SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૯૩ અને તા. ૧૬-૫-૯૩ મહારાજશ્રી સં. ૧૯૭૩નું ચાતુર્માસ ફલોધીમાં કરીને બીકાનેર, નાગો૨, મેડતા, જેતારણ વગેરે સ્થળોનો વિહાર કરીને કાપરડાજી પાસેના બિલાડા નામના ગામે પધાર્યા હતા. ત્યાંના આગેવાન શ્રાવક શ્રી પનાલાલજી શરાફને ભાવના થઇ હતી કે પૂ. મહારાજશ્રી જો કાપરડા તીર્થના ઉદ્ધારનું કાર્ય હાથમાં લે તો તે જરૂર સારી રીતે પાર પડી શકે. પરંતુ કાપરડાજી તીર્થના ઉદ્ધારનું કાર્ય સ૨ળ નહોતું. આ પ્રાચીન ઐતિહાસિક તીર્થમાં વિ. સં. ૧૬૭૮માં જિન મંદિરમાં મૂળનાયકની પ્રતિષ્ઠા થઇ હતી . એ સમયે જોધપુર રાજ્યના સુબેદાર શ્રી ભાણાજી ભંડારી હતા. રાજ્ય તરફથી કંઇક મુશ્કેલી આવી પડતાં એક યતિજીએ એમને સહાય કરેલી, તેમના આશીર્વાદથી એમણે કાપરડામાં ચાર માળવાળું ચૌમુખી જિનમંદિર બંધાવ્યું હતું. એમાં ગામ બહાર જમીનમાંથી નીકળેલા શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનના જિનબિંબ સહિત ચાર જિનબિંબની પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વક કરવામાં આવી હતી. આ કાપરડાજી તીર્થ એ જમાનામાં એક પ્રખ્યાત તીર્થ બની ગયું હતું. પ્રબુદ્ધ જીવન લગભગ અઢી ત્રણ સૈકાથી આ તીર્થનો મહિમા ઘણો મોટો રહ્યો હતો. પરંતુ વીસમી સદીના પ્રારંભમાં રાજદ્વારી પરિસ્થિતિ અને કુદરતી આપત્તિઓના કારણોને લીધે કાપરડાજીની જાહોજલાલી ઘટતી ગઇ અને જૈન કુટુંબો આજીવિકા માટે અન્યત્ર સ્થળાંતર કરતા ગયા. એમ કરતાં કાપરડાજીમાં જૈનોની ખાસ કોઇ વસતી રહી નહિ. કાપરડાજીના આ જિનમંદિરમાં ખતરગચ્છના શ્રાવકોએ ચામુંડા માતાજી તથા ભૈરવનાથની એમ બે દહેરીઓ દેવ-દેવીની કરાવેલી. એ દેવ-દેવીઓનો મહિમા એટલો બધો વધી ગયેલો કે જૈનો ઉપરાંત આસપાસના સ્થાનિક જૈનેતર લોકો ખાસ કરીને જાટ જાતિના લોકો એમની બાધા માનતા રાખતા, દર્શન કરનારાઓમાં આ જૈનેતર વર્ગ પણ ઘણો મોટો હતો. વખત જતાં નાનાં બાળકોના વાળ ઉતરાવવા માટે પણ તેઓ કાપરડાજીના જિનમંદિરમાં આવતા. જૈનોની જ્યારે વસતી ઘટી ગઇ અને દર્શનાર્થીઓમાં મુખ્યત્વે જાટ જાતિના લોકો જ રહ્યા ત્યારે આ તીર્થની આશાતના એટલી હદ સુધી થઇ કે ચામુંડા માતાની દેરી સામે બકરાનો વધ પણ થવા લાગ્યો. પશુબલિની અહીં પરંપરા ચાલવા લાગી. બીજી બાજુ મંદિરના નિભાવ માટે કોઇ વ્યવસ્થા ન હોવાને કા૨ણે મંદિર જર્જરિત થઇ ગયું. મહારાજશ્રી જ્યારે કાપરડાજીના જિનમંદિરમાં પધાર્યા ત્યારે એની હાલત જોઇને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે એ તીર્થનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો, પરંતુ એ માટે હિંમત અને કુનેહની જરૂર હતી. વળી જીર્ણોદ્ધારનું કાર્ય ક્રમાનુસાર કરવાની જરૂર હતી. મહારાજશ્રીએ સૌથી પહેલાં તો તીર્થનો કબજો જૈનોના હાથમાં આવે એવી કાયદેસરની વ્યવસ્થા કરાવી. ત્યારપછી એમણે ગઢની અંદ૨ની સાફસૂફી કરાવી. મહારાજશ્રીને લાગ્યું કે મંદિરમાં સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનની દરરોજ નિયમિત પૂજા થવી જોઇએ. જાટ લોકોની વચ્ચે આવીને કોઇ પોતે હિંમતપૂર્વક રહે અને રોજેરોજ જિન પ્રતિમાની પૂજા કરે એવી વ્યક્તિ તરીકે પાલીનગરના શ્રી ફૂલચંદજી નામના એક ગૃહસ્થની એમણે પસંદગી કરી. પેઢીના મુનીમ તરીકે તેમની નિમણૂક કરી. આ રીતે તીર્થ કંઇક જીવંત અને જાગૃત બન્યું. મહારાજશ્રીને લાગ્યું કે જૈનોમાં આ તીર્થની જાણ થાય તથા લોકોનો ભાવ જાગે એ માટે આ તીર્થની યાત્રાનો એક સંઘ કાઢવો જોઇએ. એ માટે પાલીના શ્રી કિસનલાલજીએ આદેશ માગ્યો. તે પ્રમાણે મહારાજશ્રીએ સંઘ કાઢીને કાપરડાજી તરફ વિહાર કર્યો. એમાં ગુજરાત, રાજસ્થાનના કેટલાક શ્રેષ્ઠીઓ જોડાયા આથી કાપરડાજી તીર્થના જીર્ણોદ્ધાર માટે મહારાજશ્રીના ગુજરાત અને રાજસ્થાનના અગ્રગણ્ય ભક્તોને કાપરડાજીમાં ફરી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના થઇ. સંધ કાપરડાજી પહોંચે ત્યાં સુધીમાં મુનીમ પનાલાલજીને ચામુંડા માતાની દેરી ખસેડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જાટ લોકોના વિરોધ વચ્ચે પણ એમણે કુનેહપૂર્વક ચામુંડા માતાની દેરી ગઢમાં અન્યત્ર ખસેડાવી હતી. હવે ભૈરવનાથની દેરી ખસેડવાનો પ્રશ્ન હતો. ૨૩ કાપરડાજી તીર્થના જીર્ણોદ્ધારની સમસ્યા આમ ગંભીર પ્રકારની હતી. એક તો જીર્ણોદ્વાર માટે ફંડ એકત્ર કરવું, જાટ જાતિના લોકો વચ્ચે જિર્ણોદ્ધારનું કાર્ય કરાવવું અને પશુબિલ અટકાવીને દેવ-દેવીઓની દેરીઓને ખસેડીને પુર્ન સ્થાપિત કરાવવી વગેરે કામ સરળ નહોતાં, મહારાજશ્રીએ પોતાને વંદન કરવા આવનાર શ્રેષ્ઠીઓને કાપરડાજી તીર્થના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરતા. થોડા દિવસમાં એ માટે સારી ૨કમ લખાઇ ગઇ અને કામ પણ ચાલું થયું. મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા કરાવવાનું પણ નક્કી થઇ ગયું. એ માટે તૈયારીઓ ચાલુ થઇ ગઇ. કાપરડાજીમાં મહારાજશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૭૫ના મહાસુદ પાંચમનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલું થયો. હજારો ભાવિકો કાપરડાજી પધાર્યા. આવો મોટો ઉત્સવ જાટ લોકોને ખૂંચે એ સ્વાભાવિક હતું. જૈનોનું તીર્થ પોતાના હાથમાંથી પાછું જૈનોના હાથમાં ચાલ્યું જાય એ તેમને ગમતી વાત નહોતી, પ્રતિષ્ઠા મહોત્સવમાં ભંગ પડાવવા માટે જાટ લોકોએ તોફાન મચાવવાની ગુપ્ત યોજનાઓ કરી હતી. પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ દરમિયાન એક જાટ પોતાના બાળકને લઇને ભૈરવનાથની દેરી પાસે વાળ ઉતરાવવા દાખલ થયો. આ વાતની ખબર પડતાં મહારાજશ્રીએ શ્રાવકોને કહ્યું કે એને અટકાવવો જોઇએ નહિ તો પ્રતિષ્ઠા વિધિમાં આશાતના થશે. પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ રાજ્યને વિનંતી કરીને દેરાસરની આસપાસ પોલિસનો સખત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો. વળી બિલાડાના ફોજદાર વગેરે પણ કાપરડાજીમાં હાજર હતા. એટલે જાટ લોકો ફાવી શકતા નહોતા. બાળકના વાળ ઉતરાવવા માટે ઇન્કાર કરતી વખતે ધમાલ થવાની સંભાવના હતી, પરંતુ સદ્ભાગ્યે તે થઇ નહિ. જાટ લોકો હિંસક હુમલા માટે યોજનાઓ વિચારતા અને એની અફવાઓ ફેલાતી, મહારાજશ્રી માથે પણ પ્રાણનું સંકટ ઊભું થયાની વાત પણ આવી હતી, પરંતુ આ સ્થિતિમાં શાંતિ, કુનેહ અને નિર્ભયતાથી કામ લેવાની જરૂર હતી. મહારાજશ્રીની સૂચના અનુસાર શ્રાવકો તે પ્રમાણે કરતા હતા. ભૈરવજીની મૂર્તિ ખસેડવા માટે આ સારી તક હતી એ જોઇને રાતને વખતે ભૈરવજીની મૂર્તિને ખસેડીને બાજુમાં આવેલા ઉપાશ્રયમાં એના મૂળસ્થાનકે પધરાવવામાં આવી. પ્રતિષ્ઠાનું મહત્વનું કાર્ય પતી ગયું. હવે બીજા દિવસે સવારે દ્વારોઘાટનની વિધિ બાકી હતી, પ્રતિષ્ઠાની વિધિ પતી જતાં ઘણા લોકો પોતાના ગામ પાછા ફર્યા હતા, છતાં સેંકડો માણસો હજુ કાપરડાજીમાં રોકાયા હતા. એ દિવસે સાંજે સમાચાર આવ્યા કે પાસેના એક ગામના ચારસો જેટલા હથિયાર સજ્જ જાટ માણસો મંદિર ઉપર હુમલો કરવાના છે અને મંદિરનો કબજો લઇ લેવાના છે. અચાનક આવી રીતે હુમલો થાય તો ઘણું મોટું જોખમ કહેવાય, મહારાજશ્રીએ ગઢની બહાર જે લોકો તંબુની અંદર રહ્યા હતા તે સર્વને ગઢની અંદર આવી જવા કહ્યું. મુનીમ પનાલાલજીને પણ પરિવાર સહિત ગઢની અંદર બોલાવી લેવામાં આવ્યા. કેટલાક ભક્તોએ મહારાજશ્રીને વિનંતી કરીકે ‘જાટ લોકોનો હુમલો આવી પહોંચે એ પહેલાં અમે આપશ્રીને રક્ષકો સાથે બિલાડા ગામે પહોંચાડી દેવા ઇચ્છીએ છીએ.' પરંતુ મહારાજશ્રીએ એ દરખાસ્તનો અસ્વીકાર કરીને કહ્યું, ‘મારું જે થવાનું હશે તે થશે. મને કોઇ ડર નથી. કાપરડાજી તીર્થની રક્ષા કાજે મારા પ્રાણ જશે તો પણ મને તેનો અફસોસ નહિ હોય.’ સાંજે અંધારું થવા આવ્યું. એટલામાં લગભગ ૪૦૦ જેટલા હથિયાર ધારી જાટ લોકો મંદિર ઉપર હોકારા કરતા હલ્લો લઇને આવી પહોંચ્યા. બહુ મોટો શોરબકોર થયો પરંતુ બધા શ્રાવકો ગઢની અંદ૨ દાખલ થઈ ગયા હતા અને ગઢનો દરવાજો બંધ હતો એટલે જાટ લોકોએ ગઢને ઘેરો ઘાલ્યો. બહારથી તેઓ પથ્થરો મારતા અને બંદુકોની ગોળીઓ પણ છોડતા પરંતુ સદ્ભાગ્યે ગઢની અંદર રહેલા કોઇને ઇજા થઇ નહિ. આગલે દિવસે જાટ લોકોના હુમલાની અફવા આવી કે તરત જ મહારાજશ્રીની સૂચના અનુસાર મુનીમ પનાલાજીએ જોધપુ૨ રાજ્યના
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy