________________
તા.૧૬-૧૧-૯૭
પ્રબુદ્ધજીવન
वृद्धत्वं जरसा विना ? I ડૉ. રણજિત પટેલ (અનામી)
થોડા વખત પહેલાં મેં ૮૨મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે એ નિમિત્તે અભિનંદન-પત્રો મળતાં સ્વાભાવિક રીતે જ આનંદ તો થાય પણ સાથે સાથે એ વિચાર પણ આવ્યો કે આંખોમાં ખીલ, આંતરડાનું અલ્સર, હર્નિયા અને એન્જાઇનાની તકલીફો સાથે ઝાઝું જીવવાનો અર્થ પણ શો? અને આમ છતાંયે જિજીવિષાની વૃત્તિ-નૈસર્ગિક પ્રબળવૃત્તિ-કોઇનો પણ પીછો ક્યાં છોડે છે ? હું પણ એમાં અપવાદરૂપ નથી જ.
સને ૧૯૫૮ના ઓગષ્ટની પંદરમી તારીખે મારા શ્રદ્ધેય વંદનીય ગુરુ પૂ. રમણાનંદ સરસ્વતીએ જ્યારે પ્રયાગમાં જલસમાધિ લીધી ત્યારે મેં એમને તેમ કરવાનું કારણ પૂછેલું તો એમણે કહેલું : ‘Mission of my life on this earth is over. Why burden the mother-earth unnecessarily ?' જન્મ ધર્યાનું મારું પ્રયોજન પૂર્ણ થયું છે. હવે ધરતીમાતાને નાહકના ભારરૂપ શાને થવું ? મેં એમને પૂછેલું : ‘તમારે મન મૃત્યુ એટલું બધું સહજ છે ?' સહજભાવે એમણે કહેલું. ‘આ એક ઓરડામાંથી બીજા ઓરડામાં પ્રવેશ કરવા જેટલું સહજ.’ ‘ખાતસ્ય ધ્રુિવો મૃત્યુ ધ્રુવ ગન્મ મૃતસ્ય ૬ ।' ગીતાના ગાનારના આ ધ્રુવ-સત્યમાં પૂર્ણ વિશ્વાસ હોવા છતાં પણ ‘અબ હમ અમર ભયે ન મરેંગે' એવી મનોવૃત્તિ મારાથી સેવી શકાતી નથી, એ મારી મોટામાં મોટી મર્યાદા છે. આ નાશવંત અસ્થિર જગતમાં કોઇ વસ્તુ જો સો ટકા નિશ્ચિત હોય તો તે મૃત્યુ જ છે અને છતાંયે એની સાથે સંતાકૂકડી રમ્યા વિના રહી શકાતું નથી ! મૃત્યુની મંગલમયતાનું તત્ત્વજ્ઞાન પણ અવલંબનરૂપ બની શકતું નથી. એનું ગહન અજ્ઞાતપણું એ ભીતિમાં વૃદ્ધિ કરે છે. ‘મરણ ! તું મારે મન તો શ્યામ' એમ વર્ષો પૂર્વે મેં એક પદમાં ગાયેલું પણ જેમ જેમ કાળક્રમે એના પ્રતિ પ્રસ્થાન થઇ રહ્યું છે તેમ તેમ એની ગહનતાની લીલા છતી થતી જાય છે. જિજીવિષા અને અમરતાની લાલસાની આ સંતાકૂકડી ક્યાં સુધી નભવાની ? મૃત્યુને તો કોઇ પણ અપવાદ નથી જ.
મૃત્યુની વાત જ જવા દઇ કેવળ વાર્ધક્ય અને એના આનુષંગિક પ્રશ્નોની જ વાત કરી તો પણ જીવનનો ઘણો બધો રસ ઊડી જતો લાગશે. છેલ્લા સાત-આઠ દાયકામાં આપણા રાષ્ટ્રીય આયુ-આંક (National Span of life)માં લગભગ અઢીંગણી વૃદ્ધિ થઇ છે. ઇ.સ. ૧૯૦૧માં પુરુષોનો આયુ આંક ૨૨.૫૯ અને સ્ત્રીઓનો ૨૩.૭૧ હતો તે વધીને ઇ.સ. ૧૯૮૧માં અનુક્રમે ૫૩.૨ અને ૫૧.૯ થયો છે. પહેલાંની તુલનાએ બાળમરણ પ્રમાણ ઠીક ઠીક ઘટ્યું છે અને વિજ્ઞાનની પ્રગતિને પ્રતાપે નવાં નવાં શોધાયેલાં અનેક ઔષધોને કારણે વૃદ્ધોની સંખ્યાનું પ્રમાણ સારું એવું વધ્યું છે. એક અંદાઝ પ્રમાણે વીસમી સદીના અંત સુધીમાં ભારતમાં ૬૫ની વય ઉપરનાં વૃદ્ધોની સંખ્યા લગભગ ત્રણેક કરોડની થશે. આની સાથે સાથે યુક્તાહાર, યોગ્ય પોષણ અને વૃદ્ધત્વના રોગો સંબંધેના પ્રશ્નોમાં પણ વધારો થવાનો જ. આ બધા પડકારરૂપ પ્રશ્નોનો સામનો કરવાની અને તેમને હલ કરવાની દષ્ટિ કે દેશની શક્તિ
છે?
મારી પાસે લગભગ ત્રણેક હજાર સ્નેહી સ્વજનો અને મિત્રોનાં સરનામાનાં બે ચોપડા છે. નવરાશની પળોમાં કુતુહલવશાત્ પાનાં ફેરવતો હતો તો છેલ્લી અર્ધી સદીમાં એમાંના લગભગ પચાસ ટકા તો પ્રભુને પ્યારા થઇ ગયા છે. મારી કેડીના હવે ગણતર જ રહ્યા છે. એમની જીવનલીલાનો જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે ત્યારે કેવળ નિરાશા ને નિર્વેદની જ અનુભૂતિ થાય છે. અમારી સોસાયટીમાં એવાં અનેક કુટુંબો છે જેનો કાં તો મોભ પડ્યો છે, કાં તો વળી ! મોભ-વળી ભાગ્યે જ સાથે પડતાં હોય છે, મારા એક મિત્રનાં શ્રીમતીનું અવસાન થયું પછી છ માસ બાદ એ વિધુર મિત્રે મને કહ્યું : ‘અનામી ભાઇ ! હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણના જો આશીર્વાદ ફળતા હોય તો હું તમને આશીર્વાદ આપું છું કે ‘તમારા પત્ની અને તમો બંને સાથે જ જજો.' નંદવાયેલા પ્રસન્ન
૧૩
દામ્પત્યની એકલતાનો આ હાહાકાર હતો. વૃદ્ધાવસ્થાના એકલતાના અભિશાપને વૃદ્ધો સિવાય બીજું કોણ સમજી શકવાનું છે. ગરીબીને કારણે દિનપ્રતિદિન ભાંગતાં જતાં ગામડાં અને ઔદ્યોગિક વિકાસને કારણે ઢંગધડા વિના વિકસતાં જતાં શહેરો, વકરેલા વ્યક્તિવાદને કારણે તૂટતી જતી સંયુક્ત-કુટુંબ પ્રથા અને વિભક્ત કુટુંબ પ્રથાને કારણે સર્જાતી જતી બે પેઢી વચ્ચેની ન પૂરી શકાય તેવી તિરાડ (Generation Gap), અવસ્થા, અશક્તિ, અકસ્માત, આર્થિક ભીંસ, વ્યક્તિની એકાંગી પ્રકૃતિ અને શહેરી વસવાટનાં વધતાં જતાં અંતરે વૃદ્ધોની Mobility ઘટાડી દીધી છે અને પરિણામે એમની એકલતામાં દુઃખદ વધારો કર્યો છે. અમેરિકાથી આવેલા મારા પૌત્રની પ્લાસ્ટીક સર્જરી માટે હું એના એક નિષ્ણાત પાસે ગયો અને એમને એમના કોલેજકાળના એક પ્રોફેસરની વાત કરી જે પ્રોફેસર સાહેબ મારા પણ પરમ મિત્ર હતા...તો પ્લાસ્ટીક સર્જરી નિષ્ણાતે મને પૂછ્યું, ‘હજી એ પ્રોફેસર સાહેબ જીવે છે? ' એક જ શહેરમાં વસતા, એક જ જમાતના જોગીઓની પણ આવી કરુણ દુઃખદ દશા છે I ભદ્ર સંસ્કૃતિની પણ આ બલિહારી છે.
આ Aging Populationનો પ્રશ્ન ભારત માટે નવીન અને અતિ વિકટ છે. યુરોપના દેશોમાં એ પ્રશ્ન નથી એમ નહીં, પણ એમની આર્થિક સદ્ધરતા અને પ્રશ્નને હલ કરવાની વૈજ્ઞાનિક, શાસ્ત્રીય આવડતને કારણે ઓછો મૂંઝવનારો છે. આર્થર ઇ. ઇમહોકનો એક અભ્યાસ-લેખ ભારતને માર્ગદર્શક બની શકે તેમ છે. એ અભ્યાસ-લેખનું શીર્ષક જ અતિ સૂચક છે : “What has the Longevity in Europe and Japan to teach India ?’ આપણે અહીં તો ઇ.સ. ૧૯૮૧માં, રાષ્ટ્રીય આયુષ્ય આંક સ્ત્રી-પુરુષમાં અનુક્રમે ૫૧.૯ અને ૫૩.૨ હતો જ્યારે ૧૯૮૩માં જર્મનીમાં પુરુષોનો ૭૨.૩ અને સ્ત્રીઓનો ૭૮.૪ હતો. જાપાનનો આયુષ્ય આંક તો એથીય થોડો વિશેષ છે, પણ આ દેશોની રાષ્ટ્રીય આવક ભારતની તુલનાએ એવડી મોટી છે કે લોકકલ્યાણનાં ઘણાં બધાં કામ આર્થિક ભીડને કારણે અટકી પડતાં નથી. ૧૯૯૧ના આંકડા જોઇએ તો ભારતમાં વ્યક્તિદીઠ સરેરાશ આવક દર વરસે ૨૫૩ ડોલર છે જ્યારે ઇંગ્લેન્ડ ૮૯૫૦ ડોલર, અમેરિકા ૧૨૪૦૫ ડોલ૨, ફ્રાન્સ ૧૨૧૩૦ ડોલર, જાપાન ૧૦૩૩૦ ડોલર, કેનેડા ૧૧૨૩૦ ડોલરની છે. ભારત કરતાં પણ ચીન (૩૦૪) અને પાકિસ્તાનની (૩૪૯) આવક થોડીક વધારે છે. અલબત્ત, ચીન અને ભારતની અતિ વસ્તીનો વિચાર કરતાં આમાં કશું આશ્ચર્યજનક લાગતું નથી; પણ આમાંથી ઘણું બધું શીખવાનું છે. Over Population Problem અને Aging Population Problem ભારતના શિરદર્દ સમાન યક્ષ પ્રશ્નો છે.
૨૧ વર્ષ પૂર્વે હું જ્યારે નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યારે એમ લાગતું હતું કે દોઢેક હજારમાં અમ દંપતીનો જીવનનિર્વાહ સુપેરે થશે પણ બે દાયકા વીતતાં તો માસિક ખર્ચમાં ત્રણ ઘણો વધારો થઇ ગયો છે ! અને યુવાવસ્થામાં પૈસાની જેટલી જરૂર હતી તેના કરતાં હવે વૃદ્ધાવસ્થામાં તેની જરૂર વિશેષ લાગે છે. એટલે વૃદ્ધોના સામાજિક, ધાર્મિક, રાજનૈતિક પ્રશ્નો કરતાં પણ આર્થિક પ્રશ્નો વધુ વિકટ અને જરૂરના છે. વધતી જતી મોંઘવારી ને વધતા જતા ફુગાવા વચ્ચે વૃદ્ધો દિનપ્રતિદિન લાચારી અનુભવે છે. અને દવા-દારૂ કે સેવા-ઉપચારની મોંઘી જરૂરિયાત તો યુવાનો કરતાં વૃદ્ધોને વિશેષ છે. આવી પરિસ્થિતિમાં તું લીવ ટ્; ના આશીર્વાદ એ ખરેખર આશીર્વાદ છે કે અભિશાપ? કવિ કુલગુરુ કાલિદાસે ‘વૃદ્ધત્વ નરસા વિના ની વાત કરી છે પણ આ જમાનામાં, આ પરિસ્થિતિમાં, એ શક્ય છે ? આજે તો જ્યાં ત્યાં અનેક યુવા-વૃદ્ધો જોવા મળે છે અને જે સમાજ વૃદ્ધોને ભારરૂપ, અનુપયોગી, પરાવલંબી અને બિન ઉત્પાદક સમજતો હોય ત્યાં કયા
#gucci #j!