________________
૨
પ્રબુદ્ધજીવન
બાપુજીના મુખમાંથી સહજ રીતે નીકળેલા ઉદ્ગારો કેવા સાચા પડ્યા ! બાપુજીનું સમગ્ર જીવન અત્યંત સક્રિય અને જનસેવાની સુરભિથી મઘમઘતું રહ્યું હતું.
ડૉ. શિવાનંદ અધ્વર્યુનો જન્મ ઇ.સ. ૧૯૦૬ના ડિસેમ્બરની ૧૮મી તારીખે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના ભંડારા નામના ગામમાં થયો હતો. એમનું જન્મ નામ ભાનુશંકર હતું. એમના પિતાનું નામ ગૌરીશંકર અધ્વર્યુ હતું અને માતાનું નામ પાર્વતીબહેન હતું. એમના પિતા ગોંડલ રાજ્યના પોલિસખાતામાં પોલિસ ઓફિસર તરીકે નોકરી
કરતા હતા.
ભાનુશંકરે ગોંડળની શાળામાં અભ્યાસ કર્યો હતો. એ જમાનામાં સૌરાષ્ટ્રના દેશી રાજ્યોમાં શિક્ષણ-સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રે ગોંડળ રાજ્ય અગ્રસ્થાને હતું. તે વખતે ગોંડળની શાળામાં ત્રણ શિક્ષકો પાસે ભાનુશંક૨ને અધ્યયન કરવા મળ્યું હતું, જેઓ પછીથી ખ્યાતનામ સાહિત્યકારો થયા હતા. એ ત્રણ તે સમર્થ વાર્તાકાર-નવલકથાકાર ગૌરીશંકર જોશી-ધૂમકેતુ, કુમારના તંત્રી બચુભાઇ રાવત અને કવિ દેશળજી પરમાર. (સમર્થ પત્રકાર, જન્મભૂમિના ભૂતપૂર્વ તંત્રી રવિશંકર મહેતા પણ આ ત્રણેના સમવયસ્ક હતા અને ગોંડળમાં
એમની સાથે જ વિદ્યાભ્યાસ કર્યો હતો.)
ભાનુશંકરે મેટ્રિક પાસ થયા પછી કૉલેજની વિજ્ઞાન શાખાની
કેળવણી અમદાવાદમાં લીધી. તેઓ ત્યાર પછી તબીબી કૉલેજમાં દાખલ થયા. એ જમાનામાં એલ.સી.પી.એસ. અને એમ.બી.બી. એસ. એમ બે ડિગ્રી અપાતી. એમાં એમ.બી.બી.એસ. વધારે ચડિયાતી ડિગ્રી ગણાતી. ભાનુશંકર ૧૯૩૦માં એલ.સી.પી.એસ. થયા. તે વખતે કરાંચીથી હુબલી (કર્ણાટક) સુધીનો પ્રદેશ મુંબઇ ઇલાકા તરીકે તરીકે ગણાતો. આખા ઇલાકામાં તેઓ એલ.સી. પી.એસ. પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યા હતા. દાક્તર થયા પછી તેઓ સરકારી ખાતામાં દાક્તર તરીકે જોડાયા.
યુવાનવયે ભાનુશંકરનાં લગ્ન જયાબહેન સાથે થયાં. તેમને એક દીકરી થઇ. એનું નામ ઉષા રાખવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લામાં અને પછી ડાંગ જિલ્લામાં ડૉ. ભાનુશંકરે સરકારી દાક્તર તરીકે ચાર વર્ષ કાર્ય કર્યું અને ત્યાર પછી તેઓ મુંબઇની સરકારી હોસ્પિટલમાં જોડાયા. તેમણે કેટલોક વખત પાટણમાં પણ કામ કર્યું. દાક્તરી સેવા સાથે તેમણે એમ.બી.બી.એસ. થવા માટેનો પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ૧૯૪૦માં તેઓ એમ.બી.બી.એસ. થયા હતા. એ સાથે તેમણે આંખના દાક્તર તરીકે પણ અભ્યાસ કરીને તાલીમ લઇ લીધી હતી.
ભાનુશંકર જ્યારે અમદાવાદની કૉલેજમાં વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે યુવાન હતા. એ દિવસોમાં એમણે સાંભળ્યું કે મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમમાંથી પગપાળા દાંડીયાત્રા માટે નીકળવાના છે અને ત્યાં જઇ મીઠા માટે સત્યાગ્રહ કરવાના છે ત્યારે એ યાત્રાનું પ્રયાણ નજરે નિહાળવા માટે તેઓ પણ સાબરમતી આશ્રમ પાસે ગયા હતા. ત્યારે એ જોવા ત્યાં હજારો માણસો એકત્ર થયા હતા. પોતાને યાત્રા સરખી રીતે જોવા મળે એટલા માટે યુવાન ભાનુશંકર બીજા કેટલાયે લોકોની જેમ એક વૃક્ષ પર ચડી ગયા હતા. પોતે નજરે જોયેલી એ યાત્રાથી અને મહાત્મા ગાંધીજીથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા હતા કે દેશની આઝાદી માટે અને ગરીબો માટે કશુંક કરી છૂટવાની ભાવના એમના મનમાં જાગ્રત
થઇ હતી અને ઉત્તરોત્તર એ દઢ થતી ગઇ હતી.
ડૉ. અધ્વર્યુની જુદે જુદે સ્થળે બદલી થતી. પાટણમાં તેઓ હતા ત્યારે જૈન મુનિ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી મહારાજમાંના એક અને ‘જૈન દર્શન' ગ્રંથના લેખક)ના સંપર્કમાં આવ્યા હતા. એમની પાસેથી ડૉ. અધ્વર્યુને ઘણી પ્રેરણા અને માર્ગદર્શન મળતાં. એમની સાથેના સંબંધથી ધર્મનો, જનકલ્યાણનો રંગ લાગ્યો હતો.
તા. ૧૬-૧૨-૯૮
ડૉ. ભાનુશંકર અધ્વર્યુ સરકારી નોકરીમાં હતા એટલે એમની વખતોવખત જુદે જુદે સ્થળે બદલી થતી. આથી તેઓને નવાં નવાં સ્થળ અને નવા નવા લોકોને પોતાના બનાવી લેવાની તથા ઠેર ઠેર ફરવાની સારી ફાવટ આવી ગઇ હતી. એટલે જ તેઓ પ્રવાસથી ક્યારેય થાકતા નહિ.
પોતે સરકારી દાક્તર હતા ત્યારે એક વખત એમની બદલી
ધંધુકા ખાતે થઈ હતી. એ વખતે એમણે જોયું કે એ વિસ્તારમાંખારાપાટમાં પાણી વગેરેને કારણે લોકોની આંખ ૫૨ વધારે અસર થતી હતી. એવામાં એ ભાલ નળકાંઠા વિસ્તારમાં ધર્મબોધ સાથે લોકસેવાનું કાર્ય કરતા જૈન મુનિ પૂજ્ય સંતબાલજીના સંપર્કમાં તેઓ આવ્યા. તેઓ સંતબાલજીની ઉદાત્ત ભાવનાઓથી અને નિર્મળ ચારિત્ર્યથી પ્રભાવિત થયા અને સંતબાલજીની જ પ્રેરણાથી એમણે નેત્રયજ્ઞનું ત્યાં આયોજન કર્યું. ગામડાના ગરીબ દર્દીઓને વિના મૂલ્યે દાક્તરી સેવા આપવામાં આવે તો જ ગરીબ લોકો લાભ લઇ શકે. જ્યાં પૂરતો પોષક ખોરાક ન પરવડે, ત્યાં દવાના પૈસા તો ક્યાંથી કાઢી શકે ? આ રીતે નેત્રયજ્ઞની એક યોજના આકાર લેવા લાગી. એવા નેત્રયજ્ઞના આયોજનથી કેટલાયે દર્દીઓને લાભ થયો. સમાજના આગેવાનોની, ધનિક વેપારીઓની તથા બીજા કેટલાયની કરુણાભરી નજર ગરીબો પ્રત્યે વળી અને નેત્રયજ્ઞોનો પ્રચાર થયો. અને વિશ્વવાત્સલ્ય ઔષધાલય તરફથી આજ દિવસ સુધી સતત (આવા નેત્રયજ્ઞોનું આયોજન પૂ. સંતબાલજી પ્રેરિત ગુંદી આશ્રમ ચાલી રહ્યું છે.)
મુંબઇ ઇલાકાના આંખના મુખ્ય સર્જ્યન તરીકે સ્થાન મળ્યું. અંગ્રેજોના સરકારી ખાતામાં બઢતી પામતાં પામતાં ડૉ. ભાનુશંકર અધ્વર્યુને વખતમાં પહેલી જ વાર એક ભારતીય નાગરિકને આ સ્થાન અપાયું. આ માન જેવું તેવું નહોતું. તેઓ એ માટે ત્રણ વર્ષ મુંબઇમાં રહ્યા હતા. એમની સરકારી કારકિર્દીનો આ એક ઉત્તમ કાળ હતો,
ભારતને આઝાદી મળી ત્યારે ડૉ. ભાનુશંકર હજુ સરકારી નોકરીમાં જ હતા. આઝાદી પછી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઇ. (ત્યારે મુંબઇનું જુદું રાજ્ય હતું જેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટાં પડ્યાં નહોતાં.) એ વખતે શેઠ વીરચંદ પાનાચંદ શાહ નામના એક અગ્રણી ગાંધીવાદી સામાજિક કાર્યકર્તાની સૌરાષ્ટ્ર સરકારમાં કેળવણી અને આરોગ્ય ખાતાના મંત્રી તરીકે નિયુક્તિ થઈ હતી. શ્રી વીરચંદ પાનાચંદ શાહ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ૪૭ કિલોમિટર દૂર આવેલા જામ સમઢિયાળા નામના નાનકડા ગામના વતની હતા. દેશી રાજ્યના તાબાનું એ ગામ હતું.
ગાંધીજીનાં ગ્રામસેવાનાં કાર્યોમાંથી પ્રેરણા લઇ સ્વ. વીરચંદ પાનાચંદ શાહે પોતાના ગામમાં ગામસુધારણા મંડળીની રચના ૧૯૩૩માં કરી હતી. ત્યારપછી આ મંડળીની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં જામ સમઢિયાળામાં સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલની સ્થાપના ૧૯૩૭માં કરવામાં આવી હતી. દેશી રાજ્યનું એક નાનું ગામડું હોવાથી એની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર ત્યારે મર્યાદિત હતું, પરંતુ એ ગ્રામ વિસ્તારમાં બીજી કોઇ હોસ્પિટલ ન હોવાથી એની જરૂરિયાત લોકોમાં ઉત્તરોત્તર વધતી જતી હતી.
ડૉ. ભાનુશંકર અધ્વર્યુ ઇ.સ.૧૯૫૦માં ઋષિકેશ ગયા હતા. ત્યાં શિવાનંદ આશ્રમના સ્વામી શિવાનંદ સરસ્વતીના સંપર્કમાં તેઓ આવ્યા. તેમને આશ્રમ, ગંગામૈયાનો કિનારો અને સ્વામી શિવાનંદજીનું સાંન્નિધ્ય વગેરે એટલા બધાં ગમી ગયાં કે તેઓ ત્યાં વારંવાર જવા લાગ્યા અને પછી તો એવો રંગ લાગ્યો કે ૧૯૫૬માં એમણે સ્વામીજીની સલાહ અનુસાર સરકારી નોકરી છોડી દીધી અને આજીવન બ્રહ્મચર્ય વ્રત લઇ, સંન્યાસ ધારણ કરી સ્વામીજીના શિષ્ય થઇ ગયા. એમનું નામ ‘શિવાનંદ’ રાખવામાં આવ્યું. પોતાના ગુરુ પૂ. સ્વામી શિવાનંદ સરસ્વતીની આજ્ઞા અનુસાર એમણે ગૃહસ્થ જીવનમાં જ રહી, આંખના દાક્તર તરીકે જ સૌરાષ્ટ્રમાં આવી તબીબી ક્ષેત્રે લોકસેવાનું કાર્ય ચાલુ કર્યું.