SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૯૧ ગૃહસ્થો વિધિપૂર્વક, જયણાપૂર્વક સામાયિક કરવા બેસે તેમ છતાં કેટલીક વાર જાણતાં અજાણતાં મન, વચન અને કાયાના કેટલાક દોષ થઇ જવાનો સંભવ છે. શાસ્રકારોએ દસ મનના, દસ વચનના અને બાર કાયાના એમ બત્રીસ પ્રકારના દોષ ગણાવ્યા છે, જે જાણવાથી એવા ઘેષમાંથી બચી જઇ શકાય છે. પ્રબુદ્ધ જીવન નીચેની ગાથામાં મનના દસ દોષ ગણાવવામાં આવ્યા છે : अविवक जसो कित्ती लाभत्यो गव्व भय नियाणत्यो । संसय रोस अविणउ अबहुमाण से दोसा भणियव्वा ॥ (૧) અવિવેક (૨) યશોવાંછા (૩) લાભવાંછા (૪) ગર્વ (૫) ભય (૬) નિદાન (નિયાણુ) (૭) સંશય (૮) શેષ (૯) અવિનય અને (૧૦) અબહુમાન એમ દસ મનના દોષ ગણાવવામાં આવે છે : (૧) અવિવેક :– સામાયિકનું પ્રયોજન અને સ્વરૂપ જાણ્યા વગર સામાયિક કરવું અને ચિત્તમાં વિક્લ્પો કરવો કે સામાયિકથી લાભ થશે કે નહિ ? એથી કોઇ તર્યું છે કે નહિ ? -- વગેરે (૨) યશોવાંછા :- પોતાને યશ મળે, વાહવાહ થાય એવા આશયથી સામાયિક કરવું. (૩) લાભ :– સામાયિક કરીશ તો ધનલાભ થશે, બીજા ભૌતિક લાભ થશે. એવા ભાવથી સામાયિક કરવું. (૪) ગર્વ :- મારા જેવું સામાયિક કોઇ ન કરી શકે એવો ગર્વ રાખવો. (૫) ભય :- હું સામાયિક નહિ કરું તો લોકો મારી ટીકા કરશે કે નિંદા કરશે. માટે એવી ચિંતા કે ભયથી સામાયિક કરવું. ખબર છે એવો સંશય રાખ્યા કરવો. (૮) રોષદોષ :– રોષથી એટલે કે ક્રોધથી સામાયિક કરવા બેસી જવું ક્રોધથી ઉપરાંત અન્ય ક્યાયો સહિત સામાયિક કરવું તે.) (૯) અવિનયઘેષ :– વિનયના ભાવ વગર સામાયિક કરવું. (૧૦) અબહુમાન દોષ :– સામાયિક પ્રત્યે બહુમાન હોવું જોઇએ. એવા બહુમાન વગર કે એવા ઉત્સાહ – ઉમંગ – વગર પ્રેમાદરના ભાવ વગર કે ભક્તિભાવ વગર સામાયિક કરવું તે; સામાયિકના દસ પ્રકારના વચનના દ્વેષ બતાવવામાં આવ્યા છે. कुवयण सहसाकारे, सछंद संखेव कलहं च । विगहा विहासो ऽ सुद्धं निरवेक्खो मुणमुणा दोसा दस ॥ (૧) કુવચન :- સામાયિકમાં કુવચનો, અસભ્ય વચનો, તોછડા શબ્દો, અપમાનજનક શબ્દો, બીભત્સ શબ્દો વગેરે બોલવા તે. (૨) સહસાકાર :– અચાનક, અસાવધાનીથી, વિચાર્યા વિના, મનમાં જેવા આવ્યાં તેવાં વચનો બોલી નાખવાં. (૬) નિદાન : નિદાન એટલે નિયાણું. ધન, સ્ત્રી, પુત્ર વેપારનો અમુક લાભ મેળવવાના ખાસ પ્રયોજનપૂર્વક સંકલ્પ સાથે સામાયિક કરવું. (૭) સંશય :– સામાયિક કરવાથી લાભ થાય છે કે નહિ તેની કોની આકુચન – (૩) સ્વચ્છંદ :– શાસ્ત્ર સિદ્ધાંતની વિરુદ્ધ, સામાયિકનું ગૌરવ ન સચવાય એવાં અસત્યમય, મનમોજી, હલકાં, સ્વચ્છંદી વચનો બોલવો. (૪) સંક્ષેપ :– સૂત્રના પાઠ વગેરેમાં આવતા શબ્દો ઇત્યાદિ પૂરેપૂરાં ન ઉચ્ચારતાં તેનો સંક્ષેપ કરી નાખવો, અક્ષરો, શબ્દો ટુંકાવી દઇને બોલવા (૫) કલહ :– સામાયિકમાં બીજાની સાથે કલેશ કંકાશ થાય, ઝઘડા થાય એવાં વચનો બોલવાં અથવા એવાં વચનો ઇરાદાપૂર્વક બોલવાં કે બીજા લોકો વચ્ચે ક્લહ થાય, ઝઘડા થાય, કલેશ કંકાસ થાય, અણબનાવ થાય. (૬) વિકથા :– ચિત્તને વિષયાંતર કરાવે અને અશુભ ભાવ કે ધ્યાન તરફ ખેંચી જાય એવી વાતોને વિકથા કહેવામાં આવે છે. એવી મુખ્ય ચાર પ્રકારની વિક્થા ગણાવવામાં આવે છે : સ્રી કથા, ભક્તકથા, રાજકથા અને દેશથા. અશુદ્ધ ઉચ્ચારો કરવાથી ઘણા અનર્થો થાય છે. (૯) નિરપેક્ષ :- સૂત્ર સિદ્ધાંતની ઉપેક્ષા કરી, અસત્ય વચન બોલવું અથવા સમજયા વગર અવળી રજૂઆત કરવી. (૧૦) મણમણ :- મણમણ એટલે ગુણગુણ કરવું. સૂત્ર વગેરેનો પાઠ કરતી વખતે શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ ન કરતાં ઉતાવળે નાકમાંથી અડધા અક્ષરો બોલી ઝપાટાબંધ ગરબડાવી જવું. (દસમા ઘેષ તરીકે મુણમુણને બદલે આવાગમનની બીજાને સૂચનાઓ આપવી તેને દોષ તરીકે વિકલ્પે ગણાવવામાં આવે છે.) સામાયિકમાં કાયાના બાર પ્રકારના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા (૭) હાસ્ય :- સામાયિકમાં કોઇની મજાક ઉડાવવી, મશ્કરી કરવી, કટાક્ષ વચનો બોલવાં, બીજાંને હસાવવા માટેનાં વચનો બોલવાં, બીજાનાં વચનોના ચાળા પાડવા, જાણી જોઇને ઊંચા નીચા અવાજો કરવા અને સામાયિકનું પૂરૂં ગાંભીર્ય ન સાચવવું. (૮) અશુદ્ધ :- જૈનધર્મમાં શબ્દોના ઉચ્ચારણની શુદ્ધિ ઉપર બહુ ભાર મુક્યો છે. કાનો, માત્રા વગેરે વધારે ઓછાં બોલવાર્થી અને સ્વરવંજનના છે, ગ્રાસમોટન મત્ત વિમાસળ નિદ્રા લેવાવ—તિ યાસ વાયવાલા 1 कुआसणं चलासणं चला दिट्ठी सावज्ज किरिया 55 लंबणाकुंचण पसारण। 19 ૧૯ (૧) કુઆસન (પલાંઠી) :– સામાયિકમાં પગ ઉપર પગ ચડાવીને અયોગ્ય રીતે, અભિમાનપૂર્વક, અવિનયપૂર્વક બેસવું. (૨) ચલાસન (અસ્થિરાસન) :- સામાયિકમાં સ્થિર ન હોય તેવા, હાલકડોલક થાય તેવા આસન ઉપર બેસવું અથવા બેસવાની જગ્યા વારંવાર બદલવી. . (૩) ચલદૃષ્ટિ :– દૃષ્ટિ સ્થિર ન રાખતાં ચંચલ રાખવી, સામાયિકમાં આતતેમ જુદી જુદી દિશામાં જોયાં કરવું. (૪) સાવધ ક્રિયા :– સામાયિકમાં બેઠા પછી પાપરૂપ, ઘેષરૂપ કાર્યો કરવાં અથાવ ગૃહસ્થે ઘરનાં કામો કરવાં કરાવવાં. (૫) આલંબન :– ભીંત વગેરેનો ટેકો લઈને બેસવું, તે આળસ, પ્રમાદ, સૂચક છે. પ્રસારણ ઃ- નિષ્પ્રયોજન હાથપગ લાંબાટૂંકા કર્યાં કરવા. (૭) આળસ :- આળસ મરડવી. (૮) મોટન (મોડન) :- સામાયિકમાં બેઠા બેઠાં હાથપગની આંગળીઓના ટાચકા ફોડવા (ટચાકા વગાડવા) (૯) મલ :- શરીરને ખંજવાળી મેલ ઉતારવો. (૧૦) વિમાસણ :– લમણે અથવા ગળમાં હાથ નાખી ચિંતામાં બેઠા હોય તેમ બેસી રહેવું અથવા કંઇ સૂઝ ન પડે એથી ઊભા થઇ આતતેમ આંટા મારવા. (સામાયિકમાં કાયાના આ બાર પ્રકારના દોષ માટે નીચે પ્રમાણે ગાથા પણ છે. પઢિ યાસન, વિશિ પત્તિવતિ પ્ન આવું બે ગોવામોનાં બાસ જેથીડા માંડુ | વિમાસળા તફ અંધળાય વ તુવાલ પોલ થયિસ જાય સમક્ વિશુદ્ધ अगविहं तस्स सामाइयं ॥ પાક્ષિકાદિ પર્વને દિવસે પ્રતિક્રમણમાં વંદીનુ સૂત્રમાં તથા મોટા અતિચારમાં સામાયિક માટે નીચેનો પાઠ આવે છે. એમાં સામાયિકના અતિચારની સ્પષ્ટ– પણે દર્શાવવામાં આવ્યા છે : (૧૧) નિદ્રા :- સામાયિકમાં ઝોકા ખાવાં, ઊંઘી જવું. (૧૨) વૈયાવચ્ચ :– સામાયિકમાં બીજા પાસે શરીર કે માથુ દબાવરાવવું, માલીસ કરાવવું વગેરે પ્રકારની સેવાચાકરી કરાવવી, કેટલાક વૈયાવચ્ચને બદલે વસ્ત્ર સંકોચનને દોષ તરીકે ગણાવે છે. ઠંડી ગરમીને કારણે અથવા નિષ્કારણ કપડાં સરખાં કર્યાં કરવાં તે. કેટલાક આચાર્યો વૈયાવચ્ચને બદલે કંપન દોષ ગણાવે છે. શરીરને ડોલાવ્યા કરે અથવા ઠંડી વગેરેને કારણે શરીર ધ્રૂજ્યા કરે. વંદિત્તુ સૂત્રમાં સામાયિક વ્રતના અતિચાર માટે નીચેની ગાથા આપવામાં આવી છે. તિવિષે દુપ્પણિહાણે, અણવતણે તહા સઈ વિણે સામાઇય વિતહકએ, પઢમે સિકખાવએ નિંદ (ત્રણ પ્રકારના દુષ્પ્રણિધાન (મન, વચન અને કાયાનાં) સેવવાં તથા અવિન્યપણે સામાયિક કરવું તથા યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું એ પ્રમાણે ખોટી રીતે સામાયિક કરવાંને કારણે પ્રથમ શિક્ષાવ્રતને લાગેલા
SR No.525976
Book TitlePrabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1991
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy