SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ S પ્રબુદ્ધ જીવન બેમાંથી એક સ્થિતિ અનિવાર્ય હોવાથી એવા માણસ કાં તો ચિરનિદ્રા માટે બધી વ્યવસ્થા કરી રાખશે (will have all things ordered for his sleep) કાં તો ચિરજાગૃતિ માટે બધી તૈયારીઓ કરી રાખશે (will have all things in readines for his awakening). જો કોઇ માણસ ચિરનિદ્રા માટે વ્યવસ્થા કરી રાખવાનો નિર્ણય કરે તો તેથી તેની વિવેકબુદ્ધિ (judgement) અધમ(ignoble) છે એમ કહેવાનો આપણને અધિકાર નથી. rooms મૃત્યુ પછી જીવન છે જ એવી સત્ત્વશાળી (brave) શ્રદ્ધા મનની ખરેખર ઇર્ષ્યાપાત્ર (enviable) સ્થિતિ છે. પણ હું જોઇ શકું છું યાં સુધી તે અસામાન્ય (Unusual) સ્થિતિ છે. હું જેમને તેમના પિતાના આવાસના ખંડોના ભવ્ય વૈભવમાં (the splendour of the in their father's house) એટલી દઢ શ્રદ્ધા હોય કે તેમના મિત્રોને મહેલ જેવા એ ખંડોમાં બોલાવી લેવામાં આવે ત્યારે, એ મિત્રોને મહારાણી પોતાના દરબારમાં બોલાવે ત્યારે થાય તે કરતાં વધારે રાજી થાય એવા બહુ થોડા ખ્રિસ્તિઓને ઓળખું છું. આનાથી ઊલટું અધમ ન ગણાય એવી ઘણી વ્યક્તિઓ છે જે મૃત્યુ પછી કંઇ નથી એવી નિર્ભીક માન્યતા ધરાવે છે અને એવી માન્યતા ચારિત્ર્યની શુદ્ધિ કે કોઇ કામ હાથ ઉપર લેવાની ધગશ સાથે અસંગત (inconsistent) છે એમ માનવું તે નૈતિક અધમતાની અંતિમ કોટિની નિશાની (sign of the last depravity) છે. કોઇ સમજુ (rational) વ્યક્તિ જીવન ટૂંકું છે તે જ કારણે તેને આયુષ્યનાં જે કંઇ વર્ષો મળ્યાં હોય તેનો દુર્વ્યય નહિ કરે અને કાલે મૃત્યુ આવવાનું છે તો ભલે આજે દારૂ પી લો એવો વિચાર દારૂડિયા સિવાય કોઇને નહિ આવે, અને એવો પણ સંભવ નથી કે આપણાં પાપની આપણને એક ક્ષણમાં ક્ષમા મળશે અને આપણાં દુષ્કૃત્યો ધોવાઇ જશે એવી પ્રતીતિના ફળ સ્વરૂપ કોઇનું વર્તન, એવી પ્રતીતિથી વધારે કઠોર (sterner) અને અજ્ઞાની ન ગણાય એવા ઘણા માણસો માને છે તેમ જે વધારે વાસ્તવિક હોઇ શકે તે-‘માણસ વાવશેજ તેવું લણશે- કે બીજાંઓ લણશે' એવી ભીતિના (apprehension) ફળ સ્વરૂપ થાય તે કરતાં વધારે શુદ્ધ થશે જ. પણ અંતદષ્ટિની નિર્બળતાએ (feebleness of sight), કે સ્વભાવમાં આવી ગયેલી કડવાશે (bitterness of soul) અથવા તો જેઓ ઉચ્ચત્તર આશા (higher hope-એટલે કે મૃત્યુ પછી જીવન છે એવી) રાખે છે તેવી વ્યક્તિઓના વર્તને આપેલા આઘાતે (offence) જેમને માટે મૃત્યુ પછી કંઇ નથી એવી દુ:ખદ માન્યતા (painful creed) તેમના કરતાં વધારે સુખી વ્યક્તિઓને કરી શકાય તે કરતાં વધારે પ્રતીતિજનક પ્રમાણથી (more secure in its ground) અનુરોધ (appeal) કરી શકાય છે. એવી વ્યક્તિઓને માઠું લગાડ્યા વિના કોઇ સાંભળે નહિ એવી રીતે તેમને કહી શકું તો હું રાજી થઇને (fair) એમ કરું અને તેમને કહ્યું: • ‘મૃત્યુશય્યામાં પડેલા ભાઇઓ, હું કહું છું તે સાંભળી તમે હવે થોડી જ ક્ષણોમાં સદાય માટે બધિર થઇ જશો. મૃત્યુ પછી જેમાં પોતાની સર્વ ભૂલો ભુલાઇ જશે અને પોતાના અપરાધોની ક્ષમા મળશે એવા અનંત અસ્તિત્વની (infinite existence) આશા રાખતા તમારા જમણા અને ડાબા હાથે ઊભેલા ભાઇઓ અસંખ્ય કલાકોના ભવિષ્યમાં (a future of innumerable hours) શ્રદ્ધા રાખે છે અને તેથી તેઓ તેમને મળેલી ક્ષણોનો અલ્પ સંખ્યાની ક્ષણોનો (numbered moments) દુર્વ્યય કરે તે ક્ષમ્ય ગણાય. એ ભાઇઓ ગરીબોની ઉપેક્ષા કરે તો તે તેમના હૃદયની કઠોરતાની નિશાની ન ગણાય, કારણ કે તેઓ જાણે છે કે તેમના સ્વામી એ ગરીબોનું ધ્યાન રાખે છે. (the poor ever whom they know their master is wateching), અને તેથી જેમનો સદંતર વિનાશ થવાનો નથી તેમનો અલ્પ કાળ માટે વિનાશ થવા દે છે. (leave those to perish temporarily who cannot તા. ૧૬-૬-૯૬ અને તા. ૧૬-૭-૯૬ perish eternally). તમારા માટે તો એવી આશા નથી અને તેથી તેમને છે એવું તમારી પાસે બહાનું ય નથી. તમે માનો છો કે તમે આ ગરીબો માટે જે ભાગ્યનું નિર્માણ કર્યું છે તે જ તેમનો સમગ્ર વારસો છે (all their inheritance-એટલે ગરીબો તેથી વધારે સારા ભાગ્ય માટે જન્મેલા નથી). તમે એમને કચડી નાખશો તો ગરીબો તમને દોષ આપવા તેમની કબરોમાંથી બેઠા થવાના નથી, અન્નના અભાવે મંદ પડી ગયેલો તેમનો શ્વાસોશ્વાસ વિરમી ગયા પછી તમને કાનમાં દોષનો એક શબ્દ પણ સંભળાવવા (to whisper) પાછો ચાલુ થવાનો નથી. તમે માનો છો તેમ એ ગરીબો અને તમે સાથે માટીમાં શયન કરી જશો અને તમારી ઉપર જીવજંતુઓ જામી જશે, એ ગરીબોને કોઇ વેર નથી લેવાનું. તમારી કબર ઉપર માત્ર આપણે જે કર્યું છે તેનો બદલો કોણ લેશે' એ પ્રશ્ન ગણગણાતો રહેશે. (murmured above your grave). તો જેનો ઉપાય નથી એવા દુઃખનો તેમને ભોગ બનાવવાનું તમને તમારા હૃદયમાં વધારે સહેલું લાગશે ? તમારા ગરીબ ભાઇ પાસેથી તમે સ્વચ્છંદે (wantonly) તેનું સર્વસ્વ ઝૂંટવી લઇને તેના ટૂંકા જીવનને કષ્ટથી લાંબું કરી મૂકવાનું પસંદ કરશો, જેનો બદલો ન વાળી શકાય એવો અન્યાય કરવા તમે વધારે તૈયાર રહેશો, અને જેની તમે એક જ વાર ભેટ ન કરી તો પછી ક્યારેય નહિ કરી શકો, તે કરુણા (mercy) બતાવવામાં તમે કંજૂસ (niggardly) થશો ? તમારા માટે વધુમાં વધુ સ્વાર્થી માણસ માટે પણ. હું એવો સારો અભિપ્રાય ધરાવું છું કે તમે કે એવો સ્વાર્થી માણસ જાણી જોઇને એમ કરે તે હું માની શકતો નથી. (I think better of you-even of the most selfish- than that you would do this, well undestood). જો જીવન સ્વપ્ન જ ન હોય તો અને આપણને જે કંઇ શાંતિ, સામર્થ્ય (power) અને આનંદ મળવાનાં છે તે આપણે આ જીવનમાં મેળવવાનાં છે અને વિજયનું ફળ પણ આ જીવનમાં જ, નહિ તો ક્યારેય નહિ ભેગું કરી લેવાનું છે. (all fruit of victory gathered here-or never), તો પણ તમારા આયુષ્યનાં અલ્પ વર્ષો દરમ્યાન સદાય (throughout the puny totality of your life), તમે તમારા ક્ષુદ્ર અહં પોષવા વ્યર્થ શ્રમ કરીને અગ્નિમાં બળશો ? (weary yourselves in the fire for vanity ?) જો ભવિષ્યમાં તમારા માટે આરામ ન હોય તો, આ જીવનમાં જ તમે લઇ શકો એવો આરામ નથી ? જેમની માન્યતા તમે પુનઃ સ્વીકારી છે (to whose creed you have returned) તે પ્રાકૃત મનાતી પ્રજાઓ (the heather) એમ નહોતી માનતી (નોંધ : એકેશ્વરવાદી ખ્રિસ્તીઓ એકાધિક દેવદેવીઓમાં માનનારી અને મૃત્યુ પછી અનંત જીવન છે એવી ખ્રિસ્તીઓના જેવી શ્રદ્ધા વિનાની પ્રાચીન ગ્રીક અને રોમન પ્રજાને heathen-એટલે કે વેરાન પ્રદેશોમાં રહેનારી અસંસ્કૃત અથવા પ્રાકૃત પ્રજાઓ- કહેતા). શું એ પ્રજા જાણતી હતી કે જીવન એક સંઘર્ષ છે, પણ સંઘર્ષ માત્રના ફળ સ્વરૂપ મળતા મુકુટનીય તે આશા રાખતી, જો કે જેને માટે ગર્વ લઇ શકાય એવો મુકટ નહિ I (They knew that life brought its contest, but they expected from it else the crown of all contest: no proud one !) વગડામાં ઊગતા ઓલિવ વૃક્ષનાં શ્રમિત કપાળને શાંતિનાં અલ્પ વર્ષોમાં શીતળ લાગે એવાં થોડાં ઘણાં પર્ણોનો જ ! (only some few leaves of wild olive, cool to the tired brow through a few years of peace !-નોંધ : brow શબ્દનો અર્થ ભમ્મર ઉપરાંત કપાળ પણ થાય છે). તેમની અપેક્ષા તો સુવર્ણના મુકુટની હતી, પણ તેમનો દેવ જૂપિટર (વેદયુગવો ઘુપિતા) ગરીબ હતો અને તે સારામાં સારો એવો જ મુકુટ આપી શકે એમ હતું. એ પ્રજાઓ એમ પણ માનતી કે સુખ યુદ્ધથી કે ધનથી કે
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy