________________
૮
પ્રબુદ્ધ જીવન
સચ્ચાઈનો રણકો અને કવિત્વનો ઝળહળાટ છે. પ્રભાતિયાંની અદ્વિતીયતા અને અમરતા તેના આ ગુણોને લીધે છે. તેમાં દર્શનની ગહનતા છતાં તે સરળ અને પ્રાસાદિક છે.
નરસિંહ અને પ્રભાતિયાં એકબીજાના પર્યાય છે. સર્વવ્યાપ્ત પરમાત્માના વિશ્વરૂપદર્શનને પ્રકટ કરતા અને આપણને તેનું દર્શન કરાવવાની નરસિંહની તાલાવેલી વ્યક્ત કરતા એક અદ્ભુત પ્રભાતિયામાં તે ઉદ્ગારે છે :
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું, તે જ હું શબ્દ બોલે.’
પ્રેમના આત્મીય લ્હેકાથી નરસિંહ આપણને સંબોધે છે : ‘નીરખને’ બીજા પ્રભાતિયામાં અણુઅણુવ્યાપ્ત પરમાત્માનાં અનંત વિવિધ રૂપોનું દર્શન કરતાં-કરાવતાં તેઓ ગાય છે
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનન્ત ભાસે;'
નરસિંહનાં નયન જગતનાં જૂજવાં રૂપોમાં પ્રગટ થયેલા હરિને અખિલ બ્રહ્માંડમાં જુએ છે. એક જ પંક્તિમાં અખિલ બ્રહ્માંડ સમાવવાની
ક્ષમતા ધરાવતા પ્રભાતિયાનો વ્યાપ અમેય છે. વળી જીવ અને સર્જનહાર શિવ ભિન્ન નથી, અભિન્ન છે. સૃષ્ટિની આ રચનાનું રહસ્ય પ્રગટ કરતાં સદૃષ્ટાંત કહે છે ઃ
‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;'
પણ વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ દેખાતાં નથી. અણુઅણુમાં પરમાત્માને જોવાની રીત દાખવતાં નરસિંહ કહે છેઃ
‘પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.
પ્રેમ--ભક્તિથી તે ભક્ત આગળ પ્રકટ થાય. નરસિંહની આ અનુભૂત વાણી છે. બીજા પદમાં કહ્યું છે ઃ
‘પ્રેમના તંતમાં સંત ઝાલે.
પ્રભાતિયાંને નરસિંહે વેદાન્તના જ્ઞાનથી ગહન અને માર્મિક બનાવ્યું છે. જીવનના ભોગની ક્ષણિકતા, અટપટાપણું, અસારતા, જગતની નશ્વરતાના શાશ્વત સત્યને પ્રકટ કરતાં તેઓ ઉગારે છે ઃ જાગીને જોઉં તો જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;’
અને તરત નશ્વરતા સામે શાશ્વતતા વ્યક્ત કરતાં ગાય છે : ‘ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
સચ્ચિદાનંદ આનન્દક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝૂલે,’
આવી વૈશ્વિક કલ્પના નરસિંહ સિવાય કોણ કરી શકે 1 તેથી જ પ્રભાતિયાંનું સ્વરૂપ આખા ગગન મંડળને પોતાનામાં સમાવી લે છે અને હૃદયને આનન્દથી છલકાવી દે છે. આવા આનન્દરૂપ ઇન્દ્રિયાતીત અને અચળ જ્યોતરૂપ પરમાત્માને વર્ણવતાં ઉગારે છે : બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો;
તા. ૧૬-૪-૯૭
અને તેનું આંતર્ દર્શન કરવાની રીત પ્રબોધે છે ઃ ‘નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણ જીવાએ રસ સરસ પીવો.’
સચ્ચિદાનંદનો રસ અનુભૂતિનો વિષય છે તે નરસિંહ સૂચવે છે. પ્રભાતિયાંને નરસિંહે કેવાં શક્તિવંત ને ચેતનવંત બનાવ્યાં છે !
નરસિંહ વ્યવહાર જીવનની ઉપેક્ષા કરતો નથી. દુઃખ, કષ્ટ અને ઉદ્વેગભર્યા જીવનને શુદ્ધ, સહ્ય બનાવવા પ્રભુપરાયણ રહેવાનો બોધ આપતાં તે કહે છે ઃ
જે ગમે જગતગુરુ દેવ જગદીશને,
છે.
જીવમાત્ર બ્રહ્મ-ઇશ્વરનો ચૈતન્યવિલાસ છે અને બ્રહ્મ પાસે બ્રહ્મ લટકાં કરે છે એ દર્શન ચૈતન્યતદ્રુપ નરસિંહ સિવાય કોણ કરી શકે ? પ્રભાતિયાંને તેમણે આ દર્શનથી અગાધ ગહનતા અર્પી છે. આત્મા-પરમાત્માનો અભેદ સરળતાથી મનમાં ઉતારતાં તેઓ કહે છે
‘ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં થડ થકી ડાળ નવ હોય અળગી. એક દષ્ટાંત માત્રથી મર્મને સરળતાથી ચિત્તમાં ઉતારવાની નરસિંહની કળાએ પ્રભાતિયાંને લાઘવ અને કાવ્યત્વ બક્ષ્ય છે. અખિલ બ્રહ્માંડ પરમાત્માના ચૈતન્યવિલાસ રૂપે જોતા નરસિંહને તેની લીલા કેવા ૨મણીય અને અલૌકિક રૂપે પ્રત્યક્ષ થાય છે તેનું વૈશ્વિક - Cosmic – કલ્પનાથી વ્યક્ત થતું, ચિરંતન આનન્દનું પ્રસન્નકારી ચિત્રબિંબ કેવું આહ્લાદક છે તે જોઇએ :
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.’
વળી આશ્વાસે છે ઃ
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.’
માનવીના અંહકારના અજ્ઞાનને દર્શાવતાં કહે છે ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. '
નરસિંહ કેવા ગ્રામ્ય દષ્ટાંતથી બોધને મનમાં ઉતારે છે ! પ્રભાતિયાં માટે અનિવાર્ય ગેયતાને અત્યંત અનુકૂળ ઝૂલણાં છંદમાં તે રચાયાં છે. ઝૂલણાને નરસિંહે ધરતીથી ગગન સુધી ઝુલાવ્યો છે. એના લયહિલ્લોળથી અને સુમધુર પ્રાસાદિક પદાવલિથી ચિત્ત ભાવતદ્રુપ થઇ તેમનીવાણીમાં તલ્લીન થાય છે. પ્રભાતિયાંની આ શક્તિ અદ્ભુત અને અવર્થ છે. નરસિંહે પ્રભાતિયાંને વૈવિધ્ય આપ્યું છે. પ્રત્યેક પ્રભાતિયું નવનવીન અલૌકિક સૃષ્ટિ ખુલ્લી કરે છે. કાવ્યકલાના અનન્ય આનન્દથી તે સભર છે. તે ઉદાત્ત છે અને દિવ્યતાને સ્પર્શે છે. આપણને આનન્દવિભોર કરી દે છે. પ્રભાતિયાંને નરસિંહે સોળે કળાએ ખીલવ્યું
છેલ્લે એક તાજી સાહિત્યિક ઘટનાની માહિતી આપ્યા વિના આ
અવલોકન અધૂરું રહે. સાડા પાંચસો વર્ષ પછી આ બોલનાર દ્વારા, ખુલાસો ન કરી શકું તે રીતે, ૧૦૫ પ્રભાતિયાંનો આવિષ્કાર થયો, અને તે ‘આનન્દહેલી’ સંગ્રહ નામે પ્રગટ થયો. પોતાને વિશે બોલવામાં
અનૌચિત્ય સમજી અટકું. આધુનિકતાની સાહિત્યિક આબોહવામાં આ જૂનું કાવ્યસ્વરૂપ વ્યાપક આદરપાત્ર બન્યાની શ્રદ્ધા જન્મી છે.
સહસ્ર દલ કમલ સમાન ખીલેલું પ્રભાતિયાનું સ્વરૂપ સહૃદય ભાવકને તેની દાર્શનિક સમૃદ્ધિ અને અવિચલ ભક્તિની શક્તિથી કાવ્યત્વ અને માર્મિકતાથી આપણને સાત્ત્વિક અને પ્રભુમય બનાવે તેવું શક્તિવંત છે.
માલિક - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જ મુદ્રક, પ્રકાશક શ્રી ચીમનલાલ જે. શાહ છે પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪, ફોન-૩૮૨૦૨૯૦, મુદ્રણસ્થાન · રિલાયન્સ ઓફસેટ પિન્ટર્સ ૧૯, ખોડિયા સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૮, લેસરટાઈપસેટિંગ: મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨.