SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ , ૦ પ્રભુદ્ધ જીવન તા. ૧૬-૬-૧૯૯૦ કમલાકાર છે. જયાં સુધી સુત હોય ત્યાં સુધી ચક્ર ઊંધું "હોય. અધમુખ હેય. કુંડલિની વમળાકારે ઉછે, જાગે અને કમળ જેમ જેમ ખીલતાં જાય તેમ તેમ ઉર્ધ્વમુખ બને શ્રી ભરત ભટ્ટનું એક કાવ્ય છે. સરોવરમાં લેકે વમળ ખીલવે છે. સાવર, ફરીથી કમળ ખીલવે છે.' મહર્ષિ અરવિંદને માતાજીએ પ્રશ્ન કર્યો, ‘કુંડલિનાં ચક્રોને તમે કમળ શા માટે કહે છે ?' મહર્ષિ અરવિંદે ઉત્તર આપે – કમળ સાંજે બીડાય અને નીચે પાણી તફ મુકી જાય. સવારે ઉન્નત અને સૂર્યાભિમુખ બને. પાણી જલ છે, જડ છે. (સંરકૃતમાં લ’ અને ‘ને અભેદ છે.) પાણી એટલે રસતર્વ. કેવળ સ સારમાં રપ રહે તે મહાકબિલમાં ડૂબે પણ ચતન્યને સ્પર્શ થાય, ગુસ્નાં કિરણ મળે પછી પંકજશ્રી પુલકિત થઈ ઊઠે. શ્રી સુરેશ જોશીની એ પંકિતઓ યાદ આવે છે ? ખૂલી ગઈ આ આંખડી. કે અગોચર પાની શું પાંખડી ?' મહાયાની બૌદ્ધોએ સુપાવતી નામના સ્વર્ગની કલ્પના કરી છે. ત્યાં પ્રત્યેક આત્મા પદ્મવનમાં વિચરે છે. પ્રત્યેક આત્મા ઉપલમાંથી ખીલે છે. કમલા દિવ્યજન્મ, દિવ્યજીવન દિવ્ય ભાવનાઓનું સંદેશવાહક છે. કવિ ન્હાનાલાલનું સુંદર ભાવગીત છે. : ‘આ જળમાં ઊધડે પિયણાં, હવે તે હરિ ! આને! છે, એવા હેવાના ઊઘડે ભાવ ! હવે તો હરિ! અને !' દૈવતવાદમાં ભકતોએ અને સાહિત્યના ક્ષેત્રે કૃતિકાએ દેહના અવમાં કમળની સુંદરતાને નિહાળી છે. બ્રહ્માને વાસ પુષ્કરિણીમાં છે. તે કમલાસનસ્ય છે. સરસ્વતી સરસિજતનયા છે, કમલનંદન નંદિની છે. યમુના કમલજા સપનીપ્રિયા . છે. મહાવિષ્ણુ કમલનાભ, કમલપત્રાક્ષ, કમલાકર છે. મહાલક્ષ્મી કમલદલવિહારિણી છે. શિવ કમલધવલ છે. કૃષ્ણ કુવલયનયન, ઇંદીવર શ્યામ છે. રાધા કમલગ્રીવ, કબુકડી છે. રામ રાવલેથન કમલકમલ છે. :: નરસિંહ મહેતા ‘જલકમલદલ છાંડી જાને બાળા’ કહી કૃષ્ણને વિનવે છે. કવિશ્રી રાજેન્દ્ર શાહ પ્રેમના અભિલાષ અને હુતાશને પિયણ દ્વારા વ્યકત કરે છે. ' પ્રેમના પરિપાકરૂપે માતા અને ગર્ભસ્થ શિશુને સ્નેહના બંધનમાં બાંધનાર અને પિષનાર કમળનાળ છે. એ ગર્ભધારક *અંગ છે. સંગમાં પણ અસંગ છે. પ્રેમના બંધનમાં બાંધનાર પણ કમળ છે અને કર્મબંધથી જલકમલવત' અલિપ્ત રહેનાર મુકિતનું સંવાહક પણ તે જ છે. ગીતા કહે છે- ૪િતે ન હ વાઘેન વાવત્રામવામા | કમલના આ સ્વભાવને શાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ છે. i; શિશુપાલવધ અને કિરાતાજુનીય પબધ રચનાઓ છે. પદ્મપુરાણુ તો જાણે કમળની ગરિમાની છડી પોકારે છે. -તૈત્તિરીય બ્રાહ્મણમાં (૧. ૧. ૩. ૫) કમળને સંબંધ વિશ્વોત્પત્તિ સાથે છે. દ્રવ અવસ્થામાં પ્રજાપતિએ વિશ્વવિકાસ કરવા અહીંતહીં જોયું. એક કમલપત્ર નજરે પડ્યું. તે પાનને કોઇને આધાર હશે એમ માની વરહરૂપે જળમાં ઊતર્યા તે પૃથ્વી મળી. તેને એક ટુકડો ઉપર આણી કમલપત્ર પર પસાયે એવી કથા છે. મેહે જો-દરોમાંથી એક સ્ત્રી સ્મૃતિ મળી આવી છે. એને પુરાતત્વવિદે ધરતીનું પ્રતીક માને છે. એના કેશકલાપમાં જે પુv છે તે કમળ છે. અષ્ટદલ કમલની રંગોળી ઘરમાં લક્ષ્મી આણે છે, કમળદાનથી પુનઃજન્મ વૈભવશાળી મળે છે. કમળનું અંગ પર ધારણ કરવું મંગલદાયક છે. કમળની પાંદડીના સેવનથી અવયવે સુંદર અને સતેજ બને છે. બાહુ પર જે કમળ હોય તે વ્યકિત ચક્રવતિ' રાજા બને છે. આગળ મંડપ આવે તે શિપશાસ્ત્રમાં તે વૃદ્ધિ અને સમૃદ્ધિ આપનાર 'કમનધર કહેવાય છે. કમળ વિષયક આવી અનેક લોકવાયકાઓ અને શાસ્ત્રીય સકે છે. પદ્મમુદ્રા અને પાસને વેગશાસ્ત્રનાં મહત્ત્વનાં અંગ છે. નમસ્કાર મુદ્રાની કમલમુદ્રા પણ કહે છે. ઉપરના મુકતકમાં ભ્રમરને કાળની ઉપમા આપી છે. કમલ સરીખાં માનવ અવયને કાળ ભમરે કે તરત રહે છે. કમલ અચલા છે. ભ્રમર ચલ છે. કમલ મૌન છે. ભ્રમર વાંચાળ છે. કમમાં સમપત્તિ છે. બમરમાં શેષણવૃત્તિ છે. બેઉનાં પાત્ર ન્યારાં છે તેયે‘મારાં છે પાત્ર તેયે વિનિમય લહુ શે આત્મની ચેતનાને. વિશ્વો સવંત્ર સહુમાં અદીઠ વધી રહ્યો તંતુ શે એકતાને. - શ્રી રાજેન્દ્ર શાહ એકતાને તંતુ વહેવા માટે આવશ્યક છે ત્યાગ, સમર્પણ, બલિદાન જે ભારતીય સંસ્કૃતિને પાયો છે. જે કમળમાં છે. કમળપૂજાને સાંકેતિક અર્થ છે માથું ચડાવવું. પછી એ નેત્રકમળથી વિષ્ણુએ કરેલી શિવપૂજા હોય કે કવિ શામળ વર્ણવેલી શીશકમળની પૂજા હોય. ‘સ્ત્રી માટે ચારે જણે શિવને સેપ્યા શીશ. કમળપૂજા કેડે કરી ઢાંકી દીધા ઇશ. આ એકતાને તંતુ કમળ દ્વારા ભારતને અન્ય રાષ્ટ્રો. સાથે પણ જોડે છે. ભારતની જેમ ઇજિપ્ત અને જાપાનમાં પણ કમળ છત્પાદનનું પ્રતીક છે. રામને એ ગ્રીસદેશવાસીઓ પાસેથી શિલ્પકલામાં કમલાકૃતિ કંડારવાની કલા હસ્તગત કરી છે. ઇજિપ્તમાં કમળ ઊગતા સૂર્યનું પ્રતીક છે. તેમ નામના સુર્યદેવતાનું તે પ્રતીક છે, બૌદ્ધો પણ પૂર્ણ વિકસિત કમળને સૂર્યનું પ્રતીક માને છે. દૈવીજી કમળમાંથી પ્રાદુર્ભાવ પામે છે તેવી મિસરવાસીઓની માન્યતા છે. કમળતંતુ સાથે માનવીના જીવનતંતુપટને અતૂટ સંબંધ છે. કારણ કમળ સૂર્ય અને ચંદ્રનાં અમૃતકિરણે ઝીલે છે. સૂર્ય-ચંદ્રની જેમ શાશ્વત, અમૃતમય જીવનનું પ્રતીક છે. કમળવિષયક ભાવનાઓમાં અજબનું વૈશ્વિક સામ્ય છે. વિશ્લેષણ કરતાં તરી આવે કે કમળ પિંડ-બ્રહ્માંડમાં નિમ્નતનું વિશ્વમાન્ય પ્રતીક છે. કમળ તવ અને છત્પાદનનું, દિવ્ય જન્મ, દિવ્ય જીવન અને દિવ્ય ભાનનાઓનું કમબંધથી મુકત રહેનાર કમળ શુચિતા અને અમૃતત્વનું પ્રતીક છે. કમળ સૌંદર્ય અને સમૃદ્ધિનું આરોગ્યનું, શાશ્વતજીવનનું, ન ખરડાયેલી કમલ ધવલ કીતિનું અને શુદ્ધ જ્ઞાનનું પ્રતીક છે. કમળની લોકપ્રિયતા સાર્વભૌમ છે. યાવચેંદ્રદિવાકરૌની જેમ કમળની લોકપ્રિયતા અને ઉપયોગિતા યાવત્સમુદ્ર પર્વત છે, અને સમન્તપર્યાયી છે. '
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy