SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પરિવારની મહારાજશ્રી પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધામાં વધારો થયો. સં. ૧૯૫૯ માં મહારાજશ્રી પોતાના છ એક શિષ્યો સાથે મારવાડમાંથી મેવાડ તરફ વિહાર કરી રહ્યા હતા. તેઓ રાણકપુર પાસેના જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વિહારમાં સમય વધુ લાગતા રસ્તામાં જ સાંજ પડી ગઇ. બીજા મુકામ સુધી પહોંચવામાં હજુ પાંચેક કિલોમિટરનું અંતર બાકી હતું. એટલે શ્રી રાજેન્દ્રસૂરિએ તો શિષ્યોને આજ્ઞા કરી દીધી કે હવે આપણે આગળ વિહાર નથી કરવાનો. તેઓએ નજીકમાં જ એક વિશાળ વડના વૃક્ષ નીચે મુકામ કર્યો. ત્યાંથી પસાર થતાં એક આદિવાસીએ એમને ચેતવ્યા કે અહીં મુકામ ન કરો, કારણ કે નજીકમાં જ વાઘ રાત્રે પાણી પીવા આવે છે. આ સાંભળી શિષ્યોના મનમાં ડર પેદા થયો, પણ શ્રી રાજેન્દ્રસૂરિ તો નીડર હતા. તેમણે ત્યાં મુકામ કરવાનો નિશ્ચય ફેરવ્યો નહિ. તેમણે શિષ્યો સાથે પ્રતિક્રમણ વગેરેની વિધિ કરી લીધી. શિષ્યોએ કહ્યું, 'ગુરુદેવ, અમારે રાતના સૂવું નથી. આખી રાત અમારે જાગતા રહેવું છે અને સ્વાધ્યાય કરવો છે.” મહારાજશ્રીએ , ભલે, પણ જો કોઇ જંગલી પ્રાણી આવે તો મને જગાડજો. કોઈ જરા પણ અવાજ કરતા નહિ. અને આ વૃક્ષની ઘટાની મર્યાદાની બહાર કોઇ ગભરાઇને દોડી જતા નહિ. પ્રબુદ્ધ જીવન અડધી શતે એક વાઘ ત્યાં પાણી પીવા આવ્યો. વાઘને જોતાં જ સ્વાધ્યાય કરતા શિષ્યો ગભરાઇ ગયા, મહારાજશ્રીને જગાડયા. મહારાજશ્રી તો સ્વસ્થ જ રહ્યા. વાઘ તેમની સામે ઘૂરતો આવ્યો. થોડે દૂર એક પથ્થર ઉપર ઊભો રહ્યો. મહારાજશ્રીએ એની આંખ સામે ત્રાટક માંડયું. થોડીવારમાં વાઘ પૂરતો બંધ થયો. ત્યાર પછી પાણી પીને જંગલમાં ક્યાંક ચાલ્યો ગયો. જીવતા વાઘને આટલી નજીકથી જોવાનો આ અનુભવ અને પોતાના ગુરુદેવની સ્વસ્થતા અને સિદ્ધિ જોવાનો અનુભવ શિષ્યો માટે અદ્વિતીય હતો. (16) તા. ૧૬-૭-૧ બંધાવ્યું હતું. એની પ્રતિષ્ઠા મહારાજશ્રીના હસ્તે થઈ હતી. મધ્યપ્રદેશમાં ધાર પાસે કડોદ નગરમાં ત્યાંના એક શ્રેષ્ઠીએ મહારાજશ્રીની પ્રેરણાથી બીજાઓની સાથે મળીને એક જિનાલયનું નિર્માણ કર્યું હતું. એ જિનાલયમાં પ્રતિમાજીની અંજનશલાકાનો અને પ્રતિષ્ઠાનો મહોત્સવ સં. ૧૯૫૩ ના વૈશાખ સુદ સાતમના રોજ મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવ્યો હતો.. કેટલાયે ભક્તોને મહારાજશ્રીનાં વચનોમાં અપૂર્વ શ્રદ્ધા હતી. તેમનું વચન તેઓ આજ્ઞા માનીને સ્વીકારતા અને તે પ્રમાણે કાર્ય કરતા. એક વખત ધનરાજ નામના એક વેપારી મહારાજશ્રીને વંદન કરવા આવ્યા. એમના ચહેરા પરથી મહારાજશ્રીને લાગ્યું કે તેઓ પહેલાં જેવા પ્રસન્ન નથી, પણ કંઇક વ્યથિત જણાય છે. મહારાજશ્રીએ પૂછ્યું તો જાણવા મળ્યું કે વેપારમાં તેમને ખોટ ગઇ છે. તેઓ દેવાદાર થઇ ગયા છે. મહારાજશ્રીએ તેમને કહ્યું, ભાઈ ધનરાજ ! તમે ગામ છોડીને વહેલામાં વહેલી તકે મુંબઈ ચાલ્યા જાવ, તમારી બધી સમસ્યાઓ ત્યાં ઉકલી જશે. આ મહોત્સવ પ્રસંગે ગામેગામથી ઘણા માણસો આવ્યા હતા. આ મહોત્સવ દરમિયાન એક આપત્તિનો પ્રસંગ બની ગયો. પ્રતિષ્ઠાની બોલી બોલનાર શેઠ ઉદયચંદના ઘરે રાતના વખતે ડાકુઓ આવ્યા. તેઓ લગભગ એંસી હજાર રૂપિયાનાં ધરેણાં તથા અન્ય કિંમતી વસ્તુઓ ઉપાડી ગયા. આ ઘટનાથી ઉદયચંદજી અને એમના પરિવારના સભ્યો ઉદાસ થઈ ગયા. ગામમાં હાહાકાર થઇ ગયો. બધે આ ઘટનાની ચર્ચા થવા લાગી. શેઠ ઉદયચંદજી જ્યારે મહારાજશ્રીને મળવા આવ્યા ત્યારે મહારાજશ્રીએ એમને સાત્વન આપતાં કહ્યું ! •ઉદયચંદજી । તમારા ઘરે ડાકુઓ આવ્યા અને બધા ઘરેણાં ઉપાડી ગયા તે મેં જાણ્યું, પણ ચિંતા ન કરશો. બધું પાછું મળી જશે. માટે પ્રતિષ્ઠાના કામમાં જરા પણ ઢીલા ન પડશો.* ઉદયચંદજીને મહારાજશ્રીના વચનમાં પૂરી શ્રદ્ધા હતી; જાણે કશું બન્યું નથી એવી રીતે એમણે અને એમના પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રતિષ્ઠાની વિધિ પછી શાંતિસ્નાત્રની વિધિ થઇ. મહારાજશ્રીની સૂચનાથી એનું જલ (ન્હવણ) આખા ગામમાં છાંટવામાં આવ્યું. બીજે દિવસે જાણે આર્યકારક ઘટના બની હોય તેમ ધારથી રાજયના અમલદારો ઘોડા પર બેસીને ઉદયચંદજીને ઘરે આવ્યા અને કહ્યું કે ડાકુઓ પકડાઇ ગયા છે. અને તમારાં બધાં ઘરેણા મળી ગયા છે માટે ધાર આવીને લઇ જાઓ.' આથી શેઠ ઉદયચંદજીની મહારાજના વચનમાં શ્રદ્ધા વધુ દૃઢ થઈ. એક વખત મહારાજશ્રીનો કોઈ એક ભક્ત વેપારી પોતાના કાફલા સાથે મારવાડના રણમાંથી પસાર થઇ રહ્યો હતો. રેલગાડીનો કે મોટરનો એ જમાનો નહોતો. વેપારી ઊંટો ઉપર માલાસામાન મૂકીને લઇ જઇ રહ્યો હતો. રસ્તામાં કેટલાક લૂંટારુઓ આવ્યા અને શેઠને ઘેરી વળ્યા. બચવાનો કોઇ ઉપાય નહોતો. એટલે શેઠે પોતાના કાફલાને ત્યાં બેસાડી દીધો અને લૂંટારુઓને ક્યાં, 'તમારે જે લઇ જવું હોય તે ખુશીથી લઇ જઇ શકો છો. * એમ કહી વેપારીએ એક બાજુ બેસીને પોતાના ગુરુદેવ શ્રી રાજેન્દ્રસૂરિનું ચિત્ર સામે રાખીને અટ્ઠમ્ નમનો જાપ ચાલુ કરી દીધો. લૂંટારુઓએ લેવા જેવો બધો માલસમાને પોતાના ઊંટ ઉપર ભરીને ભાગવા લાગ્યા. પરંતુ થોડે ગયા પછી રૅતીનાં રણમાં લૂંટારુઓને પોતાનો રસ્તો જડયો નહિ. તેઓ આમતેમ ઘણું ઘેડયા પણ ભૂલા પડી ગયા હોય એવું લાગ્યું. છેવટે થાકીને પેલા વેપારી પાસે આવ્યા અને ધમકાવીને પૂછ્યું, તે એવું શું કર્યું કે અમને રસ્તો જડતો નથી ? • ધનરાજ પોતાના કુટુંબ સાથે તરત મુંબઇ આવ્યા. ત્યાં સુતર બજારના એક વેપારીનો સંપર્ક થયો. એમની સાથે ભાગીદારીમાં કામ ચાલુ થયું. તેઓ સારું કમાયા. થોડા વખતમાં જ ધનરાજે બધુ દેવું ચૂક્ત કર્યું. ક્રમે ક્રમે થોડાં વર્ષોમાં તેઓ લાખો રૂપિયા કમાયા. ગુરુમહારાજના આશીર્વાદથી આ થયું એટલે ગુરુમહારાજ પર તેમની શ્રદ્ધા વધી ગઇ અને તેમની પ્રેરણા અનુસાર ધાર્મિક પ્રસંગોમાં પણ ઘણી મોટી રકમનું દાન આપતા રહ્યા હતા. એક વખત મહારાજશ્રી રાજગઢમાં બિરાજમાન હતા. ત્યાં રહેતા ચુનીલાલ નામના એક ગરીબ શ્રાવક આજુબાજુનાં ગામોમાં જઇ નાનીનાની ચીજ વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા. એક દિવસ એમને થયું કે આજે મહારાજશ્રીના આશીર્વાદ લઇ વેચવા જાઉ. તેઓ ઘરેથી નીકળી ઉપાશ્રયે પહોંચ્યા. મહારાજશ્રીને કહ્યું, ‘ગુરુદેવ । . આજે હું સરદારપુર જાઉં છું.' મહારાજશ્રીએ કહ્યું, ‘ચુનીલાલ, વીતરાગ પ્રભુનું નામ લેજો. બધુ સારું થઇ જશે. તમારો ભાગ્યોદય સરદારપુરમાં થવાનો છે.” ચુનીલાલ સરદારપુર જવા રવાના થયા. ત્યાં અંગ્રેજોની લશ્કરી છાવણીની હતી. રસ્તમાં એક વૃક્ષ નીચે બે અંગ્રેજ અમલદારો બેઠા હતા. તેઓ કંઇક · હિસાબ કરતા હતા, પણ હિસાબ બરાબર બેસતો નહોતો. તેઓએ ત્યાંથી પસાર થતાં ચુનીલાલને બોલાવ્યા. હોંશિયાર ચુનીલાલે તેમને હિસાબની બધી સમજ પાડી. એથી અંગ્રેજોને સંતોષ થયો. આવા હોંશિયાર માણસને લશ્કરમાં હિસાબ માટે નોકરીએ રાખી લેવો જોઇએ. એમ તેમને લાગ્યું. તેઓએ ચુનીલાલ પાસે પ્રસ્તાવ મૂક્યો. ચુનીલાલે લશ્કરમાં ખજાનચી તરીકે નોકરી સ્વીકારી લીધી. આગળ જતાં તેમાં તેમણે ઘણી પ્રગતિ કરી અને સારા પગારને લીધે ઘણું ધન બચાવી શક્યા. રાજગઢમાં તેમનું કુટુંબ ખજાનચી પરિવાર તરીકે પંકાયું. અંગ્રેજોએ તેમની પ્રામાણિક અને કુશળતાભરી સેવાના બદલામાં તેમને રાયબહાદુરનો ઇલ્કાબ આપ્યો હતો. .. ખજાનચી પરિવારે ત્યાર પછી રાગઢમાં અષ્ટાપદાવતાર જિનાલય વેપારીએ કહ્યું, “ મેં તો કશું ર્યું નથી. મેં તો આ મારા ગુરુદેવનું ચિત્ર નજર સામે રાખીને ભગવાનનું નામ લીધું છે.” લૂંટારુઓ આ ચમત્કારનું કારણ સમજી ગયા. તેઓ એ વેપારીનો માલ સામાન પાછો મૂકી ગયા અને ગુરુદેવનું ચિત્ર પોતાની સાથે લઇ ગયા. મહારાજશ્રીએ વિ.સં. ૧૯૬૦ નું ચાતુર્માસ સૂરતમાં કર્યું. ત્યારે એમની ઉંમર ૭૭ વર્ષની થવા આવી હતી.. એમણે અહીં પોતાના જીવનનું જે સૌથી મહત્ત્વનું કાર્ય હતું તે પૂર્ણ કર્યું. એ કાર્ય અભિધાન રાજેન્દ્ર કોશ' રચનાનું હતું. સૂરતમાં મહારાજશ્રીએ પોતાના નજીક આવતા અંતકાળનો અણસાર આવી ગયો હતો. અહીં એમણે શ્રોતાઓને સભામાં ગર્ભિત રીતે ક્યું હતું કે હવે પોતે ત્રણ વર્ષથી વધુ નહિ જીવે. એમનું સ્વાસ્થ્ય હવે ક્ષીણ થતું જતું હતું. શરીરમાં અશક્તિ વધતી જતી હતી. સૂરતથી વિહાર કરી તેઓ મધ્ય પ્રદેશમાં પધાર્યા. એમણે ચાતુર્માસ કુક્ષીમાં કર્યું. ત્યાર પછીનું ચાતુર્માસ ખાચરોદમાં કર્યું. મહારાજશ્રીની પ્રેરણાથી સમાજસેવાનાં જે કટલાક મહત્ત્વનાં કાર્યો થયાં તેમાં એ જમાનાની દૃષ્ટિએ એક મહત્ત્વનું કાર્ય ખાચરોદના આ ચાતુર્માસ દરમિયાન થયું. માલવાના ચિરોલાવાસી ગામડિયા જૈનોને ત્રણસો વર્ષ પછી ફરી પાછા સંઘમાં લેવામાં આવ્યા. ઇતિહાસ એવો છે કે ત્રણસો વર્ષ પૂર્વે ચિરોલાવાસી એક શ્રાવક કુટુંબે પોતાની કન્યા રતલામના એક શ્રાવક કુટુંબના
SR No.525976
Book TitlePrabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1991
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy