________________
તા. ૧૬-૯-૯૮
પ્રબુદ્ધજીવન
હરિયાળીનો કાવ્યપ્રકાર
2 ડૉ. કવિન શાહ
મધ્યકાલીન સાહિત્યમાં ધીરાનાં પદો અવળવાણી કહેવાય છે. હિન્દી સાહિત્યમાં કેટલાક સંત કવિઓ ગોરખનાથ, સુંદરદાસ અને કબીરની રચનાઓ વિચિત્ર લાગે તેવી છે જેને ‘ઉલટબાંસી' નામથી ઓળખવામાં આવે છે. તે જ રીતે જૈન કવિઓએ આ સમયમાં કેટલીક કાવ્યરચનાઓ કરી છો તેને ‘હરિયાળી' નામ આપવામાં આવ્યું છે. જૈન કાવ્યપ્રકારોની વિવિધતામાં કાવ્યકલાની દષ્ટિએ ઊંચી ગુણવત્તા ધરાવતો એક કાવ્યપ્રકાર બહુ પરિચિત નથી. તેના વિશેની કેટલીક રસપ્રદ માહિતી રસિકજનોને નવીનતાનો અનેરો આનંદ આપશે. ‘હરિયાળી’નો શબ્દાર્થ વિચારીએ તો ‘લીલોતરી' લીલીવાડી કહેવાય, પણ કાવ્યજગતમાં આધ્યાત્મિક અનુભૂતિની હરિયાળીનો સંદર્ભ સમજવાનો છે. તેમાં શબ્દાર્થ કવિગત વિચારો આત્મસાત
કરવામાં ઉપયોગી નથી પણ તેના રહસ્યને પામવા માટે અધ્યાત્મમાર્ગના વિચારોની ભૂમિકા અનિવાર્ય બને છે. તેને કોયડો
કે સમસ્યા નામથી પણ ઓળખવામાં આવે છે. હરિયાળીમાં કોય કે સમસ્યા નથી પણ તેવા પ્રકારની અભિવ્યક્તિ સ્થાન ધરાવે છે. પ્રથમ દષ્ટિએ ચિત્ર-વિચિત્ર ઉક્તિ કે વિરોધાભાસને કારણે આશ્ચર્ય થાય છે પણ મૂળ અર્થ સમજાય ત્યારે કાવ્યાનંદની અનુભૂતિ બ્રહ્માનંદ
સમાન બને છે.
સાધુ-સંતોએ અઘ્યાત્મસાધના કરી છે તેમાં નિર્ગુણ ઉપાસના કરનાર વર્ગના સાધુઓએ પોતાની અનુભૂતિને વ્યક્ત કરવા માટે અધ્યાત્મિક પરિભાષાના શબ્દોને વિચિત્ર રીતે ક્યારેક અતાર્કિક પ્રયોગ કરીને પ્રગટ કર્યા છે. એટલે વિચિત્રતા અને તાર્કિક સુસંગતતાનો અભાવ એ હરિયાળીના લક્ષણમાં જોવા મળે છે. કવિઓએ પોતાની અભિવ્યક્તિમાં લોકવ્યવહારની વિરુદ્ધ રીતિનો પણ આશ્રય લીધો છે. પ્રતીકાત્મક શબ્દ પ્રયોગો ને દાંતોનો સંદર્ભ હરિયાળીને રહસ્યમય કાવ્યરચના બનાવવામાં પૂરક બને છે. અર્થગંભીરતા એ હરિયાળી માટે આવશ્યક અંગ છે. નાથ સંપ્રદાય અને બૌદ્ધ ધર્મની કેટલીક રચનાઓ હરિયાળી પ્રકારની મળી આવે છે. ભાષા એ અભિવ્યક્તિનું સમર્થ માધ્યમ છે. તેમાં માત્ર અભિવ્યક્તિ નથી. તેની સાથે સર્જક પ્રતિભાના અંશ રૂપે કલ્પનાશક્તિ અને બુદ્ધિનો સમન્વય સધાયેલો હોય છે. આધ્યાત્મિક અનુભૂતિ રહસ્યમય છે. તેનું પૂર્ણ નિરૂપણ થઇ શકતું નથી, તેમ છતાં કંઇક અવ્યક્ત છે તેને વ્યક્ત કરવાની ભાવનામાંથી હરિયાળીનો ઉદ્ભવ થયો હોય તેવો સંભવ છે. તેમાં કવિએ પ્રયોજેલાં પ્રતીકો સીધાસાદાં નથી હોતાં પણ તેના દ્વારા અપ્રસ્તુત વિધાન કરીને લોકોનું ધ્યાન ખેંચવામાં આવે છે. સાનંદ આશ્ચર્યની અનુભૂતિ કરાવવાની સમર્થતા હરિયાળીમાં છે. ઉદાહરણ જોઇએ તો એક જાપાનીઝ ધર્મગુરુને - શિષ્યે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન બુદ્ધ કોણ છે ? ગુરુએ પ્રત્યુત્તર આપ્યો કે ‘દુહિન ગધે પર બૈઠી હૈ ઔર ઉસકા સાસ લગામ પકડા હુએ
હૈ.'
તેનો અર્થ એ છે કે તું અને હું બન્ને અજ્ઞાન છીએ. કબીરનું એક ઉદાહરણ જોઇએ તો
પહિલે પૂત પિછે ભઈ માઈ
ચેલા કે ગુરુ લાગે પાઈ
કવિ એમ કહેવા માંગે છે કે પ્રથમ જીવાત્મારૂપી પુત્રનો જન્મ થયો અને પછી ‘માયા’રૂપી માતા પેદા થઇ. હરિયાળીમાં કોઇ વસ્તુ કે વિષયનો નામોલ્લેખ કર્યા વગર તેના ગુણોનું કે બાહ્ય અંગોનું વર્ણન કરવામાં આવે છે. તે ઉ૫૨થી વર્જ્ય વિષયનું નામ શોધવાનું
હોય છે. તેમાં ચમત્કૃતિનું તત્ત્વ રહેલું છે તે દૃષ્ટિએ બુદ્ધિને કસોટીએ ચઢાવીને કાવ્યાનંદ પ્રાપ્ત કરવો પડે છે. હરિયાળીને ટૂંકમાં સમજવા માટે નીચેનું વિધાન યથાર્થ લેખાશે.
પરોક્ષ રીતે સાનંદાશ્ચર્ય અનુભવ કરાવતી પ્રતીકાત્મક રહસ્યમય આધ્યાત્મિક અનુભૂતિની અભિવ્યક્તિ.' જૈન સાહિત્યમાં આવો સંદર્ભ ‘પ્રબંધ ચિંતામણિ' ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારની રચનાઓમાં નિર્ગુણ ઉપાસનાની અનુભૂતિ કેન્દ્ર સ્થાને છે. તેમાં કૂટપ્રશ્નની પદ્ધતિનો પણ આશ્રય લેવામાં આવે છે.
જૈન સાહિત્યમાં તેનો વિકાસ થયેલો જોવા મળે છે. કવિ દેપાલની પ્રથમ હરિયાળી ‘વરસે કંબલ ભીંજે પાની'માં મળે છે. તદુપરાંત જશવિજય, સુઘનહર્ષ, આનંદધનજી, વીરવિજયજી ઉદયરત્ન વગેરે સમયસુંદર, ભાવપ્રભસૂરિ, વિનયસાગર; જ્ઞાનવિમલસૂરિ, કવિઓની હરિયાળીઓ ઉપલબ્ધ થાય છે.
આકારની દષ્ટિએ હરિયાળી પદ સ્વરૂપનું જ અનુસરણ કરે છે તો વક્તવ્યની દષ્ટિએ પ્રતીકાત્મક કાવ્યનું અનુસંધાન કરે છે. જૈન કાવ્યપ્રકારોમાં જે પરંપરાગત લક્ષણો જોવા મળે છે તે કરતાં તેમાં નવીનતા, કલ્પનાનો વૈભવ, પ્રતીકો દષ્ટાંતો ને વિરોધમૂલક આનંદધનજીની હરિયાળીનો સાર્થ પરિચય આપવામાં આવ્યો છે. અભિવ્યક્તિનાં વિશિષ્ટ લક્ષણો રહેલાં છે. અહીં નમૂનારૂપે ‘મૂલડો થોડો ભાઇ વ્યાજડો ઘણો રે, કેમ કરી દીધો રે જાય ? તલપદ પૂંજી મેં આપી સઘળી રે, તો છે વ્યાજ પૂરું નવિ થાય' ॥ ૧ ॥
કર્મની કેવી વિચિત્ર ગતિ છે કે મૂળ કર્મ થોડું હોય છે પરંતુ જ્યારે તે ઉદયમાં આવે છે ત્યારે જીવ જાગૃતિ કે ઉપયોગ રાખતો નથી. એટલે કે પારિણામિક ધર્મનું ભાન ન રહેવાથી નવું કર્મબંધ તથા તેના કર્મફળની પરંપરા નિરંતર સર્જાતી હોય છે. આનું મૂળ કારણ જીવનું પોતાના અસલ સ્વરૂપનું અજ્ઞાન રાગદ્વેષ છે. મૂળ કર્મફળની નિર્જરા થતાં સુધીમાં અનેકગણાં કર્મબંધન જીવ અજ્ઞાનતાથી બાંધે છે. મૂળ કર્મની પૂંજી ચૂકવતી વખતે તેમાંથી અનેકગણું કર્મબંધરૂપ વ્યાજ પૂરું થતું નથી. એટલે કે અનાદિકાળથી કર્મની પરંપરા ચાલ્યા જ કરે છે :
‘વ્યાપાર ભાગો જલવટ થલવટે રે, ધીરે નહીં નિસાની માય; વ્યાજ છોડાવી કોઇ ખંદા ૫૨કવે રે, તો મૂલ આપું સમ ખાય ॥ ૨ I
નથી. પરિણામે તેનો વ્યાપાર રૂપી ધર્મ પડી ભાંગે છે. તેને કોઇ પ્રમાદ કે આત્મજાગૃતિના અભાવથી જીવ ધર્મને અનુસરતો ઉધાર ધીરનારો દેખાતો નથી. વેપારમાં ધનની વૃદ્ધિ થલવટ (Inland Trade) અને જલવટથી (Overseas Trade) થાય છે તેવી જ રીતે ધર્મઘનની વૃદ્ધિ શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધનાથી થાય છે. આ વ્યાપાર પ્રમાદ અને અજ્ઞાનતાથી ભાંગી પડ્યો છે. જો સદગુરુના કૃપાપાત્ર થવાય તો સાચો માર્ગ પ્રાપ્ત થાય. પરિણામે કર્મફળ ભોગવતી વખતે નવાં કર્મો ઉપાર્જન થાય નહિ. તેમ છતાં અજ્ઞાનતાથી કર્મની પરંપરા વધે છે તેમાંથી છુટકારો જ્ઞાન દ્વારા થાય. જીવ ખાત્રી આપે છે કે જો સદગુરુનો યોગ પ્રાપ્ત થાય તો મૂળ કર્મની હપ્તાથી ચૂકવણી સંવર અને નિર્જરાથી ભરપાઇ કરી દઉં.
‘હાટડું માંડું રૂડા માણેકચોકમાં રે, સાજનીયાનું મનડું મનાય; આનંદધન પ્રભુ શેઠ શિરોમણિ રે, બાંહડી ઝાલજો રે ચાય. II ૩ II
શ્રદ્ધા અને વિવેકરૂપ માણેકચોકમાં હું ધર્મારાધનાની દુકાન માંડું. કોઇ જ્ઞાની પુરુષના સમાગમથી સ્વ-સ્વરૂપનો બોધ થાય તો