________________
તા. ૧૬-૧-૯૫
પ્રબુદ્ધ જીવન
ખાનપાનનો, હોટેલ, રેસ્ટોરાં, લોજવીશી વગેરેનો છે. નાના ગામડાંઓની નાની નાની હોટેલો, રેસ્ટોરાંઓમાં છોકરાંઓ કામે લાગી જાય છે, આવી નોકરીમાં છોકરાઓને ખાવા- પીવાનું મળે છે. એ એક મોટું આકર્ષણ બાળ મજૂરોમાં હોય છે. ભલે વધ્યું ઘટ્યું ખાવાનું મળતું હોય તો પણ પોતાના પેટની ચિંતા બાળકને રહેતી નથી. નોકરીમાંથી પગાર મળે છે તેનો ઉપયોગ પોતાને માટે અથવા પોતાના કુટુંબ માટે તે કરી શકે છે. કુટુંબને પણ એ બાળકને ખવડાવવામાંથી રાહત મળે છે. આથી ગરીબ દેશોમાં બાળ મજૂરોનું મોટું પ્રમાણ આવા ખાવાપીવાના વ્યવસાય તરફ ખેંચાયેલું રહે છે.
“ મધ્યમ વર્ગના કેટલાંક કુટુંબોના બાળકો ઘરે રહીને મજૂરીનું કામ કરી લે છે. બાળકો માટે સરળતાથી કામ કરીને થોડીક કમાણી કરી લેવા માટે અનેક જાતના વ્યવસાય પ્રવર્તે છે. ગુજરાત, સૌરાષ્ટ્રમાં કપાસની ૠતુમાં કાલાં ફોલવાની પ્રવૃત્તિ ઘેર ઘેર ચાલતી હોય છે. (આ લખનારે પોતે જ દસ-બાર વર્ષની ઉંમરે કાલાં ફોલવાનું, દિવાળી વખતે કેલેન્ડરોમાં ચિત્રો ચોંટાડવાનું, તારીખ-તિથિના ટ્ટા લગાડવાનું, કાગળની કોથળીઓ બનાવવાનું એમ જુદું જુદું કામ કરેલું છે.)
કેટલાંક વ્યવસાયો બાળ મજૂરો માટે બહુ થકવનારા અને જોખમભરેલા હોય છે. ગરીબી અને બેકારીને કારણે બાળકોને તેવા વ્યવસાયમાં જોડાવું પડે છે. ભારતમાં આંધ્ર પ્રદેશના પોચમપલ્લીમાં તથા વારાણસીના સાડીઓના કારખાનાઓમાં, કાશ્મિર, મિરઝાપુર, વારાણસી વગેરે સ્થળે આવેલાં ગાલીચાના કારખાનાઓમાં, ફિરોઝપુરમાં કાચની બંગડીઓના કારખાનાઓમાં, ગુજરાતમાં ચરોતરમાં બીડી-તમાકુના કારખાનાઓમાં, દક્ષિણમાં ‘શિવકાશીમાં દિવાસળી અને ફટાકડાના કારખાનાઓમાં એમ ઘણા શહેરોનાં કારખાનાઓમાં કામ કરતા બાળ મજૂરોની દશા દયાજનક છે.
ભારતમાં ગાલીચા બનાવનારી કેટલીક કંપનીઓમાં મજૂર તરીકે બાળકોનો ઉપયોગ થાય છે, કારણ કે બાળકોને ઓછી મજૂરી આપવાથી ગાલીચા બનાવનારાઓની પડતર કિંમત ઓછી રહે છે અને વેપારીઓ પોતાના ધંધામાં હરીફાઈનો સામનો કરી શકે છે. પરંતુ થોડા સમય પહેલાં પાશ્ચાત્ય દેશોની કેટલીક કંપનીઓએ ભારતીય કંપનીઓ પાસેથી ગાલીચા ખરીદવા અંગે એવી ધમકી આપી હતી કે જો તેઓ બાલ મજૂરો પાસે કામ કરાવશે તો તેઓના ગાલીચા ખરીદવાનું બંધ કરવામાં આવશે. આ ધમકીને પરિણામે કેટલીક કંપનીઓએ બાળ મજૂરોને છૂટા કરીને તેની જગ્યાએ પુખ્ય વયનાં મજૂરોને રોક્યાં છે. આવી કેટલીક ઘટનાથી બાળ મજૂરોની સમસ્યા વિશેષ પ્રકાશમાં આવે
છે.
કેટલાંકને એમ લાગે છે કે પાશ્ચાત્ય દેશોની કંપનીઓને પાકિસ્તાન, નેપાળ, બંગલાદેશ., ફિલિપાઇન્સ, થાઇલેન્ડ વગેરે એશિયાના દેશોના બાલ મજૂરો માટે કોઇ હમદર્દી ઊભરાતી નથી, પરંતું આવા બાળ મજૂરો દ્વારા થયેલા ઉત્પાદનને કારણે તેઓને વેપાર-ધંધામાં તીવ્ર હરીફાઇનો સામનો કરવો પડે છે. એટલે બાળ મજૂરોના શોષણને નામે તેઓ ઉહાપોહ મચાવે છે. જો કે એવી રીતે તેઓએ ઉહાપોહ મચાવ્યો હોય તો પણ બાળ મજૂરોના શોષણનું સમર્થન થઇ શકે નહિ
કેટલાંક વ્યવસાયો બાળકોને માટે આરોગ્યની દષ્ટિએ પણ બહુ જોખમકારક ગણાય છે. સિમેન્ટનાં કારખાનાં, દિવાસળી, રંગ, ફટાકડા, કાચ વગેરેનાં કારખાનાં-એવા પંદરેક પ્રકારના જોખમકારક વ્યવસાયોમાં મજૂર તરીકે બાળકોની ભરણી કરવાં ઉપર પ્રતિબંધ ઘણાં દેશોમાં છે. ભારતમાં પણ એવો પ્રતિબંધ છે, પરંતુ તેનો અમલ જેટલો કડક રીતે થવો જોઇએ તેટલો થતો નથી. એને પરિણામે શહેરોના અને ખાસ કરીને દૂર દૂરના નાનાં નાનાં ગામડાંઓમાં આવેલાં કારખાનાઓમાં બાળ મજૂરોનું નિર્દય રીતે શોષણ થાય છે. કેટલાંયે
૩
કારખાનાઓના માલિકોને આ અંગેના કાયદાઓની પૂરી જાણકારી હોતી નથી. કેટલાંકને જાણકારી હોય છે, પણ સંરકારી અધિકારીઓ સાથે સંબંધ સાચવી લેવાની આવડત તેમનામાં હોય છે. બાળ મજૂરોને તો પોતાના હકની ખબર જ ક્યાંથી હોય ?'
બાળ મજૂરોને નોકરીમાં રાખવાનો સરકારી સ્તરે કાયદેસર ત્યારે વિચાર કરાય છે કે જ્યારે કોઇ દેશ લાંબા સમય સુધી યુદ્ધમાં સંડોવાયેલો રહે, યુદ્ધ મોરચે લાખો સૈનિકો મૃત્યુ પામે અને પુરુષોની સંખ્યા ઘટી જાય ત્યારે ચૌદ પંદર વર્ષના છોકરાઓને લશ્કરી તાલીમ આપી યુદ્ધમોરચે ધકેલાય છે અને બીજાં કામો માટે પણ બાળ મજૂરોને કામે લગાડાય છે. પહેલાં અને બીજા વિશ્વયુદ્ધ વખતે કેટલાંક દેશમાં એવી પરિસ્થિતિ સર્જાઇ હતી.
જે
બાળ મજૂરોની એક મોટી સમસ્યા તે જાતીય સતામણીની હોય છે. વ્યવસાયમાં બાળ મજૂરોને ખાવાપીવા સાથે રહેવાનું પણ તેજ સ્થળે હોય છે અને તે સ્થળે મોટા નોકરો પણ હોય છે તેવે સ્થળે નાના છોકરાઓની આ મોટા નોકરો જાતીય સતામણી કરતા હોય છે . કુમળા છોકરાઓ તેનો ભોગ બને છે, પરંતુ પૈસા મળતા હોવાના કારણે કે નોકરી છૂટી જવાના ભયને કારણે કે માર ખાવાની બીકને લીધે તેઓ કશું બોલી શકતા નથી અને એ જાળમાંથી છૂટી પણ શકતા નથી. કેટલેક સ્થળે કુમળી વયની છોકરીઓ આવું કામ જ્યાં કરતી હોય છે ત્યાં આવી જાતીય સતામમણીનો ભોગ બને છે. ક્યારેક આવી ઘટનાઓના ઉગ્ર પરિણામો આવે છે. કુમળાં બાળકો ભયંકર રોગના ભોગ બને છે.
દુનિયાનાં ઘણાં મોટા શહેરોમાં બજારુ સ્ત્રીઓના વ્યવસાયમાં પણ બાળકોને નોકરીએ રાખવામાં આવે છે. તેઓની પાસે જાતજાતનાં કામો કરાવવામાં આવે છે. ક્યારેક તેઓ દલાલ તરીકે પણ કામ કરે છે. ક્યારેક તેઓ પોતે પણ જાતીય સતામણીનો ભોગ બને છે. આવા કેટલાંક બાળકોમાં ખુદ બજારુ સ્ત્રીઓનાં બાળકો પણ હોય છે. આવાં બાળકો ઉપર કુમળી વયથી જ એવા કેટલાક ખરાબ સંસ્કાર પડે છે કે ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બની શકે એવી સંભાવના ઘણી જ ઓછી રહે છે. પુપ્તવયના થતાં ઘણાંખરાં પોતે એવા હલકાં વ્યવસાયમાં ઘસડાય છે.
જ
જેટલાં બાળકો મજૂરી કરે છે એટલાં બાળકો જો મજૂરી ન કરે તો પુખ્તવયની ઉંમરના માણસોને તેટલો નોકરી ધંધો મળી રહે એવી દલીલમાં સત્ય રહેલું હોય તો પણ વ્યવહારમાં તે ઓછી કારગત નીવડે એવી છે, કારણ કે દરેક ઠેકાણે ફક્ત ઉંમરનો જ વિચાર નથી કરાતો. એની સાથે બીજી ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ સંકળાયેલી રહે છે. જ્યાં અસ્તિત્વ માટે જ સંઘર્ષ (struggle for existence) કરવો પડે છે ત્યાં નાનામોટાનો ભેદ રહેતો નથી. દરેક પોતાના અંગત સ્વાર્થથી જ દોરવાય છે. જે દેશમાં પુપ્તવયના બેકાર લોકોનું પ્રમાણ વધુ હોય અને બાળ મજૂરોનું પ્રમાણ પણ મોટું હોય તો તે દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો ઊંડાણથી અભ્યાસ કર્યાં પછી જ સુધારાઓ સૂચવી શકાય. બાળ મજૂરોને દૂર કરવાથી તરત પુપ્તવયના બેકારોને એટલી રોજી રોટી મંળી જશે એવા ભ્રમમાં રહેવાય નહિ. ઊલ્ટાનું એમ કરવા જતાં તો બેકારોનું પ્રમાણ વધી જવાનું જોખમ પણ
રહે છે.
જે વેપાર ઉદ્યોગમાં પચીસ, પચાસ કે સો બાળ મજૂરોને રાખવામાં આવે છે એવા વેપારીઓની બાળ મજૂરો માટે એક દલીલ એવી હોય છે કે બાળ મજૂરો પાસે પોતે ધાર્યું કામ કરાવી શકે છે. એથી વેપા૨માં પરિણામ સારું આવે છે. જો પુખ્ત વયના મજૂરો રાખવામાં આવે છે તો તેમાં કોઇક માથાભારે અને અવળચંડા પણ આવી જાય છે. તેઓ પોતે તો સરખું કામ કરતા નથી, પરંતુ તેઓ બીજા નોકરોને બગાડે છે અને કેટલીક વાર તો ચીજવસ્તુઓને જાણી જોઇને નુકશાન પહોંચાડે છે.
-