________________
તા. ૧૬-૧૦-૯૮
કેવળજ્ઞાની ભગવંત તો નિર્વિકલ્પ છે. તો પછી સંકલ્પ-વિકલ્પ વિના નિર્વિકલ્પદશામાં કેવળજ્ઞાની ભગવંત ક્રિયા કેવી રીતે કરી શકે છે ? શું આશ્ચર્ય નથી ? ના નહિ જ ! નિર્વિકલ્પદશામાં પણ સહજ જ ક્રિયા થતી રહેતી હોય છે. શું ક્યારેય નિદ્રિત વ્યક્તિની ચેષ્ટાનો વિચાર કર્યો છે ? નિદ્રિત વ્યક્તિનું નિરીક્ષણ કર્યું છે ? નિદ્રામાં અને નિદ્રામાં જ-ઊંઘમાં જ નિદ્રિત વ્યક્તિની પડખા ફેરવવાની ક્રિયા કે ધાબળો કાઢી લેવાની ક્રિયા જેમ સંકલ્પ-વિકલ્પ વિના સહજ રીતે થતી હોય છે, નિદ્રામાં જ સ્વપ્ન રચાય છે અને નિદ્રિત વ્યક્તિ નિદ્રાવસ્થામાં જ સ્વપ્નાવસ્થામાં એટલે કે સ્વપ્નાની દુનિયામાં સહજ જ સંકલ્પ-વિકલ્પ વિના સરકી જતી હોય છે. સ્વપ્નું કાંઇ નિદ્રિત વ્યક્તિ રચતી નથી, થિણદ્ધિ નિદ્રામાં નિદ્રાધીન વ્યક્તિ બડબડાટ કરે છે, બોલે છે, ચાલે છે. કોઇક કાર્ય પણ ઊંઘમાં ને ઊંઘમાં જ કરી આવીને પાછી નિદ્રાધીન થઇ જાય છે, તે સર્વ બોલવા, ચાલવા આદિની ક્રિયા જેમ સહજ સ્વયંસંચાલિત સંકલ્પ-વિકલ્પ વિના આપોઆપ જ થાય છે. તેમ સર્વજ્ઞ કેવળીભગવંતની સર્વ ક્રિયા-સર્વ કાંઇ સહજ સ્વયં સંચાલિત તથા ભવ્યતાનુસાર આપોઆપ જ થાય છે. નિદ્રાધીન વ્યક્તિ જે કાંઇ વિવિધ ક્રિયા કરે છે તે કાંઇ ઉપયોગ મૂકવાપૂર્વકની ક્રિયા નથી હોતી, એ તો સર્વના પોતાના જીવનાનુભવની વાત છે. આજનું વિજ્ઞાન પણ એ વાતને માન્યતા આપે છે. નિદ્રાધીન વ્યક્તિને કોઇ કહે ત્યારે ખબર પડે છે કે નિદ્રામાં એ શું બોલ્યો, ચાલીને ક્યાં ગયો, અને શું કર્યું. એને પોતાને તો જરાય હોશ, ભાન કે ખબર હોતી નથી કે પોતે નિદ્રામાં શું બોલ્યો, ક્યાં ગયો, અને શું ક્રિયા કરી.
કેવળજ્ઞાની અરિહંત ભગવંત અને કેવળજ્ઞાની અરિહંત તીર્થંકર ૫રમાત્મ ભગવંતને પણ કેવળજ્ઞાન થયા બાદ દેહ-આયુષ્ય હોય ત્યાં સુધી શેષ રહેલ ચાર અઘાતિકર્મ વિષેની સર્વ ક્રિયા આપોઆપ સ્વયંસંચાલિત Automatic સહજ જ તથાભવ્યાતાનુસાર થયા કરે છે. જાગૃતાવસ્થામાં-ઉજાગર દશામાં સંકલ્પ-વિકલ્પ રહિત, ઉપયોગ મૂક્યા વગર ઉપયોગવંત દશામાં કેવળજ્ઞાની ભગવંતને ત્રણે યોગ મન, વચન, કાયાની ક્રિયા સહજ ભાવે થયા કરે છે, ક્રિયા તેઓ દ્વારા કરાતી નથી પણ સહજ જ વીતરાગભાવે થયા કરે છે. એટલે જ તો કહ્યું છે કે ‘જ્ઞાનીને બધું થયાં કરે અને અજ્ઞાની બધું કર્યા કરે !'
સ્વપ્નાવસ્થામાંથી બહાર આવી જાગીએ ત્યારે જેમ ભાન થાય છે કે, ‘હું જ હતો' અને સ્વપ્નમાં જોયેલું એ માહ્યલું કશું જ નથી, તેમ સાધકે જાગૃતાવસ્થામાં જ્ઞાનદશાએ જગત વિષે વિચારવું જોઇએ કે
પ્રબુદ્ધજીવન
‘હું જ છું’-‘હું સિદ્ધ સ્વરૂપ છું'-'હું બ્રહ્મસ્વરૂપ છું' ‘રૂં બ્રહ્માસ્મિ'। બાકી આ દેખાતું દશ્ય જગત કાંઇ નથી. સ્વપ્નાંવસ્થામાં જીવે ભયંકર દુઃખ વેઠ્યું હોય પરંતુ જાગૃત થયા પછી તે દુઃખ ઊભું રહેતું નથી, તેમ કેવળી ભગવંતને કેવળજ્ઞાન થયા પછી-જ્ઞાનદશામાં આવ્યા પછી જગતનું દુઃખ લાગે ક્યાંથી ?
यत्क्षणं दश्यते शुद्ध, तत्क्षणं गतविभ्रमः । स्वस्थचितं स्थिरिभूतं निर्विकल्पं समाधये ॥
ગતાંકમાં રૂા. ૨૫૦૦૦/-શ્રી છોટાલાલ નાથાલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ લખેલું તે ૨કમ સ્વ. શ્રી વ્રજલાલ મલુકચંદ મોદી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી દયાગૌરીના નામે સહાય આવેલી છે. 5000 શ્રી રતિલાલ ઓધવજી ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ
(ક્રમશઃ)
લોક સ્વાસ્થ્ય મંડળ; શિવરાજપુર (પંચમહાલ)ને આર્થિક સહાય કરવા માટે નોંધાવાયેલી રકમની યાદી (ગતાંકથી ચાલુ)
૩૦૦૦ ડૉ. ડી. વી. શાહ ૩૦૦૦ શ્રી લીના શાહ . ૩૦૦૦ શ્રી ઇન્દુલાલ એમ. શેઠ ૩૦૦૦ શ્રી નિર્મળાબહેન ઇન્દુલાલ શેઠ ૩૦૦૦ ડૉ. એચ. એ. શાહ ૩૦૦૦ ગં. સ્વ. વિજયાબાઈ લે, નાગડા ૩૦૦૦ શ્રી જનાર્દન એન, ભટ્ટ ૩૦૦૦ શ્રી ભુદરમલ યુ. શાહ ૩૦૦૦ શ્રી એન. એ. શાહ
૫૦૦૦ શ્રી પ્રવીણભાઈ એસ. શાહ ૩૦૦૦ શ્રી ધીરજલાલ તલકચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ
આપણું મતિજ્ઞાન જે જ્ઞાનાવરણીયકર્મથી આવૃત છે તે કેવળજ્ઞાનની તુલનામાં અનંતગુણી અલ્પ શક્તિ ધરાવે છે. એવાં એ અલ્પશક્તિશાળી મતિજ્ઞાનમાં પણ એક દ્રવ્ય જે જડ દ્રવ્ય છે, તેની વિચારણા ચાલી રહી હોય અને તે જડદ્રવ્યની વિચારણામાંથી ચેતનદ્રવ્યની વિચારણામાં પરાવર્ત કરવું હોય તો તે સમય માત્રમાં થાય છે. જડ અને ચેતન દ્રવ્યોની વચ્ચે કેટલી મોટી અને કેવી ખાઇ છે અર્થાત ભેદ-ભિન્નતા છે તો ય નિર્બળ એવું મતિજ્ઞાન સમયમાત્રમાં જડદ્રવ્યની વિચારણામાંથી ચેતનદ્રવ્યની વિચારણામાં ઉપયોગને સમય માત્રમાં પરાવર્ત કરી શકવા શક્તિમાન છે. એ જ પ્રમાણે ક્ષેત્ર વિષેનું ગમે તેટલું લાંબું અંતર હોય તો પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રો ગમે તેટલા અંતરે હોય તો પણ મતિજ્ઞાનના ઉપયોગનું એક સમય માત્રમાં પરાવર્તન થઈ શકે છે. મુંબઇમાં બેસી સુરત, અમદાવાદ, ધ્રાંગધ્રા કે લંડનના ક્ષેત્રની વિચારણામાં રહેલો મતિજ્ઞાનનો ઉપયોગ સમયમાત્રમાં દિલ્હી કે ન્યૂયોર્ક ક્ષેત્રની વિચારણામાં પરાવર્ત કરી શકે છે. મહાવીર સ્વામી ભગવંતના કાળની વિચારણામાં રહેલો મતિજ્ઞાનનો ઉપયોગ સમયમાત્રમાં આદિનાથ ભગવંત-ૠષભદેવ સ્વામીનો કાળ જે કોટાકોટી સાગરોપમ કાળના અંતરે છે તે કાળમાં પરાવર્ત પામી શકે છે. શાંત બેસી રહેલ વ્યક્તિ કારણ મળતાં કે કારણ વગર પણ ક્યારેક સમયમાત્રમાં શાંતભાવમાંથી રૌદ્રસ્વરૂપ ધારણ કરી ક્રોધિત થઇ ક્રોધના ભાવમાં પરાવર્ત થવામાં સમયમાત્ર લાગે છે. રતિમાંથી અરતિમાં, હર્ષમાંથી શોકમાં કે ઉદાસીનતામાંથી કામાતુર બની જવામાં વાર લાંગતી નથી. આ સૂચવે છે કે મતિજ્ઞાનનો ઉપયોગ સમયમાત્રમાં ભાવપરિવર્તન કરી શકે છે.
આમ મતિજ્ઞાન જે કેવળજ્ઞાનની તુલનામાં નિર્બળ, અલ્પશક્તિવાળું હોવા છતાં દ્રવ્ય-દ્રવ્યાંતર, ક્ષેત્ર-ક્ષેત્રાંતર; કાળ-કાળાંતર, ભાવ-ભાવાંતર સમયમાત્રમાં કરી શકવા શક્તિમાન છે, તો પછી કેવળજ્ઞાન જે મતિજ્ઞાનની અપેક્ષાએ તો અનંત શક્તિશાળી છે. તેવા કેવળજ્ઞાનમાં સમય માત્રમાં સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વદ્રવ્યો તેના સર્વગુણપર્યાય સહિત દેખાય-જણાય, એક સમયમાં પ્રતિબિંબિત થાય તેમાં નવાઈ શી છે ? આકાશમાં અવગાહના લેવા માટે તો, તે તે આકાશ પ્રદેશમાં, દ્રવ્યના પ્રદેશે પ્રવેશ મેળવવો પડે છે, ત્યારે અવગાહના મળે છે. જ્યારે શેય તો ગમે તે આકાશપ્રદેશે, ગમે તે કાળમાં રહેલ હોય તો પણ તે કેવળજ્ઞાની ભગવંતના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, તે કેવળજ્ઞાનની સર્વોચ્ચતા છે-સર્વોપરિતા છે. કબીરજીએ પણ ગાયું છે કે...
બુંદ સમાના સમુદ્ર મેં, જાનત હૈ સબ કોય; સમુદ્ર સમાના બૂંદ મેં, જાને વિરલા કોય.
અને મહામહોપાધ્યાયજીએ પણ શ્રી પ૨માત્મ જ્યોતિ પંચવિતિમાં ગાયું છે કે...
प्रभा चंद्रार्कमादीनां, मितक्षेत्र प्रकाशिका । आत्मवस्तु परम् ज्योति - लोकालोक प्रकाशकः ॥
પરમાનંદ પંચવિશંતિ
૩૦૦૦ શ્રી પ્રિન્ટ આકાર પ્રા. લી. ૩૦૦૦ શ્રી સી. એ. દોશી ૩૦૦૦ શ્રી સરલા એચ. દોશી ૩૦૦૦ શ્રી ચંદ્રાવતી સી. દોશી ૩૦૦૦ શ્રી પદ્માબહેન ભગવાનદાસ શાહ ૩૦૦૦ મોદી ફાઉન્ડેશન ટ્રસ્ટ ૧૦૦૧ શ્રી પ્રકાશ એસ. દોશી