________________
તા. ૧૬-૫-૧૯૯૦
પ્રબ
માગણીકારોએ તેને ગંભીર બનાવવું લોકોને ઠાર કરવા.
અધિકારો માગનારાઓના મનમાં ઠસી ગયું છે કે આંદોલનનું બળ આપવું. આંદોલનને હિંસા વડે
અને પોતાને ટેકો ન આપતા હોય તેવા નિર્દોષ એટલે સરકારરૂપી પથ્થરની પ્રતિમા પીગળશે અને વાટાઘાટ કરવા આવશે. કેન્દ્રના ગૃહપ્રધાન મુફતી મહમ્મદે આ બળવાખોર સામે કામ લેવાની જવાબદારી આસામ સરકાર ઉપર ઢોળી નાખી છે. ખેદજનક વાત એ છે કે આસામ સરકારમાં પ્રતિસ્પર્ધી પક્ષો છે અને આ બળવાખોરો સાથે સંસર્ગ મને સહાનુભૂતિ જાળવનારા પ્રધાનો પણ છે.
બળવાખોર બીજો પક્ષ બોડોજાતિના લોકોનો છે - તેઓ બ્રહ્મપુત્રાની ઉત્તરે પોતાનું રાજ્ય માંગે છે ! પરંતુ પશ્ચિમ બંગાળમાં ગોરખાઓને ઉત્તરે ગોરખાલૅન્ડ નામનો વિશિષ્ટ અધિકારવાળો જિલ્લો આપીને મનાવી લેવામાં આવ્યા તેમ બોડો લોકોને પણ બાજી હાથમાંથી જાય તે પહેલાં મનાવી લેવા જોઈએ. બોડો પણ આસામી જાતિ છે, હિન્દુ છે અને ભાષામાં પણ બહુ તફાવત નથી. આસામ સરકાર કેન્દ્રની સંયુક્ત મોરચાની સરકારની ટેકેદાર છે તેમ છતાં આ ત્રણે પક્ષો સમાધાન ઉપર આવી શક્તા નથી. દરમ્યાન બોડો બળવાખોરોએ સેંકડો નિર્દોષ લોકોને રહેસી નાખ્યા છે.
ભારતના પડખામાં પ્રહારો કરનાર બીજા બળવાખોર પક્ષો મણિપુરમાં અને નાગપ્રદેશમાં છે. મણિપુરના બળવાખોરો સરહદપાર બ્રહ્મદેશમાંથી શસ્ત્રો અને આશ્રય મેળવે છે. તેઓ નાગ નેશનલ કાઉન્સિલના બળવાખોરો પોતપોતાના પ્રદેશોને ભારતથી સ્વતંત્ર કરવા માગે છે.
શોષણ અને અન્યાય અલગ થવાની પ્રેરણા આપે છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા અને મધ્યપ્રદેશના આદિવાસીઓ શોષણ અને અન્યાયથી પીડાય છે. તેઓ પોતાનું ઝારખંડ નામનું રાજ્ય માર્ગ છે.
ભારતથી અલગ અને સ્વતંત્ર થવાની વિચારણા દક્ષિણ ભારતમાં પણ સૂક્ષ્મ રીતે રહી છે. દાયકાઓ પહેલાં રામસ્વામી નાયકર નામના એક ઝનૂની દ્રવિડ આગેવાને હિન્દથી સ્વતંત્ર એવા દક્ષિણ ભારતના દ્રવિડસ્થાનની માગણી કરી હતી. દક્ષિણ ભારતનાં ચાર રાજ્યો પૈકી આંધ્ર, કર્ણાટક અને કેરલમાં દ્રવિડવાદ લુપ્ત નહિ તો સુષુપ્ત છે પણ શ્રીલંકામાં તમિળોને જે અત્યાચારો સહન કરવા પડ્યા તેથી તામિલનાડુમાં તમિળ રાષ્ટ્રવાદ જાગ્યો છે. ભારતીય જનતા પક્ષે જાણ કરી છે કે તામિલનાડુમાં પાંચ કરોડ રૂપિયાનાં અઘતન શસ્ત્રો પકડાયાં છે, પણ કોઈની ધરપકડ થઈ નથી.
પશ્ચિમ બંગાળમાં અત્યંત ભયસૂચક - રેડ એલર્ટ આપવાનું કારણ એ જણાય છે કે આનંદમાર્ગીઓ પાછા સક્રિય બનીને પ્રકાશમાં આવ્યા છે. ધર્મો અને રાજકારણ ભેગાં મળે ત્યારે કેવું ઝેર બને છે તે આપણે પંજાબમાં જોઈએ છીએ. આનંદમાર્ગી હિંસામાં માને છે અને ભૂતકાળમાં લોહી પણ રેડાયું છે. એવા સમાચાર આવ્યા છે કે તેમણે પશ્ચિમ બંગાળના ડાબેરી અને નિરીશ્વરવાદી કેટલાક નેતાઓને ખતમ કરવાની યાદી બનાવી છે. તેમાં મુખ્ય પ્રધાન જ્યોતિ બસુનું નામ પહેલું છે. ઊજળાં ભગવા વસ્ત્રોમાં સાધુવેશમાં શસ્ત્રસજ્જ થયેલા આનંદમાર્ગીઓ પ્રાથમિક શાળાઓ દ્વારા પ્રજાને પોતાની ફિલસૂફીથી રંગે છે અને સામાન્ય ઊગતી પ્રજા પાસે સેવા દ્વારા પહોંચવાનો પ્રયાસ કરે છે. તે ધર્મ જમણેરી હિન્દુ કોમી પક્ષ છે અને પક્ષની અંદર લોખંડી શિસ્તનું
જીવન
પાલન કરાવે છે જેથી તેની પ્રવૃત્તિઓની ભયજનક બાજુ પ્રકાશમાં ન
આવે.
