________________
८
પ્રબુદ્ધ જીવન
ઉતાવળ, અધીરાપણું, અસહિષ્ણુતા અને અસંયમવાળી છે. તેનાથી જીવનનું સંતુલન રહેતું નથી. અને માનસિક તનાવ તથા નિષેધાત્મક વૃત્તિ વધતી રહે છે. પરિણામે હિંસા, આંતક, પારિવારિક સંઘર્ષ, જેવી અમાનવીય પ્રવૃત્તિઓને વેગ મળતો રહે છે. આજના સમયે હવે આપણી જીવન શૈલી બદલવી જોઇએ. જૈન જીવન શૈલીમાં નવ સૂત્રો બતાવવામાં આવ્યા છે. (૧) સમ્યક્ દર્શન (૨) અનેકાંત (૩) અહિંસા (૪) સમગ્ર-સંસ્કૃતિ-સમ, શમ, ક્ષમ (૫) ઇચ્છા પરિમાણ (૬) સમ્યક્ આજીવિકા (૭) સમ્યક્ સંસ્કાર (૮) આહાર શુદ્ધિ અને વ્યસન મુક્તિ (૯) સાઘર્મિક વાત્સલ્ય. શારીરિક, માનસિક સ્વાસ્થ્ય માટે આ સૂત્રો મહા ઔષધરૂપ અને ભાવનાત્મક પરિવર્તન માટે આપણી ધર્મચેતનાને જાગૃત કરવાવાળા છે.
॥ માનવ મનની ગ્રંથિઓ : આ વિષય પર વ્યાખ્યાન આપતા શ્રીમતી ગીતાબહેન શાહે જણાવ્યું હતું કે જેમાં સુખ નથી તેમાં સુખ શોધવું અને તેમાં જ સતત રહેવું તેને આપણા શાસ્ત્રકારોએ અજ્ઞાન કહ્યું છે. જીંદગીનું લક્ષ્ય માત્ર ભૌતિક સુખ સગવડો નથી. સ્વ અને પરના સંબંધોમાં ઊંડા ઊતરવાથી જીવનનું રહસ્ય સમજી શકાશે. આ જગતમાં મનની ભારે વિચિત્રતા છે. આપણું મન સૂક્ષ્મ સંવેદનશીલ છે. મનની ગ્રંથિઓને છોડવાથી જ ખરા સુખની પ્રાપ્તિ થશે. મનની ગ્રંથિઓ છોડવી હોય તો પાપની રુચિ છોડવી પડશે, અને ધર્મની રુચિ કેળવવી પડશે. ધર્મરુચિ હશે તો મનની એકાગ્રતા કેળવાશે. જે કર્મ આત્મલક્ષી પુરુષાર્થ કરાવે તે સત્કર્મ અને જે કર્મ આત્માને સજા કરાવે તે દુષ્કર્મ, આત્માનાં છ સ્થાન જીવનમાં સમજાય તો આપણું જીવન સાર્થક થઇ જાય.
॥ મહાવીર વાણી : આજના સંદર્ભમાં : ડૉ. ગુલાબ દેઢિયાએ આ વિષય ૫૨ વ્યાખ્યાન આપતા કહ્યું હતું કે પચ્ચીસો વર્ષ પહેલાંની ભગવાન મહાવીરની વાણી આજે પણ અમર છે. ૩૫ ગુણોથી યુક્ત આ અમૃતવાણી સરળ, સંસ્કારી, અવિરોધી, ગંભીર અને પરમોપકારી છે. ભગવાન મહાવીરે પરિમિત એટલે કે ઓછા શબ્દોમાં ઘણું બધું કહ્યું છે. તેમણે કહ્યું છે કે જે સાર્થક છે તે લઇ લો અને જે નિરર્થક છે તેને છોડી દો, ભગવાન મહાવીર સોય અને દોરાનું દષ્ટાંત આપતાં કહે છે કે જેમ દોરો પરોવેલી સોય પડી ગયા છતાં ઊંચકી શકાય છે તેમ આત્મારૂપી સોયમાં જ્ઞાન રૂપી દોરો હોય તો તે જીવ સંસારમાં ખોવાઇ જતો નથી. ભગવાન મહાવીરે કહ્યું છે કે શરીર નાવ છે. આત્મા નાવીક છે, સંસાર સમુદ્ર છે અને મહર્ષિઓ તેને તરી જાય છે. ભગવાન મહાવીરની વાણી જીવનનાં અનેક રહસ્યોને પ્રગટ કરતી આ જગત પર આજે પણ ઉપકાર કરી રહી છે.
અંતર્જગતની ચેતનાઃ આ વિષય પર વ્યાખ્યાન આપતા શ્રીમતી શૈલજા ચેતન શાહે જણાવ્યું હતું કે ઠેઠ પ્રાચીન સમયથી મનુષ્ય પોતાના અંતરમાં ચાલી રહેલાં મંથનોનું અધ્યયન-સંશોધન કરતો આવ્યો છે. જેટલું બાહ્ય જગત છે. એથી પણ મોટું અંતર જગત છે. એ ચેતનાનું જગત છે. એમાં શુભાશુભ વિચારો, અધ્યવસાયો ચાલ્યા કરતા હોય છે. એ વખતે દ્રવ્ય મનમાંથી જે અમુક અમુક રંગના પરમાણુઓનો પ્રવાહ વહે છે તેને દ્રવ્ય લેશ્યા કહેવામાં આવે છે અને તે પ્રમાણેના ભાવને ભાવલેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા છ પ્રકા૨ની છે. કૃષ્ણ, નીલ, કાપોત, પત, પદ્મ અને શુકલ. પહેલી ત્રણ અશુભ લેશ્યા છે અને પછીની ત્રણ શુભ લેશ્યાઓ છે. લેશ્મા ચિત્તમાંથી નીકળી સમગ્ર શરી૨માં પ્રસરી જાય છે. શરીરની બહાર પણ એ આભા મંડળ રચે છે. આભા મંડળ વિશે પાશ્ચાત્ય જગતમાં પણ ખોજ થઇ રહી છે. શુભ લેશ્યા જીવને શુભ ગતિમાં લઇ જાય છે. અને અશુભ લેશ્મા અશુભ ગતિમાં લઇ જાય છે. કેવળજ્ઞાન પછી મોક્ષ સુધી ફક્ત શુકલ લેશ્યા રહે છે.
તા. ૧૬-૯-૯૬ અને તા. ૧૬-૧૦-૯૬
– જિનવાણી ભક્તિ સંગીત : મદ્રાસથી ઉપસ્થિત રહેલા શ્રીમતી કિરણબહેન જૈને વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે પોતાના સુમધુર સ્વરે પ્રભુભક્તિનાં ગીતો રજૂ કરી શ્રોતાઓને રસતરબોળ કર્યાં હતા. એમણે કેટલાંક પદો આગમવાણીના ગાયા હતા. જે તત્ત્વજ્ઞાનથી સભર હતા.
એ વ્યાખ્યાનમાળામાં દ૨૨ોજ વ્યાખ્યાનનો પ્રારંભ થતાં પહેલાં એક કલાકનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સંઘના મંત્રી શ્રીમતી નિરુબહેન એસ. શાહે દ૨૨ોજ પ્રારંભમાં પ્રાર્થનાની રજૂઆત કરવાની સાથે ભક્તિ સંગીતના કલાકારોનો પરિચય આપ્યો હતો. શ્રીમતી શારદાબહેન ઠક્કર, શ્રી શૈલેન્દ્ર ભારટી, શ્રી બંસીભાઇ ખંભાતવાલા, શ્રીમતી હંસાબહેન દાબકે, શ્રીમતી શાલિનીબહેન શાહ, શ્રીમતી ચંદ્રાબહેન કોઠારી, શ્રીમતી અલકાબહેન શાહ અને શ્રી જતીન શાહે અનુક્રમે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આપી સવા૨ના વાતાવરણને વધુ આહલાદક અને ભક્તિમય બનાવ્યું હતું. વ્યાખ્યાતાનો પરિચય આપવા સાથે વ્યાખ્યાનોની ટૂંકી સમીક્ષા વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે કરી હતી.
કરવાનો પ્રોજેક્ટ હાથ ધરે છે. તે મુજબ આ વર્ષે ગાંધીનગર પાસેના શ્રી મુંબઇ જૈન યુવક સંઘ પ્રતિવર્ષ એક સંસ્થાને આર્થિક સહાય કોબા ગામની કસ્તુરબા રોંષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ સંસ્થાને સહાય કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ સંસ્થાના મુખ્ય સૂત્રધાર હરવિલાસબહેન શાહ આ વ્યાખ્યાનમાળામાં ઉપસ્થિત રહ્યા હતા અને
તેમણે કસ્તુરબા રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિની માહિતી આપી હતી. સંઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહે, પ્રોજેક્ટના સંયોજકો શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, શ્રી શૈલેશભાઇ હિંમતલાલ કોઠારી શ્રી નિતીનભાઇ સોનાવાલા, શ્રી કુસમુબહેન ભાઉએ કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટને અને સંઘને ઉદાર હાથે સહાય કરવા અપીલ કરી હતી. આઠેય દિવસની વ્યાખ્યાન સભાનું સંચાલન શ્રી ચીમનલાલ જે. શાહે સુંદર રીતે કર્યું હતું. સંઘના મંત્રીશ્રી નિરુબહેન એસ. શાહ તથા ડૉ. ધનવંતભાઇ શાહે ફંડ માટે અપીલ તથા આભારવિધિ કરી હતી. આમ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં જ્ઞાનગંગા સમી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ થઇ હતી.
અસ્થિ સારવાર કેન્દ્ર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાનાં રોગોની નિઃશુલ્ક સારવાર દર રવિવારે સવારના ૧૦-૩૦ થી ૧-૩૦ સુધી શ્રી પરમાણંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, રસધારા કૉ-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦૦૦૪, (ફોનઃ ૩૮૨૦૨૯૬) ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૩-૦૦ થી ૫-૦૦ ના સમયે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માર્ગ, જુહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૮ ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર વિના મૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેનો લાભ ઉઠાવે તેવી વિનંતી છે.
જયાબહેન વીરા સંયોજક
નિરુબહેન એસ. શાહ ધનવંત ટી. શાહ
માનદ્ મંત્રીઓ
માલિક - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે, શાહ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪, ફોનઃ ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખોડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગઃ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨.