SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૯૩ હોય છે. આ ફળ ડાળીના છેડા ઉપર રહેલું હોય છે, અને છેડા નીચેના કોશને લાગેલો હોય છે. જ્યારે કોશ સુકાઇ જાય છે ત્યારે મીંજ ફટાક કરતું છૂટું પડે છે અને ઊંચે ઊડે છે. બંધન – છદેનું બીજું દૃષ્ટાન્ત વૃક્ષની ડાળીનું આપવામાં આવે છે. વૃક્ષની ડાળીને નીચે નમાવી,દોરીથી બાંધવામાં આવે તો તે નીચે બંધાયેલી રહે છે. પરંતું દોરીને જો છેદી નાખવામાં આવે તો બંધન જતું રહેતાં ડાળી પોતાની મેળે તરત ઊંચે જતી રહે છે. આવી રીતે જીવને કર્મ બંધન છેદાઇ જતાં તે સહજ રીતે ઊંચે ગતિ કરે છે એ એનો સ્વભાવ છે. (૪) અસંગ - એ માટે માટીથી લપેડેલા તુંબડાનું દષ્ટાન્ત આપવામાં આવે છે. તુંબડું પાણીમાં તરવાના સ્વભાવવાળું છે. પરંતુ એના ઉપર જો માટીનો થોડો લેપ કરવામાં આવે અને પછી એને પાણીમાં મૂકવામાં આવે તો માટીના સંગથી એ તળિયે ડૂબી જશે. પરંતુ જેમ જેમ માટી ઓગળતી જશે તેમ તેમ એ ઉપર આવતું જશે અને બધી જ માટી ઓગળતાં તે માટીથી અસંગ થઇ પાણીમાં ઉપર તરવા લાગશે. પ્રબુદ્ધ જીવન એ પ્રમાણે કર્મરૂપી મલ આત્મામાંથી પૂરેપૂરો નીકળી જતાં આત્મા કર્મમલથી અસંગ બની ઊર્ધ્વગતિ કરે છે. ઊર્ધ્વગમન કરીને વિશુદ્ધ આત્મા ક્યાં જાય છે ? ચૌદ રાજલોકમાં ઉપરના ભાગમાં આવેલી સિદ્ધશિલાની ઉપર શાશ્વત કાળને માટે તે સ્થિર, અચલ થઇ જાય છે. ત્યાંથી એને હવે પાછા સંસારમાં ફરવાનું નથી. મોક્ષે ગયેલા આત્માઓને પાછું ફરવાનું નથી એ તત્ત્વ અન્ય કેટલાંક દર્શનોને પણ માન્ય છે. બૃહદ્ આરણ્યક ઉપનિષમાં કહ્યું છે. तेषु ब्रह्मलोकेषु परापरावतो वसन्ति । तेषां न पुनरावृत्तिः । [એ બ્રહ્મલોકમાં મુક્ત આત્માઓ અનંતકાળ સુધી નિવાસ કરે છે. તેઓનું સંસારમાં પુનરાગમન થતું નથી.] એવી જ રીતે ‘પ્રશ્નોપનિષદ્'માં પણ કહ્યું છે કે મુક્ત આત્માઓ ત્યાં જાય છે કે જ્યાંથી સંસારમાં પણ પાછા આવવાનું હોતું નથી. एतस्मान्नं पुनरावर्तन्ते । [એ સ્થાનથી મુક્ત આત્માઓ ફરીથી ભવભ્રમણમાં આવતા નથી.] હિંદુ ધર્મમાં મુક્તાત્માઓના આ સ્થાનને બ્રહ્મલોક તરીકે ઓળખવવામાં આવે છે. જૈન દર્શનમાં સમગ્ર વિશ્વનો નકશો આપી તેમાં સિદ્ધશિલાનું સ્થાન બતાવવામાં આવ્યું છે. કેવી છે આ સિદ્ધશિલા? શાસ્ત્રકારો વર્ણવે છે : तन्वी मनोज्ञा सुरभि पुण्या परमभास्वरा । प्राग्भार् नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ॥ (અંતિમોપદેશ કારિકા) *** महा उज्जवल निर्मल गोक्षीरहार संकास पांडुरा । उत्तान छत्र संस्थान संस्थिता भणिता जिनवरेन्द्रैः ॥ ** एदाए बहुमज्झे श्वेतं णामेण ईसिपष्भारं । अज्जुण सुवण्ण सरिसं जाणारयणेहिं परिपुरणं ॥ उत्ताणधवल छत्तोवमाण संहाणसुंदर एदं । पंचत्तालं जोयणया अंगुलं पि यंताम्मि ॥ (તિલોયપણત્તિ) સિદ્ધશિલાને પ્રાભાર અથવા ઇશત્માભાર પણ કહેવામાં આવે છે. સિદ્ધશિલા માટે બીંજા પણ કેટલાંક નામો છે, જેમ કે (૧) ઈસીતિવા, (૨) ઈસીપ્રભાાતિવા, (૩) તણુતિવા, (૪) તણુયરિયતિવા, (૫) સિદ્ધિતિવા, (૬) સિદ્ધાલયતિવા, (૭) મુત્તિતિવા, (૮)મુત્તાલયતિવા, (૯) લોયગતિવા, (૧૦) લોયન્ગ ક્ષુભિયાતિવા, (૧૧) લોયન્ગ બુઝ્ઝમાનતિવા, (૧૨) સવ્વપાણભૂયજીવ સત્ત સુહાવહાતિવા શ્રી લલિત વિજયજી મહારાજે સિદ્ધશિલાનો પરિચય મનહર છંદમાં પોતે લખેલી નીચેની કાવ્યપંક્તિઓમાં આપ્યો છે૧૧ સર્વાર્થસિદ્ધ વૈમાન, ધ્વજાથી જોજન બાર, ઉત્તાન છત્રની પેરે, સિદ્ધશિલા ઠામ છે; લાંબી પહોળી પિસ્તાલીસ લાખ તે જોજન માન, ‘ઈશત્મામ્ભારા' એવું એનું બીજું નામ છે. અર્જુન સુવર્ણ સમ, સ્ફટિક રત્નની પેરે, ઉજ્જવળ ગોદુગ્ધ એમ જાણે મોતી દામ છે; છેડે માંખ પાંખ, વચ્ચે જાડી આઠ જોજન છે, જોજન અંતે ‘લલિત’ સિદ્ધનો વિશ્રામ છે. ૧૧ ચૌદ રાજ(રજ્જુ) લોકમય આ સમગ્ર વિશ્વના ૩૪૩ ઘનાકાર રજૂ ગણવામાં આવે છે. તેમાં સર્વાર્થ સિદ્ધ વિમાનની ઉપર અલૉક સુધીનો શેષ લોકભાગ અગિયાર ઘનરજ્જુ જેટલો છે. તેમાં સિદ્ધશિલા આવેલી છે. આ સિદ્ધશિલા સર્વાર્થ સિદ્ધ વિમાનની ધ્વજાથી બાર યોજન ઉપર આવેલી છે, આ સિદ્ધશિલાની પરિધિ ૧,૪૨, ૩૨૭૧૭ (અથવા ૧,૪૨,૩૦૨૪૯) યોજનની છે. આ સિદ્ધશિલા ઉપર સિદ્ધગતિના જીવો રહે છે. તેઓ સિદ્ધશિલાને અડીને નહિ, પણ ઊંચે રહે છે. કેટલા ઊંચે ? બતાવામાં આવે છે કે એક જોજનના ચોવીસ ભાગ કરવામાં આવે અને તેના તેવીસ ભાગ છોડીને, નીચે મૂકીને, ઉપરના ચોવીસમા ભાગમાં (અથવા એક કોસના છઠ્ઠા ભાગમાં) સિદ્ધાતત્માઓ બિરાજે છે. એ ચોવીસમો ભાગ કેટલો છે ? ૩૩૩ ધનુષ અને ૩૨ આંગળનાં માપનો છે. (ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યના દેહમાનવાળા જીવની અવગાહના પડે તેટલો) માત્ર મનુષ્ય ગતિમાં જ મુક્તિ છે. માત્ર મનુષ્યગતિ માંથી જ સિદ્ધગતિ પ્રાપ્ત થઇ શકે છે. મનુષ્યલોક પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. બરાબર એની ઉપર, લોકના અગ્ર ભાગમાં પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ લાંબી અને પહોળી સિદ્ધશિલા છે. આ વર્તુળાકાર સિદ્ધશિલા મધ્યમાં આઠ યોજન જાડી છે અને ચારે તરફ ઘટતી ઘટતી કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે. તેનો આકાર નગારા જેવો, અડધી કાપેલી માસંબી જેવો, કટોરા જેવો કે ચત્તા છત્ર જેવો છે. કોઇક ગ્રંથમાં સિદ્ધશિલાનો આકાર અષ્ટમીના ચંદ્ર જેવો બતાવ્યો છે, તો કોઈકમાં બીજના ચંદ્ર જેવો બતાવ્યો છે, એટલે સ્વસ્તિકમાં સિદ્ધશિલાની આકૃત્તિ બંને પ્રકારની જોવા મળશે. જુદી જુદી અપેક્ષાએ બંને સાચા છે. નીચેથી સિદ્ધશિલા જોવામાં આવે તો તે બીજના ચંદ્ર જેવી દેખાય અને અને સામેથી, સમાન કક્ષાએથી જોવામાં આવે તો અષ્ટમીના ચંદ્ર જેવી દેખાય. ઉવવાઇ સૂત્ર માં ‘સિદ્ધ’ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યો છે. कहिं पहिया सिद्धा कहिं सिद्धा पइठिया कहिं बोंदिं चइत्ताणं कत्थ गंतुणु सिज्झइ ॥ [ કે ભગવાન ! સિદ્ધ ભગવાન ક્યાં જઇને થોભ્યા છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઇને સ્થિર રહ્યા છે ? સિદ્ધ ભગવાને શરીર ક્યાં છોડ્યું છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઇને સિદ્ધ થયા છે ? ] अलोए पडिहया सिद्धा लोयग्गेय पइठ्ठिया । इहं वोंदि चइत्ताणं तत्थ गंतूण सिज्झइ ॥ : [ કે શિષ્ય ! અલોક આગળ સિદ્ધ ભગવાન થોભ્યા છે. લોકના અગ્રભાગમાં પહોંચીને સિદ્ધ ભગવાન સ્થિર રૂપે રહેલા છે. સિદ્ધ ભગવાને આ લોકમાં દેહનો ત્યાગ કર્યો છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે પહોંચીને સિદ્ધ થયા છે. ] જીવ આઠ કર્મનો ક્ષય કરી ઊર્ધ્વ ગતિ કરી સિદ્ધશિલા ઉપર લોકાગે બિરાજે છે. કોઇકને પ્રશ્ન થાય કે તે લોકાગ્રે જ શા માટે બિરાજે છે ? તેનું કારણ એ છે કે ઉર્ધ્વ ગતિ કરવી એ કર્મમળથી સર્વથા મુક્ત થઇને વિશુદ્ધ બનેલા આત્માનો સ્વભાવ છે. આત્મા લોકાગ્રે અટકી જાય છે કારકે ગતિમાં સહાય કરનારૂં ધર્માસ્તિકાય તત્ત્વ અને સ્થિતિમાં સાય કરનારું અધર્માસ્તિકાય તત્ત્વ ફક્ત ચૌદ રાજમય લોકમાં જ છે, અલોકમાં નથી. એટલે જીવ લોકના અગ્રભાગે પહોંચીને અટકી જાય છે. સિદ્ધ બનેલો જીવ જ્યારે એનું ચરમ શરીર છોડે છે ત્યારે એ શરીરના ૨/૩ ભાગ જેટલી એની આત્મજ્યોતિ-અવગાહના (પોતાના આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેવું.) લોકાંતે બિરાજે છે. સિદ્ધ બનેલા બધા
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy