________________
*
પ્રબુદ્ધ જીવન
સામૂહિક સંલેખનાવ્રત અંગીકાર કરીને પોતાના દેહનું વિસર્જન કર્યું હતું.
કે
સ્વેચ્છાએ દેહનું વિસર્જન કરવાનું ફક્ત જૈનોમાં જ છે એવું નથી. અન્ય ધર્મમાં પણ યોગી મહાત્માઓએ જળસમાધિ, ભૂમિસમાધિ અગ્નિસમાધિ લીધી હોય એવી ઘટનાઓ પણ બનતી રહી છે. અનશન દ્વારા દેહ છોડનારાઓ પણ છે. પૂ. વિનોબાજીએ કે પૂ. મોટાએ શરીરનું પોષણ અટકાવી સ્વેચ્છાએ દેહનું વિસર્જન કર્યું હતું.
વ્યક્તિગત આપઘાત વ્યક્તિગત કારણો અને સંજોગોને લીધે જ્યારે થાય છે ત્યારે સામાન્ય રીતે તે એકાંતમાં ગુપ્તપણે થાય છે. કોઈ ચેતવણીરૂપે ઉશ્કેરાટપૂર્વક થતો આપઘાત કેટલીક વાર બીજાંઓની સમક્ષ થાય છે. જાહેર અન્યાયની સામે વિરોધ પ્રદર્શિત કરવા થતો વ્યક્તિગત આપઘાત પ્રાયઃ જાહેરમાં થાય છે. સામુદાયિક આપઘાતમાં સમુદાય ઉપસ્થિત હોવાથી તે ખાનગી કે ગુમ હોતો નથી, પણ અન્ય સમુદાયથી કે પોલિસથી ગુપ્ત રીતે તે થાય છે. એવી ગુપ્તતા સાચવવાનું કેટલીકવાર આવશ્યક કે અનિવાર્ય હોતું નથી.
સામુદાયિક જીવન વિસર્જનની ઘટનાનું સામાજિક કે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પૃથક્કરણ જુદી જુદી રીતે થઇ શકે છે. એનાં તારણો અને કારણોની ચર્ચા થાય છે અને આવી ઘટનાઓ ન બને તેને માટેના ઉપાયો પણ વિચારાય છે. પરંતુ સામૂહિક આત્મઘાતની ઘટનાને સદંતર કાયમને માટે અટકાવી શકાશે એવું કહી શકાય નહિ. કયા સ્વરૂપે કેવી રીતે અને ક્યારે આવી ઘટના બનશે એ કળવું સહેલું નથી.
સામુદાયિક આપઘાતની કે જીવનાન્તની ઘટના શા માટે થાય છે એનું વિશ્લેષણ સામાજિક, આર્થિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક ઇત્યાદિ દૃષ્ટિએ થાય છે. જીવનની વર્તમાન સ્થિતિનો તીવ્ર અસહ્ય અસંતોષ અને ઉત્કટ લાગણીશીલતા એમાં મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. સામુદાયિક દેહવિલોપનની ઘટનાનું ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિશ્લેષણ થાય છે. કોઇક ધર્મ એને ઇશ્વરના શાપ તરીકે ઓળખાવે છે,
હવે એ મોટો થઇ ગયો છે. એને તેડતા નહિ; ચાલવા દેજો.' આવી ટકોર દાદા રોજ સાંભળી લે, અમે બન્ને દાદા-પૌત્ર ઘરની બહાર નીકળીએ ત્યાં સુધી હું એમની આંગળી પકડીને ચાલું. ઘરને ઓટલેથી જ એ મને ખભે બેસાડી દે. આ લાડ ઘણાને પસંદ નહોતો પડતો. પરંતુ એ મારા દાદા હતા. એમને અને મને એ ગમતું હતું.
રોમરોમની ભાષા D ગુલાબ દેઢિયા
મેં બચપણમાં દાદાને ખભે બેસીને ગામ, સીમ, પાદર, ખેતર ઘણું ઘણું નિહાળ્યું છે. શિશુના અખૂટ વિસ્મયથી હું કંઇ ને કંઇ પૂછતો જાઉં ને દાદા અમાપ ધીરજથી ઉત્તર દેતા જાય.
T
આજે દાયકાઓ વીત્યા બાદ એ વાતો કે દાદાનો અવાજ મને યાદ નથી. મારી આંગળીઓને ટેરવે રહી ગયો છે દાદાજીનો સ્પર્શ. શબ્દોની ભાષા કરતાં સ્પર્શની ભાષાનો અમે વધુ વા૫૨ કર્યો હશે એમ લાગે છે. પડછંદ દાદાજીના મોટા મોટા કાનને હજી મનોમન સ્પર્શી શકું છું. થોડા લળી પડેલા એ કાન અંજીર જેવી કરચલીઓવાળા હતા. એમની પદયાત્રા અને મારી સ્કંધયાત્રા દરમ્યાન કેટકેટલી વાર એમના માથાને, ખભાને, મોઢાને, કાનને, મેં જુદી જુદી રીતે, જુદા જુદા ભાવથી સ્પર્શ કર્યો હશે ! ખભે બેસી દાદાથી ઊંચો થઇ વનરાઇનાં શાખાપત્ર પુષ્પકળને પણ અડ્યો છું.
જન્મની પ્રથમ પળથી સ્પર્શેન્દ્રિયનું કાર્ય આરંભાય છે. નવજાત શશુને પ્રાપ્ત થતો જનનીનો સ્પર્શ. એ ગભરુ બાળના હોઠ માતાના સ્તનને સ્પર્શે છે, અને જીવતરની છેલ્લી પળે કોઇ સ્વજનના હાથને સહેજ
તા. ૧૬-૫-૯૭
તો કોઇક એને ભાગ્ય કે પ્રારબ્ધ તરીકે ઓળખાવે છે. જૈન તત્ત્વદર્શનની દૃષ્ટિએ એ સામુદાયિક કર્મનો ઉદય છે. જીવ જે શુભાશુભ કર્મ બાંધે છે તે વ્યક્તિગત હોય છે અને સામુદાયિક પણ હોય છે. ચાર પાંચ માણસોએ ભેગા મળીને ચોરી કે ખૂન જેવું કર્યું હોય તો તેઓ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે. પાંચ પચીસ માણસે ભેગા મળીને તીર્થયાત્રા કરી હોય તો તેઓ સામુદાયિક શુભકર્મ બાંધે છે. યુદ્ધ વખતે લશ્કરના હજાર-બે હજાર સૈનિકો સામટો હુમલો કરે છે તો તેઓ સામુદાયિક કર્મ બાંધે છે. કોઇ ધાર્મિક ઉત્સવ વખતે હજાર બેહજાર માણસો સાથે બેસી એક સરખી તપશ્ચર્યા કે કોઇ ધાર્મિક ક્રિયા કરે છે તો તેઓ પણ સામુદાયિક કર્મ બાંધે છે. સામુદાયિક કર્મ બાંધતી વખતે દરેકના ભાવની તરતમતા એક સરખી નથી હોતી. સામુદાયિક કર્મ પણ દરેક વખતે એકાન્તે (સર્વથા) અશુભ જ હોય અથવા એકાન્તે શુભ જ હોય એવું નથી. તે શુભાશુભ પણ હોઇ શકે છે. જીવનમાં હર્ષ અને શોકના સામુદાયિક પ્રસંગો અનેક વાર આવે છે. આવાં સામુદાયિક કર્મ જ્યારે
આ જન્મમાં કે અન્ય જન્મમાં ઉદયમાં આવે છે ત્યારે સાથે જ ભોગવવાં અને કાયાથી પોતપોતાની તરતમતા અનુસાર તે કર્મ બાંધે છે. એ પડે છે. સામુદાયિક કર્મ બાંધતી વખતે એકત્ર થયેલા જીવો મન, વચન સામુદાયિક કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે સામુદાયિક રીતે, પોતપોતાની તરતમતા અનુસાર, તથા કર્મ બાંધ્યા પછી થયેલા પશ્ચાત્તાપાદિ અનુસાર ભોગવવાનાં આવે છે. એવાં સામુદાયિક કર્મ ભોગવતી વખતે ફરી પાછાં નવાં શુભાશુભ સામુદાયિક કર્મ બંધાય છે. કર્મની ઘટમાળ આમ ચાલ્યા કરે છે. આઠ પ્રકારનાં કર્મમાં આયુષ્ય કર્મની બાબતમાં પણ એમ બને છે. એને કોઇ અટકાવી શકતું નથી. સામુદાયિક આત્મહત્યા કે સામુદાયિક સંલેખનાની બાબતમાં પણ આ રીતે સામુદાયિક કર્મ જ ભાગ ભજવી જાય છે.
સંસારની વિવિધતા અને વિચિત્રતા અનંત પ્રકારની છે. એનાં બધાં રહસ્યોને કોણ ઉકેલી શકે ?
] રમણલાલ ચી. શાહ
આપણે આપણી વધુમાં વધુ બોલચાલની શાબ્દિક ભાષા વાપરીએ છીએ. પછી આંખના ચહેરાના હાવભાવ અને હાથના હાવભાવની ભાષા વાપરીએ છીએ. જે વધુ વપરાય તે વધુ ઘસાય. અતિ પરિચય વાડી-અવશાપ્રેરે તેમ આ ત્રણેય લેવડદેવડની ભાષાઓ પ્રત્યે બેધ્યાનપણું પણ ક્યાં ઓછું છે ! કહ્યું કાંઇ ને કર્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, હા, એવુંય કરીએ છીએ. ધ્વનિ કર્ણપટે અથડાઇને પાછો વળે, દશ્ય આંખને ડેલે હાથ દઇ પાછું વળે એવું પણ બને છે.
અડકીને હાથ હાથતાળી દઇ જાય છે. છેલ્લો ઉચ્છ્વાસ બહાર આવી જાય છે. દેહમાં જીવ છે ત્યાં લગી સ્પર્શ જીવે છે.
એટલે જ કદાચ અણીને ટાણે ખપ પડે છે સ્પર્શની સ૨વીસોંસ૨વી ભાષાનો, પ્રતીક્ષાના પહાડ વટાવ્યા પછી આવતી મિલનની ક્ષણો માટે જોયા, સાંભળ્યા, બોલ્યા ઉપર સર્વોપરિ બની બેસે છે ભેટવાનો ભાવ, અડવાની આરઝૂ. સ્પર્શની સોગાદ. મિલનના સિક્કાની ઓલી પાર ઊભેલી વિદાયવેળા ટાણે પણ સ્પર્શની ભાષા કારગત નીવડે છે. બાથ ભરીને ભેટવામાં ઊપજતો આનંદ શબ્દોના મોટા પટારા કરતાં પણ વિશેષ બની રહે છે. લાગણીને શબ્દો વગર ચાલી શકે છે. સ્પર્શની ભાષા મૌન છે, તે ભાવની ગંગોત્રી છે .
ઉત્સવ તહેવાર મને તો સ્પર્શપ્રધાન લાગે છે. કપાળે કોઇ કુમકુમનો ચાંદલો કરે ત્યારે થતો અંગુલીસ્પર્શ, ઉપર અક્ષત લગાડે ત્યારે થતો મૃદુ હથેલીનો સ્પર્શ, ચાંદલો સૂકાય ત્યારે કપાળ પર વરતાતી તેની હળવી