________________
૨
પ્રબુદ્ધ જીવન
શાંતિમય રીતે તેઓ પોતાનું જીવનકાર્ય (મિશન) સારી રીતે ચલાવે છે. લોકોના કલ્યાણને માટે તેઓ રાત- દિવસ પોતાનું કામ પ્રેમ અને નિષ્ઠાથી સાચી રીતે જીવનના અંત સુધી કરે છે. એકંદરે આવા શાંતિદૂતોને કોઇ આંચ આવતી નથી. તેમના જીવનકાર્યમાં કોઇ પક્ષપાત, અન્યાય, રાજકારણ જેવું કશું હોતું નથી. તેઓ સ્થળાંતર, ક્ષેત્રાંતર, કાર્યાન્તર પણ કરતા નથી.
કેટલાંક નેતાઓ સામાજિક ક્ષેત્રે લોકકલ્યાણની એકાદ મહત્ત્વની પ્રવૃત્તિ સારી રીતે ઉપાડી લે છે. કોઇક અનાથ બાળકોની પ્રવૃત્તિ હાથ ધરે છે; કોઇક ભિખારીઓને વ્યવસાયે લગાડવાની પ્રવૃત્તિ ચલાવે છે; કોઇક રક્તપિત્તના દર્દીઓની સારવાર કરે છે; કોઇક આદિવાસી વિસ્તારમાં જઇને તેઓની સુખાકારી માટે મહત્ત્વની કામગીરી બજાવે છે. આવા ઘણાખરા લોકસેવકો વર્ષો સુધી જીવનભર એ જ ક્ષેત્રમાં એ જ મહત્ત્વનું કાર્ય સાચા દિલથી કરે છે. લોકોમાં પ્રેમ અને સંપની ભાવના દ્વારા તેમનું શાંતિનું કાર્ય સારી રીતે ચાલે છે. પરંતુ આવા કેટલાક લોક સેવકોમાં પણ વખત જતાં ધનની અભિલાષા જાગે છે. પ્રસિદ્ધિ પાછળ તેઓ દોટ મૂકે છે. પછીના વર્ષોમાં તેઓનો એક પગ પોતાની સંસ્થામાં અને બીજો પગ દિલ્હી સુધી કે વિદેશ સુધી પહોંચતો રહે છે. તક મળે તો તેઓ રાજકારણમાં પણ ઝંપલાવે છે; આંટી ઘૂંટીમાં પડે છે. બીજાના દ્વેષ અને વૈમનસ્યનો ભોગ બને છે અને ક્યારેક કોઇકની હત્યા પણ થાય છે.
કેટલાક શાંતિદૂતો ગરીબ લોકોની વચ્ચે જઇને, ખાસ કરીને ડુંગરોમાં અને જંગલોમાં રહેતા આદિવાસી લોકોની વચ્ચે જઇને તેમને અન્ન, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ વગેરેની બાબતમાં બહારથી ધન લાવીને ઘણી સહાય કરે છે. તેઓ પોતાના એ કાર્યમાં રાત દિવસ લાગી પડેલા હોય છે. તેઓ એકંદરે માનવસેવાનું ઘણું મોટું અને મહત્ત્વનું કાર્ય કરે છે. પરંતુ તેમના અંતરમાં ઊંડે ઊંડે લોકો પાસે, બહુ જાહેર ન થઇ જાય એ રીતે, ધીમે ધીમે ધર્માંતર કરાવવાની વૃત્તિ રહેલી હોય છે, તેઓનું ધ્યેય તરત નજરે આવે એવું નથી હોતું, પરંતુ પચાસ સો વર્ષના અંતે તેનું પરિણામ દેખાયા વગર રહેતું નથી. આવા શાંતિદૂતો ક્યારેક વિવાદના વંટોળે ચડે છે. અને ક્યારેક અન્ય ધર્મના ઝનૂની માણસના હાથે તેની હત્યા પણ થઇ જાય છે.
કોઇ પણ પ્રજા લાંબા સમય સુધી યુદ્ધની સ્થિતિમાં જીવી શકે નહિ. વીસ-પચીસ વર્ષ એ તો મોટામાં મોટો ગાળો ગણાય, કારણ કે એટલા વખતમાં તો એક પેઢી વિદાય લઇ લે છે અને બીજી નવી પેઢી ઉદયમાં આવે છે. જૂની પેઢીને દુશ્મનો પ્રત્યે જેટલું વૈમનસ્ય હોય તેટલું નવી પેઢીને ન હોય. બીજી બાજુ અનેક સૈનિકોની હત્યાને કારણે હજારો, લાખો સ્ત્રીઓ વિધવા બની હોય. કેટલીય માતાઓએ પોતાના સંતાનને ગુમાવ્યા હોય. એવી દુઃખદ કૌટુંબિક પરિસ્થિતિમાં યુદ્ધના નાદને બહુ અનુમોદન મળે નહિ. મહિલાઓ પોતાના કિશોર કે યુવાન સંતાનોને યુદ્ધ ભૂમિ પર જતાં અટકાવવાના સબળ પ્રયાસ કર્યા વગર રહે નહિ. આથી યુદ્ધની સ્થિતિમાં બંને પક્ષ સમજણપૂર્વક વેળાસ૨ જો સુલેહ શાંતિ ન કરી તો પણ યુદ્ધના થાકની શાંતિ તો આવ્યા વગર રહે નહિ. એ દષ્ટિએ પણ શાંતિની આવશ્યકતા રહે છે. એટલા માટે એવા સંજોગોમાં જેઓ સુલેહ-શાંતિની દરખાસ્ત કરે છે તેઓને લોકોના વિશાળ વર્ગનો સત્વર સાથ મળવા લાગે છે. શાન્તિ માટેની પહેલ કરનાર યશ મેળવી જાય છે.
બીજા વિશ્વયુદ્ધ પહેલાંના દિવસો જુદા હતા. ગયા બે સૈકામાં યુરોપના સામ્રાજ્યવાદે દુનિયાના ઘણા દેશોમાં, ખાસ કરીને એશિયા અને આફ્રિકાના દેશોમાં પોતાની હકુમત જમાવી હતી. ત્યારે વિનાશક શસ્ત્રોની અને વિસ્ફોટક દ્રવ્યોની આટલી બધી શોધ થઇ ન હતી. તેથી
તા. ૧૬-૧૧-૯૫
એક નાના સૈન્ય દ્વારા મોટા પ્રદેશ ઉપર પોતાની સત્તા ચલાવી શકાતી અને ધાક બેસાડી શકાતી હતી. હવે યુગ બદલાયો છે. રાજદ્વારી સભાનતા આવી છે. લોકશાહી અને સ્વતંત્ર અસ્તિત્વના વિચારો પ્રબળ બન્યા છે. આર્થિક સમસ્યાઓ પણ ઊભી થઇ છે. વળી યુનાઇટેડ નેશન્સ દ્વારા નાનાં નાનાં રાજ્યોના પણ અસ્તિત્વ, સ્વાયત્તતા અને સંરક્ષણનો સ્વીકાર થયો છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ લાખો યહૂદીઓની જે ઘોર સામુદાયિક કત્લેઆમ કરી હતી તેને કારણે વિશ્વયુદ્ધ પછી યહુદીઓ માટે કુણી લાગણી પ્રવર્તતી હતી. અમેરિકાની લાગવગને કારણે યુનાઇટેડ નેશન્સ દ્વારા યહુદીઓના મૂળ વતન જેરુસલેમ પાસે નકરો રણપ્રદેશ એમના વસવાટ માટે અલગ કરી આપવામાં આવ્યો. ખમીરવંતી યહૂદી પ્રજાએ ભારે પુરુષાર્થ કરી પોતાના રાષ્ટ્રને દુનિયાનું એક મોખરાનું રાષ્ટ્ર બનાવી દીધું. દુનિયાભારના યહુદીઓ ત્યાં આવી વસ્યા. રણ ફળદ્રુપ બની ગયું. પરંતુ લશ્કરી તાકાત વધતાં ઇઝરાયેલ જબરૂં અને આક્રમક બની ગયું. ૧૯૬૭માં અને ૧૯૭૨માં એણે યુદ્ધ કરી પાડોશી દેશો ઇજિપ્ત, સિરિયા, જોર્ડન વગેરેનો એમની સરહદો ૫૨નો પ્રદેશ કબજે કરી લીધો. ત્યારથી એ દેશો સાથે ઇઝરાયેલ સતત લડતું ઝઘડતું રહ્યું.
ઇઝરાયલને એમની સીમાઓ વિસ્તારી આપવાનું કામ લશ્કરના કમાન્ડર વિત્ઝાક રેબીને કર્યું. રેબીનનો જન્મ જેરુસેલમમાં થયો હતો. એમનું કુટુંબ રશિયામાંથી નીકળીને જેરૂસેલમમાં આવીને રહ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલાંની એ ઘટના છે. ઇઝરાયેલની અંદર યહુદીઓની વસતી ૫૪ લાખ જેટલી છે. પરંતુ તેમાંના મોટા ભાગના યહુદી લોકો દુનિયાના બીજા દેશોમાંથી આવીને વસેલા છે. જેરૂસેલમ અને એની આસપાસના વિસ્તારોમાં સૈકાઓથી મૂળ રહીશ તરીકે રહેતા યહુદીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. એટલે બહારથી આવેલા લોકો કરતાં ત્યાં જન્મેલાં યહુદીઓનો પોતાની માતૃભૂમિ માટેનો પ્રેમ વધારે હોય એ કુદરતી છે. યહુદીઓને પોતાને અલગ સ્વતંત્ર રાષ્ટ્ર મળ્યું તેનું તેઓને ઘણું ગૌરવ અને સ્વાભિમાન હોય, પરંતુ ઇઝરાયેલ માટે રેબીનને ઘણી લાગણી હતી, કારણ કે તેઓ ઇઝરાયેલમાં જ જન્મ્યા અને
મોટા થયા હતા.
રેબીન પોતાના જુવાનીનાં વર્ષોમાં ઇઝરાયેલના સૈન્યના કમાન્ડર હતા અને તેમણે આરબો પાસેથી ઇઝરાયેલ માટે પ્રદેશ જીતી આપવાનું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. ઇજિપ્ત, સિરિયા, જોર્ડનના પોતાની સરહદ ઉપરના પ્રદેશોને લશ્કરી આક્રમણ કરીને ઇઝરાયેલે પચાવી પાડ્યા. ઇઝરાયેલની દાનત તો એ પ્રજાઓને હાંકી કાઢીને પોતાના રાજ્યોની સીમા વિસ્તારવાની હતી, પરંતુ એમ સૈકાઓથી વસેલી તમામ પ્રજાને સહેલાઇથી હાંકી કાઢી શકાતી નથી. એટલે એ પ્રદેશો ઉપરનો લશ્કરી કબજો બીજી રીતે કહીએ તો ઇઝરાયેલ માટે માથાના દુઃખાવા રૂપ હતો. બીજા વિશ્વયુદ્ધ પછી ગેરીલા પદ્ધતિની લડાઇ અને આતંકવાદ તથા સુલભ બનેલા નવાં વિસ્ફોટક શસ્ત્રોને કારણે આરબ મુસલમાનો મરણિયા થઇને ઇઝરાયેલની અંદર મોટા ઘડાકા કરતા રહ્યા હતા. સળગતી સરહદોને કારણે ઇઝરાયેલમાં સતત તંગદિલી અને અશાંતિ રહ્યા કરતી હતી. વડાપ્રધાન રેબીનને એમ લાગ્યું કે આ રીતે કાયમ અશાંત અને અનિશ્ચિત જીવન જીવવું એના કરતાં દુશ્મન સાથે સુલેહ કરી લેવી સારી, પરંતુ સુલેહનો અર્થ એક જ થાય કે દુશ્મનને એના પોતાના પ્રદેશો પાછા આપી દેવા,
વયોવૃદ્ધ રેબીન હવે એવું કરવા પણ તૈયાર હતા. એમણે ઇઝરાયેલની શાંતિ માટે અમેરિકાના દબાણથી એ પ્રમાણે શાંતિ ક૨ા૨ કર્યાં. રેબીન અને યાસર અરાફત એ બંનેએ શાંતિની દિશામાં જે પગલું