________________
૧૨
છ દાયકા પૂર્વે એક કવિએ ‘ધનતેરસ' નામે કાવ્ય લખ્યું છે જેમાં ધનતેરસે મંદિરનો પૂજારી પૂર્ણ વિધિપૂર્વક શાસ્ત્રીય રીતિએ લક્ષ્મીની પૂજા કરી એને ઉપાલંભ આપે છે કે ‘અમો તારી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરીએ છીએ પણ તું અમારા પર પ્રસન્ન નથી જ્યારે પશ્ચિમના નાસ્તિકો તારી પૂજા કરતા નથી તો ય તું ત્યાં નિવાસ કરે છે !' ત્યારે લક્ષ્મીદેવી પૂજારીને જવાબ આપે છે.
‘છે ‘ઉદ્યોગ’ પતિ હું પત્ની, સઘળા યોગોથી જે ઉન્નત વાસો પશ્ચિમમાં ન હોય વદ ત્યાં ? ઉદ્યોગ શો યોગ જ્યાં ?
ઉદ્યોગ-ઊંચામાં ઊંચો યોગ તે ઉદ્યોગ-આવો જ્યાં યોગ
પ્રભુ જીવન
સધાતો હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય જ.
સાચું કહું તો મને ‘ઉત્તરરામચરિત'ના કર્તા ભવભૂતિની અને ટીટોડીનાં ઇંડાંને તાણી જનાર સમુદ્ર જેવા સમુદ્રને પડકાર ફેંકનાર ટીટોડીની ખુમારી ખૂબ ગમે છે. કાલિદાસ પછી ભવભૂતિને યાદ કરવા જ પડે, પણ એના સમયમાં સહેજ ઉપેક્ષા જેવું લાગતાં તે ખુમારીપૂર્વક કહે છે : ‘કાળ અનંત છે અને પૃથ્વી બહુરત્ના છે. અનંત કાળને કાંઠે કો'ક ‘સમાનધર્મા' પાકશે જે પાકશે ને મારી કદર થશે જ.’ એવી જ રીતે પોતાનાં ઈંડાં ગુમાવનાર ટીટોડી સમુદ્રને શોષી નાખવા ઉઘુક્ત થઇ છે ત્યારે અન્ય દ્વિજગણો એને નિજી
મર્યાદાનું ભાન કરાવે છે ત્યારે તે ખુમારીપૂર્વક બોલે છે : ‘ઉત્સાહ એ લક્ષ્મીનું મૂળ છે. મારી ચાંચ લોહ જેવી છે અને રાત્રિ-દિવસ ખૂબ લાંબા છે તો પછી સમુદ્ર કેમ નહિ શોષાય ? જ્યાં સુધી પુરુષ પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તે ઉત્તમ સંપત્તિને મેળવી શકતો નથી; સૂર્ય પણ તુલામાં આરૂઢ થાય છે (તુલા રાશિનો થાય છે અથવા શત્રુપક્ષની તુલનાએ સરસાઇ પ્રાપ્ત કરે છે) ત્યારે મેઘના પટલો ઉપર વિજય મેળવે છે.' યાદ કરો પેલું અતિ-ખ્યાત સંસ્કૃત-સુભાષિત :
उद्यमेन हि कार्याणि सिद्ध्यन्ति न मनोरथै । न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ સધાય ઉંઘમે કાર્યો, ના ના મનોરથે કદી, સૂતેલા સિંહના મોંમાં આવી ના હરણાં પડે.' એટલે જ ગવાયું છે ઃ
બેઠાનું બેસતું ભાગ્ય, ઊઠતું ઊઠનારનું; સૂનારાનું સૂતું ભાગ્ય, ચાલે છે ચાલનારાનું.
પતિ પરતો મા । એ જ ચરમ-પરમ સત્ય છે. ભગવાન બુદ્ધે પ્રમાદને મૃત્યુ કહેલ છે. સંસ્કૃત-સુભાષિતમાં પણ :
આહસ્ય હિ મનુષ્યાળાં શરીરસ્યો મારિપુઃ । કહેલ છે અને ઉદ્યમને બંધુ કહેલ છે. પ્રમાદીઓ પ્રારબ્ધને દોષ દે એનો શો અર્થ? કારણ કહ્યું છે કે ઃ
पौरुपात् जायते सिद्धिः पौरुषात् धीमताम्क्रमः । दैवम् आश्वासनंमात्रं दुःखपन्नेव बुद्धिषुः ॥ મતલબ કે પુરુષાર્થથી જ સિદ્ધિ સાંપડે છે, પુરુષાર્થથી જ બુદ્ધિનો વિકાસ થાય છે, બાકી તો દુઃખે દુભેલ બુદ્ધિનું, દૈવ તો કેવળ પાંગળું આશ્વાસન માત્ર છે. ખરું સત્ય તો છે જોઽતિભાર સમર્થોનાં । સમર્થને કાજે કશું જ અશક્ય નથી.
