SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૯૧ છે એટલે એને અટકાવવા માટે સંસારના સુખને ભોગવવાનું કહે છે. જેના પ્રત્યુત્તર રૂપે જંબુકુમાર એક પછી એક એમ ત્રણ ચોટદાર કથાઓ કહે છે. મધુબિંદુની, કુબેરદત્તની, અને મહેશ્વરદત્તની એમ ત્રણ દૃષ્ટાંતકથાઓ દ્વારા જંબુકુમાર તર્કબદ્ધ રીતે વૈરાગ્યની મહત્તા રજૂ કરે છે. એ રીતે બીજા અધિકારમાં જંબુકુમારના મુખે ત્રણ કથાઓ નિરૂપાઇ છે. પ્રબુદ્ધ જીવન ત્રીજા અધિકારમાં જંબુકુમારની આઠ પત્નીઓમાંથી ત્રણ પત્નીઓ દીક્ષા ન લેવા માટે સમજાવે છે અને એ માટે પોષરૂપ દૃષ્ટાંતકથાઓ ક્લે છે. આ ત્રણેયને જંબુકુમાર એક પછી એક પ્રત્યુત્તર રૂપે વૈરાગ્યભાવને દૃઢાવતી કથાઓ કહે છે. આમ કુલ છ દૃષ્ટાંતકથાઓ આ ત્રીજા અધિકારમાં જંબુકુમારની ત્રણ પત્નીઓને મુખે તથા જંબુકુમાર મુખે નિરુપાઇ છે. ચોથા અધિકારમાં બાકીની બીજી ચાર પત્નીઓ જંબુકુમારને દીક્ષા ન લેવા સમજાવવાના ભાગ રૂપે દૃષ્ટાંતકથાઓ કહે છે, જેની સામે પ્રત્યુતર રૂપે જંબુકુમાર પણ ચારેયને એક પછી એક કથાઓ ક્લે છે. આમ અહી આઠ થાઓ નિરુપાયેલ છે. પાંચમાં અંતિમ અધિકારમાં આઠમી પત્ની જયશ્રી જંબુકુમારને દીક્ષા ન લેવાનું સમજાવતા નાગશ્રીની કથા કહે છે જેના પ્રત્યુતર રૂપે જંબુકુમાર લલિતાંગકુમારની કથા કહે છે. સમગ્ર રાસમાં વૈરાગ્યનો મહિમા રજૂ કરતી અગિયાર દૃષ્ટાંતકથાઓ જંબુકુમારના મુખે રજુ થઇ છે. ત્રણ પ્રભવચોરની સમક્ષ અને આઠેય પત્નીઓ સમક્ષ એક–એક મળીને કુલ આઠ. ઉપરાંત ચાર મહાવીર ભગવાન મુર્ખ, અને આઠેય પત્નીઓ દ્વારા એક-એક મળીને આઠ. એમ બધી મળીને કુલ ત્રેવીશ દૃષ્ટાંતકથાઓ અહીં છે. આ બધી કથાઓ ભાવશબલતા અને સંઘર્ષથી પૂર્ણ હોઈ સ્વતંત્ર કથા તરીકે પણ રસપ્રદ છે. પરંતુ એનું સ્વતંત્ર કથા તરીકેનું મૂલ્ય ભાવકચિત્રમાં અંકાતું નથી. કારણ કે કેન્દ્રસ્થાને જંબુકુમાર છે. બીજી કથા માટે કુતુહલ રહે છે. અને એમ ‘જંબુકુમાર રાસ’એક થાકૃતિ તરીકે વિકસે છે. આમ યશોવિજયે પરંપરાને અનુષંગે પોતાની રીતે રાસકૃતિ માટે આવું કથાનક પસંદ કરીને અંતે એમાંથી કથાનું નિર્માણ કરી શક્યા, એ મધ્યકાલીન ગુજરાતી રાસસાહિત્યની પરંપરામાં વિષયસામગ્રીની દૃષ્ટિએ મહત્વનું ઉદાહરણ છે. (૨) * જંબુસ્વામી રાસ'નું કથાનક આમ દૃષ્ટાંતકથાઓથી સભર છે. પરંપરામાંથી પ્રાપ્ત આ બધી કથાઓને એમણે પોતાની રીતે પદ્યમાં ઢાળી છે. એ રીતે યશોવિજયજી દ્વારા પુન:અભિવ્યક્તિ પામેલી આ થાઓ એમની દૃષ્ટિપૂત વિનિયોગશક્તિની પરિચાયક છે. દૃષ્ટાંતકથાઓના ચરિત્રોના વર્ણનોમાં કે પ્રસંગાલેખમાં અનેસ્થાને પોતાની સર્ગશક્તિનો પરિચય તેમણે કરાવ્યો છે. લલિતાંગકુમારનું આલેખન, જંબુકુમારના દીક્ષા પ્રસંગનું આલેખન, તથા એ માટે સંઘનું રૂપક પ્રયોજ્યું છે એ બધાને આના ઉદાહરણ રૂપે નિર્દેશી શકાય. આ બધી દંષ્ટાંતકથાઓનો વિનિયોગ પદ્યવાર્તામાંના ભાવકની ઉત્સુક્તાને કુતુહલને વધારવા કે પોષવાના પરિબળ રૂપે જ માત્ર નથી. કથાઓ ચોટદાર, રસપ્રદ હોવા છતાં હકીક્ત એની સામે બીજી શી થા હશે ? એ મુદ્દો વિચાર – ભાવકના ચિત્તમાં સતત ઉદ્દભવતો રહે છે. એટલે આ બધી કથાઓ મૂળકથાને વિકસાવનાર પરિબળરૂપ – પ્રસંગરૂપ-થાઓ તરીકે અહીં વિનિયોગ પામી છે. આવો ભાવ જાળવી રાખવામાં યશોવિજયજીની મૂળ કથાનાયક કેન્દ્રમાં રહે તેવું વાતાવરણ નિર્માણ કરી શક્યાની દૃષ્ટિ સૂઝ કારણભૂત છે. જંબુકુમારની દીક્ષા લેવાની ઇચ્છાથી તે એની પરિપૂર્ણતા સુધીની ઘટના અહીં કેન્દ્રમાં છે. આ માટે અવાંતરકથાઓની હાથવગી પરંપરાને પોતાની રીતે પ્રયોજી, એમાંથી યશોવિજયજીની સર્જક્દષ્ટિનો પરિચય મળી રહે છે. અવાંતરકથાઓ માત્ર ક્થારસ તરીકે નહીં પણ અભિવ્યક્તિના એક ભાગ રૂપે અર્થપૂર્ણ બની રહે અને સાથોસાથ મૂળ કથાને વિકસાવનાર પરિબળ બની રહે એ રીતે અહીં ખપમાં લેવાઇ હોઇ એનું વિશેષ મહત્વ છે. (૩) યશોવિજયજીએ દૃષ્ટાંતકથાઓને આધારે ક્થાનું નિર્માણ કર્યું. એ ખરું પરંતુ એ કથાની અભિવ્યક્તિનું સ્વરૂપ પણ અભ્યાસનો વિષય બની રહે એ ક્ક્ષાનું છે. એમાંથી યશોવિજયજીની કથનકળાની સૂઝનું દર્શન થાય છે. સમગ્ર ક્યા પાંચ અધિકારમાં વહેચાયેલી છે. આ પ્રત્યેક અધિકાર ૧૩ ઢાલમાં વહેંચાયેલા છે. પ્રથમ અધિકારમાં પાંચ ઢાલ છે. બીજામાં આઠ, ત્રીજામાં નવ, ચોથા અને પાંચમા અધિકારમાં સાત-સાત એમ કુલ છત્રીસ ઢાલમાં કથા રજૂ થયેલી છે. વચ્ચે – વચ્ચે દુહા અને ચોપાઇઓ છે. બહુધા ધર્મ-ઉપદેશ કે સર્જકને અભિપ્રેત અન્ય મુદ્દાઓ આ ચોપાઇ કે દુહાબંધમાં અભિવ્યકત થયેલ છે. થાપ્રસંગ પૂર્ણ થાય ત્યાં ઢાલ પૂર્ણ થાય છે. કેટલીક લાંબી કથાઓ બે-ત્રણ કે ચાર ઢાલ સુધી પણ વિતસ્તરેલ છે. પદ્મમાં–ઢાલમાં-માત્ર કથાનક જ રજૂ થયું છે એવું નથી. વચ્ચે વચ્ચે ક્થાંતર્ગત પાત્રના સુખ, દુ:ખ, વિરહ આદિ ભાવોને ઉપસાવતા વર્ણનો પણ સર્જકે પ્રયોજેલ છે, એવું નથી. વચ્ચે વચ્ચે કથાંતર્ગત પાત્રના સુખ-દુ:ખ, વિરહ આદિ ભાવોને ઉપસાવતા વર્ણનો પણ સર્જકે પ્રયોજેલ છે. પાત્રના વિવિધ પ્રકારના વર્તણૂંક – વ્યવહારના વર્ણનો પણ સર્જક કર્યા છે. પ્રભવ ચોર, કુબેરદત્ત, વિધુન્નાલી, નાગિલક, દુર્મિલા ઇત્યાદિ ચરિત્રોને આના ઉદાહરણ તરીકે દર્શાવી શકાય. આ વર્ણનો ચરિત્રોના ચિત્તના ભાવને તાદ્શ કરે છે, એ કારણે કથાકૃતિ ભાવપૂર્ણ અને હૃદયસ્પર્શી બની છે. આમ પદ્યમાં પોતીકી રીતે અર્થપૂર્ણ વર્ણનો યશોવિજયે પ્રયોજયા છે. બોધ – ઉપદેશ માટે બહુધાં દુહાબંધ ખપમાં લીધેલ છે. ધર્મનો મહિમા, જે આગલી ઢાળમાંથી કથામાં નિહિત હોય છે, એ અહીં તારસ્વરે પ્રગટ થાય છે. ઢાલને દેશીમાં ઢાળેલ છે. ક્યાંય દેશીનું પુનરાવર્તન નથી, તે સમયની પ્રચલિત દેશીઓની પસંદગી અને એમાં પણ અમુક પ્રકારની ભાવપૂર્ણ કથા માટે એને અનુકૂળ દેશીની પસંદગી યશોવિજયે કરેલી જણાય છે. દેશીવૈવિધ્ય આમ સૂઝપૂર્વકનું છે. આ કૃતિની ગેયતાનું એ સૂચક છે. ત્રીજા અધિકારની પાંચમી ઢાલમાની શાંતિ સદા મનમાંઇ વસઇ” એ દેશીમાં પદ્મસેનાએ કહેલી નુપૂરપંડિતા અને શિયાળની કથાનો પ્રારંભનો ભાગ સમુચિત રીતે નિરુપાયેલ છે. એ જ રીતે ચોથો અધિકારની ત્રીજી ઢાલની બુદ્ધિસિદ્ધિની કથા માટે પસંદ કરેલી દેશી બેડલઇ ભાર ઘણો છઇ એજ, વાર્તા કેમ કરો છો ? • પણ અર્થપૂર્ણ જણાય છે. આ દેશી વૈવિધ્યમાંથી યશોવિજયજીની તત્કાલીન પ્રચલિત ગીતો તરફની પ્રીતિ – સૂચિનો પણ પરિચય મળી રહે છે. . આમ યશોવિજયજીની કથનકળાની સૂઝનો પણ જંબુસ્વામી રાસ’ માંથી ખ્યાલ આવે છે. આ રીતે ‘જંબુસ્વામી રાસ” કથાનું નિર્માણ, એ માટે દૃષ્ટાંતકથાઓનો સૂઝપૂર્વકનો વિનિયોગ અને અર્થપૂર્ણ એવી નળા એમ ત્રણ બાબતે મધ્યકાલીન ગુજરાતી રાસ પરંપરામાં મહત્વની કૃતિ લાગે છે. પરંપરાથી પરિચિત એવા સર્જક એનો દૃષ્ટિપૂત રીતે વિનિયોગ કરે અને એમાંથી એક પોતીકી રચનાનું સર્જન કઇ રીતે શક્ય બને છે, એ દૃષ્ટિબિંદુથી પણ આ સકૃતિનું મૂલ્ય છે. આમ યશોવિજયજીએ ત્રિષષ્ઠિસલાકાપુરુષ ચરિત્ર' માંની કથાને પોતીકી પ્રતિભાનો પાસ આપીને જંબુસ્વામી રાસ' કૃતિનું નિર્માણ કર્યું જણાયું છે. સંદર્ભ સામગ્રી : જંબુસ્વામી રાસ'- સંપાદક : ડો. રમણલાલ ચી. શાહ મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય - ડો. હસુ યાજ્ઞિક ‘આરામશોભા રાસમાળા' - પ્રો જયંત કોઠારી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનાં નવાં પ્રકાશનો શ્રી દીપચંદ ત્રિભોવનદાસ ગ્રંથ શ્રેણી ૭-૮ જિનતત્ત્વ ભાગ – ૪ 13 મૂલ્ય રૂ।. ૨૦/-* પ્રભાવક સ્થવિરો ભાગ - ૨ મૂલ્ય રૂા. ૨૦/-. * બંને ગ્રંથના લેખક ડો. રમણલાલ ચી. શાહ • પ્રકાશક વ શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, મુંબઇ-૪૦૦ ૦૦૪ ફોન : ૩૫૨૯૬ ] .
SR No.525976
Book TitlePrabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1991
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy