________________
તા. ૧૬-૧૨-૯૭
પ્રબુદ્ધજીવન
અણબનાવ, વિદ્રોહ, દગો, વગેરેના અનુભવો થયા હોય, કોર્ટના ધક્કા વધી ગયા હોય, જેલમાં જવાના પ્રસંગો ઊભા થયા હોય, પોતાના કે સ્વજનોનાં અપહરણ કિસ્સા બન્યા હોય. ક્યારેક તો પોતાનું જ ધન પોતાની હત્યા નોંતરનારું બન્યું હોય અથવા પોતાના જ ધને પોતાને આપઘાત કરવા તરફ ઘસડ્યો હોય ત્યારે માણસના પશ્ચાત્તાપનો પાર રહેતો નથી.
ભગવાન મહાવીરે ઃ (સૂત્રકૃતાંગ ૧/૯/૪માં) કહ્યું છે आघायकिच्चमाहेउं नाइओ विसएसिणो । अन्ने हरंति तं वित्तं कम्मी कम्मेहिं किच्चति ॥ [ મૃતકની અગ્નિ સંસ્કારની વિધિ કર્યા પછી સુખની ઇચ્છાવાળા જ્ઞાતિજનો તેનું ધન હરી લે છે, પરંતુ (તે ધન કમાવા માટે) કર્મ કરનાર તે વ્યક્તિ તેનાં ફળ ભોગવે છે. ]
આ સંસાર કેટલો બધો સ્વાર્થી છે કે કેટલાયે માણસો પોતાના સગાં એવા શ્રીમંતની મરવાની મનના છૂપા ખૂણામાં રાહ જોતાં હોય છે અને એના મૃત્યુ પછી એની સંપત્તિ ઝડપી લેવાનો, પચાવી પાડવાનો પ્રયાસ કરે છે. કોઇકનું ધન મેળવી લેવા માટે એના મૃત્યુની રાહ જોવી પડે એ પણ કેવી કરુણ દશા કહેવાય !
તાત્ત્વિક દષ્ટિએ જોઇએ અને શુભાશુભ કર્મની દષ્ટિએ વિચારીએ તો ધન કમાવા માટે જીવ જે અશુભ કર્મ બાંધે છે એ અશુભ કર્મ તો એને એકલાને જ ભોગવવાનાં આવે છે. પોતે કમાયેલા ધનનો લાભ બીજા ઉઠાવે છે, પરંતુ લાભ ઉઠાવનારાઓ ધનોપાર્જન કરનારી વ્યક્તિનાં એ અશુભ કર્મોમાં ભાગીદાર થતા નથી. એ અશુભ કર્મના વિપાક વખતે જે પીડા થાય છે તે વખતે સ્વજનો તેનું રક્ષણ કરી શકતાં નથી. એ પીડા કે દુ:ખ એવાં પ્રકારનાં હોય છે કે તે પોતે જાતે જ ભોગવવાં પડે છે. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છેઃ
અધ્યાપકો અને લોકસેવકોની બાબતમાં, સંખ્યા અને સત્ત્વની દૃષ્ટિએ એકવાર ગુજરાત સાચે જ સદ્ભાગી હતું. અત્યાર સુધીમાં અનેક શીલવંત પ્રજ્ઞાવાન અધ્યાપકો અને નિષ્ઠાવાન લોકસેવકો ગાંધીજીના ગુજરાતને મળતા રહ્યા છે. શ્રેયાર્થી શ્રી શંકરભાઇ એવાઓમાંના એક વિરલ અધ્યાપક-લોકસેવક હતા. પંડિતવર્ય શ્રી સુખલાલજીના શબ્દોમાં કહીએ તો, તેઓ ‘સ્વાભાવિક સંત' હતા.
સ્વાભાવિક-સંત શ્રી શંકરભાઇ
D ડૉ. રણજિત પટેલ (અનામી)
શ્રી શંક૨ભાઇ અમદાવાદથી એમના એક મિત્રને તા. ૨૬-૧-'૬૦ના રોજ એક પત્ર લખે છે ઃ ‘હમણાં રોજ સવારે હું પંડિત સુખલાલજી (ઉંમર ૮૦-પંદર વર્ષની ઉંમરથી અંધ)ને અંગ્રેજી કે ગુજરાતી-તેમની પસંદગીમાંથી વાંચી સંભળાવવા જાઉં છું.' આના સંદર્ભમાં પૂ. સુખલાલજી લખે છે : ‘લગભગ બારેક વર્ષ પહેલાં હું (૧૯૬૨-૬૩ હશે) સરિતકુંજ, એલિસબ્રિજમાં રહેતો. શંકરભાઇ પણ એક સગૃહસ્થને ત્યાં એ વખતે રહેતા. વાત નીકળતાં મેં અમુક અંગ્રેજી પુસ્તકો સાંભળવાની મારી ઇચ્છા દર્શાવી. એમણે કહ્યું : ‘હું રોજ અમુક સમયે આવીશ. શંકરભાઇ રોજ નિયમિત આવે. એમનું અંગ્રેજી પણ શુદ્ધ અને પાકું. તેથી એમણે મને અનેક ઇષ્ટ પુસ્તકો સંભળાવ્યાં, પણ નવાઇની વાત એ કે એમણે કદી એક પાઇ લેવાની ઇચ્છા જ નહીં સેવેલી. એમની જરા પણ ઇચ્છા મને જણાઇ હોત તો હું એમને કંઇક ને કંઇક અવશ્ય આપી શકત, પણ હું પોતે એમને કંઇક લેવાનું કહેતાં જ સંકોચાતો. આ રીતે એમણે સેંકડો વિદ્યાર્થીઓની વગર ફીએ ઇચ્છા સંતોષી છે...આજે જો એમની પાસે શીખેલ વિદ્યાર્થીઓની યાદી ક૨વામાં આવે તો એ યાદી જોઇ લોકો વિસ્મય પામે.' પંડિતજીની આ અતિશયોક્તિ નહીં પણ સાવ અલ્પોક્તિ છે. શ્રી શંકરભાઇ સાવ અકિંચન નિસ્પૃહી સંત- અધ્યાપક હતા. પોતાની પાસે સિલકમાં એક પાઇ પણ ન રાખે. પંડિતજી લખે છે : ‘આમ, તો એ અપરિગ્રહી. કંઇ
ર
माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । बालं ते तव ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥
[ પોતાનાં કર્મો અનુસાર દુઃખથી પીડાતા તે જીવનું એનાં માતા, પિતા, બહેન, ભાઇ, પત્ની કે ઔરસપુત્ર વગેરે કોઇ રક્ષણ કરી શકતાં નથી. ]
અર્થ સરવાળે તો અનર્થનું મૂળ જ નીવડે છે. તાત્કાલિક એનો લાભ દેખાતો હોય તો પણ એનાં દૂરગામી સ્થૂલ અને સૂક્ષ્મ તાત્ત્વિક પરિણામો નુકસાનકારક છે. જેઓ ગૃહત્યાગ કરી, સાધુસંન્યાસી થઇ અકિંચન જીવન જીવે છે એમને તો અર્થની અનર્થકારી ઉપાધિમાંથી મેળવેલી મુક્તિનો આનંદ કેટલો બધો હોય છે એ તો એમનો અનુભવ કહી શકે છે. પરંતુ જેઓ ગૃહસ્થજીવનમાં રહેલા છે તેઓ પણ સિક્કામાં રહેલા છિદ્રને પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી જોઇ સમજી શકે તો પણ ધનસંપત્તિ પાછળની એમની આંધળી દોટ મંદ પડવાનો સંભવ છે. પરિગ્રહપરિમાણ એ ગૃહસ્થજીવનમાં સુખી થવાનો માર્ગ છે. સંતોષના સુખની કિંમત વિષમ પરિસ્થિતિમાં વધુ સમજાય છે. સારી રીતે આજીવિકા ચાલતી હોય એટલું ધન જો કમાવા મળતું હોય તો વધુ ધન પાછળ દોટ મૂકવાને બદલે પોતાના બચેલા સમયનો ઉપયોગ માણસે આત્મશ્રેયાર્થે કરી લેવો જોઈએ.
જૂજ
સંસારમાં મોહનું પ્રાબલ્ય એટલું મોટું રહ્યું છે અને રહેવાનું છે કે વ્યક્તિઓને જ આ તત્ત્વ સમજાય એવું છે અને સમજાયા પછી વિરલ વ્યક્તિઓ જ એ સમજણને આચરણમાં મૂકી શકે છે !
સંતમહાત્માઓ વખતોવખત કહેતા આવ્યા છે કે વિદ્યારૂપી, જ્ઞાનરૂપી, અધ્યાત્મરૂપી લક્ષ્મી જ એવી છે કે જેનું કોઈ ક્યારેય હરણ કરી શકતું નથી.
D રમણલાલ ચી. શાહ
સંઘરે નહીં ! પણ એમની પાસે બસો-ત્રણસો રૂપિયા જેટલી રકમ પડેલી. ગાંધી શતાબ્દી વર્ષમાં કે કોઇ રાષ્ટ્રીય સેવાના ફાળામાં એ ૨કમ એમણે આપી દીધી. અમે સ્નેહીઓએ એમને પૂછ્યું : ‘આટલી નાની રકમ પણ નહીં હોય તો ક્યારેક તાણ નહીં પડે ?' એમણે તદ્દન સ્વાભાવિકપણે હસતાં હસતાં કહ્યું. ‘શરીર છે, બુદ્ધિ છે, ઇચ્છા છે અને કામ થાય છે. આ બધું ચાલે છે, તો શું ખાવાપીવા વગેરેનું નહીં ચાલે ? ઇશ્વર પ્રત્યે આટલો પણ ભરોસો ન હોય તો જીવન શા કામનું ?’
‘ગુજરાત વિદ્યાપીઠ’માં કુમાર મંદિરના આચાર્ય તરીકે શંકરભાઇને રૂા. ૧૦૦/-નો પગાર મળતો હતો. ૧૯૫૦ની વાત છે. એમના હાથ નીચેના અઘ્યાપક શ્રી જયંતિલાલ વ્યાસ વિદ્યાપીઠના કૂવા પર કપડાં ધોતાં ધોતાં સ્નાન કરતા શંકરભાઈને કહ્યું : ‘શંકરભાઈ ! તમે એકલા દૂધ ને ગોળ પર રહો છો - તમારે આટલો બધો પગાર શું કરવા જોઇએ ?' ત્યાં તો શંકરભાઇ મૌન રહ્યા...પણ અગિયાર વાગ્યા પછી ઓફિસે જઇ એમણે જયંતિભાઇને કહ્યું : ‘જુઓ ભાઇ, મારા સો રૂપિયામાંથી ચાલીસ હું મારા ખોરાક પેટે વાપરું છું. દશ રૂપિયા સૂતર કાંતવા રૂની પૂણીઓ પાછળ ખર્ચુ છું અને મુંબઇમાં ભણતા બે ગરીબ પણ હોંશિયાર વિદ્યાર્થીઓને પચ્ચીસ-પચ્ચીસની શિષ્યવૃત્તિ પેટે મોકલું છું.' શ્રી જયંતિલાલ વ્યાસે સાચા અંતરથી માફી માગી. આ તો ઠીક, પણનિવૃતિ પછી તેઓ છ–સાત ટ્યૂશન કરતા, પણ ટ્યુશન-ફી તો એક બે જણ પાસેથી જ ખર્ચ પૂરતી લેતા ને બાકીનાઓને મફત ભણાવતા. એટલું જ નહીં પણ પૂ. બાપુ, દક્ષિણ આફ્રિકામાં ભણનારને ઘરે જઇને વગર ફીએ ભણાવતા તેવી રીતે શંકરભાઇ પણ કરતા. પૂ. સુખલાલજી સાથે વાત નીકળતાં ખૂબ જ સ્વાભાવિકતાથી કહે : ‘એમાં શું ? આપણે ફરવા નીકળ્યા અને એના ઘર સુધી પહોંચ્યા ત્યાં જ ભણાવી દેવું. એને આવવાનું મટે ને મારું કામ પતે,’ કથાશ્રવણ અને ભક્તિભાવમાં દિવસો