SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છે . પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૪-૧૯૯૦ નિર્દેશ થયેલ છે. આ પ્રસંગે મહારાજશ્રીની ભલામણથી બાબુ અમીચંદે દેરાસરના વિશાળ ચોગાનમાં ઉપાશ્રય પણ બંધાવવાનું નકકી કર્યું. દેરાસર માટે તે સમયે રૂપિયા પચીસ હજાર જેવી માતબર રકમ પણ જુદી મૂકી કે જેમાંથી દેરાસરના નિભાવ ખર્ચને પહોંચી વળાય. કારણ કે એ દિવસે માં વાલકેશ્વર ઉપર છૂટા છવાયા માત્ર બંગલાઓ હતા. જૈનેની ગીચ વસતી ભૂલેશ્વર, પાયધુની વગેરે સ્થળેાએ હતી. વાલકેશ્વરની ટેકરી ઉપર આવેલું આ ભવ્ય શિખરબંધી જિનાલય મુંબઈવાસીઓ માટે એક તીર્થ જેવું બની ગયું. - મુંબઈમાં જ્યારે મહારાજશ્રી બિરાજમાન હતા ત્યારે રતલામ, ગાલિયર, ફલેધી વગેરે સ્થળના આગેવાન શ્રેષ્ઠીઓને લઇને કલકત્તાના બાબુસાહેબ શ્રી બદ્રિદાસજી મહારાજશ્રીને મળવા મુંબઈ આવ્યા હતા. તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી કે તપગચ્છમાં તે સાધુઓની સંખ્યા સારી થઈ ગઈ છે, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખરતરગચ્છમાં. સાધુઓની મેટી અછત વર્તાય છે. એ માટે કંઈક કરવું જોઇએ. | મેહનલાલજી મહારાજે પોતે ખરતરગચ્છની સામાચારી છોડીને તપગચ્છની સામાચારી સ્વીકારી હતી. તેમના બધા શિષ્ય પણ પોતાના ગુરુ મહારાજશ્રીની સાથે તપગચ્છની સામાચારીનું પાલન કરતા હતા. પરંતુ ખરતરગચ્છની જરૂરિયાત પ્રત્યે પણ ધ્યાન આપવું જોઇએ એમ ગંભીરપણે વિચારીને પિતાના શિષ્યમાં ખરતરગચ્છનું સુકાન સંભાળી શકે એવા શિષ્ય તરીકે મહારાજશ્રીએ તપસ્વી સાધુ થશમુનિની પસંદગી કરી. યશમુનિ તે વખતે અજમેરમાં બિરાજમાન હતા. મહારાજશ્રીએ ખરતરગચ્છના શ્રેષ્ઠીઓ સાથે ચશમુનિને પત્ર મોકલાવ્યું. તેમાં તેમણે યમુનિને ખરતરગચ્છની સામાચારીનું હવેથી પાલન કરવાની ભલામણ કરી. ગુરુ મહારાની ભલામણ એ આજ્ઞા બરાબર છે એમ સમજી શમુનિએ એ દરખાસ્તને સ્વીકાર કર્યો. અને તે અંગે વિચાર વિનિમય કરવા માટે તેમણે મહારાજશ્રીને મળવા મુંબઈ તરફ વિહાર કર્યો. દરમિયાન મહારાજશ્રીએ મુંબઈથી વિહાર કરી દીધા હતા. એટલે તેઓ બંનેનું મિલન દહાણુ મુકામે થયું. થશમુનિએ . પિતાના ગુરુ મહારાજ સાથે બધી વાતને વિચાર કરી લીધે. એક છિની સામાચારી છોડીને બીજા ગ૭ની સામાચારી અપનાવવી એ સહેલી વાત નહોતી. પરંતુ ગુરુ મહારાજની આજ્ઞા એ તે એથી પણ ચડિયાતી વાત હતી. એટલે યમુનિએ તપગચ્છની સામાચારી છેડીને ખરતરગચ્છની સામાચારી અપનાવવા માટેની આજ્ઞા સહર્ષ સ્વીકારી લીધી. મોહનલાલજી મહારાજશ્રી ત્યાર પછી પિતાના શિષ સમુદાય સાથે દહાણુથી વિહાર કરીને સુરત પધાર્યા. ત્યાં એક દિવસ તેમણે સમગ્ર સમુદાયના રાધુ - સાધ્વીઓને એકત્ર કર્યા અને તેમાં જાહેર કર્યું કે હવેથી પિતાના બે મુખ્ય શિષ્યોમાંથી શ્રી હર્ષમુનિ અને એમને સમુદાય તપગચ્છની સામાચારીનું પાલન કરશે અને શ્રી યશમુનિ અને એમને સમુદાય ખરતરગચ્છની સામાચારીનું પાલન કરશે. એ સમયે તેમણે સમગ્ર સમુદાયને ખાસ ભલામણ કરી કે પિતાને સમુદાય બે ગચ્છમાં વહેંચાઈ • જાય છે. પરંતુ તેઓએ પરસ્પર સહકારથી અને શુભ ભાવથી પાતતાની સામાચારીનું પાલન કરવું અને સંધમાં કયાંય - પરસ્પર વિખવાદ ન થાય તે રીતે પૂરો આદરભાવ રાખો. એકજ ગુરુના શિષ્ય છે એ લક્ષમાં રાખીને સૌએ જૈનધર્મની પ્રભાવના કરતાં રહેવું. વળી તેમણે કહ્યું, “હું તે હવે કિનારે બેઠો છું. વૃદ્ધાવસ્થા છે. મારાથી હવે લાંબા વિહાર થતા નથી. આજ સુધી ધર્મની પ્રભાવના માટે જે કંઈ શકય હતું તે કર્યું છે. હવે એ જવાબદારી તમારા ઉપર છે. તમે બધા અનુભવી અને વિદ્વાન છે. તમે જે જે ક્ષેત્રમાં જાવ ત્યાં ત્યાં ધર્મને ઉઘાત કરજે અને શાસનની શોભા વધે તે પ્રમાણે ઉચ્ચ ચારિત્ર, તપ અને સંયમને જીવનમાં સ્થાન આપી સંઘની સેવા દેશ કાળ પ્રમાણે કરતા રહેશે.' આમ મેહનલાલજી મહારાજની ગ૭ની બાબતમાં દ્રષ્ટિ કેટલી વિશાળ હતી, ગએકાની સામાચારીના ભેદથી તેઓ કેટલા પર હતા અને ગ૭, કરતાં સંધ અને ધર્મના હિતને તેઓ કેટલું ઊંચુ સ્થાન આપતા હતા તે એમની આ ગચ્છના સમન્વયની ઉદાર દૃષ્ટિ ઉપરથી જોઈ શકાશે. મેહનલાલજી મહારાજની ગચ્છની બાબતની ઉદારતા તેમના શિષ્યમાં પણ રહી હતી. તેના ઉદાહરણરૂપ મુંબઈને એક પ્રસંગ જાણવા જેવું છે. યશમુનિ અને એમના શિષ્યોને ખરતરગચ્છની સામાચારી અપનાવવા માટે મહારાજશ્રીએ આદેશ આપ્યો હતો. તે પછી કેટલાંક વર્ષે યશમુનિના એક શિષ્ય ઋદ્ધિ મુનિ મુંબઈમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા. એ વર્ષમાં અધિક માસનું હતું. બે ભાદરવા મહિના આવતા હતા. આથી ખરતરગચ્છની સામાચારીપૂર્વકના પયુંષણ પ્રથમ ભાદરવામાં દ્વિમુનિની નિશ્રામાં ઉજવાયાં. પરંતુ બીજા ભાદરવા મહિનામાં મુંબઈમાં તપગચ્છના પયુંષણ માટે કઈ સાધુને યોગ નહેતે. એટલે સંઘને શ્રેષ્ઠીઓની વિનંતીને સ્વીકાર કરીને ઋદ્ધિમુનિએ ફરીથી તપગચ્છની સામાચારીપૂર્વકને પયુંષણ બીજા ભાદરવા મહિનામાં લાલબાગનાં ઉપાશ્રયે કરાવ્યાં હતાં. મોહનલાલજી મહારાજનું ચારિત્રબળ ઘણું મેટું હતું. સંયમપાલનની બાબતમાં તેમનામાં જરા પણ પ્રમાદ કે શિથિલતા નહોતાં. તેઓ પોતે બ્રહ્મચર્યવ્રતનું વિશુદ્ધભાવે અખંડ પાલન કરતા હતા. તેઓ જ્યાં જ્યાં ચાતુર્માસ માટે બિરાજમાન હોય ત્યાં ત્યાં આજીવન ચેથા બ્રહ્મચર્ય વ્રતની બાધા અનેક દંપતી તેમની પાસે લેતાં હતાં. મુંબઇના પ્રથમ ચાતુમાં દરમિયાન એકથી વધુ દંતીઓએ એમની પાસે સંધ અમક્ષ ચેથા વ્રતની અજીવન બાધા લીધી હતી. એવી જ રીતે સુરત, અમદાવાદ, પાટણ વગેરે સ્થળમાં એમની પાસે કેટલાંય દંપતીઓએ ચેથા વ્રતની બાધા રવીકારી હતી. કેટલાંય શ્રાવક-શ્રાવિકા એમની પાસે બારવ્રત અંગીકાર કરતાં. મહારાજશ્રી પાસે વ્રત-પચ્ચકખાણું લેવાં એ પણ પિતાનું મોટું સદ્ભાગ્ય છે એમ કેટલાય લોકોને લાગતું હતુ. અમદાવાદમાં શેઠશ્રી લાલભાઈ દલપતભાઈનાં માતુશ્રી ગંગાશેઠાણીએ પણ મેહનલાલજી મહારાજ પાસે બાર વ્રત અંગીકાર કર્યા હતાં. મદ્રાસના સ્વ. શ્રી ઋષભદાસજીએ મહારાજશ્રીને એક પ્રસંગ નેધતાં લખ્યું છે કે સં. ૧૯૫૦માં મહારાજશ્રી મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે તેમનાં દર્શન-વંદનને માટે અનેક લોકોની ભીડ જામતી. તે દરેકને મહારાજ સાહેબ “ધર્મલાભ” કહી
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy