SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૯૮ પ્રબુદ્ધવન કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય — સ્વ. પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી એને રોકડું કરવું પડે. ઘરમાં લગ્ન લીધાં હોય અને લગ્નપ્રસંગે દસ લાખનો ખર્ચ કરીને બેઠાં હોઇએ ત્યારે માંડવાવાળો, ડેકોરેશનવાળો, બેન્ડવાળો, માળી, કેટરર્સ વિગેરે જે કોઈ આવે તેને કહીએ કે ફલાણા ફલાણા પાસે મારે લેણાં નીકળે છે તો તને હવાલો પાડીને હુંડી લખી આપું છું, જે દ્વારા તેની પાસેથી પૈસા વસૂલ કરી લેજે. આવો હવાલાનો વ્યવહાર થઇ શકશે ? કે પછી એ રોકડા માંગશે ? કોઇ હવાલા સ્વીકારે નહિ, એ તો રોકડા જ માંગે. એ તો ‘ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે' જે કહેવત પડી છે તેના જેવું છે. કૂવો પણ ખાડો છે અને હોજ પણ ખાડો છે. કૂવામાં પાણી આપોઆપ નીકળે છે. ભૂતળમાં વહેતા જળસ્રોતમાંથી પાણીની સ૨વાણી કૂવામાં આપોઆપ ફૂટે છે. જ્યારે હોજમાં કૂવાનું પાણી નાંખવું પડતું હોય છે. કૂવામાં કદી પાણી નાંખવું પડતું નથી. આજ તફાવત સાવરણ અને નિરાવરણનો છે. હોજ જે છે તે ક્ષયોપશમ ભાવ છે, જ્યારે માટી હટાવીને અર્થાત્ કૂવો ખોદીને પાતાળમાં રહેલ પાણીને સપાટી ઉપર લાવવાનું છે એટલે કે પ્રગટ કરવાનું છે. એજ પ્રમાણે આવ૨ણો હટાવીને ક્ષાયિક ભાવે નિરાવરણતાએ પ્રાપ્ત એવા પોતાના જ કેવળજ્ઞાનનું ઉદ્ઘાટન કરવાનું છે. અનાવરણ કરવાનું છે, જે અનાવૃત કરવાનું છે, પ્રગટીકરણ કરવાનું છે. એ જે છે તે ક્ષાયિકભાવ છે, ક્ષાયિકસુખ છે અને તે પ્રાપ્તની પ્રાપ્તિ છે. અર્થાત્ પ્રાપ્ત હતું પણ વેદન-અનુભવનમાં ન હતું તેનું વેદન થાય છે. નિધિ (ખજાનો) તો ખાણમાં એટલે કે અંધારામાં દટાયેલો પડ્યો જ છે. એને ખાણમાંથી ખોદી કાઢી પ્રકાશમાં આણીએ તો ભોગ થાય. તેમ કેવળજ્ઞાનરૂપી નિધિ આપણામાં દટાયેલો પડ્યો જ છે. આવરણ હટાવીને એનું પ્રગટીકરણ કરીને પ્રકાશમાં લાવીએ તો એનો ભોગવટો થાય, વેદન-અનુભવન થાય. જમીનમાં દટાયેલા ચરૂની પ્રાપ્તિને માટે ક્રિયા જમીન ખોદવાની કરવાની છે અને લક્ષ ચરૂની પ્રાપ્તિનું રાખવાનું છે. એજ પ્રમાણે આધ્યાત્મક્ષેત્રે દોષોને અર્થાત્ મોહનીયકર્મોને ઉલેચવાની એટલે કે દૂર કરવાની ક્રિયાયોગક્રિયા કરવાની છે અને લક્ષ્ય અંદરમાં સત્તાગત રહેલ કેવળજ્ઞાનના પ્રગટીકરણનું રાખવાનું છે. પરમાત્મ તત્ત્વ-કેવળજ્ઞાન એ ચરૂ સમાન છે. જ્યારે દોષો અર્થાત્ મોહનીયકર્મો તે ચરૂ ઉપરના થર સમાન કે ધૂળ માટી સમાન છે. એ સર્વ આવરણને મારી હટાવવાના છે, એટલે કે દૂર કરવાના છે. ‘પ્રાપ્તની પ્રાપ્તિ' કદી ટળે નહિ અને અપ્રાપ્તની પ્રાપ્તિ' કદી ટળ્યા વિના રહે નહિ. અપ્રાપ્તની પ્રાપ્તિ સાદિ-સાન્ત હોય છે. પ્રાપ્તની પ્રાપ્તિ વેદનરૂપ હોય છે. વેદનની અપેક્ષાએ પ્રાપ્તિ છે, બાકી ભૂતકાળમાં જઇએ તો સત્તાગત જે પ્રાપ્ત છે, તે કેવળજ્ઞાન-પરમાત્મ તત્ત્વ પ્રચ્છન્નપણે જે આપણા આત્મામાં ધરબાઇને પડેલ છે, તે તો અનાદિકાળથી આત્માનું છે, આત્મામાં છે અને આત્માની સાથે જ છે. આપણે જે જે કર્મો બાંધીએ છીએ તે સત્તામાં જાય છે, પરંતુ તથાપ્રકા૨ના તે કર્મની સત્તા કાંઈ અનાદિકાળથી નથી. પૂર્વે આત્મામાં હતું નહિ અને ભાવિમાં તે કર્મનો વિપાકોદય થતાં ભોગવાઈને અથવા માત્ર પ્રદેશોદયથી તે ખરી જનાર છે, નિર્જરી જનાર છે. છૂટું પડી જતાં તેનો અભાવ થઇ જનાર છે. જ્યારે કેવળજ્ઞાનની અનાદિકાળથી સત્તા છે. બાંધેલાં કર્મો સત્તામાં જવાથી કે સત્તાગત કર્મો હોય છે તેની શરૂઆત એટલે કે આદિ હોય છે. ઉદયકાળમાં ઉદયમાં આવે છે અને પછી તે ખપી જાય છે-ખરી પડે છે-ભોગવાઈ જાય છે અને એનો અંત આવે છે. માટે જ દરેક કર્મની ગમે તેટલી એ તો પાડ (ઉપકાર) માનો પ૨મતા૨ક તીર્થંકર પરમાત્મ ભગવંત શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પ્રભુનો, ગણધર ભગવંતોનો, જ્ઞાની ગુરુ ભગવંતોનો કે આપણા આત્મપ્રદેશોએ રહેલ કેવળજ્ઞાનરૂપી ચરૂની આપણને જાણ-પિછાન કરાવી-ઓળખાણ કરાવી. એ તીર્થંકર પરમાત્મા શાસનપતિ મહાવીર સ્વામી ભગવંત પ્રતિ, ગણધર ભગવંતો પ્રતિ, જ્ઞાની ગુરુ ભગવંતો પ્રતિ અર્પણતા, કૃતજ્ઞતા, ભક્તિના ભાવ ધરીને, અહોભાવ વ્યક્ત કરીને, એમણે બતાડેલા માર્ગે ચાલીને, એમણે દેખાડેલા ચરૂને પ્રાપ્ત કરવાનો છે. આપે જ આપને મળવાનું છે. આત્માએ જ આત્માને મળવાનું છે અર્થાત્ આત્માએ આત્માનું જ વેદન કરવાનું છે. વિશ્વખાણ, આત્મખાણ, વર્ણખાણ, સુવર્ણખાણ. તારું નામકરણ છે, જે ટળે છે. ચક્રવર્તીના ચક્રવર્તીપણાનો પણ અંત છે. લાખો રૂપિયા ચોપડે બોલે છે, લેણા નીકળે છે એ મૂડી ગણાય, એ આવક ગણાય અને એની ઉપર ટેક્ષ પણ ભરવો પડે. પરંતુ એ લાખો રૂપિયાની વસુલી થાય નહિ અને હાથમાં રોકડ રકમ આવે નહિ ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકાય નહિ. કેવળજ્ઞાનનું એવું જ છે. કેવળજ્ઞાન આત્મામાં પ્રચ્છન્નપણે સત્તાગત રહેલ છે. પરંતુ જ્યાં સુધી આવ૨ણ હટાવીને એનું નિરાવરણ કરીએ નહિ ત્યાં સુધી ઉપયોગમાં આવે નહિ અર્થાત વેદન થાય નહિ. એનું પ્રગટીકરણ કરવા દ્વારા સ્થિતિ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી કહી હોય તો પણ તે સાદિસાન્ત કહી. વિશ્વખાણમાં તું મિશ્ર ! જીવ અને પુદ્ગલનું મિશ્રણ. (જેમ ખાણમાં સોના અને માટીનું મિશ્રણ). ખાણામાંથી તું તને બહાર કાઢ ! તું શુદ્ધ વર્ણ સુવર્ણ ! તું જ ખાણ ! ખાણમાં પણ તું ! બહાર કાઢનાર તું ! મિશ્ર પણ તું ! શુદ્ધ પણ તું ! સુવર્ણ (૫૨માત્મા) પણ તું ! (ગતાંકથી ચાલુ-૧૬) પ્રાપ્તની પ્રાપ્તિ અને અપ્રાપ્તની પ્રાપ્તિથી કેવળજ્ઞાનની સમજ જે વસ્તુ આપણી પાસે નથી તે આપણને અપ્રાપ્ત છે. એ વસ્તુ આપણને આવી મળે છે અર્થાત્ પ્રાપ્ત થાય છે ત્યારે તેવી વસ્તુની પ્રાપ્તિને, ‘અપ્રાપ્તની પ્રાપ્તિ' કહેવાય છે. જે વસ્તુ આપણા સ્વરૂપથી પર હોય તેની પ્રાપ્તિને ‘અપ્રાપ્તની પ્રાપ્તિ' કહેવાય છે, જે પરિણામે તો પાછી અપ્રાય કે અભાવમાં જ પરિણમતી હોય છે. પરંતુ જે પ્રચ્છન્નપણે એટલે કે સ્વમાં સત્તાગત સ્થિત છે, તેનું પ્રગટીકરણ કરીને વેદનમાં લાવીએ તો તે ‘પ્રાપ્તની પ્રાપ્તિ' કહેવાય. અપ્રાપ્તની પ્રાપ્તિ એટલે અભાવનો ભાવ અને અંતે પાછો તે ભાવનો અભાવ. મિથ્યાત્વનો કદી ભાવ હોતો નથી અને સતનો કદી અભાવ થતો નથી. જેનો ઉત્પાદ અને વ્યય છે, ઉત્પત્તિ અને લય છે, સંયોગ અને વિયોગ છે, જે આવવા અને જવાના સ્વભાવવાળું છે, જ્યાં આદાન અને પ્રદાન છે, જ્યાં ક્રય અને વિક્રય છે, જે વહોરાય છે અને વેચાય છે, જે બને છે અને બગડે છે, જે મળે છે અને ટળે છે તે સર્વ બાબતમાં અપ્રાપ્તની પ્રાપ્તિ છે એટલે કે અભાવની પૂર્તિ છે. પરંતુ જે અનાદિ, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ છે; જે આત્મપ્રદેશે સાથે ને સાથે રહે છે એ તો નિત્ય પ્રાપ્ત જ છે. ફેર એટલો જ કે એ પ્રાપ્તનું વેદન નથી, કારણ કે તેની ઉપર કર્મના પડળ-આવરણ ચડી ગયેલ છે. એ આવરણોને જો હટાવી દેવાય તો એ પ્રાપ્તનું વેદન થાય અર્થાત્ ‘પ્રાપ્તની પ્રાપ્તિ' થાય. એટલે કે ભાવનો ભાવ થાય. કેવળજ્ઞાન જે ભાવ છે તેનું પ્રગટીકરણ એ પ્રાપ્તની જ પ્રાપ્તિ છે; એ ભાવ (સ્વરૂપગુણ કેવળજ્ઞાન)નો ભાવ (વેદન) છે. કેવળજ્ઞાન કાંઇ બહારથી આવી મળનાર ચીજ નથી. કેવળજ્ઞાન તો સર્વ જીવાત્મામાં મોજુદ છે, જેની ઉપર ચઢી ગયેલ આવરણોને દૂર હટાવીને તેને વેદનમાં આણવાનું છે. જ્યાં સુધી સ્વરૂપગુણ કેવળજ્ઞાનને વેદનમાં આણતો નથી ત્યાં સુધી તે પ્રાપ્તની અપ્રાપ્તિ' છે. આપૈ મૈ તબ આપ નીરખ્યા, અપનમેં આયા સુમન્યા; આપૈ કહત સુનત પુનિ અપનાં, અપન હૈ આપા બૂઝ્યા; અપને પરચૈ લાગી તારી, અપન હૈ આપ સમાંનાં કહે કબીર જે આપ વિચારે મિટિ ગયા આવન જાંનાં.
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy