SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૯૩ અને તા. ૧૬-૮-૯૩ પોષે એવાં જ હોય છે અને શ્રમજીવીઓ પોતે પણ જાણ્યે અજાણ્યે એ બધાં મૂલ્યો સ્વીકારી લેતા હોય છે. માર્કસની આ વિચારસરણી પ્રમાણે મૂડીવાદી સમાજનાં બૌદ્ધિક, નૈતિક કે રસલક્ષી મૂલ્યોના સર્જનમાં એ સમાજની અર્થવ્યવસ્થાની જ છાયા હોય છે અને તેમાં એ એ સમાજની વ્યક્તિઓનો કશો ફાળો નથી હોતો. વળી જેને આપણે આધ્યાત્મિક મૂલ્યો કહીએ છીએ તેમને તો માર્કસના અનુયાયીઓએ માણસના મનની ભ્રાંતિ જ માની છે. આમ વર્તનવાદી, ફ્રોઇડ અને માર્કસવાદી ત્રણે જીવનદર્શનોમાં ઓછાવત્તા પ્રમાણાં નિયતિવાદ (determinism) ગણી શકાય એવી માન્યતાઓના અંશ હોય છે. હિંદુ, જૈન અને બૌદ્ધ જીવનદર્શનોના મહત્ત્વના અંશ જેવા કર્મવાદમાં અને ભગવદ્ગીતાની પ્રવૃત્તિમ્ યાન્તિ ભૂતાનિ તથા મુળા જુળેવુ વર્તન્તે એ ઉક્તિઓમાં પણ નિયતિવાદ રહેલો દેખાય છે. પણ કર્મવાદમાં જેમ વ્યક્તિના ભૂતકાળનાં કર્મોથી તેનું વર્તમાનમાં ચારિત્ર્ય ઘડાતું હોય છે તેમ વર્તમાનમાં તેનાં કર્મોથી તેનું ભવિષ્યમાં ચારિત્ર્ય ઘડાય છે એવી માન્યતા રહેલી છે અને તેથી તેમાં વ્યક્તિની સ્વતંત્ર સંકલ્પશક્તિનો સ્વીકાર રહેલો છે. ભગવદ્ગીતા પણ સ્વભાવનિયત કર્મ અનાસક્ત ભાવે કરવાથી પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઇ શકાય છે અને શ્રી કૃષ્ણની અનન્યભાવે ભક્તિ ક૨વાથી તેમની દુરત્યયા માયા તરી જઇ ગુણાતીત થઇ શકાય છે એમ કહે છે. ચેતના ચિત્ત ઉપરની પકડ ઢીલી કરવાનો મૌલિક પ્રયોગ કર્યો અને એ પ્રયોગમાં તેઓ કંઇક અંશે સફળ થયા પણ ખરા. આમ તેમણે માણસની નિયતિકૃત મૂંઝવણ (Predicament) અપરિહાર્ય નથી એવી આશા આપી હતી અને એ અર્થમાં તેમનું મનુષ્યસ્વભાવનું દર્શન આશાવાદી ગણી શકાય. આમ છતાં એ હકીકત રહે છે કે ફ્રોઇડના મનુષ્યસ્વભાવના દર્શનમાં એ સ્વભાવનાં ઉમદા લક્ષણોને સ્થાન નથી અને તેથી તેમનું મનુષ્યસ્વભાવનું દર્શન સરવાળે નિરાશાવાદી જ ગણાય. આનું કારણ એ જણાય છે કે ફ્રોઇડની મનુષ્યસ્વભાવનાં રહસ્યો શોધવાની રીતમાં કંઇક ખામી હતી. એમની માનસિક દર્દીઓને પોતાની વિકૃતિઓની પાછળ રહેલા સંસ્કારો પ્રત્યે સભાન કરવાની ચિકિત્સારીતિને આપણે મનુસ્મૃતિના સત્યમ્ શુદ્ઘતિ મનઃ એસિદ્ધાન્તનો આધુનિક પશ્ચિમ જીવનના સંદર્ભમાં કરેલો પ્રયોગ જોઇ શકીએ, પણ તેમણે પોતાનો એ પ્રયોગ માનસિક દર્દીઓ પૂરતો સીમિત રાખ્યો. કઠોપનિષદના ઋષિદૃષ્ટાએ આવૃત્ત ચક્ષુ કહી છે એવી અંતર્મુખ બનવાની રીતને અનુસરી એક પ્રાચીન ભારતીય ઋષિદૃષ્ટાએ લેવામેતમ્ મહાન્તમ્ પુરુષમાહિત્યવર્ણમ્ તમસ પરસ્તાત્ । મેં અંધકારની પેલી પાર રહેલા સૂર્યના જેવા પ્રકાશમાન એ મહાપુરુષને જોયો છે, એમ કહ્યું હતું. ફ્રોઈડે પણ નીરોગી સ્ત્રી-પુરુષોને અંતર્મુખ થવામાં મદદરૂપ બને એવા પ્રયોગો કર્યા હોત તો તેઓ પણ એ સ્ત્રી-પુરુષોને પેલા પ્રાચીન ઋષિદૃષ્ટાને થયું હતું એવું દર્શન તો નહિ, પણ એ સ્ત્રી-પુરુષોના પોતાના અંતરમાં રહેલા દિવ્ય અંશોનું દર્શન જરૂર કરાવી શક્યા હોત અને તો પછી એમના મનુષ્યસ્વભાવના દર્શનમાં આપણને નિરાશાના સૂર ન સંભળાત, માર્કસની વિચારસરણી હું જેટલી સમજ્યો છું તે પ્રમાણે તેના સમાજદર્શનમાં પણ વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાશક્તિ કે વ્યક્તિ જે મૂલ્યોનું ગૌરવ કરે છે તેમનું ખાસ કશું મહત્ત્વ રહેતું નથી. માર્કસની માન્યતા પ્રમાણે વ્યક્તિઓએ કે સમાજે સ્વીકારેલાં જીવનમૂલ્યોનો આધાર એ સમાજની અર્થવ્યસ્થા ઉપર રહે છે. પરિણામે મૂડીવાદી સમાજના જીવનમૂલ્યો એવા સમાજમાં શ્રમજીવીઓની મજૂરીનું શોષણ કરતા વર્ગોનાં આર્થિક હિતોને આધુનિક પશ્ચિમી મનોવિજ્ઞાનની વર્તનવાદી અને ફ્રોઇડી શાખાઓ મનુષ્યસ્વભાવનાં ઉદાત્ત લક્ષણો સમજવામાં નિષ્ફળ રહી છે કારણ કે વર્તનવાદી મનોવિજ્ઞાન પ્રાણીઓના વર્તનના અભ્યાસ ઉપરથી કાઢેલાં તારણો માણસના વર્તનને પણ લાગુ પાડે છે અને ફ્રોઇડી મનોવિજ્ઞાન માનસિક રોગથી પીડાતાં સ્ત્રી-પુરુષોના વર્તનના અભ્યાસ ઉપરથી મનુષ્ય સ્વભાવને લગતાં સાર્વત્રિક તારણો કારણો કાઢે છે. તેથી એ બે મનોવિજ્ઞાનો આપણને અનિવાર્યપણે માણસના સ્વભાવની નિર્બળતાઓની જ પ્રતીતિ કરાવે છે. વળી એમની અભ્યાસ પદ્ધતિ મનુષ્યસ્વભાવની આજની વાસ્તવિકતાનું ચિત્ર આપે છે પણ તેમાં રહેલી વિકાસ શક્યતાઓ (potentialities) વિશે કશું ન કહી શકે. 000 શિવાનંદ મિશન (વીરનગર, સૌરાષ્ટ્ર) ની હૉસ્પિટલ માટે સંઘ દ્વારા સહાય શ્રી મુંબઇ જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ કોઈ એક સેવાભાવી સંસ્થાને પર્યુષણ પર્વ દરમિયાન આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને દાતાઓને તે માટે અપીલ કરવામાં આવે છે, આ વર્ષે સંઘની સમિતિએ ઠરાવ્યું છે તે પ્રમાણે વીરનગર (સૌરાષ્ટ્ર)ની શિવાનંદ મિશન હોસ્પિટલને સહાય ક૨વાનો કાર્યક્રમ નક્કી થયો છે. ઋષિકેશના આશ્રમના સ્વામી શિવાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી યાજ્ઞવલક્યાનંદજી (ડૉ. શિવાનંદ અધ્વર્યું) એ લોકસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. એમણે અત્યાર સુધીમાં ગુજરાતમાં અને ગુજરાત બહાર અનેક નેત્રયજ્ઞનું આયોજન કર્યું છે અને જાતે સાડા ત્રણ લાખથી વધુ ઓપરેશનો કર્યા છે. તેઓ આજે ૮૮ વર્ષની ઉંમરે પણ લોકસેવાનાં કાર્યોમાં સતત રોકાયેલા રહે છે. શિવાનંદ મિશનની હૉસ્પિટલ માટે નીચે પ્રમાણે દાનની રકમની યોજનાઓ રાખવામાં આવી છે : (૧) રૂા. ૨૫૦૦/- દર્દી દત્તક યોજના-આ યોજના અનુસાર દાનની મૂળરકમ કાયમ ખાતે રાખી તેના વ્યાજમાંથી પ્રતિવર્ષ આંખના એક દર્દીના આંખના મોતીયા વગેરેના ઓપરેશનના ખર્ચની તથા દર્દી અને તેના એક સંબંધીના રહેવા ખાવાના ખર્ચની વ્યવસ્થા કરવામાં આવશે. (૨) રૂા. પ૦૦૦/– નેત્ર નિદાન કેમ્પ-દાનની આ રકમમાંથી એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. અગાઉથી જાહેર કરેલા સ્થળે આંખના ડૉકટરો સાધન સામગ્રી સાથે જશે અને એ વિસ્તારમાંથી આવેલા તમામ દર્દીઓની આંખો તપાસી આપશે અને તેમાંથી ઓપરેશન કરવા લાયક દર્દીઓને વીરનગરની હૉસ્પિટલમાં લઇ આવવામાં આવશે. (૩) રૂા. પ૦૦૦/- કોર્નિયા બેસાડવા માટેની યોજના-દાનની મૂળ રકમ કાયમ ખાતે રાખી તેના વ્યાજમાંથી પ્રતિવર્ષ કોઇ એક સદંતર બંધ વ્યક્તિની આંખમાં ચક્ષુદાનમાં મળેલી આંખનો કોર્નિયા બેસાડીને તેને દેખતો કરી આપવામાં આવશે. સંઘના પેટ્રનો, આજીવન સભ્યો, સામાન્ય સભ્યો, શુભેચ્છકો, દાતાઓ વગેરેને પર્યુષણ પર્વ દરમિયાન ઉદાર હાથે આ અનુદાન આપવા માટે નમ્ર અનુરોધ છે. શ્રી મુંબઇ જૈન યુવક સંઘને અપાતું દાન આવકવેરાની કલમ ૮૦–જી હેઠળ કરમુક્ત છે. આપશ્રી ચેક મોકલો તો ‘SHRI BOMBAY JAIN YUVAK SANGH’ના નામથી મોકલવા વિનંતી છે. રમણલાલ ચી. શાહ ચંદ્રકાંત દીપચંદ શાહ રસિકલાલ લહેરચંદ શાહ સંયોજકો પ્રમુખ ચીમનલાલ જે. શાહ ઉપપ્રમુખ નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ મંત્રીઓ પન્નાલાલ ૨. શાહ કોષાધ્યક્ષ
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy