________________
વર્ષ : (૫૦) + ૭ અંકઃ ૨-૩
તા. ૧૬-૩-૯૬૭ Regd. No. MH, By. / South 54. Licence 37
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
T
પ્રબુદ્ધ જીવન
} પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ તંત્રી : રમણલાલ ચી. શાહ
મારા પિતાશ્રી
મારા પૂજ્ય પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે ગયા મહા વદ અમાસના દિવસે (તા. ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ) ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો. ચિત્તની સ્વસ્થતા અને સમતા, નિર્વ્યસનીપણું, કાયમ ઉણોદરી વ્રત અને પ્રભુભક્તિ એ એમના દીર્ઘાયુનું રહસ્ય છે. આ ઉંમરે પણ તેઓ ઘ૨માં લાકડીના ટેકા વગર ચાલે છે. જરૂર પડે તો ભીંતનો ટેકો લે છે. આખો દિવસ સતત બેઠેલા રહે છે. દિવસે ઊંઘતા નથી. પુસ્તકો અને છાપાંઓ નિયમિત વાંચે છે. (નેવું વર્ષની ઉંમર પછી તેમને બંને આંખે મોતિયો આવેલો તે ઊતરાવી લીધો હતો.) તેમને કાને બરાબર સંભળાય છે. માથે ટાલ પડી નથી, કેટલાક વખત પહેલાં કોઇ કોઇ વાળ પાછા કાળા થયા હતા. તેમના બધા દાંત પ્રૌઢાવસ્થામાં ગયેલા. ચોકઠું કરાવેલું, પણ પહેર્યું નહિ. વગર દાંતે, પેઢા મજબૂત થઇ ગયાં હોવાથી ખાઇ શકે છે. પાચનક્રિયા બરાબર ચાલે છે. રાતના સૂઇ જાય કે તરત ઊંઘ આવી જાય છે. રાતના પેશાબ કરવા ઊઠવું પડતું નથી. સંજોગવશાત્ રાત્રે મોડા સૂવાનું થાય તો પણ વહેલી સવારે સમયસર ઊઠી જાય છે. તેમને શ૨ી૨માં કોઇ બીમારી નથી. હાર્ટ ટ્રબલ, ડાયાબિટિસ, બ્લડપ્રેશર, પાઇલ્સ, અસ્થમા, કે એવો કોઇ રોગ નથી. ચાલીસેક વર્ષની ઉંમરે દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો. તે વખતે ક્યારેક તો એ રોગના જીવલેણ હુમલા આવ્યા હતા. પરંતુ ભારે પુરુષાર્થ કરી એમણે એ રોગને એવો તો નિર્મૂળ કર્યો કે જિંદગીમાં બીજી વાર તે થયો નથી. એ વખતે ભાયખલામાં દવાખાનું ધરાવતા એક ભલા પારસી ડૉક્ટર દારૂવાલાની દવા એમને માફક આવી ગઇ હતી.
રોજ સવારે સાડા પાંચ કે છ વાગે ઊઠતાંની સાથે પથારીમાં બેઠાં બેઠાં જ તેઓ એક કલાક ઉચ્ચ સ્વરે પ્રભુસ્તુતિ કરે છે. આત્મરક્ષા મંત્ર, નવકા૨ મંત્રનો છંદ, ગૌતમ સ્વામીનો છંદ, રત્નાકર પચીસી, કેટલાંક પદો તથા સ્તવનો તેઓ રોજ બોલે છે, પહેલા તીર્થંકર ઋષભદેવથી ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી સુધી રોજ અનુક્રમે એક તીર્થંકરના ઓછામાં ઓછાં પાંચ સ્તવન ગાય છે. બે કે ત્રણ સ્તવન યશોવિજયજીનાં, એક આનંદધનજીનું એક દેવચંદ્રજીનું અને એક મોહનવિજયજીનું. આ ઉપરાંત પણ કોઇ જાણીતું સ્તવન હોય તો તે બોલે છે. પછી આખો દિવસ જે તીર્થંકર ભગવાનનાં સવારે બોલેલાં સ્તવનો હોય તે એમના મનમાં ગુંજ્યાં કરે છે. અગાઉ તેમને દોઢસોથી વધુ સ્તવનો કંઠસ્થ હતાં. છેલ્લાં કેટલાંક વર્ષથી કોઇ કોઇ સ્તવનમાં ભૂલ પડે છે. એટલે સ્તવનની ચોપડી હવે પાસે રાખે છે. સવારે ચા-પાણી લઇ, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી તેઓ નવસ્મરણ બોલે છે.
વાર્ષિક લવાજમ રૂા. ૫૦
નવસ્મરણ એમને કંઠસ્થ છે, પણ હવે તેમાં પણ ભૂલ પડતી હોવાથી પાસે ચોપડી રાખે છે. સવારે ભોજન પછી તેઓ આખો દિવસ લોગસ્સ સૂત્રનું રટણ કરે છે. સરેરાશ બસો વખત લોગસ્સ બોલાતો હશે. દિવસ દરમિયાન બપોરે છાપાં, સામયિકો કે પુસ્તકનું યથેચ્છ વાંચન કરે છે. પોતે જે જે વાંચ્યું હોય તેમાં પેન્સિલથી લીટી કરી નિશાની રાખે છે કે જેથી ભૂલથી ફરીથી એ વાંચવામાં ન આવે. કોઇ મળવા આવ્યું હોય તો તેટલો સમય વાતચીતમાં પસાર થાય છે. આ ઉંમરે પણ સ્મૃતિ ઘણી જ સારી છે. વર્ષો પહેલાંની ઘટનાઓ અને નામો બધું સ્મૃતિમાં તાજું છે.
પિતાશ્રીનો જન્મ ઇ. સ. ૧૮૯૭માં પાદરામાં થયો હતો. પોતાની જન્મસાલ યાદ રાખવા માટે તેઓ કહે છે કે જે વર્ષે ગાયકવાડ સરકારે વિશ્વામિત્રી સ્ટેશનથી પાદરા સુધીની નેરોગેજ રેલ્વે લાઇન નાખી તે વર્ષે પોતાનો જન્મ થયો હતો. પાદરાના રેલ્વે સ્ટેશનને એ રીતે સો વર્ષ થવા આવ્યાં. ઘણાં વર્ષો સુધી રેલ્વે પાદરા સુધી રહી. પછી એને માસર રોડ સુધી
લંબાવવામાં આવી અને પછી જંબુસર સુધી લઇ જવામાં આવી. પિતાશ્રીએ શિક્ષણ પાદરાની શાળામાં લીધું હતું. એ વખતે એમના સહાધ્યાયીઓમાંના એક તે ગચ્છાધિપતિ વિજયરામચંદ્રસૂરિ હતા. એમનું નામ ત્યારે ત્રિભુવન હતું. ત્રિભુવને વર્નાક્યુલર શાળામાં છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી એમણે દીક્ષા લીધી હતી. પિતાશ્રીએ વર્નાક્યુલર શાળામાં ચાર ધોરણ કર્યા પછી હાઇસ્કૂલમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, હજુ આગળ ભણવાની એમની ઇચ્છા હતી. મેટ્રિક થવું હતું. ભણવામાં પણ હોંશિયાર હતા. પરંતુ ઘરનો વેપા૨ધંધો મોટા પાયે ચાલતો હતો-એટલે ભણવાનું છોડી નાની વયે વેપાર ધંધામાં લાગી ગયા હતા. સાંજને વખતે તેઓ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરતા. એમના વખતમાં પાઠશાળામાં શિક્ષક તરીકે ચોટીલાથી આવેલા ઊજમશી માસ્તર સંગીતના સારા જાણકાર હતા. બુલંદ સ્વરે હાર્મોનિયમ સાથે સ્તવનો ગાતા અને શીખવતા. પિતાશ્રીને એ રીતે પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેની ગાથાઓ તથા દોઢસો જેટલાં સ્તવનો કંઠસ્થ થયાં તે આ ઊજમશી માસ્તરના પ્રતાપે. એ ઊજમશીભાઇએ પછી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને મુનિ ઉદયવિજયજી અને પછી ઉદયસૂરિ થયા હતા. (શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિના શિષ્ય ઉદયસૂરિ તે જુદા).
તે સમયે પાદરામાં જૈનોની વસતી મુખ્યત્વે નવધરી, દેરાસરી, લાલ બાવાનો લીમડો, ઊંડું ફળિયું વગેરે શેરીઓમાં હતી, પાસે કંટિયા