________________
તા. ૧૬-૧-૯૫
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ વાર્ષિક વૃત્તાંત
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ તેની ૬૫ વર્ષની યાત્રા પૂર્ણ કરે છે ત્યારે વિતેલાં વર્ષની વિવિધ પ્રવૃત્તિઓનું અહીં દિગ્દર્શન કરાવતાં અમે આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મોટા ભાગની પ્રવૃતિઓનો સવિગત અહેવાલ ‘ પ્રબુદ્ધજીવન'ના અંકોમાં પ્રગટ થયેલ છે, એટલે અહીં એ પ્રવૃત્તિઓનો સંક્ષેપમાં સળંગ અહેવાલ આપીએ છીએ.
* સંઘના સભ્યો ઃ સંઘના સભ્યોની સંખ્યા હાલ આ પ્રમાણે છેઃ પેટ્રન : ૧૮૨, આજીવન સભ્ય : ૨૧૮૬, સામાન્ય સભ્ય ઃ ૬૦ અને 'પ્રબુદ્ધ જીવન'ના ગ્રાહકો : ૧૫૦.
* ‘પ્રબુદ્ધ જીવન’ : ગાંધીજીની ભાવનાને અનુસરીને કશી પણ જાહેરખબર લીધા વિના છેલ્લા પંચાવન વર્ષથી સંઘનું માસિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન’ નિયમિત પ્રગટ થતું રહ્યું છે. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકોનો ‘પ્રબુદ્ધ જીવન'ને સારો સહયોગ મળતો રહ્યો છે, જે માટે અમે તેમના આભારી છીએ. ‘પ્રબુદ્ધ જીવન’નાં તંત્રી તરીકે સંઘના પ્રમુખ ડૉ. ૨મણલાલ ચી. શાહ માનદ્ સેવા આપી રહ્યાં છે, જે માટે અમે તેમના ઘણા આભારી છીએ. તદુપરાંત ‘પ્રબુદ્ધ જીવન'ના મુદ્રણકાર્ય માટે ‘મુદ્રાંકન’ના પણ અમે આભારી છીએ.
:
* શ્રી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રૂા. ૨૯૬૭ના પુસ્તકો વસાવવામાં આવ્યાં છે. વર્ષની આખરે ૧૩૪૫૦ પુસ્તકો છે. પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે પુસ્તકાલય સમિતિના તથા તેના મંત્રી શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહના અમે આભારી છીએ.
* પ્રેમળ જ્યોતિ : સંઘ સંચાલિત અને શ્રીમતિ વિદ્યાબહેન મહાસુખભાઇ ખંભાતવાળા પ્રેરિત પ્રેમળજ્યોતિ દ્વારા દર્દીઓને દવા, કપડાં, સ્કૂલ ફી, યુનિફોર્મ વગેરેની સહાય આપવાની પ્રવૃત્તિ વર્ષ દરમિયાન સારી રીતે ચાલી રહી છે. સંયોજકો તરીકે શ્રી નિરુબહેન શાહ અને શ્રી નટુભાઇ પટેલ પ્રશસ્ય સેવા આપે છે. આ માટે અમે તેમના અને અન્ય કાર્યકર ભાઇ-બહેનોના આભારી છીએ.
* અસ્થિ સારવાર કેન્દ્ર : સંઘના કાર્યાલયમાં તા. ૩૧-૭-'૮૩ થી અસ્થિ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં હાંડકાંના દર્દીના નિષ્ણાંત ડૉક્ટર શ્રી જે.પી. પીઠાવાલા દર રવિવારે નિયમિતપણે સવારના ૧૦થી બપોરના ૨ વાગ્યા સુધી હાડકાંના દર્દીઓને વિનામૂલ્યે માનદ સારવાર આપે છે. ડૉ. પીઠાવાલાના તેમજ તેમના સાથી કાર્યકરોના તથા સંયોજક શ્રી જયાબહેન વીરાના અમે આભારી છીએ.
* અંધેરીમાં અસ્થિ સારવાર કેન્દ્ર ઃ આ કેન્દ્રમાં મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૨-૩૦ થી ૫-૩૦ સુધી ડૉ. જે. પી. પીઠાવાલા સેવા આપે છે. અંધેરી ખાતેની આ પ્રવૃત્તિ માટે શ્રી વર્ધમાન સ્થાનકવાસી શ્રાવક સંઘ તરફથી તેમની જગ્યાનો ઉપયોગ કરવા દેવા માટે અમે તેમના આભારી છીએ.
*સ્વ દીપચંદ ત્રિભોવનદાસ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ : સંઘના ભૂતપૂર્વ મંત્રી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ પરિવાર તરફથી એમની સ્મૃતિમાં જૈનધર્મનાં પુસ્તકોના પ્રકાશન માટે ભેટ રકમ આપવામાં આવી હતી અને ત્યારપછી તેમાં વખતોવખત ઉમેરો થતો રહ્યો છે. આ ટ્રસ્ટના ઉપક્રમે અત્યાર સુધી તેર જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે. ૧૯૯૩-૯૪ના વર્ષ દરમિયાન (૧) સાંપ્રત સહચિંતન ભાગ ૪/૫ (૨) જિનતત્ત્વ ભાગ ૫ (૩) પ્રભાવક સ્થવિરો ભાગ ૪ (૪) તિવિહેણ વંદામિ અને (૫) આપણાં તીર્થંકરો એ પુસ્તકો પ્રગટ થયા છે.
* સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક : ‘પ્રબુદ્ધ જીવન’ માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલ લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક અપાય છે. ૧૯૯૩ના વર્ષ માટેનું પારિતોષિક પ્રા. ચી. ના. પટેલને આપવામાં આવ્યું હતું. આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડૉ. રમણલાલ ચી.
શાહ, શ્રી ઘનશ્યામભાઇ દેસાઇ અને શ્રી પન્નાલાલ આર. શાહે સેવા આપી હતી.
* શ્રીમતી ધીરજબેન દીપચંદ શાહ રમકડા ઘર સંઘ દ્વારા બાળકોને ઘરે ૨મવા માટે રમકડા આપવાની આ પ્રવૃત્તિ દર રવિવારે બપોરના ૩ થી ૫ સુધી નિયમિત ચલાવવામાં આવે છે. આ વર્ષે બાળકોની સભ્ય સંખ્યા ૧૭૫ જેટલી રહી છે. રમકડાં ધર માટે વખતોવખત નવાં રમકડાં ખરીદવામાં આવે છે. આ પ્રવૃત્તિના સંયોજકો ડૉ. અમુલ શાહ અને શ્રીમતી જયાબહેન વીરાના અમે આભારી છીએ.
* શ્રી જમનાદાસ હાથીભાઇ મહેતા અનાજ રાહત ફંડ : શ્રી જે. એચ. મહેતાના કુટુંબીજનો તરફથી રૂા. ૨૫૦૦૦ની ૨કમ અનાજ રાહત ફંડમાં મળી હતી.અને તેમાં વખતેવખત ઉમેરો થતો રહ્યો છે. એમાંથી જરૂરિયાતવાળા કુટુંબોને સસ્તા દરે અનાજ આપવાનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. આ પ્રવૃત્તિના સંયોજક તરીકે શ્રી ઉષાબહેન મહેતા, શ્રી રમાબહેન મહેતા અને અન્ય બહેનો સેવા આપી રહ્યા છે તેમનાં અમને આભારી છીએ.
* કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ : સ્વ. કિશોર ટિમ્બડયાની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી શિષ્યવૃત્તિ માટે સંઘને રૂપિયા એક લાખનું દાન મળ્યું હતું. આ ફંડમાંથી બૃહદ્ મુંબઇની કૉલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ પ્રવૃત્તિના સંયોજકો શ્રી વસુમતીબહેન ભણસાલી, શ્રી ઉષાબહેન મહેતા અને શ્રી રમાબહેન મહેતાના અમે આભારી છીએ.
* શ્રી સરસ્વતીબહેન ડાહ્યાભાઇ ઝવેરી ચશ્મા બેન્ક ઃ સંઘના ઉપક્રમે સાધારણ સ્થિતિવાળા દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવે છે. શ્રીમતી સરસ્વતીબહેન ડાહ્યાભાઇ ઝવેરી તરફથી સંઘને મળેલી આર્થિક સહાયમાંથી આ પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહી છે.
ભક્તિ સંગીતના વર્ગો : સંઘના ઉપક્રમે ચાલુ વર્ષે ભક્તિ સંગીતના વર્ગો સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા હતા. શ્રી શ્યામ ગોગટેએ આ તાલીમ વર્ગના અધ્યાપક તરીકે અને શ્રી ઉષાબહેન મહેતાએ આ વર્ગના સંયોજક તરીકે સેવા આપી હતી.
* પર્યુષણ વ્યાખ્યાનમાળાઃ સંઘના ઉપક્રમે રવિવાર, તા. ૧૨મી સપ્ટેમ્બર, ૧૯૯૩થી રવિવાર તા. ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળાં શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી બિરલા ક્રિડા કેન્દ્ર, ચોપાટી, મુંબઇ ખાતે યોજવામાં આવી હતી. આ આઠેય દિવસની વ્યાખ્યાન સભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહે શોભાવ્યું હતું. ગત્ વર્ષની માફક આ વર્ષે પણ ક્લોઝ સરકીટ ટી.વી.ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને વિષયોની વિગતો નીચે પ્રમાણે છે ઃ
દ ડૉ. હુકમચંદ ભારિલ્લ
શ્રી શશિકાંત મહેતા પૂ. સાધ્વીશ્રી સોહનકુમારીજી ૉ ડૉ. ચિનુભાઇ નાયક દર શ્રી હેમાંગિની જાઇ ૪ શ્રી પ્રવીણભાઇ સી. શાહ * શ્રી મનુભાઇ ગઢવી
૪ શ્રી હરિભાઈ કોઠારી × શ્રી આર. ડી. મહેતા × પૂ. શ્રી જશુબાઇ મહાસતીજી ૪ શ્રી નેમચંદ ગાલા * પ્રા. રમેશ દવે
ડૉ. દેવબાળા સંઘવી ડૉ.૨મણલાલ ચી. શાહ
સુખ કી પ્રાપ્તિ ભગવાન મહાવીરનો પૂર્ણયોગ કષાયમુક્તિ-મોક્ષ કા ઉપાય ધર્મધ્યાન અને જીવનશુદ્ધિ જીવન સંગીત અને માનવધર્મ સમક્તિ પ્રાપ્તિની પ્રક્રિયા ચાતક પીએ ન એઠાં પાણી તમસો મા જ્યોતિર્ગમય અહિંસા કી વૈજ્ઞાનિકતા આત્મખોજ
અપ્રમાદ
લઘુતા સે પ્રભુતા મિલે મનની જીત નામકર્મ