________________
તા. ૧૬-૨-૯૫
સ્તૂપ તોડાવી નંખાવ્યો તે મુનિ કેવા વિવેકભ્રષ્ટ થયા. રસના દૃષ્ટિરાગ તથા કામરાગ પતનનું કારણ બન્યા.
ભગવાન મહાવીરસ્વામીના અનન્ય ભક્ત કોણિકે ખોટી ભ્રાંતિથી પિતા શ્રેણિકને જેલમાં પૂરી રોજ ૧૦૦ ચાબકાનો માર મરાવતો. ૨થમુસલ તથા મહાશીલાર્કટક યુદ્ધમાં એક કરોડ ૮૦ લાખ જીવોનો સંહાર કરાવ્યો તે મરીને છઠ્ઠી નરકે ગયો. પત્નીના વચન ખાતર વૈશાલી જીતવા મુનિસુવ્રતસ્વામીનો સ્તૂપ પણ તોડાવી નંખાવ્યો.
પ્રબુદ્ધ જીવન
૧૧
લોલુપી,કરવાની આજ્ઞા માંગી. ઉપરવટ થઇ ગયા પણ પ્રથમ દૃષ્ટિએ દૃષ્ટિરાગ થતાં લપસી પડ્યા, નેપાળ જઇ રત્નકંબળ કોશાને પામવા લઇ આવ્યા. ત્યારે કોશાએ તેના ટૂકડા કરી ખાળમાં પધરાવી દીધાં. આમ કેમ તેના પ્રત્યુત્ત૨માં કહ્યું કે જેમ તમે સંયમરૂપી સુંદર ચારિત્રચાદર નારી માટે ભ્રષ્ટ કરી છે; તેમ મેં રત્નકંબળ ખાળમાં પથરાવી દીધી. આંખ ખૂલી ગઇ . બીજાના વાદે ચણા ચાવવા જાય તો દાંત પણ તૂટી જાય,
ઉપરના દષ્ટાંતોની સૂચિ લાંબી ન કરતાં ઉન્નતિ અને અવનતિના પ્રસંગોનું મૂલ્યાંકન કરીએ.
જીવનમાં ધર્મપ્રવૃત્તિ માટે જીવદયા, ઉદારતા, પરોપકાર, હિતબુદ્ધિ, સહિષ્ણુતા, મૈત્રીભાવ, માધ્યસ્થભાવ, કરુણા, ગુણાનુરાગાદિ વણાઇ જવા જોઇએ.
ભગવાન મહાવીરસ્વામીના જમાઇ જમાલિ ૫૦૦ શિષ્યોના ગુરુ હોવા છતાં પણ ‘કરેમાણે કડે' જેવી ઉત્સૂત્ર, પ્રરૂપણાથી જીવન હારી ગયા. ધનાઢ્ય નંદમણિયાર પરિગ્રહની મમતાથી મરીને દેડકો થયો. સુકૃત પાણિમાં ગયું. નયશીલ મુનિ ઇર્ષાથી મરી સાપ થયા.
મંગુ આચાર્ય રસનાના ગુલામ બની ગટરના ભૂત થયા. મરીચિ ભગવાન આદિનાથની વાણી સાંભળી ફૂલાઇને ફાળકો થયો. ‘હું પ્રથમ ચક્રવર્તિ, વાસુદેવ, તીર્થંકર થઇશ' તેવા મિથ્યા ભિમાનથી ૧૦૦૦ ક્રોડાક્રોડ સાગરોપમ કાળ પછી ૨૪મા તીર્થંકર થયા. તેમના ૨૭ ભવમાંથી એકમાં સિંહને ચીરી નાંખ્યો, ત્રિપૃષ્ઠના ભવમાં નોકરના કાનમાં ધગધગતું શીશું રેડાવ્યું, અભિમાનથી ગોત્રમાં જન્મ થયો તથા બધાં તીર્થંકરો કરતાં વધુ દુ:ખો સહન કર્યાં.
રહનેમિ સુંદર ચારિત્ર પાળનારા હોવા છતાં પણ ગિરિગુફામાં વરસાદથી ભીનાં થયેલાં ભાભી રાજીમતિને નિર્વસ્ત્ર જોઇ કામ ભોગની લાલસામાં સરી પડ્યાં; પરંતુ ભાભીએ પરિસ્થિતિ સંભાળી લઇ યોગ્ય ઉપદ્મથી તેઓને ફરી સન્માર્ગે ચઢાવી દીધા,
બાર બાર વર્ષો સુધી સુંદર ચારિત્ર પાળી આચાર્ય કાલિકાચાર્યની કૃપા મેળવી વિનયરત્ને પૌષધમાં ગુરુ સાથે રહેલા રાજા ઉદાયીનું કંકશસ્ત્રથી ખૂન કરી ભાગી ગયા. સાથે ગુરુ પણ મૃત્યુ પામ્યા, વૈરનો અવિવેક !
જીવનનો તીવ્ર સંતાપ અને ધિક્કાર. (૨) ધર્મારાધનમાં ભારે પુણ્યાનુબંધી પુણ્ય હાંસલ થયું હોય તો :- (૧) પાપ અને પાપી અહોભાવ, ગદગદ્ગા, ઉલ્લાસ, અપૂર્વ વીર્યોલ્લાસ અને કર્તવ્યબુદ્ધિ. (૩) ધર્માનુષ્ઠાનોમાં નિરાÁસભાવ, અનાસક્તિ, અસંગભાવ. (૪) નીચઔચિત્ય પાલન તરફ જીવનનો ઝોક. પ્રથમના દષ્ટાંતો રૂપે જયતાક પ્રદેશી રાજા, દ્રઢપ્રહારી, અંગુલિમાલ, ચિલાતીપુત્ર, સ્થૂલભદ્ર, સુકુમાલિકા, સિદ્ધર્ષિ બીજાના દ્રષ્ટાંતરૂપે કુમારપાળ, નાગકેતુ, સુલસા ચંદનબાળા, નંદિષણ, મહારાજા, શ્રેણિક, સનતકુમાર ચક્રી, પુંડરિક, વંકચૂલ, દેવપાલ વગેરે. ત્રીજાના દ્રષ્ટાંતમાં દેવપાલ, શિવકુમાર, વજ્રર્જઘ રાજા, ભરવાડ પુત્ર સંગમ, અર્ણિકાપુત્ર, પુષ્પચૂલાં, ચંદનબાળા, રાવણની ભક્તિ, ધર્મારાધના માટે ધર્મપુરુષાર્થના ત્રણ ઉપાયો ઉપર સૂ
ચવ્યા છે; જેનાથી પરિણિત અને અકરણ નિયમ હાંસલ કરી શકાય. પરિણતિ એટલે આગળ ને આગળ સતત ઉર્ધ્વગમન અને અકરણ નિયમ ચૌદ ગુણસ્થાનકોના પગથિયાં ચઢવા માટે અત્યંત આવશ્યક છે; જેનાથી ચઢતાં ચઢતાં કોઇ દિવસ મુક્તિ રૂપી મહેલમાં પ્રવેશ પામી શકાય.
વૈયાવી નંદિષણ કદરૂપા હોવા છતાં પણ દીક્ષા લીધી. આપઘાત કરવા પર્વત પર ગયા. અગિયાર અંગો ભણ્યા, મહાગીતાર્થ થયા. સાધુઓના પ્રખર વૈયાવચ્ચી થયા, દેવની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા; ૫૨૦૦ વર્ષો સુધી છઠ્ઠના પારણે છઠ્ઠનો અભિગ્રહ, અનશન, નમસ્કારનો જાપ આ બધું એળે ગયું કારણ કે છેલ્લે મતિભ્રંશ થતાં સેંકડો લલના મારી પાછળ ઘેલી બને તેવું નિયાણું કરી, હાથી વેચી ગધેડો ખરીદ્યો !
બ્રહ્મદત્ત ચક્રીના ૭૦૦ વર્ષના આયુષ્યના ૧૬ વર્ષ બાકી હતા ત્યારે વૈરભાવથી કોઇ બ્રાહ્મણે ગોફણ દ્વારા તેની આંખ ફોડી નાંખી. પ્રતિકારરૂપે પ્રતિદિન થાળ ભરી બ્રાહ્મણોની આંખો લાવવા હુકમ કર્યો. કુશળ મંત્રીઓએ ગુંદાના ઠળિયા ભરેલો થાળ; આંખોથી ભરેલો છે, તેમ માની સતત ૧૬ વર્ષો સુધી એવાં ચીકણાં નિકાચિત કર્મો બાંધ્યા કે રૌદ્ર ધ્યાનમાં સાતમી નરક. કેવું પતન અને કેવી રીતે શિક્ષા ! મુનિસુવ્રતસ્વામી પાસે સ્કંદકાચાર્યે વિહાર માટે આજ્ઞા માંગી ત્યારે પ્રભુએ કહ્યુંઃ ‘ત્યાં તમને અને તમારા સાધુવૃંદને મરણાન્ત ઉપસર્ગ
નડશે.’
પ્રત્યુત્તરમાં પૂછ્યું : અમે આરાધક કે વિરાધક ?
તમારા સિવાય બધાં આરાધક !
૫૦૦ શિષ્યો સાથે બધાંને ઘાણીમાં પીલવાનું જૈનધર્મના કટ્ટર દ્વેષી પ્રધાને રાજા પાલકને ભરમાવી કાવત્રું કર્યું.
જ્યારે ૫૦૦માં બાળમુનિનો વારો આવ્યો ત્યારે પોતાને તેની પહેલાં પીલવાની દરખાસ્ત મૂકી. રાજાએ તે વાત અમાન્ય કરી. ક્રોધાન્વિત મુનિએ રાજા સહિત નગરને બાળી નાંખવાનું નિયાણું કર્યું. વિરાધક તરીકે પુણ્યના બળે મૃત્યુ પામી દેવ થયા. નગર બાળી નાંખ્યું. તે ભૂમિ દંડકારણ્ય તરીકે જાણીતી થઇ. કેવા તપસ્વી ચારિત્રનિષ્ઠ સાધુ પણ છક્કા ખાઇ જાય છે ! તેમના સિવાય બધાંનો ઉદ્ધાર થયો.
ચોમાસામાં ચાર મહિના ઉગ્ર તપસ્યા કરનારા ચાર મુનિમાંથી સિંહગુફાવાસી મુનિએ તેજોદ્વેષથી સ્થૂલભદ્રની જેમ કોશાને ત્યાં ચોમાસું
જંબુસ્વામીના પૂર્વભવે ચારિત્ર લીધું હતું, બળજબરીથી પાળતા હતા, અહોભાવ વિના; કારણ કે મનમાં પત્ની નાગિલા રમી રહી હતી. મોટાભાઇના મૃત્યુ પછી સંસાર ફરી માંડવા વિચારે છે. અવનતિ, પરંતુ નાગિલાના કુનેહ પછી ચારિત્ર્યના મહામૂલ્યનો ખ્યાલ આવી ગયો. ચારિત્રમાં સ્થિર થઇ ગયા. આલોચના, પ્રાયશ્ચિત કર્યું; અહોભાવથી ઉત્સાહ જાગ્યો. આચાર અનુષ્ઠાનાદિમાં ગદ્ગદતા અનુભવે છે. જંબુસ્વામીના ભવમાં આ પુણ્યાનુબંધી પુણ્યથી આઠ પત્ની તથા અઢળક સંપત્તિ સાપની કાંચળીની જેમ ત્યજી શકે છે
ફૂલમાં રહેલો નાનો સાપ પૂજા કરી રહેલા નાગકેતુને કરડે છે. તેની પીડા ન ગણકારતાં પૂજા અહોભાવે, એકાગ્રતાપૂર્વક ગદ્ગદ્ દિલે કરે છે; પરિણામે કેવળજ્ઞાન.
રબારીનો પુત્ર સંગમ ગમાર છતાં કલ્યાણમિત્રના સંપર્કે મુનિને ખીર અહોભાવે ગદ્ગદ્ દિલે વહોરાવે છે. રાતે મર્યો ત્યારે ગુરુ પ્રરૂપિત દયા, ત્યાગ તથા દાનની અનુમોદના કરતો રહ્યો તેથી પુણ્યાનુબંધી પુણ્યના ગુણાકાર રૂપે ૩૨-૩૨ પેટિયો; ૩૨ પત્ની, અઢળક સંપત્તિને ત્યજી શાલિભદ્ર ચારિત્ર ગ્રહણ કરે છે.
ખંધકમુનિની ચામડી ઉજરતાં કષાયો ન સેવ્યાં, સંયમભાવ સેવ્યો. સંતુષ્ટ થયેલા ધરણેન્દ્ર રાવણની ભક્તિથી તુષ્ટ થઇ તેના સાટે માંગવાનું કહે છે. ત્યારે રાવણ મુક્તિ માંગે છે. પ્રત્યુત્તરમાં તેઓ જણાવે છે કે મને તે મળી નથી તો કેવી રીતે આપી શકું. કેવી. નિરાશંસ ભાવની ભક્તિ ! આનંદશ્રાવક તથા અર્હન્નકાદિ દશ ઉપાસકોની નિરાશંસભાવે ધર્મારાધના હતી.
સુદર્શન શેઠે પૂર્વભવમાં ‘નમો અરિહંતાણં'ની રટણા નિરાશંસભાવે કરી તેથી પુણ્યનો ગુણાકાર થયો.
...!