તા. ૧૧-૧૧-૯૭, મંગળના રોજ સવારના સવા છના સુમારે હું પડી ગયો. ચચ્ચાર ડૉક્ટરોની દવાથી પણ ચક્કરની તકલીફ મટે નહીં, ત્રણ ત્રણ કાર્ડિયોગ્રામ કઢાવ્યા, પરિણામ શૂન્ય. પછી એક પાંચમા મોટા ડૉક્ટરને મેં બતાડ્યું. ચાર ડૉક્ટરોનો રીપોર્ટ વાંચી મને કહે : ‘પ્રોફેસર સાહેબ ! તમો ગ્રહોમાં માનો છો ?' મેં સાફ
તા. ૧૬-૯-૯૮
ના ભણી એટલે એ મૌન રહ્યા અને કહે : ‘કશું જ કરવાની જરૂ૨ નથી. સમય સરતાં બધું સરખું થઇ જશે ! પછી અંગ્રેજીમાં બોલ્યાઃ The natural healing force within each one of us, is the greatest force in getting well.' મંગળવાર કરવાનું ન કહ્યું એની મને નવાઇ લાગી !
આ બધું હોવા છતાં પણ એ સાચું છે કે कर्मायत्तं फलं पुंसां बुद्धिः कर्मानुसारिणी । तथापि सुधिया भाव्यं सुविचायैव कुर्वता ॥ બુદ્ધિમાને છતાં ખૂબ સાચવીને જ વર્તવું.' મતલબ કે : ‘કર્માધીન ફળો પામે, બુદ્ધિ કર્માનુસારિણી,
જ સમજતો હતો, પણ ધર્મમાં રમમાણ રહી શકતો નહોતો અને દુર્યોધન ઓછો બુદ્ધિમાન નહોતો. ધર્મ શું, અધર્મ શું; તે બધું અધર્મથી અળગો રહી શકતો નહોતો કેમ જે કો’ક અદષ્ટ તત્ત્વ એનું દૈવ એને વિપથ માર્ગે દોરી જતું હતું. દૈવ પણ સહાયભૂત થઇ શકે જો વિધેયાત્મક આટલી વાતો અંકે થાય તો ઃ
उद्यमः साहसं धैर्य बुद्धिः शक्तिः पराक्रमः । षडेते यत्र वर्तन्ते तत्र दैवं सहायकृत ॥
જ
પ્રારબ્ધ અને પુરુષાર્થની ગમે તેટલી વાતો કરીએ પણ મને તો સનાતન દ્વિધાવૃત્તિનો સાચો ને શ્રદ્ધેય ઉકેલ લાગે છે. તમારું કર્મ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની કર્મ-મીમાંસામાં જ આ તમારું સર્વસ્વ છે. સ્વર્ગ, નર્કની વાતો બધી ગૌણ છે. આપણા નાના મોટા પ્રત્યેક કર્મમાં, વ્યક્તિગત, સામાજિક કે વૈશ્વિક વ્યવહારમાં અતંદ્ર જાગૃતિ દાખવી, ધર્મ અને પુણ્યથી ધોઇ ધોઇ પ્રત્યેક ડગલું ભરીએ તો, પ્રારબ્ધ, ભાગ્ય કે દૈવની કશી જ ચિંતા કરવાની જરૂર જણાતી નથી. ખુદ-વફાઇ જેવી બીજી કોઇ નીતિ નથી, પરોપકાર જેવો કોઇ ધર્મ નથી અને સમ્યક્ કર્મ જેવો કોઇ રાજમાર્ગ નથી.
જ્યારે જ્યારે હું પ્રારબ્ધ-પુરુષાર્થના દ્વૈધીભાવમાં અટવાઇ જાઉં છું ત્યારે ત્યારે કવિ લોંગફેલોની આ ચાર પંક્તિઓ મને ચાનક ચઢાવે છે ને ‘પ્રારબ્ધનાં પૂર સામે પણ ઝઝૂમવાની શક્તિોરણા આપે છે.
Trust no future, however pleasant ! Let the dead fast bury its dead!
Act,-act in the living present ! Heart within, and God overhead !
આવે તો 'God overhead'ના વિકલ્પમાં આપણે ગીતાનો આ અતંદ્ર જાગૃતિપૂર્વક જો વર્તમાનની ક્ષણેક્ષણને જાળવી લેવામાં શ્લોક શ્રદ્ધાપૂર્વક ગાઇ શકીએ :
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्री विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम ||
܀ ܀ ܀
અગત્યની સૂચના
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના પેર્ટન, આજીવન અને સામાન્ય સભ્યો તથા ‘પ્રબુદ્ધ જીવન'ના વાર્ષિક ગ્રાહકોની સરનામા-સૂચિ નવેસરથી તૈયાર કરવાની હોઇ જે સભ્યો તથા ગ્રાહકોના સરનામા તથા પીન કોડ નંબરમાં ફેરફાર થયો હોય તેમણે તરત જ ૧૫ દિવસની અંદર સંઘના કાર્યાલયમાં જાણ કરવી જેથી પ્રબુદ્ધ જીવન'ના અંકો આપને નિયમિત અને વખતસર મળી શકે.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ – મુદ્રક, પ્રકાશકઃ શ્રી ચીમનલાલ જે. શાહ C પ્રકાશન સ્થળ:૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોનઃ ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન · રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,