SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૯૧ પ્રબુદ્ધ જીવન સંઘના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમો જ્ઞ અહેવાલ - ચીમનલાલ એમ. શાહ, ક્લાધર’ I પરિસંવાદ: ગુજરાત અને ભારત-પત્રકારોની દૃષ્ટિએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શુક્રવાર, શનિવાર, તા. ૧૦, ૧૧, જાન્યુઆરી, ૧૯૯૧ ના રોજ સાંજના છ વાગે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટી રૂમમાં બે દિવસનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે શ્રી ભગવતીકુમાર શર્મા (ગુજરાત મિત્ર) શ્રી તુષાર ભટ્ટ (ઇકોનોમિક ટાઇન્સ) અને શ્રી હરસુખભાઇ સંઘાણી (ફુલછાબ) એ ‘ગુજરાત-પત્રકારની દૃષ્ટિએ એ વિષય પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. બીજા દિવસે શ્રી કુંદન વ્યાસ (જન્મભૂમિ-દિલ્હીના ચીફ બ્યૂરો), શ્રી વિનોદ મહેતા (સન્ડે ઓબઝર્વર અને ઇન્ડિપેન્ડેન્ટના ભૂતપૂર્વ તંત્રી) અને શ્રી હરીન્દ્ર દવે (જન્મભૂમિ–પ્રવાસી) એ ભારત-પત્રકાર દૃષ્ટિએ' એ વિષય પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. કાર્યક્રમનો સંક્ષિપ્ત અહેવાલ આ પ્રમાણે છે : શ્રી ભગવતીકુમાર શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નીતિમત્તા અને સાધનશુદ્ધિના અભાવે, રાજકારણની પ્રપંચનીતિના કારણે તથા વર્ગવિગ્રહ, વર્ણવિગ્રહ અને કોમી રખમાણોને કારણે ગુજરાતે ઘણું ગુમાવ્યું છે. જે ગુજરાતને આપણે વિવેકબૃહસ્પતિ કહેતા હતા અને જે ગરવી ગુજરાતની ભૂમિ ગાંધીજી અને સરદાર પટેલની ચરણરજથી પાવન થઇ હતી એ ગુજરાતની ભૂમિ માટે આ બંનેય વિશેષણો હાલ વ્યર્થ બની ગયેલાં જણાય છે. શ્રી તુષાર ભટ્ટે કહ્યું હતું કે ગુજરાતમાં આર્થિક વિકાસની વાતો હવે ભૂતકાળ ની બની ગઇ છે. આઠમી પંચવર્ષીય યોજનામાં ગુજરાતને એક પણ વિદ્યુત મથકની મંજૂરી મળી નથી અને વીજળીની અછત એ તો ગુજરાત માટે જિંદી ઘટના બની ગઇ છે. શ્રી હરસુખભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બેકારી ઉપરાંત રોજિંદી હાડમારી વધી ગઇ છે. સૌરાષ્ટ્ર માટે સરકારે એક પણ વચન પાળ્યું નથી. તેથી ત્યાંની પ્રજામાં હતાશા અને શેષ પ્રર્વત છે. પરંતુ ત્યાં મુસલમાનોની રોજીરોટી મુખ્યત્વે હિન્દુ પ્રજાના હાથમાં હોવાથી મોટા કોમી રમખાણોની શક્યતા નથી. શ્રી કુંદન વ્યાસે કહ્યું હતું કે ભારતમાં ધર્મ અને રાજકારણને અલગ રાખી શકાય તેમ નથી. ભારતની હવે પછીની ચૂંટણી નકારાત્મક નહિ પરંતુ હકારાત્મક મોજાથી લડાશે. આ ચૂંટણીમાં સ્થિતા અને બિનસાંપ્રદાયિકતાની વાત પર વધુ ભાર મૂક્વામાં આવશે અને કોઇ એક જ પક્ષની સરકાર આવશે તે વાત હવે અનિશ્ચિત બનેલી જણાય છે. શ્રી વિનોદ મહેતાએ જણાવ્યું હતું કે ભારતીય રાજકારણીઓ ભ્રષ્ટ થઇ ગયા છે અને તેમણે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. છેલ્લાં વીસ વર્ષમાં પરિસ્થિતિ ખૂબ જ કથળી છે. દેશ સમક્ષ સમસ્યાઓ તો સદાય હોય જ, પણ પરિસ્થિતિ હવે બેહદ બગડી છે. જો કે આટલા વિશાળ દેશમાં સમસ્યાઓ તો રહેવાની જ. એનો અર્થ એવો નથી કે રાષ્ટ્ર તેનાથી અસ્થિર બન્યું છે. શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું હતું કે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોને ફક્ત એક જ વર્ષ માટે જ જો સરકાર ચલાવવાની તક આપવામાં આવે તો આ દેશની હાલની પરિસ્થિતિ સુધરી શકે. જો ગાંધીજીએ સક્રિય રાજકારણમાં આવી દેશનું સુકાન સંભાળી લીધું હોત તો આજની પરિસ્થિતિ ક્દાચ ઊભી ન થઈ હોત. કાર્યક્રમનું પ્રમુખસ્થાન પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ડો. રમણલાલ ચી. શાહે સંભાળ્યું હતું. કાર્યક્રમના સંયોજક શ્રી અમર જરીવાલાએ સૌનું સ્વાગત કર્યું હતું. સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે તથા મંત્રીશ્રી નિરુબહેન શાહે વ્યાખ્યાતાઓનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું હતું. ડો. રમણભાઇ શાહે બંને દિવસના વ્યાખ્યાનોની સુંદર સમીક્ષા કરી હતી. સંઘના મંત્રી શ્રી પ્રવીણચંદ્ર કે. શાહે તથા શ્રી સુબોધભાઇ એમ. શાહ અનુક્રમે પ્રથમ અને બીજા દિવસે કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી. ત્ત વિદ્યાસત્રનાં વ્યાખ્યાનો સંઘના ઉપક્રમે સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રના કાર્યક્રમમાં શનિવાર, તા. ૧૯ મી જાન્યુઆરી, ૧૯૯૧ ના રોજ સાંજના ચાર વાગે સ્વ. કિશોરલાલ મશરૂવાલાની જન્મ શતાબ્દી નિમિત્તે આચાર્યશ્રી યશવંત શુક્લના બે વ્યાખ્યાનો યોજવામાં આવ્યા હતા. પ્રથમ વ્યાખ્યાનનો વિષય હતો સ્વ. કિશોરલાલ મશરૂવાલાનું સમાજ ચિંતન. આ વિષય પર બોલતાં શ્રી યશવંતભાઈએ જણાવ્યું હતું કે અઢાર વર્ષની ઉમરે ગીતાનું પારાયણ કરનાર કિશોરલાલ મશરૂવાલા કૃષ્ણને મહાનપુરુષ જરૂર લેખતા, પરંતુ તેમને અવતાર નહોતા લેખતા. ગીતા માટે અનહદ માન ધરાવતા કિશોરલાલ ગીતાના શ્રીકૃષ્ણ પછી સહુથી વધુ આદર ગાંધીજીનો કરતા. કિશોરલાલે સંસારનો વિચાર ધર્મની અને ધર્મનો વિચાર સંસારની દૃષ્ટિએ કર્યો હતો. કિશોરલાલનું ધર્મીચંતન એ વિષય પરના બીજા વ્યાખ્યાનમાં શ્રી યશવંતભાઈએ જણાવ્યું હતું કે ચિંતન @ કરતાં કરતાં કિશોરલાલ તાત્ત્વિક વિચારોના અંતિમ છેડા પર આવી પહોંચ્યા હતા. તેમણે લખ્યું છે કે વર્ણવ્યવસ્થાએ પ્રજાને ઘોર અન્યાય ર્યો છે. જ્ઞાતિ વ્યવસ્થા અત્યંત રોગિષ્ઠ છે. તેઓ માનતા કે વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિ વ્યવસ્થાનો વહેલામાં વહેલી તકે અંત આવવો જોઇએ. તેઓ દૃઢ પણે માનતા કે જ્ઞાતિ એ ગંધાતું ખાબોચિયું છે. તેમણે સ્પષ્ટ હ્યું છે કે અખંડ ભારતના નિર્માણ માટે જ્ઞાતિઓ અવશેષરૂપ છે. જ્ઞાતિઓ નિર્મૂળ થવી જ જોઈએ. કાર્યક્રમના પ્રારંભે સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શ્વાહે સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના સંયોજિકા પ્રા. તારાબહેન ૨. શાહે વ્યાખ્યાતાશ્રી યશવંતભાઇનો પરિચય આપ્યો હતો. શ્રી જોરમલભાઇ મહેતાએ પુષ્પગુચ્છ અર્પણ કરી વ્યાખ્યાતાશ્રી યશવંતભાઈનું સન્માન કર્યું હતું. ડો. રમણલાલ ચી. શાહે વિધાસત્રના આયોજનની ભૂમિકા સમજાવવાની સાથે બંને વ્યાખ્યાનોની સમીક્ષા કરી હતી. સંધના મંત્રીશ્રી નિરુબહેન એસ. શાહે આભારવિધિ કર્યા બાદ કાર્યક્રમની સમાપ્તિ થઇ હતી. ઇ આનંદઘનજીનાં સ્તવનો-ભક્તિસંગીત અને પ્રવચનો સંઘના ઉપક્રમે છેલ્લા ત્રણેક વર્ષથી અધ્યાત્મયોગી આનંદઘનજીના સ્તવનોનો ભક્તિસંગીતનો અને પ્રવચનોનો કાર્યક્રમ યોજવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ મંગળ, બુધ, ગુરુ, તા. ૨૨, ૨૩, ૨૪, જાન્યુઆરી, ૧૯૯૧ ના રોજ દરરોજ સાંજના ચાર વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ શ્રી ઉષાબહેન મહેતાના સ્વાગત પ્રવચનથી થયો હતો. શ્રીમતી પૂર્ણિમાબહેન સેવતીલાલ શેઠે મધુરકંઠે આનંદઘનજીના સ્તવનો રજૂ ર્યાં હતાં. હાર્મોનિયમ પર શ્રી શ્યામ ગોગટે અને તબલા પર શ્રી નટવરલાલ ત્રિવેદીએ સેવા આપી હતી. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં શ્રી સુપાર્શ્વનાથ, શ્રી સુવિધિનાથ, શ્રી શ્રેયાંસનાથ અને શ્રી વાસુપૂજય સ્વામીનાં એમ આનંદઘનજીનાં ચાર સ્તવનો રજૂ થયાં હતાં. અને આ ચારેય સ્તવનો પર ડો. રમણલાલ ચી. શાહે મનનીય વ્યાખ્યાનો આપ્યા હતા. પ્રત્યેક સ્તવન શ્રી પૂર્ણિમાબહેન શેઠે મધુરસ્વરે ગાયા પછી તેના પર ડૉ. રમણભાઈ શાહનું રસપ્રદ અર્થીવવરણ થયું હતું. આ વિશિષ્ટ કાર્યક્રમમાં સારી એવી સંખ્યામાં ભાઇ-બહેનો પધાર્યા હતા. કાર્યક્રમના અંતે શ્રી ઊષાબહેન મહેતાએ આભાર વિધિ કરી હતી. જ્ઞ નિવૃત્ત થતા કાર્યાલય મંત્રીશ્રી શાંતિલાલ શેઠનું સન્માન સંઘના કાર્યાલય મંત્રી શ્રી શાંતિલાલ ટી. શેઠ પોતાની પચાસ વર્ષની સુદીર્ધ સેવા આપીને નિવૃત્તિ લઈ રહ્યા હોય તેમનું સન્માન કરવાનો એક કાર્યક્રમ મંગળ વાર, તા. રરમી જાન્યુઆરી, ૧૯૯૧ના સાંજના ૬-૦૦ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં ડો. રમણલાલ ચી શાહના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંઘના ભૂતપૂર્વ મંત્રી કે. પી. શાહે જણાવ્યું હતું કે શાંતિભાઇએ સંધને પંચાસવર્ષ સુધી જે સેવા આપી છે તે ભૂલી શકાય તેમ નથી. સંઘના મંત્રીશ્રી નિરુબહેન એસ. શાહે કહ્યું હતું કે શાંતિભાઈની સેવાભાવના અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની વૃત્તિ પ્રશંસાપાત્ર છે. મંત્રીશ્રી પ્રવીણચંદ્ર કે. શાહે જણાવ્યું હતું કે શાંતિભાઇએ સંઘ માટે જે કાર્ય કર્યું છે તેનું મૂલ્ય થઇ શકે તેમ નથી. સંઘના ભૂતપૂર્વ મંત્રીશ્રી સુબોધભાઇ એમ. શાહે જણાવ્યું હતું કે તમને અને મને નહિ ઓળખતા હોય એવા સંખ્યાબંધ માણસો શાંતિભાઇને ઓળખે છે એ વાત તેમની સેવાવૃત્તિનું ઉજળું ઉદાહરણ છે. પ્રા. તારાબહેન ર. શાહે ક્યું હતું કે શાંતિભાઇએ સંસ્થાએ ગૌરવ અપાવ્યું છે અને સંસ્થાએ શાંતિભાઈને વિકસવાની તક પૂર પાડી છે. આ પ્રસંગે સર્વશ્રી મફતલાલ ભીખાચંદ શાહ, કમલાબહેન પીસપાટી, વસુબહેન ભણસાલી, ઉષાબહેન મહેતા, બસંતલાલ નરસિંહપુરા, હિલાલ ગુલાબચંદ શાહ, રમણલાલ લાકડાવાલા, હિંમતલાલ ગાંધી, લક્ષ્મીચંદ મહેતા, ચીમનલાલ ક્લાધર વગેરેએ શ્રી શાંતિભાઇની સેવાને બિરદાવતા અને તેમની દીર્ધાયુષ્ય ઇચ્છતાં વક્તવ્યો રજૂ કર્યાં હતાં. કાર્યક્રમના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે જાહેરસંસ્થામાં કામ કરવું અને તે પણ પચાસ વર્ષ સુધી એકધારું કામ કરવું એ સહેલી વાત તો નથી જ. શાંતિભાઇ જૈન યુવક સંઘની પ્રવૃતિઓમાં ઓતપ્રોત થઇ ગયા હતા. મુરબ્બી પરમાનંદભાઈ કાપડિયાના હાથ નીચે તેમને સરસ તાલીમ મળી. આજે તેઓ સંધમાંથી નિવૃત થાય છે ત્યારે તેમનું શેષ જીવન આરોગ્યમય, ધર્મમય અને સેવામય બની રહે તેવી શુભેચ્છા દર્શાવું છું. પ્રાસંગિક વકતવ્ય બાદ જૈન યુવક સંધ દ્વારા શ્રી શાંતિભાઇ શેઠને સુખડનો હાર પહેરાવી, શ્રીફળ આપી, શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી શાંતિભાઈ શેઠે સન્માનનો પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે સંસ્થાએ મને જે આપ્યું છે તેનું ઋણ ભૂલી શકાય તેમ નથી. સૌના સહકાર અને પ્રેમની લાગણી બદલ હું સદાય ઋણી રહીશ. ...
SR No.525976
Book TitlePrabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1991
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy