________________
૧૦
પ્રબુદ્ધ જીવન
વર્ષની ઉંમરનાં છોકરાં-છોકરીઓને પસંદ કરવામાં આવે કે જેથી ગૃહસ્થજીવનમાં તેઓ દાખલ થવાનો વિચાર સેવે તે પહેલાં તેઓ પાદરી બની ગયા હોય, અન્ય કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયમાં પરણેલી વ્યક્તિ પણ ગૃહસ્થ જીવન છોડીને સાધુ- સાધ્વી થઇ શકે છે.
છેલ્લા કેટલાક દાયકાથી રોમન કેથલિક સંપ્રદાયના પાદરીઓને અને સાધ્વીઓને માટે ઘાર્મિક વિધિ સિવાય ઝભ્ભો પહેરવાનું ફરજિયાત રહ્યું નથી. રસ્તામાં તેઓ ચાલ્યા જતા હોય તો અજાણ્યાને ખબર ન પડે કે આ કોઇ ખ્રિસ્તી પાદરી છે. પરંતુ જૂની પેઢીના ઘણા પાદરીઓએ પોતાના ઝભ્ભાનો ત્યાગ કર્યો નથી. ફાધર બાલાગેર પણ જૂની પ્રમાલિકાના ફાઘર હતા. એમણે જીવનના અંત સુધી પોતાના પાદરી તરીકેના પહેરવેશને જ ચાલુ રાખ્યો હતો.
૯૧ વર્ષની ઉંમર પછી ફાધરનું શરીર ઘસાવા લાગ્યું હતું. ૯૩ વર્ષની ઉંમરે એમને ચાલવામાં તકલીફ પડવા લાગી હતી. તેઓ લાકડી
લઇને ધીરે ધીરે ડગલાં માંડતાં હતા. કોઇક કહેતું કે ‘ફાધર, તમારે લાકડી લેવી પડે છે ?'તો ફાધર પ્રસન્નતાથી કહેતા કે ‘ભાઇ, ૯૩ વર્ષે આ શરીર પાસે આથી વધારે શી અપેક્ષા રાખી શકાય ? આટલી મોટી ઉંમરે શરીર ટકી શક્યું છે એ જ આનંદની વાત છે.’ ફાધર બાલાગેરને એક વખત પૂછવામાં આવ્યું કે ‘તમે સ્પેનથી આવી જીવન પર્યંત ભારતની સેવા કરી છે તો ભારત તમારા માટે
શું
કરી શકે ?’
ફાધરે તમારા કહ્યું ‘મેં મારું કર્તવ્ય બજાવ્યું છે. હું ભારતવાસી થઇને રહ્યો છું. ભારતીય સંસ્કારો મારા લોહીમાં આવ્યા છે. ભારત પાસેથી
નવકારમંત્ર એ જૈનધર્મનો અત્યુત્કૃષ્ટ મંત્ર ગણાય છે. તેના જેવો પ્રભાવક કલ્યાણકારી બીજો મંત્ર શોધ્યો જડે તેમ નથી. જૈનદર્શનમાં તેને ચૌદપૂર્વનો સાર કહેવામાં આવે છે. ૧૪ પૂર્વધરો પણ મૃત્યુ સમયે તેને યાદ કરી રટણ કરતાં કરતાં મરણોન્મુખ સમયને કૃતકૃત્ય કરે છે. આ મંત્રનાં નવ પદો છે. તેમાંનાં પ્રથમ પાંચ પદો વિષેનું રહસ્ય સમજવા અહીં સંક્ષેપમાં પ્રયત્ન કરીએ છીએ.
નવકારમંત્રની કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય
E ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા
કોઇપણ દેશને જીતવો હોય તો તેની રાજધાની જીતો એટલે તે જીતી ગયેલો ગણાય છે. જીતવા માટે તેના દરેકે દરેક વિભાગ જીતવાની જરૂર નથી. લશ્કરનો સેનાપતિ જીતો એટલે આખું લશ્કર શરણે આવે. તેવી રીતે દિલ્હી જીતો તો ભારત જીતેલું ગણાય. મોસ્કો જીત્યું એટલે રશિયા જીતેલું ગણાય. દેશને જીતવા તેના કેન્દ્ર પર હલ્લો જરૂરી ગણાય છે. તેવી રીતે નવકારમંત્રનું રહસ્ય તેમાં રહેલાં પાંચ પદોમાં છે. એ પદો સિદ્ધચક્રયંત્રમાં કેન્દ્રસ્થાને દર્શાવાય છે તેમાં અકલ્પ્ય રહસ્ય રહેલું છે.
તે પાંચ પદો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. અરિહંત અહીં કેન્દ્રમાં ગોઠવાયા છે, હજી તેને ચાર અઘાતી કર્મો બાકી રહ્યાં છે, છતાં પણ આસન્ન ઉપકારી હોવાથી તેને કેન્દ્રમાં સ્થાન આપ્યું છે. યંત્રમાં આ રીતે કેન્દ્રીય સ્થાને બિરાજેલા અરિહંત કેન્દ્રીય મહત્તા ધારણ કરે છે.
બીજું પદ નમો સિદ્ધાણં છે. તીર્થંકર ભગવંતો નમો સિદ્ધસ્ટ ઉચ્ચારી સમવસરણાદિ પ્રસંગોનો પ્રારંભ કરે છે. સિદ્ધો લોક અને અલોકની મધ્યમાં બિરાજેલા છે. સિદ્ધશિલાએ પહોંચેલો જીવ લોકાકાશના અગ્ર ભાગે આવેલો છે. તેઓ લોક અને અલોકના કેન્દ્રમાં રહેલા છે. આ રીતે બંનેની મધ્યમાં કેન્દ્ર બિંદુએ સિદ્ધાત્માઓ રહેલા છે.
ત્રીજું પદ આચાર્ય ભગવંતોનું છે. નવપદના યંત્રમાં તેમની ઉપર દર્શન પદ તથા નીચે જ્ઞાન પદ છે. તેઓ દર્શન અને જ્ઞાનની ઉપાસના તથા પ્રરૂપણા કરે છે. આચાર્યનું સ્થાન આ બે પદોની મધ્યમાં-કેન્દ્રમાં છે.
બેની વચ્ચે મધ્યમાં કેન્દ્રમાં રહેલાં છે.
ચોથું પદ ઉપાધ્યાયનું છે. તેઓ આચાર્ય અને સાધુની વચ્ચે રહેલાં છે. પાંચમું પદ સાધુનું, ચારિત્ર અને તપની વચમાં ગોઠવાયું છે. તેઓ ચારિત્ર અને તપના ઉપાસક છે. તે બે પદની વચ્ચે મધ્યમાં કેન્દ્રીય સ્થાને આવે
છે.
બદલાની કોઇ આશા મારે રાખવાની ન હોય, મારે જો માગવાનું હોય તો એટલું જ માંગું કે મારા મૃત્યુ વખતે મારા શરીરને દફનાવવા માટે છ ફૂટની જગ્યા જોઇશે. આ છ ફૂટની જગ્યા સિવાય બીજું કશું મારે જોઇતું નથી.’
કે
ફાધર દિવસે દિવસે વધારે અંતર્મુખ બનતા જંતા હતા. તેઓ આધ્યાત્મિકતા તરફ વધુ ઢળવા લાગ્યા હતા. તેઓ પ્રાર્થના અને ધ્યાન માટે અગાઉ કરતાં વધુ સમય આપતા હતા. પોતાનું મૃત્યુ નજીક આવી રહ્યું છે એમ તેમને લાગતું અને તે માટે તેઓ સજ્જ હતા. તેઓ કહેતા સંસારના લોકોની નજરમાં મોટા દેખાવું એના કરતાં પરમાત્માની નજરમાં મોટા દેખાવું એ વધારે સારું છે.' ફાધર પુનર્જન્મમાં માનતા હતા. છેલ્લે છેલ્લે તેઓ કહેતા કે ‘મારો પુનર્જન્મ આ પૃથ્વીની બહાર, વિશ્વના બીજા કોઇ ભાગમાં થવાનો છે, એમ મને લાગ્યા કરે છે.’
ફાધર બાલાગેર માનવ નહિ પણ મહામાનવ જેવા હતા, એમની પ્રતિભા વિરલ હતી, એમનું વ્યક્તિત્વ અનેકને પોતાના તરફ ખેંચે એવું હતું. બીજાનું હૃદય જીતવાની કળા એમને સહજ હતી. મુંબઇમાં અને
પછી સિકંદરાબાદમાં એમના ગાઢ સંપર્કમાં આવેલી વ્યક્તિ ખ્રિસ્તી હોય
કે
બિનખ્રિસ્તી હોય તે દરેકને એમ લાગતું કે ફાધર અમારા છે.
ફાધર બાલાગેર મારે માટે તો વાત્સલ્યસભર ફાધર જેવા જ હતા.
યાદ કરું છું ત્યારે એમનાં અનેક સ્મરણો નજર સામે તરવરે છે.
ફાધર બાલાગેરના દિવ્યાત્માને માટે શાન્તિ પ્રાર્થુ છું I
એમને
તા. ૧૬-૫-૯૭
] રમણલાલ ચી. શાહ
આ રીતે નવકારમંત્રનાં નવ પદોમાં કેન્દ્રીય સ્થાને રહેલાં આ પાંચે પદોમાં કેન્દ્રીય સ્થાને રહેવાથી જે મહત્તા, જે ગૌરવ, જે સામર્થ્ય, જે ઉત્કૃષ્ટતા, જે અદ્વતીયતા, જે ઉપયોગિતા, જે બળ, જે શક્તિ વગેરે છે તેથી આ પાંચે પદોની પર્યાપાસનાદિ સર્વ પાપ અને તેના અધ્યવસાયો ક્ષીણ ક૨વાનું ગજબનું ગૌરવ, શક્તિ ધરાવે છે. સર્વ પાપોનો નાશ તે આ રીતે કરે છે. પાપનું ફળ તો ભોગવવું જ પડે, પણ પાપની જે શૃંખલા, જે પરિપાટી, જે અનુસંધાન, જે પરંપરાદિ ઉત્પન્ન થાય તેનો નાશ કરે છે. પાપનો નાશ એવી રીતે કરે છે કે જેથી તેનો અનુબંધ નષ્ટ થઇ જાય છે.
આ રીતે કેન્દ્રીય સ્થાને રહેલાં આ પાંચ પદોની ગણના, રટણા, ઉપાસનાદિ સામર્થ્ય, શક્તિ, સમતાદિ આપવા દ્વારા સર્વ પાપોનો નાશ કરવાનું બીજ ધરાવે છે અને તેથી તે બધાં જ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ તરીકે સ્થાપનાપન્ન થાય છે. કેન્દ્રીય સ્થાને આ રીતે રહસ્યધારી આ પાંચ પદો નવ પદમાં નગરાદિમાં જે મહત્તા રાજધાનીની છે તેવું અદ્વિતીય સ્થાન ધરાવે છે. આ કેન્દ્રવર્તી શકિતનું રહસ્ય પ્રથમ પાંચ પદોમાં છુપાયેલું છે. પાંચેય પો આ રીતે કેન્દ્રમાં ગોઠવાયેલાં હોવાથી પરિધ નહીં, પણ કેન્દ્રીય શક્તિ બક્ષે છે જે આ કેન્દ્રીય તત્ત્વોને કલ્યાણકારી મહામાંગલિક બનાવે છે.
આમ કેન્દ્રમાં રહેલી રાજધાનીઓ તે તે દેશની સર્વશક્તિનું કેન્દ્ર, માધ્યમ ગણાય છે, તેવી રીતે ઉપર જણાવેલાં પાંચ પંદો જે કેન્દ્રીય સ્થાને રહેલાં છે તેના દ્વારા જે શક્તિ, સામર્થ્ય ઉપાસના ગણનાદિમાં પ્રાપ્ત થાય તે અદ્વિતીય, અકલ્પનીય શક્તિનું કેન્દ્ર બની ધર્મબીજનું વાવેતર કરી તેમાંથી પ્રાપ્ત થનારા ફળોની પરંપરા, અનુબંધ કરે છે જેમાં તે પાંચેની શક્તિ પાંચગુણી થઇ મહામાંગલિક પુણ્યનો સ્ત્રોત બને છે. એ મોક્ષલક્ષ્મી આપી શકે છે અને તેથી જ ચૌદપૂર્વધારીઓ પણ મૃત્યુ સમયે નવકારમંત્ર યાદ કરતાં કરતાં સમાધિમૃત્યુની પ્રતીક્ષા કરે છે.
વિશેષમાં સિદ્ધચક્રયંત્રમાં જે રીતે અરિહંતાદિ નવને ગોઠવ્યાં છે તે
દરેકને, તેઓની આસપાસ, આગળ-પાછળ રહેલાંની મધ્યમાં કેન્દ્રમાં હોવાથી ઘણી વિપુલ કેન્દ્રીય તાકાત, શક્તિ સામર્થ્ય મળે છે તેથી કેન્દ્રીય શક્તિધારક આ પાંચે પદને શક્તિસ્ત્રોત ગણાવી શકાય.