2
એક વધુ અને ખતરનાક હિંસાવાદી પક્ષ નક્ષલવાદીઓ છે. ઉત્તર બંગાળમાં નક્ષલબારી નામનું સ્થળ છે. ત્યાં ચીન તરફી ડાબેરી સામ્યવાદી પક્ષ રચાયો હતો. તેના પરથી તેઓ નક્ષલવાદી તરીકે ઓળખાય છે. તેઓ ચીનના માઓની ઝનૂની આક્રમક નીતિમાં માને છે. જેમ માઓના ચીનમાં માઓવાદી સામ્યવાદ અને સામ્યવાદી માઓવાદ જેવા ભાગલા પડી ગયા છે અને તેઓ એકબીજા સામે શસ્ત્રોની ઝપાઝપીમાં પણ ઊતરે છે. સમગ્ર રીતે બધા નક્ષલવાદીઓ એમ માને છે કે સરકારી નોકરો, જમીનદારો, મૂડીવાદીઓ, શ્રીમંતો વગેરે આમજનતાનું શોષણ કરે છે. માટે તેમને મારી નાખવા જોઈએ નક્ષલવાદીઓનો વધુ પ્રભાવ આંધ્ર પ્રદેશમાં છે. કાશ્મીરમાં ત્રાસવાદી ઓએ અપહરણની પ્રવૃત્તિ શરૂ કરી તેનું અનુકરણ આંધ્ર પ્રદેશમાં નક્ષલવાદીઓએ પણ કર્યું. અવારનવાર નક્ષલવાદીઓ અને પોલીસ વચ્ચે શસ્ત્રોની ઝપાઝપી થાય છે અને લોહી રેડાય છે.
અલગતાવાદને વરેલા, હિંસા, કોમવાદ, પ્રદેશવાદ અને ભાષાવાદને વરેલા પક્ષો અને જૂથો ભારતની એકતાને ભાંગી નાખે એવા પ્રહારો કરી રહ્યા છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકે અને રોજ હણાઈ રહેલા નિર્દોષ માણસોને રક્ષણ આપી શકે એવા ગૃહપ્રધાન કેન્દ્ર સરકારમાં નથી. મુફતી મહમ્મદની પુત્રીનું કાશ્મીરમાં ત્રાસવાદીઓ અપહરણ. કરી ગયા ત્યારે આ ગૃહપ્રધાનની પુત્રીને અપહણ કરનારાઓ સાથે સમાધાન કરીને છોડાવી લાવવામાં આવી. પરંતુ હિન્દુસ્તાન મશીન ટૂલ્સના વડા શ્રી ખેરા અને બીજા બે મુસ્લિમ મહાનુભાવોનું અપહરણ થયું ત્યારે તેમને મરવા દેવાયા. કાશ્મીરના ત્રાસવાદીઓ સાથે વાટાઘાટ નહિ કરવામાં આવે એવી બહાદુર જાહેરાતો કરનારા ભારતના ગૃહપ્રધાન કાશ્મીરના ત્રાસવાદીઓ સામે નમી પડ્યા અને પોતાની દીકરીને છોડાવવા પાંચ ખતરનાક ત્રાસવાદીઓને જેલમાંથી છોડી મૂક્યા. એમ કહેવામાં આવે છે કે એક નિર્દોષ અબળાના અપહરણ સામે મુસ્લિમ જગતમાં વિરોધ થયો અને તે અપહરણ ઈસ્લામની વિરુદ્ધ છે એવી ટીકા થઈ ત્યારે અપહરણ કરનારાઓ મુફતી મહમ્મદની દીકરીને છોડી મૂકવાના જ હતા. ત્યાં મુફતી તેમના શરણે પહોંચી ગયા અને પાંચ ખતરનાક ત્રાસવાદીઓની મકિતની ભેટ ધરી દીધી !
ભારતને ભાંગી નાખે એવા કાયદાઓ અને વ્યવસ્થા ઉપરાંત બીજી ઘણી આધિ, વ્યાધિ અને ઉપાધિઓ છે. પરંતુ વી.પી. સિંહના પ્રધાનમંડળમાં એવા પ્રધાન ભાગ્યે જ હશે કે જે પોતાના ખાતાની સમસ્યાને પણ પહોંચી વળે. આ લઘુમતી સરકાર છે જેમાં રાષ્ટ્રીય મોરચામાં વિવિધ પક્ષોનો શંભુમેળો રચીને કૃત્રિમ સાદી બહુમતી રચવામાં આવી છે. અને તે પણ ભાજપ પોતાનો ટેકો પાછો ખેંચી લે તો કહેવાતા રાષ્ટ્રીય મોરચાની સરકાર કડડડભૂસ નીચે આવી પડે. પરંત નીચે આદમખોર પણ ઘવાયેલાં ભૂખ્યા સિંહ જેવા કોંગ્રેસીઓ એવી તકની રાહ જોતા બેઠા છે એટલે વી.પી. સિંહની સરકાર કાચા દોરડાના આધારે ટકી રહી છે.
સ્વ. સરદાર પટેલે ગૃહપ્રધાન તરીકે ભારતના કાશ્મીર સહિત સેંકડો ટકડા એકઠા કરીને અખંડ ભારતનું સર્જન કર્યું હતું. હવે એવા નેતા જોઈએ છે કે જેઓ આ સાંધાને તૂટી પડતા, વેરવિખેર થતાં અટકાવીને વધુ સંગઠિત કરે, એ દિવસ ક્યારે આવશે ? Q