SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રબુદ્ધ જીવન ભગવાને કહ્યું કે હું પણ કેટલીક વાર શબ્દોથી ન કહેતા ઇશારાથી કહું છું. તેણે કહ્યું : ‘આપ મારો આશય સમજ્યા નથી. મેં માત્ર ક્રોધની અભિવ્યક્તિ કરી છે. ભગવાને કહ્યું : ‘હું તમારી માનસિક ભૂમિકાને સ્પર્શો છું. થૂંકવામાં તમારો ક્રોધ ભારોભાર વ્યક્ત થતો હતો તે મારી જાણ બહાર નથી. તેણે કહ્યું : તો પછી ક્રોધનો જવાબ ક્રોધથી કેમ નથી આપતા ? બુદ્ધે કહ્યું : તમે મારા માલિક નથી, હું તમારો સેવક નથી. તમે કહો તેમ શું મારે કરવું ? તમે થૂંકીને ક્રોધની અભિવ્યક્તિ કરી. આ ચેષ્ટાથી ઉશ્કેરાઇને હું ક્રોધ કરું તો હું તમારો ગુલામ થઇ ગયો કહેવાઉં. હું તમારો અનુસર્તા કે અનુયાયી નથી. મારે શું કરવું તે મારી મુનસફીની વાત છે, તમારી ઇચ્છાની જેમ. તમારી જેમ મારે વર્તવું, મારા માટે આવશ્યક કે અનિવાર્ય નથી. પ્રત્યુત્તર સાંભળી તે ચાલી ગયો. બીજે દિવસે માફી માંગવા આવ્યો. માફ કરો, મારી ભૂલ થઇ. ભગવાનના ચરણોમાં માથું મૂકી પશ્ચાત્તાપના પવિત્ર અશ્રુથી પ્રછાલવા લાગ્યો પગોને ! તે સ્વસ્થ થયો ત્યારે ભગવાને પૂછ્યું : ‘તમારે બીજું કશું કહેવું છે?” તે માણસે કહ્યું : ‘આ કેવો પ્રશ્ન છે ?' માણસ જ્યારે શબ્દોથી કહી શકતો નથી ત્યારે ઇશારાથી ચેષ્ટા દ્વારા કહે છે. તેણે કહ્યું : પ્રભુ ! હું માફી માગું છું, મને ક્ષમા કરો. મેં સામો ક્રોધ કર્યો નથી તેથી ક્ષમાને અવકાશ નથી. ગઇકાલે ફૂંકતા જોયા, આજે પગમાં માંથું મૂકી રડતા જોઉં છું. છેવટે તાત્પર્ય એ છે કે પ્રતિકર્મ ગુલામી છે. કોઇ આપણી પાસેથી ઇચ્છા વિરુદ્ધ પરાણે કાર્ય કઢાવી લે છે ત્યારે આપણે માલિક ન રહેતા, બીજા પ્રમાણે ચાલનારા, બીજાની ઇચ્છાને અનુસરનારા બની ગયા પછી બીજાનું આપણા ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત થઇ જાય છે. એક વખતનો પ્રસંગ છે. ભગવાન બુદ્ધ કરુણા અને ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. આવા પાવન આત્માઓ સાથે વેરવૃત્તિ અને અસહિષ્ણુતાના વિષમ ભાવો રાખનારા જઘન્ય કોટિની વ્યક્તિઓ પણ હોય છે. વિહાર કરી રહેલા બુદ્ધના માર્ગમાં એક વ્યક્તિ આવ્યો અને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો. પ્રબુદ્ધ આત્મા બુદ્ધ તે શબ્દો પચાવી ગયા, ગળી ગયા, પી ગયા. પરંતુ તેમના શિષ્યોને તેનું આવું અસભ્ય વિવેકહીન વર્તન સહન ન થયું. ભગવાને કશી પ્રતિક્રિયા ન કરતાં શાંતિપૂર્વક તેના શબ્દો સાંભળી લીધા ત્યારે આનંદ નામના શિષ્યથી આ વાત સહન ન થઇ. તેણે કહ્યું : આવી ક્રૂરતાનો કશો જ જવાબ નહીં ? બુદ્ધ બોલ્યા : તે માણસ દૂરથી આટલી મહેનત લઇ આવા ભાવો સાથે આવી રહ્યો છે, તેના મનનો ઉભરો ઠાલવી રહ્યો છે. તેનો તે અધિકાર છે. એના એ સ્વાતંત્ર્ય અને અધિકારમાં દખલ કરનાર હું કોણ ? તેની વાણી મારા હૃદયમાં સ્પંદન, કંપન જંન્માવી શકે, મારા અંતરાત્માને ડહોળાવી નાંખે તો મારો પોતાનો મારા પર અધિકાર નથી. તેથી મારા સંચાલનની દોરી હું તેને સોંપવા તૈયાર નથી. તે તેના મનનો માલિક, હું મારા મનનો માલિક છું. તેને યોગ્ય લાગે તેમ તે વર્તે, મને યોગ્ય લાગે તેમ હું વર્તુ. તેનાથી દોરવાઇ જાઉં એવો તું મને નબળો ધારે છે ? ભગવાનની આ પ્રકારની વાણીથી આનંદ ભાવવિભોર થઈ ગયો! આનંદના હૃદયને તે સ્પર્શી ગઇ. તેનું દુ:ખ દૂર થઇ ગયું. ભગવાન બુદ્ધમાં અજબગજબના પ્રભુતાના દર્શન કર્યા, આવી વિભૂતિને ગીતાના શબ્દોમાં સ્થિતપ્રજ્ઞ અને જૈન દર્શનની રીતે તેને સમક્તિ કહી શકીએ. ગીતા કહે છે : સ્થિતપ્રજ્ઞસ્યા કા ભાષા, કિં આસિત વ્રજેત કિમ્ । ..... સમજ્યં યોગ ઉચ્યતે... ટૂંકમાં, સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને સમક્તિનાં લક્ષણો સમાન છે. તા. ૧૬-૧-૯૩ ભગવાન બુદ્ધે કે તેના અનુયાયીએ પ્રતિપાદિત કરેલા ક્ષણિકવાદના સિદ્ધાંતમાં રહેલી વિસંવાદિત જરા જોઇએ. બુદ્ધે કહ્યું છે કે ૮૦ જન્મો પહેલાં કરેલા દુષ્કૃત્યનું ફળ ૮૦ ભવ પછી તે ભોગવી રહ્યા છે. ક્ષણિકવાદ સાથે આ ઘટના ઘટી શકે તેમ નથી, કારણ કે જો બધું ક્ષણિક છે એટલે કે તેનું અસ્તિત્વ બીજી ક્ષણે નષ્ટ થાય છે તો પછી પહેલી ક્ષણ અને બીજી ક્ષણ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત ન કરી શકાતો હોવાથી બંને વ્યક્તિ જુદી જુદી છે. તો પછી પૂર્વના ૮૦જન્મ પહેલાંની વ્યક્તિ ત્યારબાદના ૮૦ ભવ પછીની વ્યક્તિ ક્ષણિકવાદના હિસાબે કેવી રીતે એક હોઇ શકે ? તેથી ક્ષણિકવાદનો સિદ્ધાંત ટકી શકતો નથી. બીજું બુદ્ધને ગાળ દેનાર તથા તેમના પર થૂંકનાર વ્યક્તિઓ ક્ષણિકવાદના સિદ્ધાંત પ્રમાણે ઘટી શકતી નથી. બંને વ્યક્તિઓ તથા બુદ્ધ ક્ષણ પછી બદલાતા હોવાથી કોણ કોના પર થૂંકે ? કોણ કોને ગાળ દે? ત્રીજો નાનો પ્રસંગ ગૌતમ બુદ્ધ અને શ્રીમંત યુવાન શિષ્ય અંકમાલનો છે. એકવાર અંકમાલે આની પાસે આવીને કહ્યું : ‘હું ધર્મોપદેશ આપી જગતનો ઉદ્ધાર કરવા માગું છું. મને તે માટેની યાત્રાનો પ્રારંભ કરવાની રજા આપો.' બુદ્ધે કહ્યું : ‘તે માટે તું પ્રથમ યોગ્યતા પ્રાપ્ત કર.’ ગુરુદેવ મેં દશ વર્ષ સુધી સખત પરિશ્રમ કર્યો છે અને હું ૨૪ કલાકમાં પારંગત બની ચૂક્યો છું.' બુદ્ધે કહ્યું : ‘હું ફરી બોલાવું ત્યારે આવજે.' પરીક્ષા માટે બુદ્ધ વેશપલ્ટો કરી એક શિષ્યને તેની પાસે મોકલ્યો. તેણે તેનું ઘોર અપમાન કર્યું. અંકમાલ ખૂબ ચીડાયો અને ગુસ્સામાં તેની પાછળ દોડ્યો. બીજે દિવસે બે શિષ્યોને રાજદૂતના વેશમાં મોકલ્યા. તેમણે કહ્યું: ‘અમે સમ્રાટ હર્ષના અનુયાયી છીએ. રાજા તમને મંત્રીપદ પર આરૂઢ કરવા ઉત્સુક છે.' આ વાત સાંભળી તે ખૂબ હર્ષાન્વિત થયો અને સમ્રાટની માંગણી સ્વાકા૨વા કટિબદ્ધ થયો. સાંજે સ્વયં બુદ્ધે પોતાની શિષ્યા આમ્રપાલીને લઇ તેની પાસે પહોંચ્યા. વાતચીત દરમ્યાન તે વાંરવાર આમ્રપાલી સામે ટીકી ટીકીને જોતો હતો. ત્યારપછી ગૌતમ બુદ્ધે તેને કહ્યું. 'તેં ૨૪ નહીં પણ ૨૪૦૦ કલામાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યુ હોય પણ તેં ક્રોધ, લોભ અને કામ ઉપર વિજય મેળવ્યો છે ? નથી મેળવ્યો " તું તે ત્રણ કષાયોથી પરાજિત છો તેજ તારી માગણીની અયોગ્યતાના પ્રમાણપત્રો છે. બુદ્ધના જીવનના આવાં આવાં કેટલાંયે સુંદર પ્રસંગોની ગૂંથણી જાતકમાલા વગેરે ગ્રંથોમાં ગૂંથવામાં આવ્યાં છે. મહર્ષિ ભારદ્વાજનો એક શિષ્ય બુદ્ધનો શિષ્ય બની ગયો, તેથી ભારદ્વાજને બુદ્ધ પર ખૂબ ક્રોધ થયો. બુદ્ધને તેણે ખૂબ ગાળો ભાંડી. ગૌતમ બુદ્ધ તો પણ મૌન રહ્યા. જ્યારે તે થાક્યા ત્યારે બુદ્ધ બોલ્યા. તમારા આંગણે કોઇ મહેમાન આવે તેને તમે ૩૨ પકવાન અને ૩૩ શાક પીરસો. મહેમાન જો થાળને અડકે નહીં તો થાળનું શું થાય? પોતાના ઘરમાં જ પડેયા રહે બીજું શું થાય ? તમે મને હમણાં આટલી બધી ગાળો દીધી, પરંતુ મેં તેમાંથી એકનો પણ સ્વીકાર કર્યો નથી, તો તેનું શું થાય ? ઝંખવાણો પડેલો ભારદ્વાજ જવાબ આપવા પણ ત્યા ઊભો ન રહ્યો! મુલતવી રહેલા કાર્યક્રમો ‘સંઘ’ના ઉપક્રમે યોજવામાં આવેલા નીચેના બે કાર્યક્રમો મુંબઈની અશાંત પરિસ્થિતિને કારણે અમને મુલતવી રાખવાની ફરજ પડી છે તે માટે અમે દિલગીર છીએ. (૧) વાર્ષિક સ્નેહમિલન (૨) ચિખોદરાની મુલાકાત આ બંને કાર્યક્રમોની નવી તારીખ નિશ્ચિંત થયે સભ્યોને જણાવવામાં આવશે. નિરુબેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ મંત્રીઓ
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy