SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પ્રબુદ્ધ જીવન બાળકૃષ્ણના નાગદમનના પ્રસંગમાં નાગણો એમને વિનવે છેઃ જળકમળદળ છાંડ બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે. આમ, નાગણો પણ બાળહત્યાના પાપથી ડરે છે. સામાન્ય રીતે કોઇ સંકટ આવી પડે, આગ લાગી હોય, જહાજ ડૂબતું હોય, રોગચાળો ફેલાતો હોય, યુદ્ધ ફાટી નીકળ્યું હોય ત્યારે બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, અપંગો વગેરેને પહેલાં બચાવી લેવાની પ્રથા છે. એમાં માનવતાની દૃષ્ટિ તથા પોતાના પ્રાણના ભોગે પણ તેમને બચાવવાની સમર્પણની ઉચ્ચ ભાવના રહેલી છે. બાળકનું ઈરાદાપૂર્વક ખૂન કરવું અને બાળકનું ખૂન કરવાનો આશય ન હોવા છતાં ખૂન થઇ જાય એવી ઉભય પ્રકારની બાલહત્યાની ઘટનાઓ બને છે. કોઇક વ્યક્તિનો આશય બાળકનું ખૂન કરવાનો નહિ પણ એને શારીરિક શિક્ષા કરવાનો હોય છે. પરંતુ એ શિક્ષા રૂપે પડેલો માર સહન કરવાની શક્તિ બાળકમાં ન હોય, અથવા શરીરના એવા મર્મભાગ ઉપર પ્રહાર થાય કે એ બાળકનું મૃત્યુ થાય. બાળકોનું શરી૨ બહુ કોમળ હોય છે. અમુક હદથી વધુ માર તે સહન નથી કરી શકતું. તેથી તેનું મૃત્યુ થાય છે. કોઇ કોઇ વાર એવી ઘટના બને છે કે નાની સરખી ભૂલ માટે બાપ નાના કુમળા બાળકને એટલું બધું મારે કે બાળક તમ્મર ખાઇ નીચે પડે છે અને પછી મૃત્યુ પામે, ઘણાં વર્ષો પહેલાં વાંચેલી એક ઘટના યાદ આવે છે કે જેમાં બિહારના એક ગામમાં એક અત્યંત ગરીબ પિતાને, સાત-આઠ વર્ષના દીકરાએ પાંચ રૂપિયાની નોટ ખોઈ નાખી એથી એટલો બધો ગુસ્સો ચડેલો કે દીકરાને માર માર કર્યા કર્યો. અને છેવટે રડતો રડતો છોકરો મૃત્યુને શરણ થયો. કેટલાંક વર્ષ પહેલાં ગુજરાતના એક ગામડામાં બનેલા બનાવ પ્રમાણે માએ ચીંધેલું ઘરકામ કરવાને બદલે, માની સામે અતિશય બોલબોલ કરતી દીકરીને અટકાવવા માએ ગુસ્સામાં દીકરીને પકડીને એનું મોઢું જોરથી દબાવી દીધું અને કહ્યું, લે, હવે બોલ જોઇએ ?' પણ એ મોઢું એટલી હદ સુધી દબાવી રાખ્યું કે દીકરી ગૂંગળાઈને મરી ગઈ. આવી રીતે સ્વજનોને હાથે જ, ઇરાદો ન હોવા છતાં, અતિશય મારઝૂડને કારણે બાળકો મૃત્યુ પામે છે અને મારનારને જિંદગીભર પસ્તાવો રહે છે. આવા પ્રસંગ બને છે ત્યારે કાયદેસર એ ગુનો બને છે. એવી વ્યક્તિને સજા થાય છે; ક્યારેક જેલમાં જવાનો વખત પણ આવે છે. ભારત અને બીજા કેટલાક દેશોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું છે. ધર્મને નામે બાલહત્યાનું પ્રમાણ હવે ઘટ્યું છે તો પણ સદંતર બંધ થઇ ગયું છે એમ ન કહી શકાય. દેવદેવીને બિલ ધરાવવા માટે જેમ પશુઓની હત્યા થાય છે તેમ ક્યાંક ગુપ્ત રીતે બાળકોને પણ વધેરવામાં આવે છે. પોતાની માનતા પૂરી કરવા, દેવદેવીને પ્રસન્ન કરવા બાળકનો ભોગ ધરાવવા માટે કોઇકના બાળકનું અપહરણ થાય છે અને એવી અજાણી એકાંત જગ્યાએ લઇ જઇ બાળકનો ભોગ આપવામાં આવે છે. કાયદેસર આ ગુનો હોવા છતાં આવી ઘટનાઓ હજુ ક્યારેક બને છે. કેટલાક મેલી વિદ્યાના ઉપાસક બાવાઓ પણ આવી રીતે બાલબલિ ધરાવે છે. તા. ૧૬-૬-૯૬ અને તા. ૧૬-૭-૯૬ કરવા માટે બાળકને ધરાવવા માટે કહે એવી કથાઓ કથા તરીકે જ રહી છે. પોતાના સંતાન ચેલૈયાને ખાંડણિયામાં ખાંડયા જેવી ધર્મકથા વર્તમાન સમયમાં અવાસ્તવિક ભાસે છે. જૂના વખતમાં સવિશેષ અને વર્તમાન સમયમાં પણ હજુ ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે પોતાનાં સંતાન જીવતાં ન રહેતાં હોય તો એક સંતાન જન્મે કે થોડા વખતમાં બબલ તરીકે પોતાના ઇષ્ટ દેવ કે દેવીને ધરાવવાથી પછીનાં સંતાનો જીવી જાય છે. તબીબી વિજ્ઞાનની આધુનિક સગવડો હવે સર્વત્ર ઉપલબ્ધ થવાથી એ પ્રકારના બાળમરણનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે. એથી દેવદેવીને એક બાળક ધરાવવાની પ્રથા લુપ્તપ્રાયઃ થઇ ગઇ છે. દેવદેવીઓ જુદું રૂપ લઇને ભક્તની કસોટી કેટલીક વહેમી સ્ત્રીઓ પોતાના નિઃસંતાનત્વના ઉપાય તરીકે પોતાની દેરાણી, જેઠાણી કે પડોશણના નાના નિર્દોષ બાળકને ડામ દેવાનું કે મારી નાખવાનું અધમ કાર્ય ગુપ્ત રીતે કરે છે. એવું કાર્ય અંધશ્રદ્ધાપ્રેરિત પણ હોય છે અને ઇર્ષ્યાજનિત પણ હોય છે. જૂના વખતમાં કાયદાનો ડર ઓછો હતો અને સમૂહ-માધ્યમો નહોતાં ત્યારે આવી ઘટનાઓ વધુ બનતી અને જલદી પ્રકાશમાં આવતી નહિ. માતાપિતાને હાથે જ સંતાનની હત્યાની બનતી ઘટનાઓનું પ્રમાણ સામાજિક કુરૂઢિઓ અને આર્થિક સમસ્યાઓને કારણે અલ્પતમ બની ગયું છે. દીકરી જન્મે તો ભારે ચિંતાનો વિષય બની જતો. જૂના જમાનામાં કેટલીક જ્ઞાતિઓમાં ગરીબ કુટુંબોમાં દીકરી ન જન્મે તો સારું એવો ભાવ રહેતો. દીકરી જન્મે તો એને ‘દૂધ પીતી’ કરી નાખવામાં આવતી. દૂધમાં એનું મોઢું ડૂબાડી દેવામાં આવતું કે જેથી તરફડીને મરી જાય. અથવા દૂધમાં ઝેર ભેળવીને એ દૂધ પીવડાવી દેવામાં આવતું. માબાપને સંતાન વહાલું ન હોય એમ નહિ, અને માતાનો જીવ તો આવું કરતાં કકળી ઊઠે, તો પણ ભાવિ આર્થિક અને સામાજિક ત્રાસની ચિંતામાં આવું અપકૃત્ય કરવા તેઓ લાચાર બની જતાં. કયારેક મંદબુદ્ધિવાળાં કે મોટી ખોડખાંપણવાળાં અપંગ બાળકની બાબતમાં પણ આવું બને છે. વગેરેને લીધે પોતાને માટે જીવન અસહ્ય થઇ પડે ત્યારે સ્ત્રી કે પુરુષ કે ગરીબી, નિર્ધનતા, છૂટાછેડા, દેવું, નિષ્ફળતા, નિરાધારતા પતિ-પત્ની બંને આપઘાત કરી પોતાના જીવનનો અંત આણવાનો રાખે ? એની વિમાસણમાં એવા નિર્ણય ઉપર આવે કે પોતે બાળકોની વિચાર કરે, પરંતુ પોતે ચાલ્યા જાય ત્યારે પોતાનાં નાનાં બાળકોને કોણ સાથે જ આપઘાત કરવો. બાળકોને ઝેર પીવડાવી પોતે પીધું હોય, બાળકો સાથે સળગી મરવાનો પ્રયત્ન થયો હોય અથવા વિદેશોમાં બાળકો સહિત ઊંચા માળેથી કે નદી, તળાવ કે કૂવામાં પડતું મૂક્યું હોય બને છે તેમ પહેલાં બાળકોને ઠાર કરી પછી પોતાની જાતને પણ ઠાર કરી હોય એવા એવા પ્રસંગો બને છે. આવી સ્થિતિમાં સ્ત્રી કે પુરુષનો પોતાનાં સંતાનો પ્રત્યે નિર્દયતાનો ભાવ નથી હોતો, પણ તેમને લાચાર પરિસ્થિતિમાંથી મુક્ત કરવાનો આશય હોય છે. પરંતુ વાસ્તવમાં તો એ ગુનો જ બની રહે છે. તેઓ જીવતાં ન રહેવાથી તેમને શિક્ષા થઈ કે શકતી નથી. કે સ્ત્રી કે પુરુષ અન્ય લગ્ન કરે અને પૂર્વપતિ કે પૂર્વપત્નીથી નાનાં સંતાન હોય અને તેને પોતાની સાથે રાખવાનો વખત આવે અથવા એના નિમિત્તે ઉપદ્રવ થવાનો સંભવ હોય ત્યારે છૂપી રીતે એવાં સાવકાં સંતાનોનો કાંટો કાઢી નાખવાનો પ્રયત્ન એક અથવા બીજા દ્વારા થાય છે. બે ચાર વર્ષના નિર્દોષ બાળક તરફથી કશી જ અણગમતી પ્રવૃત્તિ ન થતી હોય તો પણ પૂર્વપાત્રની યાદ રૂપે એ હોવાને કારણે ઇર્ષ્યા અને દ્વેષની ઉગ્રતાથી પ્રેરાઇને એકાંતનો લાભ લઇ તેને મારી નાખવાનો પ્રયત્ન થાય છે. ત્યારે બાળક કુદરતી આકસ્મિક રીતે મૃત્યુ પામ્યું છે એવો ડોળ કરવાનો પ્રયત્ન પણ થાય છે. કેટલાક જાતીય વિકૃતિ ધરાવનારા પુરુષો એકાંતનો લાભ લઇ નાની બાળકી ઉપર બળાત્કાર કરે છે, પરંતુ બાળકી ભયભીત થવાને કારણે, ગૂંગળામણ અનુભવવાને કારણે કે એવા બીજા કોઇ કારણે મૃત્યુ પામે છે. બળાત્કારનો ગુનો બાળહત્યામાં પરિણમે છે. કેટલાંક આવા માણસો પોતે જ બળાત્કાર પછી બાળકીને ગૂંગળાવીને મારી નાખે છે કે જેથી કોઇ સાક્ષી ન રહે.
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy