SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૧૯૩ પ્રબુદ્ધ જીવન મહાવીરસ્વામીના સમકાલીન શ્રેણિક આદિ નવ ભાવિ તીર્થંકરો •] ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા અનંતાનંત પુદ્ગલપરાવર્તન કાળમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના પ્રવાહમાં વ્યતીત થઈ કાલકવલિત થઈ ચૂકી છે, થશે. તેમાં ત્રીજા-ચોથા આરામાં તીર્થંકરો થતા હોય છે. તેઓને પણ નિગોદમાંથી બહાર નીકળી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી ઉત્ક્રાંતિના શિખરો સર કરી સકામ નિર્જરા કરી સંસારમાં ભટકતાં ભટકતાં જે કાર્યણ રજકણો આત્માના પ્રદેશમાં સંલગ્ન થઈ ગઈ છે; તેનો તીવ્રતમ પુરુષાર્થ કરી, ચરમશરીરી જીવો ાયિક સમકિત્વ મેળવી યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ વગેરે કરણો તથા અંતરાકરણ દ્વારા ઉપશમકે ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરી ૧૩-૧૪ ગુણસ્થાનકે આરૂઢ થઈ મોક્ષગામી બને છે. ત્યાર બાદ શુક્લધ્યાનનાં છેલ્લા બે પ્રકારો સાધી તે આ ક્રમે ૧૩માં ગુણસ્થાનમાં અંતભાગમાં કાયનિરોધના પ્રારંભથી શુક્લધ્યાનનો ત્રીજો પ્રકાર શરૂ થાય છે. મન-વચન-કાયાના ત્રણે યોગો ઉપર નિષ્ક્રિયતા લાવી શૈલેશી દશામાં કર્મક્ષયની પ્રક્રિયા કરી ૧૪માં ગુણસ્થાનકના અંત સમયે સર્વ કર્મોનો ક્ષય કરી, આત્માને કોઈ કર્મ બાકી ન રહેતા કેવળી બને છે. 'સમ્યજ્ઞાન યિાભ્યામ્ મોક્ષ:' એ સૂત્રને ચરિતાર્થ કરે છે. વળી બનવા માટે ચરમશરીરી હોવું જેટલું . આવશ્યક છે તેટલું વ્રજૠષભનાચરસંધયણ, ઘાતિ ચાર કર્મોનો સર્વાંશે ક્ષય કે તેની સાથે સંલગ્ન ચાર અઘાતી કર્મો પણ ક્ષય થાય તે જરૂરી છે; તેને ભોગવ્યા પછી કેવળી બની મોક્ષે જાય છે. સામાન્ય રીતે તીર્થંકર થનાર ભવ્ય જીવો તીર્થંકર બને તેના પૂર્વના ત્રીજા ભવે ૨૦ સ્થાનકની કે તેમાંથી ગમે તે એક સ્થાનકની સુંદર, સચોટ સમારાધના કરે ત્યારે તે જીવ તીર્થંકર બનવા માટેનું કર્મ નિકાચિત કરે છે; તેવાં જીવો ચરમશરીરી તથા સમય તુરસ સંસ્થાનવાળા હોય છે; અસંગ કે અનાસંગ યોગ સાધી મોક્ષગામી થાય છે. મનુષ્યગતિમાં જ મોક્ષ મળી શકે છે. તે સિં પંચેન્દ્રિય ભવ્યજીવોના નશીબમાં હોય છે, કેમકે અભવ્ય, દુર્બળ, દરેભવ્ય, જાતિ ભવ્યાદિ જીવો ક્યારે પણ તે પદ પ્રાપ્ત કરી શકે તેવી શક્યતા નથી. વંધ્યા સ્ત્રી હોવા છતાં પણ તેને પુત્રજનનની સામગ્રી મળવા છતાં પણ ગર્ભધારણ કરવાની એનામાં યોગ્યતા નથી હોતી; એમ અભવ્ય જીવને સામગ્રી મળે તો પણ મોક્ષ પામવાની યોગ્યતા નથી હોતી; જ્યારે ભવ્યમાં તે હોય છે છતાં બધાં જ ભવ્ય મોક્ષ પામવાના છે એવું પણ નથી. કેમકે કેટલાય ભવ્યોને એની સામગ્રી મળવાની જ નથી. દા.ત. પવિત્ર વિધવાસ્ત્રીમાં પુત્ર જન્મની યોગ્યતા હોઈ શકે છતાં સામગ્રીના અભાવે પુત્ર જન્મ કરવાની નથી. તેથી જે જીવ ભવ્ય છે, યોગ્યતા છે છતાં, કદી મોક્ષ પામવાના નથી તે જાતિભવ્ય કહેવાય. આ રીતે જીવોના ત્રણ વિભાગ થાય ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય, સિદ્ધિગમન એટલે સિદ્ધિ નામના પર્યાયમાં પરિણમવાને યોગ્ય ભવ્ય કહેવાય. તેથી સિદ્ધિ પરિણમવાની યોગ્યતા તે ભવ્યત્વ. ઉપર્યુક્ત વિવેચન કર્યા પછી તીર્થંકરોની ગુણાનુવાદ કે અનુમોદના કરી આગળ વધીએ. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના ૭૨ તીર્થંકરોને ભાવભીની ભક્તિસભર વંદના. સ્તવનાદિ કરીએ. તિયપહુત્તસ્મરણ'ના ૧૫ કર્મભૂમિના ૧૭૦ તીર્થંકરો જે ભગવાન અજિતનાથના સમયમાં થયેલા તેમજ વર્તમાનકાળના મહાવિદેહ ક્ષેત્રના ૨૦ વિહરમાન સીમંધરસ્વામી-યુગમંધરાદિ તીર્થંકરોને પણ વંદન..વંદના કરવાથી વિનીતભાવનું બાહુલ્ય તથા નીચગોત્રાદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે. પૂજ્ય વીરવિજી મહારાજ હે છે: સુલસાદિક નવ જણને, જિનપદ દીધું રે ! ભવિષ્યમાં થનારા તીર્થંકરો જેવાં કે શ્રીકૃષ્ણ કે જેઓ સાતમી નરકમાંથી ભગવાન નેમિનાથના સાધુસમુદાયને ભક્તિ પૂર્વક અપૂર્વ વંદના કરવાથી ત્રીજી નરકર્માથી આગામી ઉત્સર્પિણીમાં ૧૨મા અમલ તીર્થંકર થશે તેને કેમ ભુલાય ? બધાનો ઉલ્લેખ ન કરતાં શ્રી ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન નવ ટ્રિક જીવો જે તીર્થંકરો થશે તે દૃષ્ટિપથ પર લાવીએ : (૧) શ્રેણિક મહારાજા જેઓ અત્યારે મૃગલીની હત્યાના આનંદાતિરેકથી પ્રથમ નરકમાં છે; અને જેમને સુશ્રાવિક ચેલ્લણાએ મિથ્યાત્વીમાંથી ક્ષાયિક સમકિતી બનાવ્યા તેઓ પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. શ્રેણિક પુત્રના પ્રત્યેક ચાબખા વખતે જેમના મુખમાંથી 'વીર, વીર' એવા શબ્દો નીકળતા, જેઓ વીરમય બની ગયેલા તેઓ મહાવીર સ્વામીની જેમ સાત ફૂટની કાયાવાળા, ૭૨ વર્ષના આયુષ્યવાળા, ભારતમાં મહાવીરની ભૂમિમાં વિચરનારા થશે. તેમને મહાવીર કેટલાં વહાર્યા હશે કે આ પ્રમાણેની સામ્યતા ! કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી માર્ગસ્થ બનેલા પરમાર્હત કુમારપાળ તેમના પ્રથમ ગણધર થશે. (૨) બીજા તીર્થંકર સુરદેવ તે ભગવાન મહાવીરના સંસારી કાકા સુપાર્શ્વનાથનો જીવ થશે. શ્રી ભગવતીસૂત્રમાં તેમનો પુસ્ક્લી એ નામથી ઉલ્લેખ કરાયો છે. (૩) ત્રીજા તીર્થંકર શ્રેણિકરાજાના પૌત્ર, કોણિકના પુત્ર, જેમનો પૌષધશાળામાં વિનયરત્ન નામના અભવ્ય સાધુથી ઘાત થયો હતો તે ઉદયનો (ઉદાયી) જીવ સુપાર્શ્વ થશે. (૪) ચોથા તીર્થંકર સ્વયંપ્રભ તે પોટ્ટિલ મુનિનો જીવ છે. (૫) પાંચમા તીર્થંકર સર્વાનુભૂતી જે દૃઢાય શ્રાવકનો જીવ છે. (૬) સાતમા તીર્થંકર ઉદય તે શંખ (શતક) શ્રાવકનો જીવ છે. (૭) દશમાં તીર્થંકર શતકીર્તિ ને શતકનો જીવ છે. મહાશતકને ૧૩ પત્નીઓ હતી. રેવતીએ ૧૨ને સળગાવી દીધી હતી. ત્યારપછી પતિને ભોગ માટે આમંત્રે છે. તેઓ નકારી કાઢે છે ત્યારે એકવાર પૌષધમાં હતા ત્યારે ઝેર આપે છે તે જાણી તેને જણાવે છે કે સાતમે દિવસે તું નરકમાં જશે. ક્યાં આ રેવતી અને ક્યાં મહાવીરસ્વામીને ગોશાલાએ મૂકેલી તેજોલેશ્યાથી ગરમીની પીડાને દૂર કરવા બીજારોપાક વહોરાવનારી રેવતી ! તેના દ્વાર રોગને શાંત કર્યો હતો. (૮) પંદરમા તીર્થંકર નિર્મમ તે સુલસા, રથકાર નાગરથની સુલક્ષણાપત્ની હતી. આ સુલસાને ભગવાન મહાવીરસ્વામીએ અંબડ પરિવ્રાજક દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો હતો. અંબડ તેના સમકિતથી આશ્ચર્યાન્વિત થયો હતો. (૯) સત્તરમાં તીર્થંકર સમાધિ નામે થશે તે રેવતી શ્રાવિકાનો જીવ જાણવો. ભગવાનના દેહમાં થયેલી વ્યાધિ શાંત કરવા બીજોરા પાક વહેરાવ્યો હતો. વળી, ઉપરના નોંધેલા નામો દિપાવલિકા ૫માં આપેલાં છે. અનંતાનંત પુદ્ગલ પરાવર્તનકાળમાં અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ કાળના પ્રવાહમાં વ્યતીત થઈ ચૂકી છે, થશે તેમાં થનારા તીર્થંકરાદિ ભદ્રિક જીવોને ભક્તિસભર ભાવભરી ભૂરિ ભૂરિ ભાવભીની અવનત શીર્ષ પાદવંદના કરી મોક્ષે ગયેલા સિદ્ધિત્માઓની ગુણાનુવાદ પુર:સર સ્તુતિ કરી તેમાંથી ઉત્પન્ન થનારું પૂણ્યાનુબંધી પૂણ્યના આપણે સૌ ભાગીદાર શું ન થઈ શકીએ ? જગચિંતામણિ ચૈત્યવંદનમાં અઠ્ઠાવયસંઠવિ...ચવિસંપિ જિણવર.. .કમ્મભૂમિહિં કમ્મભૂમિäિ..અવર વિદેહિં તિત્શયા ચિહ્ન દિસિ વિદિસિ
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy