________________
૧૦
પ્રબુદ્ધજીવન
આપણો જ છે. આપણે આપણા પિતાઓને કહેતા સાંભળ્યા છે કે પૂર્વે એક એવો ભ્રૂટસ થઇ ગયો કે જે રોમમાં શયતાનને સહન કરે તો રાજાને સહન કરે.’ બ્રૂટસને તેના પૂર્વજનું સ્મરણ કરાવવાની કેશિયસની આવી ચાતુરીનું ધાર્યું પરિણામ આવે છે. બ્રૂટસ ઉત્તર આપે છે. ‘તમે મારી પાસે શું કરાવવા માગો છો તેનો મને કંઇક અણસાર આવે છે. મેં પણ આ બાબત વિચાર કર્યો છે, જે હું તમને પાછળથી જણાવીશ.'
રોમના નગર ચોકમાં ધાર્મિક ઉત્સવની રમતગમતો પૂરી થઇ જતાં સીઝર કલ્પર્ણિયા, એન્ટની અને સીઝરના અનુચરો નગરચોકમાંથી પાછા વળીને બ્રૂટસ અને કેશિયસ જે શેરીમાં ઊભા રહીને ચર્ચા કરતા હતા ત્યાં આવી પહોંચે છે. સીઝર કેશિયસને જોઇને એન્ટનીને પોતાની પાસે બોલાવીને કહે છે ઃ ‘પેલો કેશિયસ દૂબળો પાતળો અને ભૂખડો દેખાય છે. એ બધું ધ્યાનપૂર્વક જુએ છે, ભાગ્યે જ હસે છે. એના જેવા માણસો જોખમકારક હોય છે. પોતાથી કોઇ મોટા માણસને જોઇને તેમને હૃદયમાં ચેન નથી પડયું.’
સીઝર ઇત્યાદિના એ શેરીમાંથી વિદાય થયા પછી બ્રૂટસ અને કેશિયસને નગરચોકમાં રમતગમતોના સાક્ષી એવા એક મિત્ર પાસેથી જાણવા મળે છે કે એન્ટનીએ હાથમાં ચાબૂક સાથે દોડતાં દોડતાં એક પછી એક ત્રણ વાર સીઝરના હાથમાં મુકુટ મૂક્યો હતો, અને જો કે સીઝરની ઇચ્છા એ મુકુટને સ્વીકારવાની જણાવી હતી, પણ ત્રણે વાર તેણે એ મુકુટ હળવેથી બાજુએ મૂકી દીધો હતો અને એ ત્રણે પ્રસંગે ટોળાએ હર્ષનાદ કરીને તાળીઓ પાડી હતી. મિત્ર પાસેથી આ સાંભળીને બ્રૂટસ કેશિયસને કહે છે ઃ ‘હમણાં તો હું જાઉં છું. આવતી કાલે મારી સાથે વાત કરવાની તમારી ઇચ્છા હોય તો હું તમને મળવા આવીશ.' બ્રૂટસના વિદાય થયા પછી એકલો પડેલો ખંધો કેશિયસ સ્વગત બોલે છે ઃ ‘બ્રૂટસ, તમે ઉમદા સ્વભાવના છો ખરા, પણ હું જોઉં છું કે તમને તમારી સ્વાભાવિક વૃત્તિની વિરુદ્ધ દિશામાં વાળી શકાય છે. જો હું બ્રૂટસ હોત અને બ્રૂટસ કેશિયસ હોત તો બ્રૂટસ આમ મને છેતરી ન શકત. આજે રાત્રે હું જુદા જુદા હસ્તાક્ષરોમાં લખાયેલી ચબરખીઓ તેમના આવાસની બારીઓમાંથી અંદર નખાવીશ. એ ચબરખીઓમાં રોમમાં લોકજીભે તેમની પ્રત્યે આદરભાવ હોવાનો અને સીઝરની મહત્ત્વાકાંક્ષાનો અસ્પષ્ટ ઉલ્લેખ હશે !'
કેશિયસનાં સંદિગ્ધ વચનોનો અર્થ બ્રૂટસને સમજાઇ ગયો છે અને ઇ. સ. પૂર્વ ૪૪ના માર્ચની ૧૫મીના મળસ્કે આપણે તેને મનોમન વિચાર કરતો જોઇએ છીએ : ‘એ તો તેનું (એટલે સીઝરનું) મૃત્યુ થાય તો જ સંભવે. સીઝર પ્રત્યે દ્વેષ રાખવાનું મને વ્યક્તિગત રીતે તો કોઈ કારણ નથી. એ રાજા થવા ઇચ્છે છે, અને રાજા થયા પછી એનો સ્વભાવ કેવો બદલાઇ જાય એ જ તો પ્રશ્ન છે. મહત્ત્વાકાંક્ષી માણસો નમ્રતાનો દેખાવ કરે છે ખરા, પણ મહત્ત્વાકાંક્ષા સિદ્ધ થયા પછી નમ્રતાનો ત્યાગ કરે છે. કદાચ સીઝરેય એમ કરે.' આ પળે બ્રૂટસનો એક અનુચર આવીને તેને એક પરબીડિયું આપે છે. બ્રૂટસ એ પરબીડિયામાંથી ચબરખીઓ કાઢીને વાંચે છે : ‘બ્રૂટસ, તમે ઊંઘો છો. જાગો અને તમારી જાતને જુઓ. શું રોમ ? બોલો, કરો પ્રહાર, કરો અનિષ્ટનો ઉપાય.' ખંધા કેશિયસે જ આ પરબીડિયું બ્રૂટસના આવાસની એક બારીમાંથી અંદર નખાવ્યું હતું.
બ્રૂટસ ચબરખીઓ વાંચી રહે છે ત્યાં કેશિયસ સીઝરની હત્યા કરવાના કાવતરામાં શામેલ થયેલા, મોં ઉપર બુકાની બાંધેલા પાંચ રોમનોને સાથે લઇને બ્રૂટસને મળવા આવે છે. એ પાંચમાંથી એક કાવતરાખોર સૂચવે છે કે સીઝરની સાથે સાથે એન્ટનીની પણ હત્યા કરવી. કેશિયસ એ સૂચનને ટેકો આપે છે. બ્રૂટસ નથી માનતો. તે કહે છે : ‘માથું કાપી નાખ્યા પછી બીજાં અંગોને કાપીએ તો આપણું કૃત્ય અત્યંત ક્રૂર દેખાશે. એન્ટની તો માત્ર સીઝરનું અંગ છે. આપણે વેદિમાં બલિદાન આપવું છે, કસાઇ નથી થવું. આપણો વિરોધ તો
તો
તા. ૧૬-૧૧-૯૭
સીઝ૨ના લિંગદેહ (Spirit) સામે છે, અને લિંગદેહમાં તો રક્ત નથી હોતું. આપણે સીઝરના અંગોને કાપવા કરતાં તેના લિંગદેહને જ કાપી શકીએ તો કેવું સારૂં ! પણ અફસોસ, સીઝરનું લોહી વહેવડાવવું જ પડશે. તો ચાલો, આપણે હિંમતપૂર્વક હત્યા કરીએ, નહિ કે ક્રોધના આવેગમાં. આપણે દેવોને ભોગ ધરાવતા હોઇએ એવી ભાવનાથી તેની હત્યા કરીએ, નહિ કે કૂતરાઓ ખાય તે માટે તેના અંગો કાપીએ.’
આપણે જોઇએ છીએ કે આ વચનોમાં બ્રૂટસ કોઇ કોઇ કહેવાતા આદર્શવાદીઓ કરતા હોય છે એવી સૂક્ષ્મ આત્મપ્રવારણા કરે છે. દેવોને ભોગ ધરાવવાની ભાવનાથી હત્યા કરો કે ક્રોધના આવેગમાં હત્યા કરો, હત્યા તે હત્યા જ છે. હત્યા કરવાના નિંદ્ય કૃત્ય ઉપર ઉમદા હેતુનો આ ઢોળ ચઢાવતો બ્રૂટસ પેલા છ સાગરીતોને વિદાય આપતાં જે સલાહ આપે છે તેમાં તો તેનું કેટલું નૈતિક અધઃપતન થયું છે તે સ્પષ્ટ થાય છે. એ કહે છે : ‘સજ્જનો, મોં ઉપર પ્રસન્નતા ધારણ કરજો, જેથી કરીને કોઇ આપણો હેતુ કળી ન જાય.’
રોમમાં ઇ.સ.પૂર્વે ૪૪ના માર્ચની ૧૫ની રાત્રિએ વાદળાંઓના ગડગડાટ અને વીજળીના ચમકારાઓથી જાણે કે રુદ્ર રૂપ ધારણ કર્યું હતું અને સીઝરે કલ્પર્ણિયાને સ્વપ્રમાં ત્રણ વાર લવારા કરતી સાંભળી, ‘આવો, આવો, સીઝરની હત્યા કરે છે.’ ઊંઘમાંથી જાગીને કલ્પર્ણિયા ભયંકર ભાવિની આગાહી કરતા હોય એવા કેટલાક સંકેતોનું વર્ણન કરીને તે દિવસે સીઝરને બહાર ન જવા વીનવે છે અને કહે છે ઃ ‘ભિખારી મૃત્યુ પામવાના હોય છે ત્યારે કોઇ ધૂમકેતુ દેખાતો નથી, પણ દેવો જાતે જ રાજપુરુષોના મૃત્યુની આગાહી કરેછે.’ ‘કલ્પર્ણિયાએ વર્ણવેલા સંકેતોને સીઝર ગણકારતો નથી અને પોતાની નિર્ભયતાનો ગર્વ કરતાં કહે છેઃ ‘સીઝર તો જશે જ. નામર્દો મૃત્યુ પામતાં પહેલાં તો કેટલીય વાર મરી ચૂક્યા હોય છે. (એટલે કે મૃત્યુના ભયથી). વીરનું એક જ વાર મૃત્યુ થાય છે.' કલ્પર્ણિયા વળી સમજાવે છે : ‘તો ભલે, કહેવરાવજો કે ‘મને પોતાને તો બીક નથી લાગતી, પણ કલ્પર્ણિયાને બીક લાગે છે તેથી હું નથી આવવાનો.' એન્ટની સંચાલક ભવનમાં (Senate-House)માં જઇને કહેશે કે તમને ઠીક નથી, હું તમને પગે લાગું છું. મારી આ વાત માનો.' સીઝર માની જાય છે અને તેને સંચાલક ભવનમાં લઇ જવા આવેલા ડિશિયસ બ્રૂટસ નામના એક સંચાલક (Senator) સાથે સંચાલકોને સંદેશો મોકલે છે : ‘સંચાલકોને મારાં અભિવાદન કહેજો અને જણાવજો કે હું આજે નહિ આવું, કલ્પર્ણિયાને રાત્રે સ્વપ્ન આવ્યું હતું કે મારી પ્રતિમામાંથી લોહીની ધારાઓ વહેતી હતી અને રોમનોએ હસતાં હસતાં આવીને એ ધારાઓમાં તેમના હાથ બોળ્યા, અને સ્વપ્નમાં તે મારા ભાવિ અનિષ્ટની આગાહી જુએ છે. કપટી કાવતરાખોર ડિશિયસ કલ્પર્ણિયાના સ્વપ્નનો સીઝરને ખુશ એવો અર્થ કરી બતાવે છે, તે કહે છે ‘એ સ્વપ્રનો અર્થ તો એ થાય કે રોમનગરી સીઝરનું લોહી પીને પુનર્જીવન પ્રાપ્ત ક૨શે,’ અને તે સાથે સીઝરને લાલચ પણ આપે છે. ‘સંચાલકમંડળે આજે પરાક્રમી સીઝરને મુકુટ આપવાનો નિર્ણય કર્યો છે અને તમે આજે આવવાના નથી એવો સંદેશો મોકલશો તો સંચાલક મંડળ કદાચ એ નિર્ણય બદલે અને વિચારે કે સીઝરની પત્નીને શુભ સ્વપ્ન આવે ત્યાં સુધી બેઠક મોકૂફ રાખો,’ ડિશિયસના આ કટાક્ષથી સીઝરનું સ્વમાન ઘવાય છે અને તે સંચાલક ભવનમાં જવા સંમત થાય છે.
કરે
તે દિવસે સંચાલક ભવનની સામેની એક શેરીમાં સીઝરનો હિતેચ્છુ
એવો એક તર્કશાસ્ત્રી સીઝરની પ્રતીક્ષા કરતો હોય છે અને તેને આપવાની એક ચબરખીમાં લખી રાખ્યું છે : “સીઝર, બ્રૂટસથી ચેતતા રહેજો, કેશિયસનો વિશ્વાસ કરતા નહિ, કેસ્કની પાસે જતા નહિ, એ બધાએ એકમતે સીઝરની વિરુદ્ધ કંઇક કરવાનો નિશ્ચય કર્યો છે.’
બ્રૂટસ, કેશિયસ, કેસ્ક, ડિશિયસ, એન્ટની, ચાર દંડનાયકો અને ત્રણેક લોકનાયકો સાથે સીઝર સંચાલકભવન પાસે આવે છે ત્યારે