________________
તા. ૧૬-૧૨-૯૭
કેવળજ્ઞાનના ઉપયોગ સામે બધાંય છદ્મસ્થજ્ઞાનો અનંતમાં ભાગે છે. કેવળજ્ઞાનના સુખવેદનની સામે દુનિયાનાં સર્વ સુખો, ત્રણે કાળનાં સર્વ સુખો પણ અનંતમાં ભાગે અને કૂચા જેવાં છે. સુખ એક વેદનની જાત છે. એટલે વેદનને વેદનની સાથેની સજાતીયતા હોવાથી સરખામણી કરવી પડે. પરંતુ જે વેદન જડ નૈમિત્તિક, ક્ષણિક અને પરાધીન છે, અલ્પરસરૂપ છે, તેની સામે આનંદવેદન અવિનાશી, ચિરંજીવ-નિત્ય, અનૈમિત્તિક, સ્વાધીન અને અનંત રસરૂપ વેદન છે. એટલે જડ અને ચેતનની જેમ સરખામણી જાત જુદી હોવાથી, થઇ શકે નહિ એ જ પ્રમાણે નિત્ય અને અનિત્યની સરખામણી થઇ શકે નહિ કેમકે જાત જ જુદી છે. આત્માના પૂર્ણાનંદવેદનને સમજાવવા માટે કે તે કેટલું અર્ચિત્ય, અકલ્પ્સ, અલૌકિક, અનંતરસરૂપ છે તે સમજવા માટે એટલું જ કહી શકાય કે ત્રણે કાળના સર્વ દેવલોકના સર્વ દેવોના દેવસુખને ભેગાં કરીને જો એનો એક સુખર્પિડ બનાવવામાં આવે તો સુખપિંડથી મળતો આનંદ કે મળતું વેદન પૂર્ણાનંદના વેદનની સામે એક અંશ જેટલું કહેવા માત્રનું જ વેદન છે. કોઇપણ વસ્તુને સમજાવવા માટે દષ્ટાંત રૂપ આપણી જાણનો કોઇ પદાર્થ લઇને જ સમજાવી શકાય .
તે
પ્રબુદ્ધજીવન
આત્માના જ્ઞાન, પ્રેમ, સુખ એ મહાન ચીજ છે. એને સૂર્ય, ચંદ્ર, સાગરની ઉપમા પણ નહિ આપી શકાય. છતાં પદાર્થોનું કંઇક લક્ષ્ય થાય તે હેતુથી ઉપમા અપાય છે. પ્રેમ એ સામી જીવંત વ્યક્તિ પ્રતિનું અને વસ્તુ-પદાર્થ પ્રતિનું જીવનું વર્તન છે-વ્યવહાર છે. શાન એ વસ્તુ અને વ્યક્તિ વિષેની જાણ–સમજણ છે. જ્યારે સુખ અર્થાત્ આનંદ સ્વક્ષેત્રે વેદન છે. જ્ઞાન-પ્રેમ-સુખ જે આત્માના ગુણધર્મ છે તેને પુદ્ગલ દ્રવ્યના ગુણધર્મ જે વર્ણ-ગંધ-રસ-સ્પર્શના વિશેષણો છે. તે વિશેષણો લગાડીને વ્યવહાર થઈ શકતો નથી અને થતો નથી. પુદ્ગલના ગુણધર્મમાં તેનો એક ગુણ વર્ણ છે જેના વિશેષણો લાલ, લીલું, પીળું, કાળું, ધોળું આદિ છે. શું આપણે જ્ઞાન, પ્રેમ, સુખને લાલ, લીલું, પીળું, કરી શકીશું ? એજ પ્રમાણે પુદ્ગલના ગુણધર્મ રસના વિશેષણો ખારું, ખાટું, તીખું, તુરું, મીઠું, કડવું, ફીકું આદિ જ્ઞાન, પ્રેમ, સુખને લગાડી શકીશું ? નહિ જ ! આવો વ્યવહાર છે નહિ અને આવો વ્યવહાર થઇ શકતો નથી. માટે જ તો આત્મસુખને સ્વસંવેદ્ય કહેલ છે.
જ્ઞાન એ પ્રેમ છે, જ્ઞાન એ પ્રકાશ છે, જ્ઞાન એ આનંદ છે, માટે જ્ઞાનને પ્રેમ-પ્રકાશ, તેજ જ્યોત-આનંદ સ્વરૂપ કહેલ છે.
જ
'प्रज्ञानम् आनन्दम् ब्रह्म ।'
જ્ઞાન છે તો બધાં ય પદાર્થનું–સર્વનું જ્ઞાન છે. તેમ આત્માનો પ્રેમ ગુણ પણ બધાંય-સર્વ જડ-ચેતન-સચરાચર સૃષ્ટિ પ્રતિ છે. જ્ઞાન અને પ્રેમ અભેદ છે, સમાન કાર્ય છે. જ્ઞાન અને પ્રેમ એ દૃષ્ટિ છે. જ્યારે
સુખ-આનંદ એ દૃષ્ટિ નથી પણ વેદન છે.
કેવળજ્ઞાનની વ્યાવહારરિક વ્યાખ્યા એટલે એક સમય માત્રમાં સર્વ શેય પદાર્થોને જુએ અને જાણે ! બાકી કેવળજ્ઞાનની પારમાર્થિક વ્યાખ્યા
તો એ છે કે :
વીતરાગતાનું અને જ્ઞાનાનંદ-સ્વરૂપાનંદ-આત્માનંદનું સ્વક્ષેત્રે વેદન-અનુભવન !
શેય જ્ઞાનમાં ડૂબે છે અને જ્ઞાન આનંદમાં ડૂબે છે. શેય જ્ઞાનમાં ડૂબે એટલું પૂરતું નથી. પરંતુ જ્ઞાન આનંદમાં ડૂબવું જોઈએ. જ્ઞાન આનંદમાં તરબોળ થવું જોઈએ. જે જ્ઞાન આનંદમાં ડૂબતું નથી તે જ્ઞાન જોવા જાણવા જાય છે.
જે જીભ શબ્દથી રસ પદાર્થનું વર્ણન કરે છે તે જ જીભ જ્યારે રસપદાર્થનો રસાસ્વાદ લેવામાં-માણવામાં મગ્ન થાય છે ત્યારે બોલવાનું બંધ થઇ જાય છે. ત્યારે રસવર્ણન નથી થતું પણ રસ આસ્વાદન થાય છે. રસ નિમગ્ન થવાય છે.
૧૩
કે
સ્વરૂપાનંદ નિરપેક્ષ છે. કેવળજ્ઞાન સર્વ શેયને જુએ-જાણે એટલે માણે અર્થાત્ જ્ઞાનાનંદ-સ્વરૂપાનંદને માણે. શેયને જાણવાના આશયથી આપણે જ્ઞાનનો મોહ નહિ રાખવો. પરંતુ સ્વરૂપ આનંદને વેદવા માટે જ્ઞાનનો મોહ રાખવો. જ્ઞાન અહમ્ શૂન્ય બનશે તો આનંદમાં ડૂબશે. બાકી જો જ્ઞાન અહમાં રહેશે તો જ્ઞેયમાં ભટકશે.
જ્ઞાન શક્તિ અને રસ એમ ઉભય છે. સુખ માત્ર રસરૂપ છે પણ શક્તિરૂપ નથી. જ્ઞાન રસરૂપ બને તો સુખનો રસ મળે. રસનું સ્વક્ષેત્રે વેદન હોય છે. જ્ઞાન માત્ર શક્તિરૂપ બને તો સુખરસ વેદવા નહિ મળે, પરંતુ એથી તો જ્ઞાનનો અહમ્ અને તોફાનો થયા કરે.
જ્ઞાન જેમ પ્રકાશ છે તેમ મોહાદિ-રાગાદિ ભાવોને રહેવાનું સ્થાન પણ શાન છે. આત્મામાં જેમ જ્ઞાનરસ છે તેમ પ્રેમરસ પણ છે. પ્રેમરસે પુદ્ગલમાં સચ્ચિદાનંદરૂપી મોહ ઊભો કરેલ છે. એ જ પ્રેમરસ પુદ્ગલ એ રસ છે પણ પ્રકાશ નથી. સૂર્યમાં જેમ પ્રકાશ છે તેમ અગ્નિ તત્ત્વ પણ પ્રતિનો મોહ નષ્ટ કરી આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રગટાવે છે. પ્રેમ છે. પ્રકાશ જેમ અંધકારને દૂર કરે છે તેમ અગ્નિ ઠંડીને દૂર કરી ગરમાવો-હૂંફ આપે છે. તેમ જ્ઞાન એ પ્રકાશ છે. જે અંધકારને દૂર કરે છે અને પ્રેમ એ રસ છે જે આનંદ છે અને તે સુખદાયી છે.
શાનાકાર એટલે કે જ્ઞાનરૂપ છે તેમ તે પ્રેમરૂપ પણ છે. અને એથી જ તે વીતરાગ પરમાત્માને વિશ્વના સર્વ પદાર્થો જે જ્ઞેયસ્વરૂપ છે તે સુખરૂપ છે. બધાંને પોતામાં સમાવે તેનું નામ પ્રેમ છે. દશ્યમાં-દર્શનમાં પદાર્થ શેયાકાર છે. જ્યારે જ્ઞાનમાં પદાર્થનું પ્રતિબિંબ પડે છે તેથી શાનાકાર છે. પ્રતિબિંબમાં શેયના નરક-સ્વર્ગ, મિષ્ટાન્ન-વિષ્ટા, પુષ્પપથ્થર આદિ ભેદ નથી. સર્વ પ્રતિ વીતરાગતા એ જ સુખરૂપ છે. પરમાત્મ ભગવંતની વીતરાગતા પ્રેમપૂર્વક હોય છે અને એમનો પ્રેમ વીતરાગતા પૂર્વકનો હોય છે.
પારમાર્થિક સુખ તો ક્ષાયિકભાવનું છે. કેવળજ્ઞાનનું સુખ એ વસ્તુતંત્ર છે જ્યારે ક્ષાયોપશમિક ભાવનું સુખ એ પુરુષાર્થનું સુખ છે. માટે તે પુરુષતંત્ર છે. વસ્તુતંત્રમાં સહજ સિદ્ધિ હોય, જ્યારે પુરુષતંત્રમાં સાધકની સાવધાની–જાગૃતિ હોય છે. અને તેથી જ તેને પુરુષાર્થ કહેલ જ શ્રાયિકભાવ આવે. અનાદિકાળથી જીવમાં ચાલી આવતા દોષોનો છે. છતાં એ ભૂલવા જેવું નથી કે પ્રથમ ક્ષાયોપશમિક ભાવ અને પછી પ્રથમ ગુણો દ્વારા સુધારો થાય છે અને નાશ થાય છે. તે પછી ગુણકાર્ય પૂરું થતાં ગુણની આવશ્યકતા રહેતી નથી. આત્માનું સ્વરૂપ સુખ-દુઃખ, એટલા માટે કહેલ છે કે જે સંસ્કારગુણ છે એનાથી સંવર-નિર્જરા થાય પુણ્ય-પાપ, રાગ-દ્વેષ અને ગુણ-દોષથી અતીત છે. ગુણથી અતીત છે. અર્થાત્ દોષમાં સુધારો થાય છે અને અંતે નાશ પામે છે. જ્યારે
સ્વરૂપગુણની પ્રાપ્તિ થાય છે ત્યારે પછી સંસ્કારગુણની આવશ્યકતા મેલ નીકળી જતાં પછી સાબુની કે કપડું ઘોવાની ક્રિયાની આવશ્યકતા રહેતી નથી. આ અપેક્ષાએ આત્માને ગુણાતીત કહ્યો છે. કપડાંમાંથી રહેતી નથી તેના જેવું છે. દોષકર્મ. એમાં દોષ એ વિકૃતિ છે. કર્મ છૂટું પડી જઇ પાછું કાર્મણ વર્ગણારૂપે પરિણમે છે અને વિકૃતિ પ્રકૃતિમાં લય પામે છે. રાગ-અજ્ઞાન જુદા પડી ગયા પછી પાછા ચોંટતા નથી. એક મણ લાકડું બાળીએ તો રાખ થાય છે. પણ એક મણ કપુર બાળીએ તો રાખ જરા સરખી થતી નથી.
ક્ષાયોપશમિક ભાવ એ દોષરેખા સહિતનો ગુણ છે. ક્ષાયિકભાવ એ દોષરેખા રહિત શુદ્ધ સ્વરૂપગુણ છે.
હીરો પણ કાચ છે અને કાચ એ ય પણ કાચ છે. દોષયુક્ત પણ હીરાની કિંમત કાચ કરતાં વધુ જ હોય. કીર્તિદાનમાં દાન એ ગુણ છે અને કીર્તિના લક્ષે દાન છે તેથી કીર્તિની અપેક્ષાએ દાનમાં દોષ છે. પરંતુ કૃષ્ણતા કરતાં કીર્તિદાન ચઢિયાતું છે. સામાયિકમાં સામાયિક લેનાર શ્રાવક કે શ્રાવિકા ઊંધે છે તે દોષ છે પણ સામાયિક તો ગુણ જ છે.