SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૯૫ પ્રબુદ્ધ જીવન ઇજિપ્તના પ્રવાસના અનુભવો એ વિષય પરનો સંઘના સમિતિના સભ્ય શ્રી મફતલાલ ભીખાચંદ શાહનો એક વાર્તાલાપ યોજવામાં આવ્યો. હતો. આ યાત્રા પ્રવાસમાં સંઘના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહ, શ્રી મફતભાઇ ભીખાચંદ શાહ અને શ્રી ભૂપેન્દ્રભાઇ ઝવેરી જોડાયા હતા. શ્રી મફતભાઇએ પોતાની આગવી શૈલીમાં પ્રવાસની રસિક માહિતીની રજૂઆત કરી હતી. * વસંત વ્યાખ્યાનમાળા : સંઘના ઉપક્રમે સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મૃતિ વસંત વ્યાખ્યાનમાળાનું તા. ૨૫ અને ૨૬મી એપ્રિલ, ૧૯૯૫ના રોજ ઇન્ડિયન મરચન્ટસ્ ચેમ્બરના કમિટિ રૂમમાં આયોજન કરવામા આવ્યું હતું. પ્રથમ દિવસે ‘સેબી'ના અધ્યક્ષ શ્રી ડી. આ૨. મહેતાએ અને બીજા દિવસે આર્થિક બાબતોના નિષ્ણાંત શ્રી મીનુ શ્રોફે ‘આર્થિક સુધારાઓ' એ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહે સંભાળ્યું હતું. વિદ્વાન વક્તાઓના અને કાર્યક્રમના સંયોજકો શ્રી સુબોધભાઇ એમ. શાહ તથા શ્રી પ્રવીણચંદ્ર કે. શાહના અમે આભારી છીએ. ♦ ડૉ. પીઠાવાલાની ષષ્ઠિપૂર્તિઃ છેલ્લાં બાર વર્ષથી જૈન યુવક સંઘના અસ્થિ સારવાર કેન્દ્રમાં સેવા આપી રહેલા હાડકાના રોગોના નિષ્ણાત ડૉ. જમશેદ પીઠાવાલા પોતાની જીવનયાત્રાનાં સાઠ વર્ષ પૂર્ણ કર્યાં છે એટલે સંઘ તરફથી તેમની ષષ્ઠિપૂર્તિ પ્રસંગે તેમનું અભિવાદન કરવાનો એક કાર્યક્રમ તા. ૨૦મી ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ સવારના દસ વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં ડૉ. રમણભાઇ ચી. શાહના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ વક્તાઓએ ડૉ. પીઠાવાલાની નિષ્ઠાપૂર્વકની સેવા પરાયણતાની તારીફ કરી હતી. - મોતીયાના ઓપરેશન ઃ સંઘના આર્થિક સહયોગથી ડૉ. કુમુદ પ્રવીણચંદ્ર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોતીયાના દર્દીઓને લેન્સ બેસાડવા સાથે મફત ઓપરેશન કરવાની યોજના કરવામાં આવી છે. વર્ષ દરમિયાન ત્રીસેક દર્દીઓએ એનો લાભ લીધો હતો. આ કાર્યમાં સહયોગ આપવા માટે અમો ડૉ. પ્રવીણભાઇ મહેતાના આભારી છીએ. • આભાર ઃ વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની પાંચ સભા મળી હતી . કારોબારી સમિતિના સર્વ સભ્યોનો દિલ અને ઉમંગથી સહકાર મળે છે એનો અમને ઘણો આનંદ છે. ♦ વિવિધ પ્રવૃત્તિઓ માટે મળેલ માતબર રકમના દાન ઉપરાંત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રસંગે વર્ષ દરમિયાન સંઘની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ માટે અવારનવાર અર્થસિંચન કરનાર દાતાઓને કેમ ભૂલાય ? સર્વ દાતાઓનો આ તકે હાર્દિક આભાર માનીએ છીએ. * સંઘની વિવિધ પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડનારું માધ્યમ છે પ્રેસ. ચોથી જાગી૨ના ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાના અખબારોએ પ્રવૃત્તિના અહેવાલ યોગ્ય રીતે પ્રગટ કરી સંઘને નવું પરિમાણ આપ્યું છે તે દરેક વર્તમાન પત્રોનો અને સામયિકોનો અત્રે અમે આભાર માનીએ છીએ. • આપણી વ્યાખ્યાનમાળાઓ, વ્યાખ્યાન શ્રેણીઓ અને વાર્તાલાપના વિદ્વાન વક્તાઓ આપણી પ્રવૃત્તિનું અંગ છે. એમના સહકાર માટે અમે દરેક વ્યાખ્યાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ♦ સંઘને અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધબકતો રાખવા માટે અને સંઘના સર્વ સભ્યોને પ્રેમભરી હુંફ આપવા માટે સંઘના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહના અમે અત્યંત આભારી છીએ. ♦ સંસ્થાના હિસાબો ચીવટપૂર્વક જોઇ તપાસી આપવા માટે ઓડીટર્સ મે. યુ. એસ. શાહ એન્ડ એસોસિએટ્સના શ્રી ઉત્તમચંદ એસ. શાહના અમે આભારી છીએ. છ ♦ સંઘના કર્મચારીગણ પણ સંઘની પ્રવૃત્તિઓમાં એટલો જ ઉપયોગી રહ્યો છે. એમની ચીવટ અને ખંતની નોંધ લેતા અમને આનંદ થાય છે. અમને આશા, વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આવો ઉમંગભર્યો સહકાર ભવિષ્યમાં સંઘને સૌ તરફથી મળતો રહેશે અને એથી સંઘની અવિરત વિકાસયાત્રા ચાલુ રહેશે ! નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ માનદ્ મંત્રીઓ (૧૯૯૪-૯૫) અસ્થિ સારવાર કેન્દ્ર શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાંત અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાંના રોગોની નિઃ શુલ્ક સારવાર દર રવિવારે સવારના ૧૦-૩૦ થી ૧-૩૦ સુધી શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, રસધારા કો. ઓ. હા. સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઇ-૪૦૦૦૦૪, (ફોન ઃ ૩૮૨૦૨૯૬) ખાતે આપવામાં આવે છે. આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૩ થી ૫ના સમયે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક ( પશ્ચિમ) મુંબઇ-૪૦૦૦૫૮ ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા સંઘ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માર્ગ, જુહુ લેન, અંધેરી ઉપરોક્ત સારવાર વિના મૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેનો લાભ ઉઠાવે તેવી વિનંતી છે. જયાબહેન વીરા સંયોજક નિરુબહેન એસ. શાહ જયવદન આર. મુખત્યાર માનદ્ મંત્રી દરબાર ગોપાળદાસ દેસાઈ ક્ષય નિવારણ કેન્દ્ર-આણંદ સંઘ દ્વારા ચેક અર્પણનો કાર્યક્રમ અમને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે શ્રી મુંબઇ જૈન યુવક સંઘ તરફથી આ વર્ષે પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ દરમિયાન દરબાર ગોપાળદાસ દેસાઇ ક્ષય નિવારણ કેન્દ્ર-આણંદને આર્થિક સહાય કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. એ માટે ઘણો જ સરસ પ્રતિસાદ અમને સાંપડ્યો હતો અને રૂપિયા સાડા દસ લાખ કરતાં વધુ રકમ એકત્ર થઇ હતી. આ રકમનો ચેક દરબાર ગોપાળદાસ દેસાઇ ક્ષય નિવારણ કેન્દ્રને અર્પણ ક૨વાનો કાર્યક્રમ જાણીતા દાનવીર શ્રી મફતલાલ મોહનલાલ મહેતા (દિવાળીબેન મહેતા ટ્રસ્ટના સૂત્રધાર)ના પ્રમુખપદે રવિવાર, તા. ૧૦મી ડિસેમ્બર, ૧૯૯૫ના સવારે ૧૦-૩૦ કલાકે ચિખોદરા મુકામે આંખની હોસ્પિટલના હોલમાં યોજવામાં આવ્યો છે, જેમાં પધા૨વા સર્વને નિમંત્રણ છે. [] મંત્રીઓ
SR No.525980
Book TitlePrabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1995
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy