________________
પ્રબુદ્ધ જીવન
૬
તત્કાલીન પરંપરામાં આ સમૂહે જાણે કોઇ ક્રાંતિ સર્જી હોય એમ એ સાવ જુદો પડે છે–એની તો એક આગવી જ શૈલી છે.
આ સંકુલમાં, લક્ષ્મણ મંદિર, વિશ્વનાથ મંદિર, પાર્શ્વનાથ મંદિર અને કંડાર્ય મહાદેવ મંદિર મહત્ત્વનાં છે. આ સૌમાં લક્ષ્મણ મંદિર સૌથી સારી રીતે સચવાયેલું છે. ઉત્તુંગ શૃંગશ્રેણી ધરાવતાં ને ઊંચા ઓટલા પર ઊભેલાં તથા ત્યાંના વાતાવરણમાં સાવ અલગ પડી જતાં અહીંના મંદિરોની સંયોજિત-રચના, શિલ્પકલા, સમતુલા અને સ્થાપત્યની દૃષ્ટિએ, ભારતીય મંદિર-સ્થાપત્ય-કલાની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ છે.
–ને આ મહત્ત્વનાં મંદિરોમાં યે કંડાર્ય મહાદેવનું મંદિર, સૌથી ઊંચું છે. એની શૃંગાર પ્રચુર લલિત શિલ્પ ખચિત દીવાલો, કામ અને અધ્યાત્મનો અજબ સુસંવાદ સાધે છે.
ઓરિસ્સાનું ભૂવનેશ્વ૨ તો મંદિરોનું નગર છે. ત્યાંના મંદિરસંકુલમાં, લિંગરાજ તથા મુક્તેશ્વર મંદિરોમાં ત્યાંની શિલ્પ સમૃદ્ધિની ઉત્તુંગતાનાં દર્શન થાય છે. ૧૨૭ ફૂટ ઊંચું લિંગરાજ, ૧૨મી સદીના ભૂવનેશ્વરમાંનું, ઉડિયા સ્થાપત્ય શૈલીનું અગ્રણી છે, તો મુક્તેશ્વર-ભલે નાનું, પણ રળિયામણું- એક સર્વાંગ સુંદર ઊર્મિગીત છે, અહીંના શૈવ મંદિરોના સમૂહમાં, એક વૈષ્ણવ મંદિર પણ છે-એ છે, અનંત વાસુદેવ મંદિર.
ઓરિસ્સાનું સૌથી જબરું આકર્ષણ તો ત્યાંના સૂર્યમંદિ૨ ‘કોણાર્ક'નું છે. સાત અશ્વવાળા સૂર્યરથના સ્વરૂપમાં એનું નિર્માણ થયેલું છે. આયોજનમાં ભવ્ય અને શિલ્પકલામાં અદ્વિતીય, આ મંદિર, ઉડિયા સ્થાપત્યકલાથી પરાકાષ્ઠારૂપ છે. આ વિશાળકાય મંદિરના પ્રાંગણમાં અન્ય મંદિરો પણ છે.
આપણા મહેસાણા જિલ્લાના મોઢેરાનું સૂર્યમંદિર પણ સોલંકી સ્થાપત્ય શૈલીનું ને સુસંગઠિત શિલ્પકલાનું શ્રેષ્ઠ સર્જન છે. ઊંચા ઓટલા પર ઊભેલું આ મંદિર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. સુંદર કમાનદાર બે લલિત કોતરણીથી ખચિત આ મંદિરની દીવાલ પર બાર આદિત્યો પણ કંડારાયા છે. નાનાં મંદિરોથી વીંટળાયેલું આ મંદિર, સામે પગથિયાવાળું તળાવ પણ ધરાવે છે.
અન્ય મહ્ત્વનાં આપણાં સૂર્યમંદિરોમાં કાશ્મીરનું માર્તડ મંદિર અને ખજુરાહોનું ચિત્રગુપ્ત મંદિર મુખ્ય છે.
દક્ષિણ ભારત તો મંદિરોનો પ્રદેશ જ કહેવાય છે. વિદેશી પ્રભાવથી ઠીકઠીક બચેલાં અહીંના મંદિરો, દક્ષિણ ભારતની સૌથી પ્રાચીન કલાત્મક સંસ્કૃતિના દર્પણરૂપ છે.
કાંચીપુરમ્ અહીંની દ્રવિડ શૈલીના સ્થાપત્યનું પારણું ગણાય છે, જ્યારે ૧૧ ગોપુરમવાળું મિનાક્ષી મંદિર નિર્માણ કલાની ભવ્યતાનું દર્શન કરાવે છે.
અત્યારે સમુદ્રતટે ઊભેલું મહાબલિપુરમ્નું મંદિર, પહેલાં ૭ મંદિરોનું સંકુલ હતું-હવે રહેલા આ એક જ મંદિરમાં, સૌદર્યમંડિત એકાશ્મરથ દર્શનીય છે.
વારંગલનું ૧૦૦૦ સ્તંભોવાળું તારકાકાર મંદિર ચૌલુક્ય સ્થાપત્ય શૈલીનું રત્ન છે. અહીં શિવ, વિષ્ણુ અને સૂર્યનાં મંદિરો ઉપરાંત, જૈન મંદિર પણ છે. મૈસૂર પ્રદેશના હેલેલિડનું હોયસાલેશ્વર તથા બેલુરનું તારકાકાર ચન્નકેશવ મંદિર, ઉત્તર-દક્ષિણની અસર ધરાવતાં છતાં પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે.
ઐહોલ તો મંદિરોનું નગર જ છે, અહીં શ્રીરંગમ્ ભારતમાંના વિશાળ મંદિરોનું એક છે. ગ્વાલિયરમાં આવેલું દક્ષિણ શૈલીનું ‘તેલીકા મંદિર' પ્રતિહાર શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
કોઇ જમાનામાં અનેક માળવાળું, ભરપૂર કોતરણીથી ખચિત, સિદ્ધપુરનું રુદ્રમાળ, હવે ભંગારના અતિઅલ્પ અવશેષ થઇને વેરવિખેર પડ્યું છે. એ તથા અનેકવાર જિર્ણોદ્ધાર અને નવનિર્માણ પામેલું, પ્રભાસપાટણનું સોમનાથ મંદિર, ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં હોવા છતાં, આજે એ ઠીક ઠીક મહત્ત્વ ગુમાવી બેઠાં છે.
એક અનેરા આકર્ષણનું કેન્દ્ર બનેલું અમૃતસરનું સુવર્ણમંદિર, શીખ કોમનું પવિત્ર ગુરુદ્વારા છે. ગ્રંથસાહેબ ધરાવતું આ મંદિર
તા. ૧૬-૧-૯૩
‘દરબાર સાહેબ' નામે પણ ઓળખાયું છે. પછીની રાજપૂત શૈલી તથા મુગલ શૈલીના અંશો અપનાવી, એમાં એમની નિજી વિશેષતાઓ ઉમેરી સર્જેલું આ આગવા સ્વરૂપનું સુવર્ણમંદિર, શીખ કોમનું મુખ્ય ધર્મસ્થાન છે-એટલું જ નહીં, એમના અન્ય ગુરુદ્વારાઓ માટે પણ આ માર્ગદર્શક થઇ પડ્યું છે.
આપણે ત્યાંની ઇસ્લામી સંસ્કૃતિમાં, આગ્રાના કિલ્લામાંની મોતી મસ્જિદ સંગેમરમરનું-કંઇક નઝાકતભર્યું કલાત્મક સર્જન છે; જો કે દિલ્હીની જામા મસ્જિદ વધુ ભવ્ય અને લાલિત્ય ધરાવતી સુંદ૨ ઇમારત, છે.
બહુ પ્રાચીન નહીં, પણ ઊંડી શ્રદ્ધા ને ધાર્મિક આદર ધરાવતાં ખ્રિસ્તી ચર્ચોમાં મુંબઇનું ગ્લોરિયા ચર્ચ તથા ગોવાનું સંતં ઝેવિયર્સનો મૃતદેહ ધરાવતું ચર્ચ, મહત્ત્વનાં સ્થાન ધરાવે છે.
ધર્મ હવે અંગત શ્રદ્ધાનો વિષય ગણાય છે, એ ખરું ! પણ આપણી કલાત્મક સ્થાપત્ય-સંસ્કૃતિના ઇતિહાસમાં ધર્મસ્થાનોએ આપેલો આવો અમૂલ્ય ફાળો સદાય અવિસ્મરણીય રહેશે.
સાભાર-સ્વીકાર
ભગવાન મહાવીર જીવન દર્શન - લેખક-સંપાદક : મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી → પૃષ્ઠ-૧૪૮ + મૂલ્ય રૂા. ૩૫ – પ્રકાશક : શ્રી મહાવીર પ્રકાશન C/o. શ્રી પ્રાણલાલ જમનાદાસ શાહ, બી/ એફ, ગરીબદાસ કાઁ.ઓપ. સોસાયટી, નોર્થ સાઉથ રોડ નં. ૫, જુહુસ્લિમ, અંધેરી [વેસ્ટ], મુંબઈ-૪૦૦ ૦૪૯.
# બુઝ ! બુઝ ! ચંડકોશિયા ♦ લેખક : મુનિશ્રી મુક્તિવલ્લભવિજયજી → પૃષ્ઠ-૨૮૨ - મૂલ્ય રૂા ૪૦ - પ્રકાશક : પ્રજ્ઞા પ્રબોધ પરિવાર, હીરેન પેપર માર્ટ, નિત્યાનંદનગર નં. ૩, બેન્ક ઓફ મહારાષ્ટ્રની સામે, સહાર રોડ, અંધેરી [ પૂર્વ], મુંબઈ-૪૦૦ ૦૬૯.
1] આહારશુદ્ધિ – લેખક : આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ - પૃષ્ઠ-૧૩૬ + મૂલ્ય રૂા. ૮ + પ્રકાશક : સુસંસ્કાર નીધિ ટ્રસ્ટ, C/o. નાનજી ધારશીની કું., ૨૩૮, ભાતબજાર, મુંબઈ-૪૦૦ ૦૦૯.
॥ ભીતર સૂરજ હજાર ♦ લેખક : મુનિ શ્રી વાત્સલ્યદીપ - પૃષ્ટ૧૫૯ + રૂા. ૧૨ – પ્રકાશક : વાત્સલ્યદીપ ફાઉન્ડેશન, ‘રવિ’, ભગવાન નગરનો ટેકરો, ઉપાશ્રય પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭,
આ તુમ ચંદન, હમ પાની – લેખક તથા પ્રકાશક ઉપર મુજબ → પૃષ્ઠ ૭૧ ૪ મૂલ્ય રૂા. ૧૦
— ખંડેરમાં સર્ચલાઈટ [સાધર્મિકોની વ્યથા] ♦ લેખક : ચંદ્રકાંત કડિયા → પૃષ્ઠ-૪૦ ♦ મૂલ્ય : વાત્સલ્યભાવ ♦ પ્રકાશક : ચંદ્રકાંત કડિયા, શ્રી શ્વે. મૂ. જૈન બોર્ડીંગ, ‘એફ' બ્લોક, એચ. એલ. કૉમર્સ હોસ્ટેલ નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯.
કલ્યાણનો અતુલમ્ દીક્ષા વિશેષાંક - સંપાદક : અમૃતકુમાર રૂપાશંકર શર્મા → પૃષ્ઠ-૨૭૦ ૨ મૂલ્ય રૂા. ૩૫ + પ્રકાશક : કલ્યાણ પ્રકાશન મંદિર ટ્રસ્ટ, શિયાણીપોળ, વઢવાણ શહેર, [ સૌરાષ્ટ્ર]-૩૬૩૦૩૦
વ ધરતીની અમીરાત – લેખક : જયમલ્લ પરમાર -- પૃષ્ઠ-૪૮૦મૂલ્ય રૂા. ૯૪ – પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, લાલ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે, રાજકોટ [સૌરાષ્ટ્ર-૩૬૦ ૦૦૧ .
લોક સંસ્કૃતિનું બીલીપત્ર [જયમલ્લ પરમાર સ્મૃતિ ગ્રંથ] + સંપાદક : રાજુલ દવે → પૃષ્ઠ-૪૩૭ – મૂલ્ય રૂા. ૧૨૫૬ પ્રકાશક : ઉપર મુજબ પૂજ્ય ગોમતીબાઈ ♦ સંપાદક : ગુલાબ દેઢિયા – પૃષ્ઠ-૧૫૭+ મૂલ્ય રૂા. ૫૦ ૪ પ્રકાશક : સાધનાશ્રમ, બિદડા [કચ્છ]-૩૭૦ ૪૩૫. સંઘ સંચાલિત-અસ્થિ સારવાર કેન્દ્ર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાનાં રોગોની નિઃશુલ્ક સારવાર દર રવિવારે સવારના ૧૦-૦૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, રસધારા કૉ-ઓપ. સોસાયટી, બીજે માળે, પ્રાર્થનાસમાજ, મુંબઈ-૪૦૦ ૦૦૪. (ફોન નં. ૩૫૦૦૨૯૬), ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત ‘સંઘ’ના દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૩- ૦૦થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાળા માર્ગ, જુહુ લેન, અંધેરી [ પશ્ચિમ], મુંબઈ-૪૦૦ ૦૫૮ ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોક્ત સારવાર વિનામૂલ્યે અપાય છે: જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેનો લાભ ઉઠાવે તેવી વિનંતી છે.
પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ
મંત્રી
નિરુબેન એસ. શાહ પ્રર્વીણચંદ્ર કે. શાહ
મંત્રીઓ
!