SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૪-૯૭ અને તા. ૧૬-૫-૯૩ ઉપકારનો નિર્દેશ દસ્તાવેજમાં કરવામાં આવે એ શરતે પેઢીને જમીન વેચાતી આપવામાં આવી. * * બોદાનાનેસથી મહારાજશ્રી ચોક, રોહિશાળા, ભંડારિયા વગેરે ગામોમાં વિચરતા પાછા ચોક પધાર્યા. તે વખતે એક દિવસ શ્રી ઉદયસૂરિ મહારાજની તબિયત અચાનક બગડી અને તેઓ બેભાન થઈ ગયા. કોઈ જીવલેણ માંદગીની શક્યા હતી. એમને પાલિતાણા લઈ આવ્યા. સદ્ભાગ્યે, સમયસરના ઉપચારથી એમની તબિયત સારી થઈ ગઈ. ચૈત્ર મહિનો હતો એટલે મહારાજશ્રી પૂનમ સુધી પાલિતાણા રોકાયા અને પૂનમની જાત્રા કરી મહારાજશ્રી વિહાર કરતા કરતા વળા થઈને બોટાદ પધાર્યા. બોટાદના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ પોતાના વ્યાખ્યાનો અને ઉપદેશ દ્વારા વિવિધ પ્રકારના ધર્મકાર્યો કરાવ્યા. આ દિવસો દરમિયાન, કિંવદન્તિ કહે છે તે પ્રમાણે બોટાદના તે સમયના જાદુગર મહમદ છેલ મહારાજશ્રીને મળવા આવ્યા હતા. અને એકાદ જાદુનો પ્રયોગ કરી મહારાજશ્રીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મહારાજશ્રીએ પોતે એક ચમત્કૃતિ બતાવીને મહમદ છેલને આંજી દીધા હતા અને સમજાવ્યું હતું કે સાધનાના માર્ગમાં આવા ચમત્કારોનું બહું મૂલ્ય નથી. માટે તેમાં અટવાઈ જવું ન જોઈએ.' મહારાજશ્રીની કીર્તિ ચારે બાજુ પ્રસરતી હતી. એવામાં લીંબડીના રાજવીને ખબર પડી કે મહારાજશ્રી ચાતુર્માસ પૂર્ણ થતાં અમદાવાદ તરફ જવાના છે, ત્યારે તેમણે લીબડી પધારવા માટે ખાસ વિનંતી કરી. મહારાજશ્રી લીબડી પધાર્યા. ત્યારે એમણે મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું અને મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રોજે રોજ હાજર રહેવાનું ચાલું કર્યું. એથી સમગ્ર પ્રજા પર ઘણી મોટી છાપ પડી અને મહારાજશ્રીના વ્યાખ્યાનમાં જૈન-જૈનેતર વર્ગ ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા લાગ્યો. લીંબડીની થોડા દિવસની સ્થિરતા વિચારી હતી. તેને બદલે રાજવીના અત્યંત આગ્રહને માન આપી મહારાજશ્રીને એક મહિના સુધી લીંબડીમાં રોકાવું પડયું હતું. તેઓ મહારાજશ્રીની તથા તેમના શિષ્યોની તબિયત માટે પણ બહુ દરકાર કરતા અને જોઈતા વિવિધ ઔષધો મંગાવી આપતાં. લીંબડી નરેશનો આટલો ઉત્સાહ જોઇ મહારાજશ્રીએ એમની પાસે જીવદયાનાં પણ સારાં કાર્યો કરાવ્યાં તથા લીંબડીના હસ્તપ્રત ભંડારોને પણ વ્યવસ્થિત અને સમૃદ્ધ કર્યો હતો. મહારાજશ્રીએ ત્યાર પછી વિ.સં. ૧૯૬૭નું ચાતુમસ અમદાવાદમાં કર્યું. મહારાજશ્રી છ વર્ષ પછી અમદાવાદમાં પાછા પધારતા હતા એટલે શ્રોતાઓની એટલી ભીડ થતી કે ઉપાશ્રયને બદલે બહાર ખુલ્લામાં મંડપ બાંધી ત્યાં વ્યાખ્યાન રાખવામાં આવતાં. વ્યાખ્યાનમાં મહારાજશ્રીએ ‘ભગવતી સૂત્ર” તથા “સમરાઈઐકહા' એ બે પસંદ કર્યા હતાં. અમદાવાદના આ ચાતુર્માસ દરમિયાન એક મહત્વની ઘટના એ બની કે અમદાવાદના શ્રેષ્ઠી શેઠ અંબાલાલ સારાભાઈને કોઈ નજીવા કારણસર વિવાદ વધતાં ન્યાતબહાર મૂકવાની દરખાસ્ત આવી હતી. ત્યારે તેમાં મધ્યસ્થી કરીને મહારાજશ્રીએ એ પ્રકણનો સુખદ સમાધાન ભર્યો અંત આણ્યો હતો. આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ પાંજરાપોળના કાર્યને વધુ સુદ્રઢ બનાવ્યું. કતલખાને જતી ભેંસોને અટકાવીને તેને પાંજરા- પોળમાં રાખવા માટે વધુ નિભાવ ખર્ચની જરૂર હતી તે માટે મહારાજશ્રીએ વ્યાખ્યાનોમાં એવી હૃદયદ્રાવક અરજ કરી કે તાત્કાલિક ઘણું મોટું ભંડોળ થઈ ગયું. ચાતુર્માસ પછી ઉત્તર ગુજરાતમાં વિચર્યા પછી મહારાજશ્રીનો વિહાર અમદાવાદ તરફ હતો. રસ્તામાં કલોલ શહેરમાં તેમણે સ્થિરતા કરી. એ વખતે કલોલના બે શ્રેષ્ઠીઓએ એમને વાત કરી કે ચારેક માઈલ ઉપર એક શેરીસા નામનું ગામ છે. ત્યાં એક જૈનમંદિરના જૂના અવશેષો છૂટા છવાયા જોવા મળે છે. ગામમાં જૈનોની કોઈ વસ્તી નથી. મહારાજશ્રીને પ્રાચીન શેરીસા પાર્શ્વનાથ તીર્થના ઇતિહાસની ખબર હતી.રાજા કુમારપાળના વખતમાં નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિએ ત્યાં પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી. કમારપાળ રાજાએ પોતે પણ એક પ્રતિમા ભરાવીને ત્યાં પ્રતિષ્ઠા કરાવેલી. ત્યારથી શેરીસા તીર્થ બહુ ખ્યાતિ પામ્યું. તેમાં સૈકામાં વસ્તુપાલ અને તેજપાલે આ તીર્થમાં બે દેવકુલિકા બનાવીને એકમાં નેમિનાથ ભગવાનની અને બીજામાં શ્રી અંબિકા દેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આમ ઉત્તરોત્તર આ તીર્થનો મહિમા ઘણો વધતો ગયો હતો. વિક્રમના અઢારમાં શતકમાં મુસલમાન આક્રમણકારોએ ગુજરાતમાં જે કેટલાંક હિંદુ અને જૈન મંદિરોનો વિધ્વંસ કર્યો એમાં શેરીસા તીર્થ પણ બચી શક્યું નહિ, મંદિર જમીનદોસ્ત થઈ ગયું. નગરના લોકો નગર છોડીને ભાગી ગયા. હજારો યાત્રીઓથી ઊભરાતું તીર્થ વેરાન બની ગયું. મંદિરના અવશેષો કાળક્રમે દટાઈ ગયા. - આ નષ્ટ થયેલા તીર્થના અવશેષો જોવાની મહારાજશ્રીએ ઈચ્છા, દર્શાવી એટલે શ્રેષ્ઠી ગોરધનભાઇએ અગાઉથી શેરીસ ગામમાં પહોંચી એક ઓળખીતાના ઘરમાં મહારાજશ્રી અને એમના શિષ્યોના ઉતારા માટે વ્યવસ્થા કરાવી. મહારાજશ્રી વિહાર કરી શેરીસા પહોંચ્યા. ત્યાંના અવશેષો જોતાં તરત જ એમને ખાતરી થઈ કે જૈનમંદિરના જ અવશેષો છે.મહારાજશ્રી ટેકરાઓ ઉપર ફરીને નિરીક્ષણ કરવા લાગ્યા. સાંજે પાછા ફરી તેઓ નીકળ્યા. એ વખતે મહારાજશ્રીએ કાળો-નીલો મોટો સપાટ પથ્થર જોયો. જમીનમાં એ દટાયેલો હતો. એના ઉપર છાણાં થાપવામાં આવ્યા હતા . મહારાજશ્રીને લાગ્યું કે જરૂર આ પથ્થર ખોદાવીને બહાર કાઢવો જોઈએ. ગામમાંથી મજૂરોને બોલાવવામાં આવ્યા. પથ્થર અખંડિત નીકળે એ રીતે સાવચેતીથી ખોદવાનું શરૂ થયું. ગામના ઘણા લોકો ભેગા થઈ ગયા મહારાજશ્રી અને એમના શિષ્યો પણ હાજર રહ્યા. પથ્થર કાંઢતાં જ આશ્ચર્યનો પાર ન રહ્યો. પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમાં ઊંધાં દટાયેલાં હતાં. એ પ્રતિમાના દર્શન કરીને મહારાજશ્રીએ ગદ્ગદ્ કંઠે સ્તુતિ કરી. આવા અખંડિત નીકળેલા અવશેષોની તરત સાચવણી થવી જોઈએ, ખુલ્લામાં પડ્યા રહે તે ઠીક નહિ. મહારાજશ્રીએ કહ્યું કે અત્યારે ને અત્યારે શેઠ મનસુખભાઈ ભગુભાઈના નામથી તાળું મરાય એવી જગ્યા ખરીદી લો. તપાસ કરતાં એક રબારીનો વંડો ગોરધનભાઈએ ખરીદી લીધો.ત્યાર પછી બીજે દિવસે મજૂરો પાસે બધા અવશેષો ઊંચકાવીને વંડામાં સુરક્ષિત મુકાવી દેવામાં આવ્યા. મહારાજશ્રીએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સન્મુખ બેસી સ્તુતિ કરી, કાઉસગ્ગ ધ્યાન કર્યું અને સંકલ્પ કર્યો કે આ તીર્થનો ઉદ્ધાર શાસનદેવીની કૃપાથી હું અવશ્ય કરાવીશ ! આમ, પ્રાચીન શેરીસા તીર્થના જીર્ણોદ્ધારના મંડાણ થયાં. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ઓગણજ પધાર્યા. રસ્તામાં ભૂલા પડયા હતા. પરંતુ શાસનદેવની ગેબી કૃપાથી સાચા રસ્તે વળી ગયા હતા.ઓગણજથી મહારાજ અમદાવાદ પધાર્યા. ત્યાં આવીને મહારાજશ્રીએ શ્રેષ્ઠીઓને શેરીસાતીર્થના ઈતિહાસની અને એ તીર્થના જીર્ણોદ્ધારની વાત કરી. એ વખતે ટીપ કરવાની વાત ચાલી , પરંતુ જીણોદ્ધારમાટે પચીસ હજાર જેટલી રકમની જરૂર હતી. એટલે શેઠશ્રી મનસુખભાઈએ એ કમ એકલાએ આપવાની જાહેરાત કરી. મહારાજશ્રીએ ચાતુર્માસ માટે પાંજરાપોળના ઉપાશ્રયે પ્રવેશ કર્યો. આ ચાતુર્માસ દરમિયાન એક મહત્વનું કાર્ય મહારાજશ્રીએ એ કર્યું કે તીર્થ રક્ષા માટે સ્થપાયેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના બંધારણની પુનરચનામાં એમણે ઘણું સરસ માર્ગદર્શન આપ્યું. ચાતુર્માસ પછી થોડા વખતમાં મહારાજશ્રીના અનન્ય ભક્ત મનસુખભાઈનું અચાનક અવસાન થયું. એથી મહારાજશ્રીના એક પરમ ગુરુભક્ત ને સમાજે ગુમાવ્યા. એમના અવસાન પછી એમના સુપુત્ર શેઠશ્રી માણેકલાલભાઇ ઘણાં મહત્વના કાર્યોમાં એટલી જ ઉદારતાથી આર્થિક સહાય કરવા લાગ્યા. ત્યાર પછી મહારાજશ્રી વિહાર કરતા કરતા કપડવંજ પધાર્યા. અહીં એમનું ચાતુર્માસ નક્કી થયું હતું. કપડવંજમાં મહારાજશ્રીના ત્રણ શિષ્યો શ્રી દર્શનવિજયજી, શ્રી ઉદયવિજયજી અને શ્રી પ્રતાપ વિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. આ મહોત્સવ પ્રસંગે એટલા બધા માણસો કપડવંજ આવ્યા હતા કે રેલ્વેને સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવી પડી હતી. આ ઉત્સવમાં એક એવી ચત્મકારી ઘટના બની કે
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy