SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રબુદ્ધ જીવન, તા. ૧૬-૩-૧૯૯૦ પણ સરકાર તેમજ નગરપાલિકાઓના કુંભકર્ણોની ઉંધ હરામ કરશે? શું થશે તે કહેવું કણ છે. આજે તો ડબા જાજરૂ વાપરનારાઓના મનમાં નથી કોઈ જાતનો સંકોચ, શરમ કે ગુનાભાવ. સામી બાજુએ ભંગીવર્ગમાં નથી તેમાંથી છૂટવાની તમન્ના. તેથી આ કાર્ય માટે પારકી છઠ્ઠીના જાગતલને શોધવા પડે તેવું થયું છે. ' એકવાર એક કાળના આયોજન પંચના અધ્યક્ષ પ્રો. ગાડગીલ સાહેબ સાથે આ પ્રસ્મ અંગેની ચર્ચા થયેલી ત્યારે શ્રી મોરારજીભાઇએ કહેલું કે સરકારની આ ફરજ છે. આંકડાની ઈન્દ્રજાળ સાથે એને સંબંધ નથી, એમ છતાં હું કહું છું કે એકવાર ભંગી ભાઇઓ જાહેર કરી દે કે અમે હવે પછી આવું હલકું કામ નહિ કરીએ. આમ થશે તો જ સમાજ તેમજ સરકારો ધ્રુજી ઉશે. વાત સાચી પણ ભંગી ભાઇઓમાં એવી જાગૃતિનો અભાવ છે. અલબત્ત તેની યુવાન પેઢીને આ કામ ગમતું નથી એ સારુ ચિહન છે. " વાતનો સાર એ છે કે ગમે તે ભોગે પણ દેશમાં સંપૂર્ણ ભંગી મુકિત વહેલી તકે થવી જોઇએ. તેને પીવાનું ચોખ્ખું પાણી પુરૂ પાડવાની રાજયોની પ્રાથમિક ફરજ કરતા પણ ઉચ્ચતમ અગ્રીમતા આપવી જોઈએ. આ વાતને આયોજન પંચના અધ્યક્ષ શ્રી વી.પી.સીંધજી તેમજ ઉપાધ્યક્ષ શ્રી હેગડેના કાન સુધી કોણ પહોંચાડશે? શ્રી વી.પી.સીંધના નિકટતમ ગણાતા સર્વોદય નેતા શ્રી રામમૂર્તિ આ કાર્યને અગ્રીમતા આપવાની વાત તેમને સમજાવી શકે તો ઘણું સારું થાય, નહિ તો આવા માનવીય પ્રમનું નિરાકરણ કરવામાં બીજા અનેક વરસો ચાલ્યા જશે કારણ કે આ પ્રશ્ન આજે તો નધણિયાતા જેવો બની જવા પામ્યો છે. ' છે. સરકારો તેમજ ભારતીય સમાજ સંવેદનશીલતા ગુમાવી બેઠો છે ને નિષ્ફર બની ગયો છે તેના આ એંધાણ છે. આવી અસહ્ય પરિસ્થિતિ સહન કરી લેનાર, પચાવી લેનાર સમાજને ઇતિહાસ શું નોંધશે તે કહેવું મુશ્કેલ છે. આપણે ભારતીય સંસ્કૃતિના ખોટા બણગ મૂકવાનું બંધ કરીએ તો સારું છે. - વર્તમાન ડબા જાજરૂ પ્રથા ભારતીય સમાજ માટે કલંકરૂપ છે એ નિર્વિવાદ હકીકત છે. વસંત વ્યાખ્યાનમાળા સંઘના ઉપક્રમે સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ હોલમાં સોમ, મંગળ, બુધ, તા. ૧૬, ૧૭, ૧૮, એપ્રિલ, ૧૯૯૦ના રોજ યોજવામાં આવી છે. તેનો સવિગત કાર્યક્રમ હવે પછી સભ્યોને કાર્ડ દ્વારા જણાવવામાં આવશે. અમર જરીવાલા કે.પી. શાહ - સુબોધભાઈ એમ. શાહ નિરૂબહેન એસ. શાહ સંયોજક આ મંત્રીઓ (ચૂંટણી : પૃષ્ઠ - રથી ચાલુ) - દલે છે. જો તે ઉમેદવાર જીતે છે અને પ્રધાન થાય છે તો તેના દ્વારા પોતે ખર્ચેલી રકમ તો કઢાવી લે છે પરંતુ તેની સાથે સાથે પોતાના ઉદ્યોગને માટે પોતાના વિજેતા ઉમેદવાર દ્વારા લાભ ઉઠાવી લાયસન્સ, એકસાઇઝ પરમિટ વગેરે અનેક પ્રકારના ખોટા લાભો ઉઠાવાય છે. ભારતના રાજકારણ ઉપર શ્રીમંત ઉદ્યોગપતિઓ, વેપારીઓ વગેરેનું આડકતરુ વર્ચસ્વ આરંભથી જ રહ્યા કર્યું છે. કેટલાક બહુ મોટા ઉદ્યોગપતિઓ તો ઉમેદવારો ઉપરાંત પણ પ્રધાનો અને સરકારી અધિકારીઓને પણ પોતાનાં અઢળક નાણા દ્વારા ખરીદી લેતા હોય છે. ભારતની લોકશાહી માટે તે લાંછનરૂપ છે. પરંતુ જયાં સુધી ભારતમાં આર્થિક અસમાનતા છે, નફાખોરી છે, અતિ ખર્ચાળ ભોગવિલાસ છે ત્યાં સુધી આવાં દૂષણો જલદી નીકળશે નહિ. મોટાં મોટાં પ્રલોભનો સજ્જન માણસોને પણ નીચા પાડી દે છે. ચુંટણીમાં જે ઉમેદવારો ચૂંટાય છે તે બધા જ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે પ્રજાના સાચા પ્રતિનિધિ ઓ છે એમ કદાચ નહિ કહી શકાય. અલબત્ત કેટલાક ખરેખર પોતાના મતવિસ્તારના સાચા લોક પ્રતિનિધિ તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈ આવે છે. કેટલાક મતવિસ્તારમાં જયાં જુદા જુદા ત્રણ ચારથી વધુ પક્ષના ઉમેદવારો અને અન્ય અપક્ષ ઉમેદવારો ઊભા હોય છે ત્યા સૌથી વધુ મત મેળવનારને વિજયી જાહેર કરવામાં આવે છે, પરંતુ બરાબર પૃથ્થકરણ કરવામાં આવે તો એ મત વિસ્તારના વીસ પચીસ ટકા લોકોના મત એને મળ્યા હોય છે. એટલે કે લઘુમતી લોકોના જ એ પ્રતિનિધિ હોય છે. જે મત વિસ્તારમાં મતદાન પચાસ ટકા કે એથી ઓછું થયું હોય છે ત્યાં પચાસ ટકા લોકોના મત પણ ત્રણ-ચાર ઉમેદવારો વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે ઉમેદવાર વધુ મતે જીતે છે. માટે તે વિસ્તારના તે પ્રતિનિધિ છે એમ સાપેક્ષ દૃષ્ટિથી કહી શકાય. પરંતુ જો નેવું કે સો ટકા મતદાન થયું હોય અને બે ઉમેદવારો વચ્ચે જ મુખ્ય સ્પર્ધા હોય તો વિજયી ઉમેદવાર તે વિસ્તારનું વધારે પ્રતિનિધિત્વ ધરાવે છે એમ કહી શકાય. કેટલીકવાર એવું પણ બને છે કે જીતવાની શક્યતા ન હોવા છતાં અમુક ઉમેદવારની વચ્ચે મત વહેંચાઈ જાય છે. અને પરિણામે બે યોગ્ય ઉમેદવારોની વચ્ચે ત્રીજો જ ફાવી જાય છે. ચીંચણીમાં નેત્રયજ્ઞ સંઘના આર્થિક સહયોગથી વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘના ઉપક્રમે શ્રી મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર- ૫ મુનિશ્રી સંતબાલજીના આશ્રમ ચચણી (જિ. થાણ)માં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો ઉદઘાટનનો ધર્યક્રમ નીચે મુજબ છે. દિવસ : મંગળવાર, તા. ૨૭-૩-૧૯૦ સમય : સવારના અગિયાર વાગે - સૌને પધારવા વિનંતી. મંત્રીઓ
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy