________________
તા. ૧૬-૧૦-૯૮
પ્રબુદ્ધજીવન
ન મળી. આથી તે ઘણો ખિન્ન થયો ત્યારે મામાએ તેને કહ્યું, જો તને કોઈ કન્યા નહીં આપે તો મારી સાત કન્યામાંથી એક તને આપીશ.' પછી મામાએ એક પછી એક સાતે યુવાન કન્યાઓને નંદિણ સાથે પરણવા સમજાવ્યું. પણ એકે ન માની. તેઓએ કહ્યું કે ‘આત્મહત્યા કરીશું, પણ આ તમારા ઊંટ જેવા ભાણાને પરણશું નહીં.' આ જાણી નંદિષણ સાવ હતાશ અને સૂનમૂન થઇ ગયો. ‘ખાવું-પીવું ભાવે નહીં ને રાતે ઊંઘ આવે નહીં.' આખરે ઘર છોડી જંગલનો રસ્તો લીધો. કાંઇ પણ ન સૂઝવાથી તેણે પર્વત પરથી મરવાનું નક્કી કર્યું. પર્વતના શિખર પરથી પડવા જતો હતો ત્યાં અવાજ આવ્યો. ‘નહીં.. .નહીં, આ દુઃસાહસ ન કર.' તેણે આસપાસ જોયું તો સમીપના વૃક્ષ નીચે એક મુનિને જોયા. પાસે જઇને તે બોલ્યો, ‘ભગવંત ! હું નિર્ભાગ્યવાન છું. મારા દુઃખનો કોઇ પા૨ નથી. જન્મથી સુખ જોયું જ નથી.' મુનિએ કહ્યું, ‘મરવાથી દુ:ખ નાશ થતું નથી. પોતાના જીવનો ઘાત કરવાથી પાપ લાગે છે. એક પાપનું ફળ તો તું ભોગવે છે અને પાછું બીજું કરવા તૈયાર થયો છે ?' તેણે ગુરુને પૂછ્યું કે ‘દુઃખથી છૂટવા મારે શું કરવું ?' તેમણે જણાવ્યું કે ‘સર્વ સુખનું કારણ અને દુઃખનું નિવારણ એક માત્ર અરિહંતનો ધર્મ છે. એનું શરણ લેવું જોઇએ.' આ સાંભળી નંદિષણ બોધ પામ્યો અને તેણે તેમની પાસે દીક્ષા લીધી.
૯. દેવસંજ્ઞપ્તિ દીક્ષા : દેવતાના પ્રતિબોધવાથી જે દીક્ષા લેવાય તે, દેવસંશમિ દીક્ષા કહેવાય. એ માટે મેતાર્ય મુનિનું દૃષ્ટાન્ત છે. એક રાજપુત્ર અને પુરોહિતપુત્ર એમ બે મિત્રો હતા. તેમણે સાગરચંદ્ર મુનિ પાસે દીક્ષા લીધી. રાજપુત્ર સ્વેચ્છાથી સંયમ પાળતો હતો જ્યારે પુરોહિત પુત્ર અનિચ્છાથી પાળતો હતો. અંતે અનશન કરી તે બંન્ને મુનિઓ દેવલોકમાં દેવતા થયા. ત્યાં પરસ્પર પ્રતિજ્ઞા કરી કે જે સ્વર્ગથી પ્રથમ અવે તેને સ્વર્ગમાં રહેલા દેવતાએ પ્રતિબોધ પમાડવો. હવે કર્મવશાત્ પુરોહિતપુત્રનો જીવ સ્વર્ગથી પહેલો ચ્યવી ચાંડાલણીને ત્યાં પુત્રપણે અવતર્યો. ચાંડાલણીએ તે નગરની શેઠાણીને પુત્ર ન હોવાથી તે પુત્ર શેઠાણીને આપ્યો.
૧૦. વત્સાનુબંધિકા દીક્ષા : વત્સ એટલે પુત્ર. વત્સના અનુબંધવાળી દીક્ષા તે વત્સાનુબંધિકા નામની દીક્ષા. દા. ત. - વજ્રસ્વામીની માતાની જેમ. (ઉપલક્ષણથી પિતાદિના અનુબંધવાળી દીક્ષા પણ ગણાય. મનક વગેરેની દીક્ષા એવી જાણવી.)
૧૫
તેનું પાલન કરવા યોગ્ય છે.' એમ કહી સૂરિએ પાલન માટે શ્રાવિકાઓને સોંપ્યો. અનુક્રમે ત્રણ વર્ષ પસાર થતાં માતાએ પુત્રની માંગણી કરી ત્યારે ગુરુએ કહ્યું ‘હવે પુત્ર પાછો શા માટે માંગે છે?' સુનંદાએ કહ્યું કે, ‘હું ન્યાયથી પુત્ર મેળવીશ' એમ કહી રાજદરબારે વાત કરી. રાજ દરબારમાં એક બાજુ રમકડા લઇ માતા ઊભી છે ને બીજી બાજુ પિતા ગુરુ ઓઘો લઇ ઊભા છે. વચમાં વજ્રસ્વામી છે. બાળકને બોલાવતાં જેની પાસે બાળક જાય તે બાળકનો માલિક થાય. માતા મીઠા વચનોથી બાળકને બોલાવવા લાગી તે વખતે માતાના વચનો સાંભળીને વ્રત લેવા માટે દઢ બુદ્ધિશાળી વજ્રકુમાર વિચારવા લાગ્યા કે માતા ઉપકારી છે એમ વિચારી જો હું માતા પાસે જાઉં તો આ ચતુર્વિધ સંઘ દુભાય. વળી હું વ્રત લઉં તો માતા પણ કદાચ વ્રત લે. એટથે વજ્રકુમારે ઓઘો ગ્રહણ કર્યો. તેથી માતાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થતાં સંયમ લેવાની ભાવના જાગી.
શેઠાણીના ઘ૨માં રહેલો આ ચાંડાલણી પુત્ર મેતાર્ય યુવાવસ્થાને પામ્યો. તે મેતાર્યને પૂર્વભવનો મિત્ર દેવ સ્વપ્ન વગેરેથી પ્રતિબોધવા લાગ્યો. છતાં મેતાર્ય પ્રતિબોધ પામ્યો નહીં. પછી તેનો વિવાહ મહોત્સવ થયો ત્યારે પણ દેવે તે વિવાહ અટકાવ્યો. છતાં પણ પ્રતિબોધ ન પામ્યો. ત્યારપછી મેતાર્ય નવ શ્રેષ્ઠીપુત્રીઓ અનુક્રમે પરણ્યો. ત્યારપછી ફરી દેવે આવીને જાગૃત કર્યો. ત્યારે પત્નીઓએ દેવતાને વિનંતી કરતાં કહ્યું, ‘અમારો પતિ બાર વર્ષ સુધી ઘરમાં રહ્યા પછી દીક્ષા લે એવી આજ્ઞા આપો.' દયાથી આર્દ્ર બનેલા દેવતાએ એ પ્રમાણે આજ્ઞા આપી એટલે મેતાર્ય બાર વર્ષ ઘ૨માં રહ્યો. બાર વર્ષ પૂર્ણ થયા પછી વૈરાગ્યવાસિત મેતાર્યે દીક્ષા લીધી.થવા લાગ્યો. એકદા બંધુવર્ગ સાથે ભાંડચેષ્ટા કરીને તેણે સર્વની સાથે દીક્ષા મહોત્સવ પણ મિત્રદેવે કર્યો. કલહ કર્યો. તેથી તેઓએ તેને પોતાનાથી દૂર કર્યો. તે દૂર જઇને બેઠો તેવામાં ત્યાં એક સર્પ નીકળ્યો. એ જોઇને સર્વ ચાંડાલોએ એકદમ ઉઠીને ‘આ ઝેરી સર્પ છે' એમ કહીને તેને મારી નાંખ્યો. થોડીવાર પછી બીજો સર્પ નીકળ્યો. તે વિષ રહિત છે એમ જાણીને તેઓએ તેને જવા દીધો.
ગંગાકાંઠે સ્મશાનનો સ્વામી બલકોટ નામનો ચાંડાળ હતો. તેને ગૌરી અને ગાંધારી નામની બે સ્ત્રી હતી. તેમાં ગૌરીને એક પુત્ર થયો. પૂર્વ ભવે જાતિમદ કર્યો હતો તેથી તે પુત્ર કદરૂપો અને શ્યામ થયો. ચાંડાલોને પણ ઉપહાસ કરવા લાયક તે થયો. તે લોકોમાં બહુ નિંદિત બન્યો. તેનું નામ બળ પાડ્યું. વિષવૃક્ષની જેમ સૌને દ્વેષ કરવા લાયક તે થયો. ઘણા લોકોને ઉદ્વેગ પમાડતો તે મોટો
2
વજ્રસ્વામીનું દષ્ટાંત ઃ વજ્રકુમાર નાના હતા અને પિતાના દીક્ષાની વાત સાંભળતા જ એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. એમને દીક્ષા લેવાના ભાવ જાગ્યા. તેમણે વિચાર્યું કે ‘હું બાળક છું જેથી હમણાં વ્રત ન લઇ શકું, પણ હું એવું કરું કે જેથી મારી માતા સુનંદા મારા પરથી સ્નેહ ઉતારી નાખે,' એમ વિચારી તે રડવા લાગ્યા. માતાએ ઘણાં ઉપાયો કર્યા છતાં તે શાંત થયા નહીં. એમ છ મહિના પસાર થયા. તેટલામાં વજ્રકુમારના પિતા મુનિ નગરમાં પધાર્યા ને સુનંદાના ઘરે ગોચરી વ્હોરવા પધાર્યા. માતા સુનંદા પુત્રથી કંટાળેલી હોવાથી ગોચરીમાં પુત્રને વ્હોરાવી દીધો. પિતામુનિએ તે બાળકને લઇને પોતાના ગુરુ સિંહગિરિમુનિને સોંપ્યો. ‘આ તેજસ્વી રત્ન છે, જેથી
મનકનું દૃષ્ટાંત : શય્યભવ વિપ્રનો પુત્ર મનક હતો. શધ્વંભવ વિષે (મનકના જન્મ પહેલાં જ) જૈન દીક્ષા ગ્રહણ કરી હતી. આઠ વર્ષનો મનક પિતાની શોધ કરવા નીકળ્યો. તે વખતે ફરતાં ફરતાં પુણ્યથી ખેંચાયો હોય તેમ મનક ચંપાનગરીમાં આવ્યો. આ વખતે શય્યભવ આચાર્ય કાયચિંતા માટે જતા હતા. તેમણે નિર્દોષ ચળકતા લલાટવાળા બાળકને જોયો. અને પૂછ્યું, ‘બાળક ! તું કોણ છે ? ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે ?' બાળક બોલ્યો, ‘મહારાજ ! હું રાજગૃહી નગરીથી આવું છું. ત્યાંના વત્સ ગોત્રવાળા શય્યભવ બ્રાહ્મણનો પુત્ર છું. મારા પિતાએ હું ગર્ભમાં હતો ત્યારે જૈન દીક્ષા લીધી છે. તેમને શોધવા હું આવ્યો છું.' મુનિ કહ્યું, ‘ભદ્ર ! તારા પિતાને હું સારી રીતે જાણું છું. મારા તે મિત્ર છે. મારો દેખાવ અને તેમનો દેખાવ બરાબર એક સરખો છે. તું મારી સાથે ચાલ. મને તારો પિતા સમજજે. હું તને પુત્ર સમજીશ.' ભોળો બાળક ભોળવાયો અને ઉપાશ્રયે આવ્યો. શય્યભવસૂરિએ તેને દીક્ષા આપી. અહીં પણ તેમનું નામ મનકમુનિ જ રાખવામાં આવ્યું. આમ પિતાના આલંબનથી પુત્ર મનકે દીક્ષા લીધી.
૧૧. જનિતકચૂકા દીક્ષા : અપરિણીત કન્યાથી ઉત્પન્ન થયેલી વ્યક્તિ જે દીક્ષા લે તે જનિતકન્યકા દીક્ષા. કેશિકુમારની જેમ. (ઉપલક્ષણથી અન્ય રીતે નિંદિત જન્મવાળાની પણ દીક્ષા જાણવી.)
તે જોઇને ‘બળે' વિચાર્યું કે વિષધારી સર્પ હણાય છે અને નિર્વિષ સર્પ મૂકી દેવાય છે. માટે સર્વ કોઇ પોતાના જ દોષથી કલેશ પામે છે એમ સિદ્ધ થયું. તો હવે પોતે ભદ્ર પ્રકૃતિ રાખવી તે જ યોગ્ય છે. એમ વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. મોતાનો પૂર્વ ભવનો વિચાર કરતો તે બળ ગુરુભગવંત પાસે ગયો. તેમની પાસે ધર્મશ્રવણ કરીને તેણે દીક્ષા લીધી.
તે પ્રમોદહેતુ દીક્ષા. એ માટે જંબુસ્વામીનું દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. ૧૨. પ્રમોદહેતુ દીક્ષા : બહુ માણસોને હર્ષિત કરનારી જે દીક્ષા
એક પુત્ર હતા. કોઇ વખત સુધર્મા સ્વામી ગણધર ભગવાનની દેશના જંબુકુમાર રાજગૃહી નગરીનાં ઋષભદત્ત અને ધારિણીનાં એકના