિવ્યજ્ઞાની હોવા છતાંય, ક્ષયોશમ લબ્ધિ હોવા છતાં ય તે અનંતમાં ભાગે જ જાણે છે.
જ્યારે જ્ઞાન પૂર્ણ, અવિકારી, નિર્વિકલ્પક, અક્રમિક બને છે ત્યારે જ્ઞાનમાંની અપૂર્ણતા જાય છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. જ્ઞાનમાં રહેલો વિકાર એટલે મોહનીયકર્મ ખતમ થઇ જાય છે ત્યારે શાન ઉ૫૨નું આવરણ જ્ઞાનાવરણીયકર્મ, દર્શન ઉ૫૨નું આવરણ દર્શનાવરણીયકર્મ, જ્ઞાનની અલ્પતા-અપૂર્ણતા એટલે કે અંતરાયકર્મ પણ સાથે સાથે સમકાળ ખતમ થઇ જાય છે. વળી સામાન્ય ઉપયોગ ટળી જઈ વિશેષ ઉપયોગરૂપ જ્ઞાન બને છે. ચારેય ઘાતિકર્મના નાશથી કેવળજ્ઞાન ગુણ પ્રગટે છે. અને ઉપયોગ અફર-અવિનાશી બને છે. જ્યારે ચારેય અઘાતિકર્મો નામકર્મ, ગોત્રકર્મ, આયુષ્યકર્મ, વેદનીયકર્મના નાશી અરૂપી ગુણ પ્રગટે છે. અનામી-અરૂપી-અમૂર્ત, અગુરુલઘુ, અક્ષય-અજરામર, અવ્યાબાધ ગુણ પ્રગટે છે અને આત્મપ્રદેશો સ્થિરતાને પ્રાપ્ત કરે છે.