SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૯૬ પ્રબુદ્ધ જીવન ‘પંચતંત્ર'માં ધન-મીમાંસા ] ડૉ. રણજિત પટેલ (અનામી) ત્રણેક સાલ પૂર્વે એક ગરીબ મજૂર મારે ઘરે આવીને કહે : ‘ આજે તો હું તમારે ઘરે જમીને જ જવાનો.' મેં કહ્યું : ‘કયા અધિકારથી ?' તો તે કહે : ‘ત્રીસેક સાલ પૂર્વે આ મકાન બંધાતું હતું ત્યારે મેં મજૂરી કરી છે.' મેં કહ્યું : ‘મજૂરીના પૈસા મેં ચૂકવેલા કે નહીં ?' એ કહે : ‘ચૂકવેલા... પણ આજે મને કામ મળ્યું નથી...એટલે હું અહીં ખાઇને જ જવાનો.' અધિકારપૂર્વક એ જમીને જ ગયો ! દ૨૨ોજનું દ૨૨ોજ ૨ળીને ખાતી મારી કામ કરનારીને મેં સહજભાવે પૂછ્યું : ‘શશિ ! ઘાર કે તને લાખ રૂપિયા મળે તો તું શું કરે ?’ ક્ષણનો પણ વિચાર કર્યા વિના એણે જવાબ આપ્યો : ' અનાજથી મારું ઘર ભરી દઉં.' અર્ધી સદી-પુરાણા મારા અધ્યાપક મિત્રને, સસ્તા ભાવે રાખેલી જમીન મોંઘા દરે વેચતાં માતબર નફો થયો...એટલે ઘરે આવીને કહે : ‘અનામી ! આટલા બધા પૈસાનું હું શું કરું ?' મારા એક બેરીસ્ટર મિત્રને મેં પૂછ્યું : ‘તમારી પાસે કરોડ રૂપિયા હોય તો શું કરો ?' એમણે જે યોજનાઓ કહી બતાવી એમાં કરોડનું તો બત્રીસા ભોજનમાં ચટણી જેટલું સ્થાન હતું. તો આ છે ધનનો અભિમન્યુ-ચક્રાવો ! દરિદ્રતાના દુઃખે પીડાતી સુદામાની વ્યવહારદક્ષ પત્નીને મન અન્ન અને ધનની તુલનાએ જ્ઞાન પણ નિરર્થક લાગે છે. એ કહે છે ઃ ‘એ જ્ઞાન મને ગમતું નથી ૠષિરાયજી રે, લાવો, બાળક માગે અન્ન, લાગું પાયજી રે' ‘કેપિટલ’ના વિધાનકર્તા માર્કસે તો આપણી બધી જ સામાજિક, ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃતિક સંસ્થાઓનો ઘાટ ને ઢાંચો સમાજની જે પ્રકારની આર્થિક સ્થિતિ હોય છે તેને અનુરૂપ દર્શાવ્યો છે ને વર્ગવિગ્રહ દ્વારા મજૂરશાહીના વિજય-રાજ્યની કલ્પના કરી છે. ધનનું આવું અનિવાર્ય પ્રાબલ્ય સમજીને તો આપણા ઋષિમુનિઓ અને સ્મૃતિકારોએ જીવનના ચાર પુરુષાર્થમાં અર્થને પણ અગત્યનો પુરુષાર્થ ગણાવ્યો છે. જેની પાસે ધન નથી એ તો દુઃખી છે જ, પણ જેની પાસે અધિક ઘન છે તે તો તેથી ય વિશેષ દુ:ખી છે. ‘પંચતંત્ર'કારે ધનની છત ને અછતની ઠીક ઠીક મીમાંસા કરી છે. ‘પંચતંત્ર’નાં પાંચ તંત્રોમાં પ્રથમ તંત્ર ‘મિત્રભેદ' નામે છે. માહિલા૨ોપ્ય નગરનો વણિકપુત્ર નામે વર્ધમાન, ધર્મનીતિથી વિપુલ વૈભવ કમાવા છતાં કહે છે : ‘પુષ્કળ ધન હોય તો પણ વધારે ધન પેદા કરવાના ઉપાયો વિચારવા જોઇએ અને ક૨વા જોઇએ - કારણ ? – કહ્યું છે કે : ‘એવી કોઇ વસ્તુ નથી જે ધનથી સિદ્ધ ન થાય. માટે બુદ્ધિમાન પુરુષે પ્રયત્નપૂર્વક એકમાત્ર ધનનું સંપાદન કરવું જોઇએ. જેની પાસે ધન હોય છે તેને મિત્રો મળે છે, જેની પાસે ધન હોય છે તેની સાથે સગાંઓ સંબંધ રાખે છે, જેની પાસે ધન હોય છે તે આ લોકમાં પુરુષ કહેવાય છે-અને જેની પાસે ધન હોય છે તે પંડિત કહેવાય છે. ધનની ઇચ્છાવાળા મનુષ્યોએ-યાચકોએ-ધનવાનોના વિષયમાં ન ગાયેલી એવી કોઇ વિદ્યા, કોઇ દાન, કોઇ શિલ્પ કે કોઇ કલા નથી. અર્થાત્ યાચકો ધનવાનોની સ્તુતિ કરતાં તેમને સર્વગુણસંપન્ન તરીકે વર્ણવે છે. આ લોકમાં પરાયો માણસ પણ ધનિકોનો સ્વજન થઈ પડે છે; અને દરિદ્રોને માટે સ્વજન પણ તે જ ક્ષણથી દુર્જન થઇ પડે છે. પર્વતો ઉપરથી નીકળેલી તથા આગળ જતાં એકત્ર થઇને વૃદ્ધિ પામેલી નદીઓથી જેમ લોકોની સર્વ ક્રિયાઓ પ્રવર્તે છે, તેમ વૃદ્ધિ પામેલા અને એકત્ર થયેલા ધન વડે પણ સર્વ ક્રિયાઓ પ્રવર્તે છે. અપૂજ્યની પણ જે પૂજા કરવામાં આવે છે, અગમ્યની પાસે પણ જે જવામાં આવે છે તથા અવંઘને પણ જે વંદન કરવામાં આવે છે તે ધનનો પ્રભાવ છે. ખોરાકથી જેમ ઇંદ્રિયો કાર્ય કરતી બને છે તેમ ધનથી સર્વ કાર્યો થાય છે. એ કારણથી ધનને સર્વ સાધન-સર્વ વસ્તુ સિદ્ધિ કરનાર તરીકે વર્ણવવામાં આવે છે . ધનની ઇચ્છાવાળા આ જીવલોકનાં મનુષ્યો સ્મશાનમાં પણ રહે છે. અને પોતાનો પિતા પણ જો નિર્ધન હોય તો તેનો દૂરથી જ ત્યાગ કરીને ચાલ્યાં જાય છે. જેમની વય વીતી ગઇ હોય એવા પુરુષો પણ જો ધનવાન હોય તો તરુણ દેખાય છે, અને જેઓ ધનહીન હોય છે તેઓ યુવાવસ્થામાં પણ વૃદ્ધ બની જાય છે. સર્વે મુળા વાંચનમાશ્રયન્તે – તો એવું ધન પ્રાપ્ત ભિક્ષા, (૨) રાજાની સેવા, (૩) ખેતી, (૪) વિદ્યોપાર્જન, (૫) શી રીતે થાય ? ‘પંચતંત્ર'કાર ધનપ્રાપ્તિના છ ઉપાય દર્શાવે છે. (૧) ધીરધાર અને (૬) વેપાર. ધનપ્રાપ્તિના આ સર્વ ઉપાયોમાં માલનો સંઘરો કરવાનો ઉપાય ઉત્તમ છે. ધનપ્રાપ્તિને માટે એ એક જ ઉપાયની પ્રશંસા કરેલી છે. એ સિવાયના બીજા ઉપાયો તો સંશાયાત્મક કહ્યા છે. ધનપ્રાપ્તિ કાજે સાત પ્રકારનો વેપાર દર્શાવ્યો છે, તેમાં સુગંધી પદાર્થો વેચવાનો વેપાર (જેમાં એકના સો લઇ શકાય), નાણાવટીનો ધંધો-મંડળીનો વેપાર, ઓળખીતા ઘરાકોને માલ પૂરો પાડવાનો વેપાર, ખોટી કિંમત કહેવી (અને તેથી ધન પેદા કરવું), ખોટાં તોલમાપ રાખવાં (દેવાની પાંચ શેરી સાડાચાર શેર વજનની રાખવીને લેવાની સાડા પાંચશેરની રાખવી) અને દેશાવરથી માલ આયાત કરવો વગેરે...દૂર દેશાન્તરમાં ગયેલા લોકો જથાબંધ માલ વેચવાના વેપારમાં ઉદ્યમથી બમણું અથવા ત્રમણું ધન મેળવે છે. વનના સ્વામી પિંગલકનું મંત્રીપદ ગુમાવી બેઠેલાં બે શિયાળદમનક અને કટક વચ્ચેના સંવાદમાં પણ ધન-પ્રશસ્તિ આવે છે. કરટક દમનકને કહે છે : ‘(સિંહનો) ખાતાં વધેલો આહાર તો આપણી પાસે છે જ; પછી આ ખટપટનું શું કામ છે ?' જવાબમાં દમનક કહે છે ઃ 'તો તમેશું માત્ર આહારની જ ઇચ્છાવાળા છો ? એ બરાબર નથી. કહ્યું છે કે ‘મિત્રો ઉપર ઉપકાર કરવા માટે અને શત્રુ ઉપર અપકા૨ ક૨વા માટે ડાહ્યા માણસો (ધનપ્રાપ્તિ માટે) રાજાનો આશ્રય કરે છે. માત્ર જઠર તો કોણ ભરતું નથી ?' ... કાગડો પણ લાંબા કાળ સુધી જીવે છે અને બલિ ખાય છે...વળી નદીના તીરે ઊભેલા તૃણનું પણ જન્મ સાફલ્ય છે કે જે પાણીમાં ડૂબવાને કારણે વ્યાકુળ થયેલા મનુષ્યના હાથનો આધાર બને છે...તો પછી ધનની તો વાત જ શી ! શૂરવીર, વિદ્યાવાન અને સેવા તેમાંથી ધન એકત્ર કરે છે...વળી જે રાજા પાસેથી ધન ન મળે તેનો જાણનાર એ ત્રણ પુરુષો સુવર્ણપુષ્પિત આ પૃથ્વીને ચૂંટે છે...અર્થાત્ આકડાના વૃક્ષની જેમ, ત્યાગ કરવો જોઇએ.’ ‘પંચતંત્ર’ના પ્રથમ તંત્રમાં ‘પરિવ્રાજક અને ધુતારો' નામની વાર્તામાં પણ, અધિક ધનવાળો પરિવ્રાજક કોઇનો પણ વિશ્વાસ કરતો નથી...એનાં રાત ને દિવસ ધનની ચિંતામાં જ વ્યતીત થાય છે એટલે એ કંટાળીને કહે છે ઃ ‘ધનનું ઉપાર્જન કરવામાં દુઃખ છે, ઉપાર્જન કરેલા ધનનું રક્ષણ કરવામાં પણ દુઃખ છે, આવકમાં પણ દુઃખ છે અને વ્યયમાં પણ દુઃખ છે, માટે કષ્ટમય એવા ધનને ધિક્કાર છે.' વળી, એ જ વાર્તામાં ધનના નાશની વાત કરતાં એક શ્લોકમાં કહે છે: “ખોટી સલાહથી રાજા, બીજાઓના સંગથી પતિ, લાડ લડાવવાથી પુત્ર, અધ્યયન ન કરવાથી બ્રાહ્મણ, ખરાબ પુત્રથી કુળ, પ્રવાસથી સ્નેહ, પ્રણયના અભાવથી મૈત્રી, અન્યાયથી સમૃદ્ધિ, ખલ મનુષ્યની સેવાથી
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy