________________
તા. ૧૬-૧૧-૯૮
કરે એ સ્વાભાવિક છે. ક્યારેક વજનમાં કે ભાવમાં પણ છેતરપિંડી થાય છે. કચરો વીણનારાઓ તો વેપારી આપે તે રકમ લઇ લેતા હોય છે. હિસાબ કરતાં તેઓને આવડે નહિ, પણ કેટલાકને અંદાજે સમજ પડે છે. તેમને સરખો વ્યાજબી ભાવ આપે અને બિલકુલ છેતરપિંડી ન કરે, એવા પણ કેટલાક વેપારીઓ હોય છે. જ્યાં વિશ્વાસ બેસે ત્યાં જ કાગળિયાં આપનારા વારંવાર જાય છે. વખત જતાં એકબીજાથી પરિચિત પણ થઇ જાય છે.
પ્રબુદ્ધજીવન
એવું હોય
કચરો વીણનારા લોકો વર્ષો સુધી એ જ કામ કર્યા કરે એવું બનતું નથી. અડધાથી વધુ લોકોને પોતાનું આ કામ ગમતું નથી. મનથી તે નારાજ હોય છે, પણ લાચારીથી તે કરવું પડે છે. તેમને પ્રતિષ્ઠાનો કોઇ પ્રશ્ન હોતો નથી, પણ કામ જ ન ગમે છે. બીજી જરાક સારી તક મળતાં તેઓ ચાલ્યા જાય છે. ક્યારેક સામાન ઊંચકવાની મજૂરીનું કામ, રેલ્વે, બસ સ્ટેશન કે શાક મારકીટ કે એવા કોઇ સ્થળે મળતાં કે હોટેલમાં વાસણ ધોવાનું કામ મળતાં તેઓ તે ત૨ફ વળી જાય છે. ઓછી અક્કલવાળા, શારીરિક ખોડવાળા, માનસિક ગ્રંથિવાળા કેટલાક આવા વ્યવસાયમાં વધુ ટકે છે. રોજે રોજ કચરો વીણનારા તરીકે કામ કરી અનિશ્ચિત આવક મેળવવા કરતાં નગરપાલિકાના સફાઇ કામદાર તરીકે નોકરી મળી જાય તો તે તેમાં જોડાઇ જાય છે, તો કેટલાકને પોતાના કામધંધામાં મળતી સ્વતંત્રતા વધુ વહાલી લાગે છે.
વાસ્તવિકતાનો સ્વીકાર કરીને, વર્તમાન પરિસ્થિતિને વધુ સારી કેમ કરી શકાય એ વિશે સરકારે અને સેવાભાવી સંસ્થાઓએ નક્કર વિચારણા કરવી ઘટે. કચરો વીણનારાઓનું વેપારીઓ દ્વારા થતું
શોષણ અટકાવવા માટે પ્રયાસો થવા જોઇએ. કચરો વીણનારા બહુધા ઘરબાર વિનાના હોય છે. તેમને વ્યવસ્થિત આશ્રયસ્થાન મળી રહે એવી વ્યવસ્થા વિચારાવી જોઇએ. તેઓને યોગ્ય ખોરાક સસ્તો ભાવે મળી રહે એવી વ્યવસ્થા પણ થવી ઘટે. રોટરી, લાયન્સ કે અન્ય કેટલીક સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ આવા લોકોને સારા મોટા કોથળા આપવાનો તથા કંઈક ખાવાનું આપવાનો પ્રબંધ કરે જ છે. કુમળી વયનાં બાળકો હોય તો તેમને રસ પડે એ પ્રકારની કેળવણી આપવાનો પ્રબંધ થવો જોઇએ. એવો પ્રબંધ ક્યાંક ક્યાંક થયો પણ છે. તેઓ પોતાની કમાણી સિગરેટ, શરાબ, જુગાર, વેશ્યા વગેરેમાં વેડફી નાખે એ માટે સેવાકાર્ય કરતી સંસ્થાઓએ આવા છોકરાઓનાં મંડળો રચીને કાર્ય કરવાની આવશ્યકતા છે. એવું કેટલુંક કાર્ય સારી રીતે ચાલી રહ્યું પણ છે. કચરો વીણનારાઓમાં પણ તેજસ્વી છોકરાઓ હોય છે. તેવાને વધુ સારી તક પૂરી પાડવામાં આવે તો તેઓ જીવનમાં ઘણી પ્રગતિ સાધી શકે. એ અંગે પણ વ્યવસ્થિત પ્રયાસ થવાની જરૂર છે.
ન
તે
ઉત્ક્રાન્તિ-સંસ્કાર
C ડૉ. રણજિત પટેલ (અનામી)
વિખ્યાત થિયોસોફિસ્ટ સી. ડબ્લ્યુ લેડબીટરનું પુસ્તક 'Man visible and invisible' વાંચતો હતો તેમાં પૃ. ૩૪ ઉપર એક આ વાક્ય વાંચવામાં આવ્યું: 'The duckling, the moment it is set free from the egg seeks the water and can swim fearlessly' -- મતલબ કે ‘બતકનું બચ્ચું જેવું ઇંડામાંથી બહાર નીકળે છે કે તરત જ એ પાણી શોધે છે ને તેમાં નિર્ભયપણે તરી શકે છે.' બકરી, ગાય કે વાંદરીનાં બચ્ચાં પણ ગણતર દિવસોમાં જ પગભર થઇ જાય છે. એમની સ્ફૂર્તિ જોઈ દંગ થઇ જવાય છે. નવજાત માનવવંશશુને સ્તન-પાન કરવા માટે ખાસ ટ્યુશનની જરૂર પડતી નથી. આ બધું સ્વાભાવિક છે. આને આપણે ઉત્ક્રાંતિ-સંસ્કાર કહીશું ? એનાથી પૂર્વજન્મની પ્રતીતિ નથી થતી ?
આપણાં ધર્મશાસ્ત્રો ને ઇતિહાસમાં આપણે વાંચીએ છીએ મહામુનિ કપિલ, જન્મની સાથે જ માતાને ઉપદેશ આપવા લાગ્યા.
કે
ગર્ભજોગી શુકદેવ જન્મથી જ પરમજ્ઞાની હતા. માંડ આઠ વર્ષની કુમળી વયે, આદિશંકરાચાર્ય વેદનો અભ્યાસ પૂર્ણ કરી ભાષ્ય લખવા - લાગ્યા. શિષ્યે આ વાતની શંકા કરી તો ગુરુએ પરખાવ્યું કે ‘શંકરાચાર્ય અક્કલના જરા ક્રમ હતા એટલે આઠ જેટલાં વર્ષ લાગ્યાં ! જ્ઞાનદેવે, અગિયારમે વર્ષે જ્ઞાનેશ્વરી લખી હતી. તેર સાલની બંગાળી કવિયત્રી તોરુદત્તે દીર્ઘકાવ્યો લખેલાં ને ૧૯૯૭ના ઓગસ્ટ માસમાં બી.બી.સી. લંડનના સમાચાર હતા કે સાત વર્ષની બાળાએ ૧૫-૧૬ વર્ષના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પસાર કરી. ચાર વર્ષની બાળા મોટર ચલાવે કે બાર વર્ષની વિમાન ચલાવે એ અર્વાચીન ઘટનાઓ છે.
મે મહિનો સને ૧૯૩૩-‘કેન્યા ડેલિમેલ'માં એક સત્ય ઘટનાના સમાચાર હતા. નૈરોબીમાં એક પ્રસૂતિગૃહમાં એક આફ્રિકન મહિલાએ પુત્રને જન્મ આપ્યો. જન્મ બાદ થોડા જ સમયમાં બાલકે સ્વાહિલી ભાષામાં એની માતાને કહ્યું : 'મીમી અપાના કુલા મઝી
પોતાના અનેક નાગરિકો કચરો વીણવાના વ્યવસાયમાં પડેલા
હોય એ કોઈ પણ રાષ્ટ્ર માટે શોભાસ્પદ વાત નથી. પરંતુ જે રાષ્ટ્રોમાં આર્થિક અવ્યવસ્થાને કારણે અનેક લોકો વ્યવસાયવિહીન હોય, ભૂખે મરતા હોય ત્યાં આ વ્યવસાય પણ ખોટો નથી એમ લાગે. પ્રત્યેક રાષ્ટ્ર સમૃદ્ધ થાય અને એના નાગરિકોને આવો અણગમતો વ્યવસાય સ્વીકારવાનો વખત ન આવે એવી શુભ ભાવના આપણા સૌના અંતરમાં રહેલી હોવી જોઇએ.
7 રમણલાલ ચી. શાહ
܀܀܀
યાકો, વેવેના કુલા ન્યામા’.. .મતલબ કે ‘હે મા ! હું તારું દૂધ પીવા માગતો નથી કારણ કે તું માંસ ખાય છે !' બાળકનો પિતા કેન્યા સરકારના ન્યાય ખાતામાં ઉચ્ચ અધિકારી હતો અને તેની સાથેના નેવું ટકા અધિકારીઓ હિંદીઓ હતા. પિતાને થયું કે મારું આ સંતાન પૂર્વભવમાં કોઇ હિન્દી હોવું જોઇએ ! તરત જ એણે ગાય ખરીદીને બાળકને ગાયનું દૂધ પાવાનું શરૂ કર્યું. આ બાળક મોટો થતાં એના મિત્રો અને સ્નેહીઓને કહેતો કે માંસાહારી જીવન કરતાં શાકાહારી જીવન ઉત્તમ છે.
:
‘ગુજરાતની સંસ્કૃતિરૂપી આંબાનું ફળ’-ગણાવ્યા છે. તેઓ લખે છે સંત વિનોબાએ ‘ગાંધી-જેવા જોયા-જાણ્યા' પુસ્તકમાં ગાંધીજીને થયા હતા. ગાંધીજી ગુજરાતમાં પાક્યા એ કાંઇ અકસ્માત નથી કે ‘આ પ્રદેશમાં જે તપસ્યા થઈ, તેને પરિણામે ગાંધીજી અહીં પેદા ગુજરાતના દહીંમાં જ એવું કંઇક છે જેમાંથી આવું માખણ નીકળી ખાલી નસીબની બલિહારી નથી. એની પાછળ એક તત્ત્વ છે. શકે. ગુજરાતનો સૌથી વધુ તરી આવે તેવો ગુણ છે, ત્યાંની આમજનતાઓએ અપનાવેલી સાર્વત્રિક અહિંસા. આને લીધે જ ગાંધીજીનો જન્મ ગુજરાતમાં થયો છે, એમ હું માનું છું... ગુજરાતની આમજનતાએ માંસાહારનો પૂરેપૂરો ત્યાગ કર્યો છે એવી ઘટના દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતી નથી.’ (પૃ. ૯૭) હું તો આનું પ્રધાન શ્રેય જૈન ધર્મને આપું. જૈન ધર્મ, જૈન પ્રજા અને ગુજરાતના જૈન ધર્મી રાજાઓએ આ દિશામાં પાયાનું કામ કરેલ છે.
ઉપર્યુક્ત કેટલીક વાતોમાં આપણે શ્રદ્ધા રાખીએ વા ન રાખીએ, પરંતુ એક વાત તો સ્પષ્ટ જ છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં, જ્ન્મજન્માન્તરના સંસ્કારનું બેન્ક બેલેન્સ' નવજાત શિશુને પ્રાપ્ત થતું જ હોય છે, બાકી ઉત્તરરામચરિત' નામના સંસ્કૃત નાટકમાં નાટકકાર ભવભૂતિ કહે છે તેમ